અમારા વિશે
માનવ અધિકાર પંચની ઓફીસ ગુજરાતમાં કાર્યરત નથી પરંતુ માનવ અધિકારને લગતી બાબતો સબંધે પોલીસ મહાનિદેર્શક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરની કચેરીમાં કામગીરી કરવામાં આવે છે. તેમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી, ની નિમણૂંક થયેલ છે જે કામગીરી જી-૨ શાખા માં કરવામાં આવે છે આ શાખામાં માનવ અધિકાર સિવાય અનુસુચિત જનજાતિ તથા નબળા વર્ગો ઉપર જે ગુન્હા બને અથવા અત્યાચાર થાય છે તે સબંધેની કામગીરી કરવામાં આવે છે.
કામગીરી
સામાન્ય પજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આ અરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તમાં વિગત વાર તપાસ કરાવી અહેવાલ માનવ અધિકાર પંચ દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવા જણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ આવે છે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગે પોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોય તો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તે અંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આઅરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તેમાં વિગત વાર તપાસકરાવી અહેવાલ માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવાજણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ અત્રે આવેછે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગેપોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોયતો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તેઅંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનોનિકાલ કરવામાં આવે છે. એવી જ રીતે જેલ કસ્ટડી કે પોલીસકસ્ટડીમાં અટકાયત હેઠળ રહેલ આરોપીનુ અટકાયત દરમ્યાન મૃત્યુ થાય તો તે અંગેનીમાહિતી શહેર/જીલ્લામાંથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે તેની નકલઅત્રેની શાખામાં પણ પાઠવવામાં આવે છે તે નકલ મળતાં અત્રેથી સબંધિત શહેર/જીલ્લાનેરાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ગાઇડ લાઇન મુજબ તપાસ કરી વિગતવાર અહેવાલ રાષ્ટ્રીયમાનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવા જણાવવામાં આવે છે
પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, નવીદિલ્હીને પાઠવવામાં આવે છે. તેની નકલ અત્રે પાઠવવામાં આવે છે. તે નકલ વંચાણે લઇ જોતેમાં કંઇ ખામી જણાય તો તે સબંધે જરૂરી તપાસ કરી પૂર્તતા કરી અહેવાલ મોકલવા પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રીઓને જણાવવામાં આવે છે અને તેમા પણ જો માનવ અધિકારભંગની વિગત જણાયતો શિક્ષાત્મક પગલાં લેવા જણાવવામાં આવે છે માનવ અધિકારસબંધે પોલીસના અધિકારી/ કર્મચારીઓ વધુ જાણકારી મેળવે તે માટે ગુજરાત રાજયમાંગાંધીનગર જીલ્લામાં કરાઇ ખાતે આવેલ ગુજરાત પોલીસ અકાદમીમાં ટ્રેનીંગ લેવા આવતાઅધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને માનવ અધિકાર એટલે શું ? તેના ભંગ તથા તે સબંધે જરૂરીમાર્ગદર્શન આપવામાં આવે છે.
માનવ અધિકાર સબંધે પોલીસના કર્મચારીઓ વધુ જાણકારબને તે માટે જીલ્લાઓમાં વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જીલ્લામાં પસંદપામેલ ૩ પોલીસ કર્મચારીઓને પથમ, દ્વિતિય તથા ત્રુતિય એ રીતેના નંબરો આપી રોક્કડપુરષ્કાર આપવાની કાર્યવાહી જીલ્લાઓ દ્વારા કરવામાં આવે છે. માહે ૧૦/૨૦૦૫માં ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમદાવાદ ગ્રામ્ય, પ.ર.લ્વે, વડાદરા ખાતે વકૃત્વસ્પર્ધા યોજવામાં આવેલ.
જેલ કસ્ટડી / પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થાય તો ?
પોલીસ / જેલ કસ્ટડીમાં આરોપીનું મૃત્યુ થયાના ૨૪ કલાકની અંદર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને જાણ કરવાની હોય છે. શહેર / જીલ્લા ધ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તથા સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયા, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરવામાં આવે છે.
અત્રેની કચેરી ધ્વારા પણ જે તે શહેર / જીલ્લાને રા.મા.અ.પંચ તથા સુપ્રિમ કોર્ટની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
તપાસ દરમ્યાન કોઇ પોલીસ અધિકારી / કર્મચારીની નિષ્કાળજી જણાય તો તેના વિરુધ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે છે. આ અંગેની જાણ રા.મા.અ.પંચ, નવી દિલ્હીને તથા ગૃહવિભાગને કરવામાં આવે છે.
કામગીરીસામાન્ય પજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આ અરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તમાં વિગત વાર તપાસ કરાવી અહેવાલ માનવ અધિકાર પંચ દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવા જણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ આવે છે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગે પોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોય તો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તે અંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.સામાન્ય પ્રજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આઅરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તેમાં વિગત વાર તપાસકરાવી અહેવાલ માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવાજણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ અત્રે આવેછે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગેપોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોયતો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તેઅંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનોનિકાલ કરવામાં આવે છે.એવી જ રીતે જેલ કસ્ટડી કે પોલીસકસ્ટડીમાં અટકાયત હેઠળ રહેલ આરોપીનુ અટકાયત દરમ્યાન મૃત્યુ થાય તો તે અંગેનીમાહિતી શહેર/જીલ્લામાંથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે તેની નકલઅત્રેની શાખામાં પણ પાઠવવામાં આવે છે તે નકલ મળતાં અત્રેથી સબંધિત શહેર/જીલ્લાનેરાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ગાઇડ લાઇન મુજબ તપાસ કરી વિગતવાર અહેવાલ રાષ્ટ્રીયમાનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવા જણાવવામાં આવે છે.પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, નવીદિલ્હીને પાઠવવામાં આવે છે. તેની નકલ અત્રે પાઠવવામાં આવે છે. તે નકલ વંચાણે લઇ જોતેમાં કંઇ ખામી જણાય તો તે સબંધે જરૂરી તપાસ કરી પૂર્તતા કરી અહેવાલ મોકલવા પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રીઓને જણાવવામાં આવે છે અને તેમા પણ જો માનવ અધિકારભંગની વિગત જણાયતો શિક્ષાત્મક પગલાં લેવા જણાવવામાં આવે છે.માનવ અધિકારસબંધે પોલીસના અધિકારી/ કર્મચારીઓ વધુ જાણકારી મેળવે તે માટે ગુજરાત રાજયમાંગાંધીનગર જીલ્લામાં કરાઇ ખાતે આવેલ ગુજરાત પોલીસ અકાદમીમાં ટ્રેનીંગ લેવા આવતાઅધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને માનવ અધિકાર એટલે શું ? તેના ભંગ તથા તે સબંધે જરૂરીમાર્ગદર્શન આપવામાં આવે છે.માનવ અધિકાર સબંધે પોલીસના કર્મચારીઓ વધુ જાણકારબને તે માટે જીલ્લાઓમાં વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જીલ્લામાં પસંદપામેલ ૩ પોલીસ કર્મચારીઓને પથમ, દ્વિતિય તથા ત્રુતિય એ રીતેના નંબરો આપી રોક્કડપુરષ્કાર આપવાની કાર્યવાહી જીલ્લાઓ દ્વારા કરવામાં આવે છે. માહે ૧૦/૨૦૦૫માં ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમદાવાદ ગ્રામ્ય, પ.ર.લ્વે, વડાદરા ખાતે વકૃત્વસ્પર્ધા યોજવામાં આવેલ. જેલ કસ્ટડી / પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થાય તો ?પોલીસ / જેલ કસ્ટડીમાં આરોપીનું મૃત્યુ થયાના ૨૪ કલાકની અંદર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને જાણ કરવાની હોય છે. શહેર / જીલ્લા ધ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તથા સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયા, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરવામાં આવે છે.અત્રેની કચેરી ધ્વારા પણ જે તે શહેર / જીલ્લાને રા.મા.અ.પંચ તથા સુપ્રિમ કોર્ટની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.તપાસ દરમ્યાન કોઇ પોલીસ અધિકારી / કર્મચારીની નિષ્કાળજી જણાય તો તેના વિરુધ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે છે. આ અંગેની જાણ રા.મા.અ.પંચ, નવી દિલ્હીને તથા ગૃહવિભાગને કરવામાં આવે છે...
પોલીસ ભવન, ૧લો માળ, સેકટર-૧૮, ગાંધીનગર,
ફોન નં. :૦૭૯-૨૩૨૫૪૨૪૭
ફેક્ષ નં. :૦૭૯-૨૩૨૪૬૩૨૯
ઇમેલ : spligp-ws@gujarat.gov.in
કાયદાકીય જોગવાઇઓ
ભારતના બંધારણની જોગવાઇઓ
- ભારતના બંધારણના આર્ટીકલ ૨૧ની જોગવાઇઓ એવી બાંહેધરી આપે છે કે કોઇ પણ વ્યીકતને પોતાની જીંદગી ટુંકાવવાની વ્યકિતગત સ્વતંત્રતા નથી. સિવાય કે કાયદાકીય જોગવાઇઓ અનુસાર હોય તો.
- આર્ટીકલ રર (ર) જણાવે છે કે કોઇ પણ પકડાયેલ વ્યકિતને ૨૪ કલાકની અંદર નજીકના મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવો પડશે. અને કોઇ પણ વ્યકિતને ૨૪ કલાકથી વધુ કોઇ પોલીસ અધિકારી પોતાની કસ્ટડીમાં મેજી.પાસે રજુ કર્યા સિવાય રાખી શકશે નહી. અને કોઇ પણ અટક કરેલ વ્યકિતને સી.આર.પી.સી.ક.૧૬૭ મુજબ ૧૫ દિવસથી વધુ પોલીસ કસ્ટડીમાં રાખી શકાશે નહી.
- ભારતના બંધારણના આર્ટીકલ રર બી મુજબ અટક કરવામાં આવેલ વ્યકિતને તેના કાયદાકીય વકીલ અથવાતો બચાવ કરવા માટે તકપુરી પાડવાનો હકક નકારી શકાશે નહી.
- આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીને તેના વકીલને સાથે રાખવાનો અધિકાર છે. અને ગુનાની કબુલાત કરાવવાના સમયે તેને ચુપ રહેવાનુ પણ તે કહી શકશે.
ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇઓ
- માનવ અધિકારના ભંગ સંબંધે નાગરિકોને અપાતા રક્ષણ અંગે ઈન્ડીયન પિનલ કોડમાં નીચે પ્રમાણે જોગવાઈઓ છે.:-
- ઈન્ડિયન પિનલ કોડ કલમ ૨૨૦માં જણાવ્યું છે કે જે વ્યક્તિને કોર્ટ કાર્યવાહી કરવાની કે દંડ કરવાની સત્તા છે તેવું જાણવા છતાં તે તેનાથી વિરુદ્ધની કાર્યવાહી કરે તો તે આ કલમ પ્રમાણે શિક્ષાને લાયક છે.
- ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૩૦માં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યકિત સ્વેચ્છાએ કબૂલાત કરાવવા માટે અથવા તો કોઈ ગુનો શોધી કાઢવાની માહિતી મેળવવા માટે ઈજા કરે તો તે આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
- ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૪૮ ખોટી રીતે અટકાયત કરી કબૂલાત કરાવવી આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
- ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૩૧માં કોઇ ગુનો શોધી કાઢવા કે કોઈ માહિતી મેળવવા કે કબૂલાત કરાવવા માટે ઇરાદાપૂર્વક મહાવ્યથા કરવાથી આ કલમ હેઠળ ગુનો બને છે.
- ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૭૬ (૨) મુજબ પોલીસ કસ્ટડીમાં બળાત્કાર કરવો તે શિક્ષાપાત્ર ગુનો છે.
- ૧૮૭૨ ના ભારતીય પુરાવાના કાયદાની જોગવાઇઓ
- ૧૮૭૨ ના ભારતીય પુરાવાના કાયદાની જોગવાઇઓ જેમાં નાગરીકને રક્ષણ મળે છે:-
- ભા.પુ. કાયદાની ક. ૨૫ દશાર્વે છે કે, પોલીસ અધિકારી રૂબરૂ કરેલ કબુલાત કોઇ વ્યકિતના વિરૂધ્ધના ગુન્હામાં માની શકાશે નહી.
- ભા.પુ. ના કાયદાની ક. ૨૬ દશાર્વે છે કે, પોલીસ કસ્ટડીમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલ કબુલાત માન્ય રાખી શકાશે નહીં જો તે કોઇ મેજીસ્ટેટ રૂબરૂ તાત્કાલિક હાજરીમાં કરાવી ન હોય તો માની શકાશે નહીં.
આ જોગવાઇઓ પોલીસ અધિકારીઓની ખોટી રીતે કબુલાત કરાવવાની ગેર રીતીઓને કારણે કરવામાં આવી છે.
ક્રિમીનલ પોસીજર કોડ.૧૯૭૮ની જોગવાઇઓ
- સર્ચ અને ધરપકડની અકારણ જોગવાઇઓ સામે ક્રિમી.પોસી.કોડની ક.૪૭,૫૧ અને ૧૦૦ રક્ષણ આપે છે.
- ક્રિમી.પોસી.કોડની ક.૪૭(૨)-પોલીસ અધિકારીને કોઇ પણ જગ્યામાં પ્રવેશ કરી કોઇ પણ મકાનની ઝડતી કરવાના અધિકાર આપે છે. અને કોઇ પણ કોગ્નીઝેબલ ગુનાના આરોપીને અટક કરવાની સત્તા આપે છે. અને આવુ કરતી વખતે તે કોઇપણ બારી કે દરવાજા તોડી શકે છે. અને બળજબરીથી પ્રવેશ પણ મેળવી શકે છે. કે જયારે તેઓને પવેશ કરતા અટકાવવામાં આવતા હોય.
- ક્રિમીનલ પ્રોસીજર. કોડ. ક.૪૭(ર)ની જોગવાઇ છે કે કોઇ સ્ત્રી (કે જે ગુનેગાર નથી) અને પોલીસ તેના રહેઠાણમાં ઝડતી કરવા માંગતી હોય ત્યારે તેણીએ અગાઉથી તેઓને પાછા ખસી જવા નોટીસ આપવી જોઇએ સ્ત્રીઓને આવી અગાઉથી ચેતવણી આપવી ફરજીયાત છે.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૫૧ મુજબ પોલીસને ઝડતી કરવાના અને ત્હોમતદાર પાસેથી મુદ્દામાલ કબજે કરવાની સત્તા છે. આવી વ્યકિત પાસેથી કબજે કરવામાં આવેલ વસ્તુ કે મુદામાલની જે તે વ્યકિતને પહોંચ આપવી જોઇએ અને જયારે સ્ત્રીઓની ઝડતી કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે કડક રીતે સર્ચ વ્યવહારથી બીજી સ્ત્રી મારફતેજ ઝડતી થવી જોઇએ.અને ઝડતી દરમ્યાન કોઇ પુરૂષ હાજર રહેવો જોઇએ નહી.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૯૧ મુજબ પોલીસ દસ્તાવેજો કે બીજા કોઇ કામ માટે કે તપાસ માટે નોટીસ આપી શકશે. આનો અર્થ એવો નથી કે કોઇ પણ વ્યકિતને તેની પો તાની વિરૂધ્ધ પુરાવો રજુ કરવા માટે હાજર રહેવુ. આ બાબત ભારતના બંધારણની ક.૨૦(૩) બાંહેધરી આપે છે.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૧૦૦ ઝડતી અને અટકાયત અંગે સામાન્ય જોગવાઇઓ રજુ કરે છે. તે એવુ જણાવે છે કે ઝડતીઓ ચોકસાઇથી અને ચતુર દિશામાં થવી જોઇએ, અને પોલીસે કોઇ પુરાવાઓ ગોઠવવા જોઇએ નહી. એટલે કે ખોટા પુરાવાઓ એકઠા કરવા જોઇએ નહી.
પુછપરછ (Interrogation)
- પોલીસની સાહેદને તપાસ કરવાની, પુછપરછ કરવાની અને તહોમતદારની પુછપરછ કરવાની સત્તા ક્રિમી.પોસી.કો.ક.૧૬૦,૧૬૧ અને ૧૬૨ માં આપેલી છે. કોઇપણ વ્યકિત તથ્યો અને કેસના સંજોગો જાણતો હોઇ તેને તપાસની કામગીરી માટે ક્રિમનલ.પ્રોસીજર.કોડ.ક.૧૬૦ મુજબ સમન્સ કાઢીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવી શકાયછે. આવો ઓર્ડર લેખીતમાં હોવો જોઇએ. પરંતુ પોલીસે લેખીતમાં ક્રિમીનલ પ્રોસીજર. કોડ.ક.૧૬૦ની નોટીસ આપવી જોઇએ. કોઇ પણ વ્યકિતને હાજર રાખવા માટેની આ જોગવાઇઓ સ્ત્રીઓ તથા ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને લાગુ પાડી શકાશે નહી. તેઓને તેમના રહેઠાણે તપાસી શકાશે.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૬૦ મુજબ પોલીસ ઓફીસર હકીકત અને તથ્યોની નિવેદન રૂપે નોધ કરશે અને તહોમતદારને તેની વિરૂધ્ધનું નિવેદન લખાવવા અથવા તો હસ્તાક્ષરના નમુના આપવા કે વિવાદી દસ્તાવેજમાં સરખામણી કરવાના હેતુસર સહીઓ કરવા નિષ્ણાંત ફરજ પાડી શકશે નહી. સુપિમ કોર્ટે એવુ જણાવેલ છે કે જો કેસની તપાસ ચાલુ હોય અને અગાઉની કોઇ કાર્યવાહી કોર્ટમાં ચાલુ ન હોય તો તહોમતદારને નમુનાનું લખાણ આપવા ફરજ પાડી શકાશે નહી.
- પુરાવના કાયદાની ક.૭૩ ગુનાના લખાણ ભંગ કરવા માટે તપાસ દરમ્યાન ઉપયોગ કરી શકાશે નહી. તહોમતદાર લખાણના નમુના આપવામાં નિષ્ફળ જાય કે મૈન સેવે તો તેને લક્ષમાં લેવુ નહી (સુવિન્દરસિંહ વિ.પંજાબ રાજય.૧૯૯૪ સુપિમ કોર્ટ એસ.સી.સી.(ક્રીમી) ૧૩૦૭૬)
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૬૨ પોલીસ અધિકારીને કોઇપણ વ્યકિતના નિવેદન ઉપર સહી લેતા રોકે છે. એટલે કે ગુન્હાની તપાસ માટે પોલીસ નિવેદન લખે ત્યારે તેમાં નિવેદન લખાવનારની સહી લેવાની હોતી નથી. પોલીસે નોંધેલા સાહેદોના નિવેદનો, સાહેદોનો વિરોધાભાસ કરવા માટે પુરાવના કાયદાની ક.૧૪૫ મુજબ એક બીજાની વિરૂધ્ધ ઉપયોગ થઇ શકે છે.
- ક્રિમી.પોસી.કો.ક.૧૬૩ પોલીસને કોઇ પણ વ્યીકતને કબુલાત કરવા ધાક ધમકી કે લાલચ આપતા કે વચન આપતા અટકાવે છે. પુરાવાના કાયદાની કલમ.૨૫ મુજબ પોલીસ રૂબરૂની કબુલાત પુરાવામાં ગાહય નથી આ કાયદામાં જોગવાઇ કરવાનો હેતુ એવો છે કે પોલીસને આરોપી પાસેથી અત્યાચાર કરીને કબુલાત કરતા અટકાવી શકાય.
- પોલીસ ધ્વારા કબુલાત કરાવવા માટે થર્ડ ડીગીનો ઉપયોગ કરી અત્યાચાર કરવાનું ભારતીય દંદ સહિતાની ક.૩૩૦ અને ૩૩૧ મુજબ સજાને પાત્ર છે કે જેમાં જેલની સજા ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય છે.
- જો કોઇ વ્યકિતનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થાય તો તેના મોતનું કારણ જાણવા માટે મેજીસ્ટ્રેટ ધ્વારા ઇન્કવાયરી કરાવવી ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૭૬ મુજબ ફરજીયાત છે. આવી ઇન્કવાયરી કરતી વખતે મેજીસ્ટ્રેટ ભોગ બનનારના સગા સબંધીને જાણ કરશે અને ઇન્કવાયરી દરમ્યાન હાજર રહેવા જણાવશે.
ધરપકડ અને અટકાયતઃ
- ગેરકાયદેસર ધરપકડ અને અટકાયત સામે ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૦ નીચેની જોગવાઇઓ રક્ષણ આપે છે. આ કલમો ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક. ૪૧, ૪૬, ૪૯, ૫૦, ૫૭, ૫૮, ૫૯, ૭૬ અને ૧૬૭ છે.
- પોલીસને ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૪૧ માં જણાવેલ સંજોગોમાં કોઇ પણ વ્યકિતને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે. પરંતુ કોઇ પણ વ્યકિતને અટક કરવો એટલે બળ પયોગ કરવા ક.૪૬ ની હેઠળ પોલીસ અધિકારીને સત્તા છે. કોઇ વ્યકિત પોતાની જાતને કસ્ટડીમાં સમપિર્ત ન કરે તો તેના શરીરને અડકવુ અથવો શરીરને કબજામાં લેવું એવુ ત્યારેજ કરવું કે જયારે કોઇ વ્યકિત બળપુર્વક તેનો પતિકાર કરે કે તેની ધરપકડ ટાળે કે અટકાયમાંથી ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે તમામ શકય પયત્નો અટક કરવા માટે કરી શકશે. આ તમામ પયત્નોનો અર્થ કાયદાની મયાર્દામાં કરવાનાં છે બળપયોગ નો અર્થ સંજોગો પમાણે કરવાનો છે.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૪૯ એવી બાંહેધરી આપે છે કે જે વ્યકિતને અટકાયતમાં લીધેલ છે. તેને ભાગી જવાથી રોકી શકાય તેનાથી વધુ અટકાયત કરવી નહી.
- ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૫૦ મુજબ જે વ્યકિતને અટક કરી હોય તેને તેની અટકાયતના કારણો જણાવવા જોઇએ. અને નોનબેઇલેબલ ગુનામાં તેને જામીનના હકકની જાણ કરવી જોઇએ આ બાંહેધરી બંધારણીય હકકની કલમ.૨૨(૧) માં આપવામાં આવેલી છે.
સુપિમ કોર્ટના દિશા સુચન
- ભારતની સુપિમ કોર્ટે કસ્ટોડીયલ હિંસા અટકાવવા માટે ધણાબધા કેસોમાં નીચે મુજબના દિશા સુચનો આપેલા છે.
- કિશોર વિ. રાજસ્થાન સરકાર એ.આઇ.આર.૧૯૮૧ એસ.સી.૬૨૫ ૧૯૮૧ સી.આર.આઇ. એલ.જે. ૧૭માં સુપિમ કોર્ટ નીચે મુજબ જણાલવે છે.
- પોલીસની જીવન શૈલી અનાજ ઉપર જીવવાને બદલે ઉજાણીઓ પર નિર્ભર કરે છે. આ અત્યાચારના ગુનાને કંટ્રોલ કરવા માટે સરકારે નીચેના કોન્સ્ટેબલ સ્ટાફને કે જેઓ નિરાશામાં જીવે છે અને માનવીય અભિગમને માન આપતા નથી. જેથી એવા ઉદાહરણોની પધ્ધતિ અપનાવવી જોઇએ કે નીચેના વર્ગના માણસોને અસર થાય. અને જો પોલીસના માણસો તેઓની જાતે ગેરવર્તન કરતા જણાય તો પોલીસના માણસ તરીકે સત્તાવાળાઓએ તેના ગુનાને છુપાવવો જોઇએ નહી. આનાથી શરમ જનક કોઇ વાત નથી કે કોઇ વ્યકિતને પોલીસ કસ્ટડીમાં મારવામાં આવે અને આપણી બંધારણીય વ્યવસ્થા ઉપર આ ઉડો ઘા છે અને રાજયના સેવકો માનવ અધિકારનું હનન કરે છે.
- શીલા બારસે વિ. મહારાષ્ટ્ર રાજય એ.આઇ.આર.૧૯૮૩ એસ.સી.૩૭૮ ૧૯૮૩ સી.આર.આઇ.સી. જે.૬૪૨માં નામદાર સુપિમ કોર્ટે લાગતા વળગતા સત્તા મંડળોને પોલીસ લોકઅપમાં અને ખાસ કરીને મહિલાઓના કિસ્સામાં કેવી રીતે સલામતી અને સુરક્ષા આપવી તે બાબતે વિગતવાર સુચનાઓ આપેલી છે.
- ઉત્તર પ્રદેશ રાજય વિ.રામસાગર યાદવ એ.આઇ.આર.૧૯૮૫ એસ.સી.૪૧૬ જેમાં સુપિમ કોર્ટ નીચે મુજબ જણાવેલ છે. અમોને સરકારને પ્રભાવિત કરવાનું ગમશે કે સરકાર કાયદામાં એવા યોગ્ય સુધારા કરે કે જેમાં પોલીસ વાળા પોલીસ કસ્ટડીમાં અત્યાચાર કરે તો તેઓ પુરાવના અભાવે કે બીજા કારણોસર કાયદાકીય જોગવાઇઓમાંથી છટકી શકે નહી.
- પિપલસ યુનિયન ફોર ડેમોક્રેટીક રાઇટસ વિ.પોલીસ કમિશનર દિલ્હી (વહીવટ) (૧૯૮૯) એસ.સી.સી.૭૩૦ કે જેમાં એક વ્યકિતને પોલીસ કસ્ટડીમાં મારતા મરણ થયેલ, સુપિમ કોર્ટે મરનારના કુટુંબને વળતર આપવા સુચના આપી હતી. અને આ રકમ કસુરદાર અધિકારીઓના પગારમાંથી કાપી લેવા તેઓને શો કોઝ નોટીસ આપવા જણાવેલ હતું.
- સહેલી વિ. કમિશનર ઓફ પોલીસ (દિલ્હી એ.આઇ.આર.૧૯૯૦ એસ.સી.૫૧૩) એક ૯ વર્ષનો બાળક પોલીસની માર અને હુમલાના કારણે મરણ ગયેલ. જેમાં સુપિમ કોર્ટે રાજય સરકારને રૂ.૭૫,૦૦૦/-નું વળતર ચુકવવા ભોગ બનનારની માતાને આપવા જણાવેલ હતુ.
- અરવિંદરસિંગ બગ્ગા વિ.ઉત્તર પદેશ રાજય એ.આઇ.આર.૧૯૯૫ એસ.સી.૧૧૧૭, આ બીજો પોલીસ અત્યાચારનો કેસ છે. જેમાં સુપિમ કોર્ટે નીચે મુજબ જણાવેલ છે.
1. ઉત્તર પદેશ સરકારે સંડોવાયેલ પોલીસ અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી કરવી. અને
2. રાજય સરકારે ૩ માસમાં જજમેન્ટ આવ્યાથી વળતર ચુકવવુ. અને આવુ વળતર રાજય સરકારે લાગતા વળગતા પોલીસ અધિકારી પાસેથી વસુલ કરવું.
- ડી.કે.બાસુ વિ.પશ્ચિમ બંગાળ સરકાર એ.આઇ.આર.૧૯૯૭ એસ.સી.૬૧૦ ૧૯૯૭ સી.સી.આર.એલ.જે.૭૪૩ સુપિમ કોર્ટે જણાવ્યુ કે કોઇ પણ કાર્યની પારદશિર્તા અને જવાબદારી આ બે મુખ્ય બચાવના સાધનો છે. કે જેની ઉપર રહી શકાય નહી. સુપ્રિમ કોર્ટે દર્શાવ્યુ કે યોગ્ય પકારની કાર્યશૈલી વિકસાવવાથી, ટ્રેનિંગ આપવાથી અને પોલીસદળને માનવીય અભિગમથી પરિચિત કરવાથી પોલીસદળ માનવીય મુલ્યો અને બંધારણીય મુલ્યોથી પરિચિત થશે. આવી ટ્રેનિંગથી પોલીસનું નવુ માળખુ ઉભુ થશે. પોલીસનું વલણ બદલવાના પ્રયત્નો કરવાની અને પોલીસ સત્તાવાળાઓની તપાસ કરવાની પધ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત છે. કે જેથી તેઓ તપાસ અને પુછપરછ દરમ્યાન મુળભુત મુલ્યોનું બલીદાન ન કરે સુપિમ કોર્ટે અટકાયતના ઘણા કિસ્સાઓમાં ઘણી બધી જરૂરીયાતો અને કાયદાકીય જોગવાઇઓને અટકાયતી પગલા તરીકે બનાવેલી છે અને સુપિમ કોર્ટે જણાવ્યુ છે કે આ જોગવાઇનો અમલ જે તે અધિકારી ન કરે તો તેની વિરૂધ્ધ ખાતાકીય પગલા લેવા અને તેને કોર્ટની અવમાનના માટે પણ જવાબદાર ઠેરવવો. આ તમામ કાયદાકીય જોગવાઇઓ અને પ્રસંગોપાત સુચનાઓ નામ.સુપિમ કોર્ટે આપેલ હોઇ કસ્ટડીમાં કરવામાં આવતી હિંસા આપણા હદયને સ્પર્શે છે. આથી કસ્ટોડીયલ હિંસા કાયદાકીય અનિકિતતાઓ અને કાયદાની દિશા સુચનોના કારણે વધવા પામે તે ઇચ્છનીય નથી.
- જીંદગી જીવવાનો અધિકાર માનવ અધિકારનો એક મૂળભૂત અધિકાર છે. અને તેમાં બંધારણની ક. ૨૧ થી દરેક વ્યકિતને બાંહેધરી આપવામાં આવેલી છે તેમાં રાજયને પણ તેનો ભંગ કરવાની સત્તા નથી. એક કેદી કે જેને સજા થઇ હોય કે અંડર ટ્રાયલ હોય કે અટકાયતમાં હોય છતા પણ તે આ અધિકારો ભોગવી શકે છે તેને જેલમાં મુકવામાં આવે તો તે તેના મૂળભૂત અધિકારો ભોગવી શકે છે અને તેના જીંદગી જીવવાના અધિકારને બંધારણે બાહેધરી આપેલ છે. ગુનામાં સજા થવા છતા પણ તેની સ્વતંત્રતા અટકાવી દેવામાં આવી છતા પણ કાયદાની સ્થાપીત પ્રણાલી પ્રમાણે કેદી પણ બંધારણીય અધિકારો ભોગવી શકે છે.
- ચાર્લ્સ શોભરાજ વિ. સુપ્રિટેન્ડન્ટ સેન્ટ્રલ જેલ, તીહારના કેસમાં જજશ્રી કિષ્ણા આર્ય એ નીચે પમાણે નોંધ્યુ છે સાચી રીતે જોવા જઇએ તો કેદ કરવાની ક્રુર પધ્ધતીઓમાં કોર્ટની ભુમીકા વધી જાય છે. જીવન જીવવાનો અધિકાર એ ફકત પાણી તરીકેનું અસ્તિત્વ હોવુ નથી અથવા તો વનસ્પતી હોવુ નથી. સાચી રીતે તો માનવીની પતિષ્ઠા અને દિવ્યતા અંગે આર્ટિકલ ૧૯ અને ૨૧ માં જણાવેલ છે. જેલવેલમાં પણ કેદી માટે સાચી બંધારણીય જોગવાઇઓ અને મ્યુનિસીપલ કાયદાઓનુ અર્થઘટન રાષ્ટ્રના કાયદાના પ્રકાશમાં થવુ જોઇએ, અને જયા શકય હોય અને કેદી ભાગ-૩ ના અધિકારો છોડી દેતા નથી.
પોલીસ દ્વારા માનવ અધિકાર ભંગ
- ગણવેશધારી વ્યકિતઓ ધ્વારા આચરવામાં આવેલ ગુનાઓ- જયારે નાગરીકો ગણવેશધારી વ્યકિતઓ પાસે જાય છે. ત્યારે તેઓને એક વિશ્વાસ હોય છે કે જે વ્યકિતને કાયદા ધ્વારા કામગીરી સોંપવામાં આવી હોય છે. તે જ કાયદાવિહીન જણાય છે ત્યારે માનવ અધિકારોનું મોટા પ્રમાણમાં હનન થાય છે.
- ગુડગાવ પ્રકરણમાં જયારે કામદારો વિરોધી દેખાવો કરી રહયા હતા ત્યારે પોલીસે ક્રુરતાથી લાઠીચાર્જ કર્યો હતો. મેરઠ, ઉત્તર પ્રદેશમાં યુવાનોને પોલીસે નૈતિકતાના પાઠ ભણાવવા ખોટી રીતે ભોગ બનાવ્યા હતા. જેથી પોલીસે પોલીસ બેડાને વધુ લાગણીશીલ અને માનવતાવાદી બનાવવાની જરૂરીયાત છે. જયારે આવા ગુન્હાઓની નોંધ કમિશને લીધી અને યોગ્ય દિશા સુચવી.
- કસ્ટોડીયલ અત્યાચારો અંગની ફરીયાદો ગેરકાયદેસર અટકાયત, મારઝૂડ ગેરકાયદેસર એન્કાઉન્ટરોની ફરીયાદો સતત કમિશનને મલ્યા કરે છે. એકજ પ્રકારની ફરીયાદો અવાર નવાર કમિશનને મળે છે તે નીચે મુજબ છે.
ફરીયાદ નહી નોંધવા બાબત
- ક્રિમીનલ.પ્રોસીજર.કોડ.ક.૧૫૪ મુજબ જયારે પોલીસ સ્ટેશનમાં કોગનીઝેબલ ગુન્હાની જાહેરાત થાય છે ત્યારે પો.સ્ટે.ના હવાલાવાળા અમલદારે ફરીયાદ નોંધવી જોઇએ. હદને લગતી વિસંગતતાને કારણે ફરીયાદ નહી નોંધવા માટે કોઇ વિકલ્પ નથી.
- આરોપી જયારે કસ્ટડીમાં હોય ત્યારે તપાસ દરમ્યાન આચરવામાં આવતી હિંસા:
- પોલીસ કસટડીમાં આચારવામાં આવતી હિંસા તથા અત્યાચારો પોલીસની સત્તાઓ અંગે વહીવટી તંત્ર અને ગુના અંગેની ન્યાયીક પક્રિયા સામે ગંભીર પશ્નો ઉભા કરે છે. અને પોલીસથી ગભરાયેલ ભોગબનનાર કયારેકજ ફરીયાદ કરે છે. જેથી પોલીસને માટે જરૂરી છે. કે કાયદા મુજબ ગુન્હાની તપાસ કરે.
જેલોની સ્થિત
- માનવ અધિકાર રક્ષણના કાયદા ૧૯૯૩ની ક.૧૨(સી) મુજબ કમિશન રાજય સરકારને અગાઉથી સુચના આપીને કોઇ પણ જેલ અથવા તો રાજય સરકારની કોઇ પણ સંસ્થાની મુલાકાત લઇ શકશે કે જ્યાં વ્યકિતઓને અટક કરવામાં આવે છે. સારવારના હેતુસર, સુધારવાના હેતુસર અથવાતો રક્ષણ કરવા તેની જીવન શૈલીનો અભ્યાસ કરવા અને તે અંગે ભલામણો કરવા મુલાકાત લઇ શકશે.
- કસ્ટોડીયલ ન્યાય કમિશનની અગત્યની બાબત હશે કે જ્યારથી કમિશન અસ્તીત્વમાં ચાલુ છે અને આ બાબતે કમિશનના સ્પે. રિપોર્ટરોના રિપોર્ટો જેલની મુલાકાત દરમ્યાન લીધા હશે તેની ઉપર આધાર રાખે છે. અંડર ટ્રાયલ કેદીઓ, જેલોમાં વધુ પડતા કેદીઓ, તેઓના આરોગ્યને લગતા પશ્નો વિગેરો બાબતો કમિશનના ધ્યાન ઉપર લાવશે.
- ઉપરના તમામ રિપોર્ટો કમિશન ધ્યાન ઉપર લેશે. અને લાગતા વળગતા સત્તા અધિકારીઓ તરફ યોગ્ય ભલામણો સાથે મોકલશે અને આ ભલામણોનો અમલ કરાવશે.
નીચેની ભલામણોનો અમલ કરાવશે.
- NHRC એ મુલાકાત કરેલી મોટા ભાગની જેલો વધુ પડતા કેદીઓથી ભરાયેલી હોવાથી ચેતવણી આપવામાં આવેલ હતી.
- જીલ્લાની જેલોમાં પૂર્ણ સમય ડોક્ટરોની નિમણુંક કરી આરોગ્યનું રક્ષણ સુધારવું અને સબજેલ ખાતે ક્વોલીફાઇડ ફામાસિસ્ટની નિમણૂંક કરવી
- પેરોલ અને પ્રિમેચ્યોર રીવીઝની સીસ્ટમ સુપિમ કોર્ટ અને NHRCની ગાઇડ લાઇન પમાણે બતાવવી.
આથિર્ક, સામાજીક અને સાંસ્કૃતિક હક્કો
- કેન્દ્ર સરકારે ૨૪ જાન્યુઆરી ૧૯૯૭ ના રોજ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કીવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન (પ્રોહીબિશન) એકટ ૧૯૯૩ જાહેર કરેલ છે.
- NHRC એ આ પ્રથા બંધ કરાવવા દેશમાં ગંભીરતાથી પયત્નો કરેલા છે અને આ પશ્નને કેન્દ્ર તથા રાજય સરકારોમાં NHRC ના ચેરમેનશ્રીએ હસ્તક્ષેપ કરીને આ બદી રોકવા પયત્ન કરેલ છે.
- NHRC એ રાજય સરકારો સાથે ઘણી મીટીંગો કરેલી છે. તા. ૬/૧૧/૦૩ ના રોજ તમામ રાજયના શહેરી વિકાસના સેક્રેટરીશ્રીએ સાથે મીટીંગ કરવામાં આવેલી અને તમાં આ પ્રવૃત્તિ ચાલુ હોવાનું જણાવવામાં આવેલ, શહેરી વિકાસ અને ગરીબી નાબુદી તથા આયોજન મંડળ સામાજીક ન્યાયની મિનીસ્ટ્રી અને એન્વાયરમેન્ટ માટે હુડકો, નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારી એકશન એઇડ, ઇન્ડીયા એન્ડ સુલભ ઇન્ટરનેશનલ સ્પેશીયલ સ્ટડી ઓગેર્નાઇઝેશનના પતિનિધીઓને આ મીટીંગમાં આમંત્રણ આપવામાં આવેલ હતું. NHRC એ નીચેના મુદ્દાઓ અંગે નિરીક્ષણ કરેલ છે.
- એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કીવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન (પોહીબિશન) એકટ ૧૯૯૩ લાગુ કરવો.
- આવું કરવા વાળા કર્મચારીઓ તથા તેમના સાક્ષીઓને ઓળખી કાઢવા સવેર્ કરવો.
- ઓળખાયેલ માથે મેલું ઉપાડનાર કર્મચારીઓને ટ્રેનીંગ આપવી.
- માન્યતા મુજબનું ફંડ ઉભુ કરવાની પ્રણાલી લાગુ કરી પુનરોધ્ધાર કરવા.
- એવા કાયદાઓ બનાવવા કે જેમાં ફ્લશ સંડાસ સગવડ સિવાય બાંધકામની મંજુરી આપવી નહી.
- ઉપરોકત કાયદાનો અમલ જુદા જુદા રાજયો તરફથી કરવામાં આવેલ છે. ગુજરાત રાજયે આ કાયદો તા.૦૧/૦૯/૨૦૦૨ નો પત્ર લખી અપનાવેલ છે.
- ગુજરાત સરકારે નવી બિલ્ડીંગો બાંધવા અને તેમાં ફલશ લેટ્રીનની સુવીધા રાખવા અંગે સ્કીમ બનાવેલ છે. પરંતુ આ બાબતે નવી સ્કીમ અમલમાં મુકવા માંગે છે.
સ્ત્રીના અધિકારો અને માનવ અધિકારો
- દરેક મનુષ્ય જન્મે ત્યારે જ તેને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે, જે કોઇ પણ સમાજની દરેક મહિલાને પણ મળે છે. મહિલાઓને આની જાણ છે ખરી?
- દર વર્ષે ૧૦મી ડિસેમ્બર ‘માનવ અધિકાર દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો. ૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં સ્ત્રીઓના માનવઅધિકારોનો ખાસ ઉલ્લેખ છે. જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે. આપણા દેશમાં સ્ત્રીઓના અધિકારો અને રક્ષણ માટે શ્રમિક કાયદા, ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, પુરાવા અધિનિયમ, કૌટુંબિક કાયદા, દીવાની કાયદા કે કાયદામાં ખાસ જોગવાઇઓ કરેલી છે. જુદા જુદા કાયદાઓની જોગવાઇઓ હેઠળ મહિલાનો દરજજો વધારવામાં આવ્યો અને મહિલાના રક્ષણ અને કલ્યાણ માટે પણ કાયદા થયા. મહિલાઓના રક્ષણ અને કલ્યાણને રાજ્યની ખાસ જવાબદારી ગણવામાં આવી છે. ભારતીય સંવિધાનની કલમ ૧૫(૧)માં ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે રાજ્યએ કોઇ પણ કારણસર કોઇ સામે ભેદભાવ રાખવો નહીં અને રાજ્ય મહિલાઓ અને બાળકો અંગે ખાસ જોગવાઇઓ કરી શકશે અને આવી જોગવાઇથી ભેદભાવ થયો ગણાશે નહીં. મહિલાઓના વિકાસ માટે તેમ જ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓને કાયદા દ્વારા મંજૂરી પણ અપાઇ છે. આપણી સર્વોચ્ચ અદાલતે એક કેસમાં જણાવ્યું છે કે જાતિના આધારે ભેદભાવ હોય તે મૂળભૂત સ્વતંત્ર અને માનવ અધિકારોનો ભંગ છે અને એવું પણ સૂચવ્યું કે સ્ત્રીના અધિકારો માનવ અધિકારોના અંતર્ગત ભાગ છે. માનવ અધિકારોની ખાસ અગત્યતા એ છે કે કોઇ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી ઉતરતી કે ચડિયાતી નથી. દરેક માનવીને ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે. આ અધિકાર સ્ત્રીનો પણ મૂળભૂત અધિકાર છે અને તેથી સ્ત્રી પર થતો ત્રાસ, યાતના, અમાનવીય અને અપમાનજનક વ્યવહાર એ માનવ અધિકારનો ભંગ છે. આપણા દેશમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો ૧૯૯૩માં પસાર કરવામાં આવ્યો. તે ધારા નીચે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ રચાયું છે. આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂરી તપાસ કરવાની સત્તા ધરાવે છે. દરેક રાજ્યમાં રાજ્ય માનવ અધિકાર પંચ પણ રચાયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ કોઇ પણ વ્યક્તિ માનવ અધિકારના ભંગની ફરિયાદ કરી શકે છે અને પંચ તેની તપાસ કરે છે. કોર્ટ સમક્ષ ચાલતા માનવ અધિકારના ભંગના કેસમાં દરમિયાનગીરી પણ કરી શકે છે. આ પંચ રાજ્યની જેલોની મુલાકાત લઇ ત્યાંના કેદીઓ અને અટકાયતીઓની સ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરી શકે છે. ખાસ કરીને માનવ અધિકારો અંગે માહિતીના પ્રસાર, પ્રચાર માટેના સંશોધનો અને પ્રકાશનોનો પંચના કાર્યોમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ અસંખ્ય ફરિયાદો થઇ છે. જેમાં પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ, પોલીસ કસ્ટડીમાં થયેલ બળાત્કાર અને જુલમ, શાળામાં થતી જાતીય સતામણી, સામૂહિક બળાત્કાર, હુલ્લડમાં માર્યા ગયેલા વ્યક્તિઓ વગેરે જેવા કેસોનો સમાવેશ થાય છે. જ્યારે પંચને લાગે કે માનવ અધિકારનો ભંગ થયો છે અને જરૂર જણાય તો કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકે છે. જો કોઇ સરકારી તંત્ર કે સરકારી નોકર દ્વારા માનવ અધિકારનો ભંગ થયો હોય તો તે અંગે કાનૂની કાર્યવાહી કરવાની પણ ભલામણ કરે છે. કોઇ વ્યક્તિ માનવ અધિકારના ભંગનો ભોગ બનેલી હોય તેને રાહત આપવા રાજ્ય સરકાર તેવી વ્યક્તિને મદદ કરે તેની ભલામણ કરે છે. જ્યારે માનવ અધિકારના ભંગનો કેસ બને તો તેની તપાસ, પૂછપરછ, અહેવાલ અને પછી રાજ્યનાં પગલાંની વિગતો પણ પ્રસિદ્ધ કરવાની રહે છે. આપણા રાજ્યમાં તો માનવ અધિકાર સેલ પણ છે. જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાજ્યની પોલીસ એજન્સી વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરી શકે તે માટે સ્થાપવામાં આવેલ છે. રોજ અસંખ્ય ફરિયાદો થાય છે, પરંતુ પ્રાપ્ત અહેવાલો બતાવે છે કે લોકોના માનવ અધિકારોનું રક્ષણ જે રીતે થવું જોઇએ એ રીતે થતું નથી. જે સમાજ પોતાના વધુ ને વધુ લોકોના માનવ અધિકારોને, વધુ ને વધુ સમય માટે, વધુ ને વધુ સંજોગોમાં, વધુ ને વધુ રક્ષણ કરતો હોય તે સુસંસ્કૃત સમાજ ગણાય છે. આપણે કાયદા લાવ્યા છીએ પરંતુ હજી માનવ અધિકારોના અમલીકરણમાં ઘણું કરવાનું બાકી છે. જ્યારે સમાજની સ્ત્રીઓ અને બાળકો શોષણરહિત, સમાનતાપૂર્વક, માનભેર, સ્વતંત્ર અને ગૌરવવંતી જિંદગી જીવતાં થશે ત્યારે આપણે ‘માનવ અધિકાર દિવસ’ને સાચા અર્થમાં મનાવી શકીશું.
લેખ- અધિકાર : ડો.અમી યાજ્ઞિક, ધારાશાસ્ત્રી
સ્ત્રોત : માનવ અધિકાર, ગુજરાત પોલીસ