অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રકરણ ૩ આઈપીસી ૪૯૮-એ કલમ

પ્રકરણ ૩ આઈપીસી ૪૯૮-એ કલમ

પરિસ્થિતિનો સુખદ વળાંક

ખોટા આરોપમાં ફસાએલા વ્યકિતઓ તરફ સમાજ દયાની નજરથી જુએ છે. શરૂઆતમાં તમને સમજાવટ અને ધમકીઓથી હાર માની લેવાનું દબાણ આવશે. પોલીસ પણ વચ્ચે પડી તમને સલાહ આપવાનું કામ કરશે. બીજા પણ ઘણા લોકો આમાં વચ્ચે પડશે. કોઇ પણ સંજોગમાં હાર માની નહીં લેતા. આ બધી રમત તમારા પૈસા પડાવી લેવા માટે છે. આવું કરવા માટે તેઓ તમને ખુબ ત્રાસ આપશે અને ખુબ હેરાન કરશે. આ જુલમ અમુક કલાક કે અમુક મહિના સુધી ચાલી શકે છે. અડગ રહો. તમારું મનોબળ તોડવા માટે તેઓ બનતા પ્રયત્નો કરશે. એક પણ કસર રહેવા નહીં દે.

તમને આ જાળમાંથી બહાર લાવવા માટે પોલીસે સાંકડી બારીઓ બનાવી છે. આ સાંકડી બારીમાંથી માત્ર રૂપિયાની આપલે અને હેરાનગતી થશે. પણ આ બધી હેરાનગતી તમને જામીન મળતા સુધી જ છે. વાત અદાલતમાં પહોચશે. એટલે તમે પોલીસનાં ત્રાસમાંથી મુક્ત. આના પહેલા સુલેહ કરવા માટે તમારી ઉપર અત્યંત મોટું દબાણ મુકવામાં આવશે. આ દબાણનો સામનો કરો. જો હીંમતથી સામનો કરશો તો મોટું ઈનામ મળશે. નિર્દયતાનાં આધાર પર છુટાછેડા મેળવવા તમે હવે લાયકાત ધરાવો છો. દિલ્હી હાઈ કોર્ટ (FAO 6712000પીન્કી જૈન સામે સંજય જૈન તા. ૩૧૦૧/૨૦૦૫) માન્ય રાખે છે કે ૪૯૮-એ ની ખોટી ફરિયાદ તે નિર્દયતા ભર્યુ વર્તન છે. ૪૯૮-એ એ પત્નીને તરછોડી દેવામાં બીજા ઘણા બધા ફાયદા છે. ચાલો જોઇએ:

  • પોલીસની અભીરૂચી તમારા કેસમાં ઘટી જશે. સામાપક્ષ વાળાઓએ પોલીસને લાંચ આપીને તેમની અભરૂચી જાળવી રાખવી પડશે. આખરે તેમના રૂપિયા પુરા થઈ જશે. પોલીસનો સ્વભાવ આળસુ હોવાથી તે જલ્દી કામ કરશે નહીં.
  • સામેના પક્ષવાળાઓને જયારે ભાન થશે ત્યારે તેમને ખબર પડશે કે તેમના માથા પર ૪૯૮-એ ની પુત્રીનો બોજ છે અને હવે તેની સાથે કોઇ લગ્ન કરશે નહીં.
  • સામેના પક્ષવાળાઓને અકકલ આવશે કે હોંશીયાર વકીલ કરવાનો શું ફાયદો છે. તેમના ઉપર સુલેહ કરવાનું દબાણ આવશે. દિલ્હી હાઇકોર્ટ આવી ઘણી બધી ખોટી ફરિયાદો નકારી દીધી છે.

એકવાર જેલની બહાર આવો એટલે ચિંતા ના કરતા. તમને જ શરત ઉપર જામીન મળી શકે છે. ધીરજ રાખો. અમુક સમયમાં જામીનની શરતો પણ પુરી થઈ જશે. સારો વકીલ કરો અને તેની સલાહ પ્રમાણે ચાલો, હતાશ થશો નહીં. આયોજન અને ધીરજથી ૪૯૮-એ ને જીતી શકાય છે. ઘણા કિસ્સાઓમાં હળહળતું જુઠ્ઠાણું બોલીને ફરિયાદ કરવામાં આવતી હોય છે. હું એવા ઘણા છોકરાઓને જાણું છું જે લોકો આગળ તેમની ૪૯૮-એ પત્નીઓ” સુલેહ માટે આજીજી કરે છે.

લોકો કેમ હાર માની લે છે.

આઇપીસી ૪૯૮-એ એક જોરજુલમી સાધન છે. તેને આવું નામ એટલા માટે આવ્યું છે કારણકે તે તમારી નબળાઈનું શોષણ કરી તમારી પાસે પૈસા પડાવી લેવાનું કામ કરે છે. તમારા મા-બાપ અને ભાઈ બહેન આમા સૌથી કમજોર કડી બની જાય છે. ૪૯૮-એ માં ફસાયેલા પુરુષોની ઉમર લગભગ ૨૫ થી ૩૫ વર્ષની હોય છે. તેનો અર્થ એ થયો કે ૪૫ થી ૭૦ વર્ષની ઉંમરના મા-બાપ સૌથી વધારે હેરાન થશે. મોટાભાગનાં મા-બાપ નિવૃત હોય છે અને વારંવાર કોર્ટનાં ધકકા ખાવામાં તેમને ખુબ જ ત્રાસ થાય છે. આ ઉપરાંત ફોજદારી ગુનામાં ફસાવાનો માનસિક ત્રાસ થાય તે જુદો. તમારા મા-બાપ જલ્દી ઘરડાં થતાં જણાશે. કોર્ટમાંઘણા બધા મુકમાં ચાલતા હોય છે અને તે પણ ખુબ ધીમી ગતીએ. ફોજદારી ગુનામાં ફસાવાનું કલંક પણ મા-બાપને ખુબ જ હેરાન કરે છે. અમુક મા-બાપ જીવનભર માટે આ દુઃખમાંથી બહાર નહીં આવી શકે.

૪૯૮-એ તમારા ભાઈ-બહેનોથી તમને દુર કરી દે છે, અને જો તેઓ પરણિત હોય તો ખાસ. બધી કચકચમાંથી બહાર રહેવા માટે પણ લોકો આમાં માંથું મારતા નથી. તમારી કુંવારી બહેનો સાથે પણ ઘણો અન્યાય થશે. તેમની સાથે કોઇ લગ્ન કરવા તૈયાર નહીં થાય. તમારા પરણેલા ભાઈ બહેનોનાં બાળકો પોતાનાં મા-બાપની ધરપકડ થતાં જોઇ ખુબ હેરાન થશે. રોજીંદા જીવનની અપેક્ષાઓ અને ફોજદારી ગુનાની વચ્ચે તેઓ પીસાઇ જશે. ઘણા પરિવારની પુત્રવધુ તેમને આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે મદદ કરતી હોય છે. આવા પરિવારવાળા નસીબદાર હોય છે.

તમારા ઉપર રાજનૈતિક દબાણ પણ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં અડગ રહેવું અઘરું બની જાય છે. આજ સમયે લોકો હાર માનીને રૂપિયા આપીને છૂટા થઇ જવાનું પસંદ કરે છે. લડત ચાલું રાખવી વ્યર્થ છે.

  • કાનુન કે નિયમનો અનાદર કરવાની રજાચિઠ્ઠીં માંગે. તમે તમારા ઘરથી અલગ રહેશો તેની પરવાનગી માંગો. ફોજદારી ગુનાનાં ધોરણો આની પરવાનગી આપે છે (૧૯૭૩) રાર ૧૧૫ કહે છે કે મેજીસ્ટ્રેટને વ્યાજબી લાગે તો તમને તમારા ઘરથી અલગ રહેવાની પરવાનગી મળી શકે છે. સારું વર્તન કરશો તેની ખાત્રી આપવી જરૂરી છે.
  • તમારા પરિવારને મુકદ્દમાંથી છૂટા કરી દો. એક અરજી આપીને તેમને આ હેરાનગતીમાંથી બચાવો. તમારો મુકદમો ચાલવા દો. આ પરિવારજનો ૧૮૨નાં ધોરણો હેઠળ ખોટી ફરિયાદ માટે અરજી કરી શકે
  • તમારા પરિવારની સ્ત્રીઓ પાસે રાષ્ટ્રીય સ્ત્રી સંગઠનમાં ફરિયાદ કરાવો. લીંક આ પ્રમાણે છે. http://new.nic.in/ncw.complaint/home.asp), જો આ લીંક કામ ના કરતી હોય તો તેમને પત્ર લખો. (http://ncw.nic.in/contact.htm) CC હોમ મીનીસ્ટ્રી. (http://mha.gov.in) અને વડાપ્રધાનને પણ એક કોપી આપો. PMO. (http://pmindia.gov.in/write.htm)

તમારી ફરિયાદની નોંધણી વ્યથા અને સ્ત્રીઓનાં વાદવીવાદનાં વર્ગમાં કરો. તમે તમારા ૪૯૮-એ નાં અનુભવો નેશનલ “ફેમિનલ જસ્ટીસ સીસ્ટમ પોલીસી ડ્રાફટીંગ” ને ઈમેલ પણ કરી શકો.

  1. http://mha.gov.in.ncjsp.htm
  2. cjspdc@yahoo.co.in<cjspdc @yahoo.co.in

તમારી ફરિયાદ તમારા પરિવારની કાંઇક સ્ત્રી પાસે કરાવજો જે ૪૯૮-એ હેઠળ હેરાન થઈ હોય. દરેક પત્રની કોપી સંસ્થાના પ્રમુખને મોકલવાનું ભુલશો નહીં. તમારી ફરિયાદ કેટલી આગળ વધી તે જાણવા માટે રાઇટ ટુ ઇનફોરમેશન નો ઉપયોગ કરો.

  • તમારી પુછપરછ કરનારા પોલીસ અધિકારીઓ સામે પણ રાઇટ ટુ ઇન ફોરમેશન ની અરજી દાખલ કરો. કોપી તેમનાં હાથમાં આવતા જ તેમના પગ નીચે ભુકંપ આવી જશે.
  • આવક વેરાનાં અધિકારીઓને તમારા સાસરે મોકલો. જો તેઓ તમને દહેજ કે સ્ત્રીધન આપવાનો દાવો કરતા હોય તો કદાચ તે દાવો ખોટો પણ હોઈ શકે. આ લીંકનો સહારો લો. (http://tinyurl.com/2vpp7g) ફરિયાદ કરો તો RTI નો સહારો જરૂર લેજો. ન્યાયાધીશ થીંગરાએ તેમના એક ચુકાદામાં કહ્યું છે કે ફેબ્રુઆરી ૨૩, ૨૦૦૭ ૭૨૬૨/૨૦૦૬ શ્રીમતી નીરા સંધ સામે રાજય (નવી દિલ્હી સરકાર)

 

“લગ્નનાં સમયે જો મોટી રકમની આપલે થતી હોય અને તેની નોંધણી કશે પણ ના કરી હોય તો આવક વેરાનાં અધિકારીઓ તરફ આનું ધ્યાન દોરવું જરૂરી છે. આ કામ કોર્ટનું છે. આવું કરવાથી આટલી બધી આવક કયાંથી આવી તે ખબર પડશે અને જો ફરિયાદ ખોટી હશે તો તરત જ પકડાઈ જશે. કોર્ટ આવક ઉપર ધ્યાન નથી આપતી અને માત્ર ફરિયાદની દરકાર કરે છે. આવું કરવાથી ઘણી બધી ખોટી ફરિયાદો થઇ રહી છે”.

મારો ઇરાદો જે વ્યકિતઓ હારમાની લે છે તેમના વિશે ખરાબ બોલવાનો નથી. મારો ઇરાદો રાજય સરકાર પોતાનાં નાગરિકો સાથે અજાણતામાં કેવો અન્યાય કરે છે તેના ઉપર રોશની ફેકવાનો છે. ખાસ કરીને આપણા મા-બાપ. આપણે આજે જે કંઈ પણ છીએ તે તેમના કારણેજ છીએ. જો આજે આપણો દેશ આગળ છે તો આપણાં મા-બાપનાં બલીદાનનાં કારણે. ચેતક સ્કુટર પર બેસાડી આપણાં મા-બાપ આપણને બગીચામાં અને સીનેમા જોવા લઈ જતાં. આપણને સર્વશ્રેષ્ઠ વાતાવરણ મળે તે માટે આપણે ખુબ પ્રયત્નો કર્યા. વહેલી સવારે કોચીંગ કલાસમાં મુકવા આવતા જેથી આપણને સારી કોલેજમાં એડમીશન મળે. તે જમાનામાં રૂપિયા માટે બેંક્નાં ધકકા આઇ, તેમની મીલકત ગીરવે મુકી તમને પરદેશ જવા અને સારી કોલેજમાં એડમીશન મેળવવા માટે આર્થિક વ્યવસ્થા પણ કરી. તમને વીઝા મળ્યા ત્યારે તેમના ચહેરા પરનો આનંદ તમે ભૂલી શકો છો? કે પછી તમને વીઝા ન્હોતા મળ્યા ત્યારે પોતાનું દુઃખ છુપાવી તમને કઈ રીતે દિલાસો આપ્યો તે કદી વિચાર્યું છે?

આ જોરજુલમી સાધનમાં ફસાયેલા આપણામાં બાપની વ્યથા આપણાં રાજનૈતીક વર્ગની નીતિની નિર્ધનતાની નિશાની છે.

સામે લડત આપો

એક વાર તમે જામીન પર છુટી ગયા પછી તમારે માત્ર અદાલત સાથે લેવડદેવડ કરવાની રહેશે. હવે પોલીસ તમારી નજીક આવશે નહીં. મેં એવું સાંભળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં પોલીસની હેરાનગતી ચાલુ હોય છે. પણ આ વાતને કુતરા ભસે છે તેમ સમજી નકારો. અહીંયા ખરી જંગ શરૂ થશે. શાંતીથી વિચારો કે તમે સામે કઈ રીતે જવાબ આપશો. તમે કઈ રીતે લડત આપો છો આના ઉપર ઘણી વસ્તુઓ આધાર રાખે છે.

૪૯૮-એ ની કલમ હેઠળ સ્ત્રીઓને હિંસક પુરુષોથી સંરક્ષણ મળે છે. આથી ૪૯૮-એ ને પ્રોત્સાહન મળે છે.

સ્ત્રી સંગઠન કે નારી સંસ્થા વાળા કોઇ પણ વાત કે કાયદાનો વિરોધ કરવા માટે સક્ષમ છે. પણ જો કોઈ પુરુષ ૪૯૮-એ સામે લડવાનું નકકી કરે તો તે જંગ શરૂ થતા પહેલાજ હારી જાય છે. કારણકે; આ લડાઈ તો સ્ત્રી અને પુરુષની છે. ૪૯૮-એ ની કલમનાં મુસદામાં ઘણી બધી અપૂર્ણતા છે. તેની સામે લડવા માટે મહાભારતમાંથી યુક્તિઓ અપનાવી પડશે.

પાંડવો ભીષ્મપિતામા ને ખુબ માન આપતા હતા, પણ તેઓ તેમને જંગ લડવામાં આડે આવતા હતા. તેમને હટાવા માટે અર્જુન ની જગ્યાએ શ્રીખંડીને તેમની સામે ઉભા રાખી તીર છોડવામાં આવ્યું. તમારી સામે પક્ષવાળા વ્યકિતઓ ભીષ્મપિતામાં જેવા ભોળા પણ નથી અને પ્રબળ પણ નથી. તમારા પરિવારને આ લડાઇમાં અર્જુન બનાવો અને તમારા ઘરની સ્ત્રીઓને શ્રીખંડીનું પાત્ર ભજવવા દો. (દાદી, માં, બહેન, કાકી, ભાણેજ, ભાભી, બધાજ) સ્ત્રીને સામે સ્ત્રી વાર કરશે તો કાયદો કઈ નહીં કરી શકે. તમે ઘરમાં બેસીને ઇન્ટરનેટનો સહારો લઇને પણ ઘણું બધું કરી શકો છો. તમારી સાથે થયેલા અન્યાય વિશે સરકારને પત્ર અને ઇમેલની બો છાર કરો. મારી તમને સલાહ છે કે સરકાર સાથે લેવડદેવડમાં કોઈ પણ જુઠનો સહારો લેતા નહીં. ખોટું બોલશો તો તમારી વાત કોઈ નહીં માને. તમારા વાક્યો વિવેકી અને લાગણીશીલ બનાવીને ફરિયાદ કરો.

નીચે દર્શાવેલ અમુક બીજી વસ્તુઓ પણ તમે કદાચ કરવા ઇચ્છતા હશો.

  • તમારા મુકદ્દમાને લાગતા વળગતા અમુક ચુકાદાની કોપી તમારી પાસે રાખો. આ ચુકાદાનાં આધારે તમે ફસાયેલી અવસ્થામાંથી છટકબારી શોધી શકો છો.
  • આઇપીસી ના ધોરણ ૧૮૨ અને યા ખોટી ફરિયાદ કરનારાઓને શિક્ષા આપે છે. આજ રીતે આઇપીસીનાં ધોરણ ૩૫૮ હેઠળ અર્થવગરની ધરપકડ કરનારાઓને શિક્ષા મળે છે.
  • તમારા વકીલને કહો તે તેમની સામે દહેજ આપવાના ગુનાની ફરિયાદ દાખલ કરે. દહેજ આપવું પણ એક ગુનો છે. હું આ વાત ન્યાયાધીશ ધીંગરાએ આપેલા ચુકાદાના આધાર પર કરું છું. જો તેઓ દહેજ આપવાની વાતનો ઇનકાર કરે તો તેમની ઉપર ખોટી ફરિયાદ કરવાનો ગુનો દાખલ કરી દો. પોલીસ તમારી વાતના માને તો અદાલત પાસે જાઓ. સામેના પક્ષ પાસે લાંચ લેવા માટે પોલીસ તમારી વાત માનશે. આ સહેલું સાધન છે.
  • ૪૯૮-એ નો મુકદમો ચાલતો હોય તે દરમ્યાન સમજોતો કરતાં નહીં. તેઓ તમને સુલેહ કરવાનું દબાણ કરે તો તમે તેમને ફરીયાદ પાછી ખેંચવાનું કહો. તેમના પાસે બીજો કોઇ વિકલ્પ નથી. ૪૯૮-એ ની પુત્રી સાથે લઇને ફરતા દગાબાજો પાસે સમય પણ નથી. તમારી પાસે પૈસા પડાવી, તેઓ પોતાની દીકરીને કોઇ બિચારા પુરુષ સાથે વળગાડવાની ફીરાકમાં છે. જેમ સમય વીતશે અને દીકરીની ઉમર વધશે તેમના માટે આ અઘરું થતું લાગશે.
  • તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે તમારી ઉપર ૪૯૮-એ નો આરોપ મુક્યો હોય તો (RCR) નાં હેઠળ છૂટાછેડા આપવાનો ઇનકાર કરો. તે અચાનક તમારી ઉપર લાગુ કરવાનું ચાલું કરશે. આવું થાય તો SIF નાં વોલંટીયરોનો સંપર્ક કરો.
  • તમારી ૪૯૮-એ ની પત્નીને કદી પાછી અપનાવાની ભૂલના કરશો. તેને પોતાની હતાશા જનક જીંદગી મા-બાપના ઘરમાં વીતાવા દો. મા-બાપ માટે પણ તે બોજ બની જશે. મહીલા પોલીસ સ્ટેશનમાં તમારા ઘરની સ્ત્રીઓને તમારી પત્નીનાં ખીલાફ ફરિયાદ નોંધવાનું કહો. આ જગ્યા માત્ર ૪૯૮-એ ના મુકદમા માટે નથી. તે દરેક સ્ત્રીને સંરક્ષણ આપશે. આવુ કરશો તો ભવિષ્યમાંકૌટુંબિક હીંસાનો આરોપ તમારી ઉપર આવતા અટકાવાશે.
  • " એવું ઇચ્છો કે તમારી ૪૯૮-એ પત્ની અને તેનાં મા-બાપ લાંબુ જીવે. તેમણે આખી જીંદગી રડીને તમારાઆસુંનો બદલો વાળવાનો છે.

સામે લડત આપવાનો ખચકાટ

લડત આવવા માટે ઘણાં બધા સાધનો હોવા છતાં તમે સરકારી સંસ્થાઓ અને અદાલત સામે લડવાનો ખચકાટ અનુભવતા હશો. તમને આ ખુબજ મોટી અને લાંબી પ્રક્રિયા લાગે છે. તેનાં ભાગ પાડી દો. હું જાણું છું કે એક ભારતીય નાગરિક હોવા પ્રમાણે તમે ન્યાયતંત્ર પર ભરોસો રાખતા નથી. હું તમારા મનની મુંઝવણ ખુબ સારી રીતે સમજી શકું છું. ચાલો આપણા ન્યાયતંત્ર પર થોડી રોશની ફેકું. ભારતનું ન્યાયતંત્ર એક સામાન્ય નાગરિક માટે નથી. અહીંયા તમારે પાણી અને લાઇટ જેવી જરૂરી વસ્તુઓ માટે પણ ઝગડવું પડશે.

સરકારનો પોતાનાં નાગરિકોને સંરક્ષણ આપવાનું કામ કરે છે પણ અહીંયા તો કપટી કામગીરી સિવાય કશું નજરે નથી આવતું. દરેકને કામ કઢાવા માટે રૂપિયાની લાંચ આપવી પડે છે. સરકાર પર અવિશ્વાસ ખુબ ઉંડો છે.

દરેકને માત્ર એક ધુંધલી આશા છે કે ન્યાયતંત્ર આપણું કંઇક ભલું કરશે. કપટ કે અન્યાય સામે અવાજ ઉડાવીશું તો આપણને ન્યાય આપવાની જગ્યાએ ધાકધમકી આપશે. પણ અડગ રહો. ન્યાયતંત્ર પણ અડગરહેશે. પણ તમે સામે લડત આપશો તો તમારાથી છુટકારો મેળવવા તંત્ર હાલશે. તંત્રને વધુ હલાવવા RTI ખુબ જ કામ લાગશે.

આ સમયે હું તમને શ્રીમતી જે એન જયશ્રી વિશે કહેવા માંગું છું. તેઓ ર્ણાટકનાં ઉચ્ચ IAS અફસરનાં પત્ની છે.

સરકારે તેમના પ્રામાણિક પતિને જે ત્રાસ આપ્યો છે તે કપટ સામે લડવા તેમણે એક વેબસાઇટ ઊભી કરી છે. તેમને અને તેમના પતિને ડરાવાનાં ઘણાં બધા પ્રયત્નો કરવામાં આવ્યા પણ તે હીંમતથી આનો સામનો કરવામાં કદી પાછળ પડ્યા નહીં. તેમને વિશે ન્યુયોર્ક ટાઇમ્સ, ઇન્ટરનેટ,હેરાન્ડ ટ્રીબ્યુન અને ઇન્ડીયન એકસપ્રેસમાં લેખ છપાયા છે, તેમના વિશે તમે (http://fightcurruption.wikidot.co/) આ વેબસાઇટ પર વાંચી શકો છો. તેમનો ઉલ્લેખ કરવાનો મારો ઇરાદો એજ છે કે તેમની વેબસાઇટમાં RTI માં ઘણાં દાખલા છે, જે તમને કામ લાગી શકે છે.

ભારતની પોલીસ

શરૂઆત કરતાં પહેલા હું પ્રામાણિક અને મહેનતું ભારતીય પોલીસ અધિકારીઓની માફી માંગવા માંગું ને જે કંઈ પણ લખ્યું છે તે ભારતની પોલીસનાં ખરાબ અધિકારીઓ વિશે જ લખ્યું છે. હું જાણું છું કે અમુક લોકો આ લેખની સચ્ચાઈ પર પ્રશ્ન ઉઠાવશે આ વેબસાઇટ પર કપટી પોલીસ અધિકારીઓ ઉપર તમને ઘણા અવતરણ મળશે. (http:tinyurl.com/3yorfm) હું લખું છું “અમુક વર્ષોથી પોલીસ અધિકારીઓનું કપટ ઘણી બધી જગ્યાઓએ ફેલાતું જાય છે. ઘણાં બધા સામાજીક કાયદાઓમાં પોલીસ મહત્વનું ભાગ ભજવે છે. તેથી આમ થાય છે. કોઈ પણ કાયદાની સફળતાનો આધાર પોલીસ અધિકારીઓની ક્ષમતા હોય છે. સમાજમાં સંરક્ષણ કરવાની જવાબદારી પોલીસની હોય છે”. ૪૯૮-એ એક સામાજીક મુસીબત છે પણ તેને ક્રિમિનલ કેસનું નામ આપવામાં આવ્યું છે. ૪૯૮-એ ની લાક્ષણિકતાઓ પોલીસ અધિકારીઓનાં કપટ ને પ્રોત્સાહન આપે છે. મારું કામ ખાલી ૪૯૮-એ નાં જોરજુલમી સાધનનાં વિશે જાગૃતતા લાવવાનું છે જેથી તેમાં ફસાયેલા વ્યકિતઓ સમજી શકે કે તેમની ઉપર શું વીતવાનું છે.

૧૮૬૦માં પહેલું પોલીસ સંગઠન નીમાયું હતું. પોલીસનાં કાર્યો વિશે આ સંગઠને જણાવ્યું હતું કે પોલીસનાં કામ સંરક્ષણ આપવાનાં, અવરોધ કરવાનું અને ગુના શોધવાનું છે. સામાજીક પોલીસનું કામ માત્ર સંરક્ષણ આપવાનું છે અને બાકીનાં કામ મીલીટરીનાં છે.

અંગ્રેજોનાં રાજ વખતથી પોલીસ લોકો ઉપર ઘાક ઘમકી કરવાનું અને કાયદો શીખવાડવાનું કામ કરે છે. તેમને તે પ્રક્રિયા થી તેઓ એટલા બધા ટેવાઈ ગયા છે કે તેમને સમાજનું સંરક્ષણ કરવાનું પોતાનું કાર્ય યાદ નથી રહેતું.

પોલીસનું ખરું કાર્ય, તેઓ અત્યારે જે કરે છે તેનાથી તદ્દન વિરુધ્ધ છે. તેઓ નાગરિકોને જવાબ આપવા બંધાયેલા છે, ગુનો રોકવો, લોકોનો વિશ્વાસ જીતવો, શાંતિ જાળવવી અને કાયદાને અનુસરવાનું તેમનું મોટું યોગદાન હોવું જોઇએ.

અંગ્રેજો પણ ભારતનાં પોલીસ સંગઠનથી સંતુષ્ટ હોતા. (૧૯૦૨-૦૩ ની સાલમાં લોર્ડ કઝને દ્વારા નિમાયેલા પોલીસ સંગઠન વિશે તેમનું કહેવું હતું કે “પોલીસ ફોર્સમાં ઘણી બધી ખામીઓ છે. તેમને ઘણી તાલીમની જરૂર છે. તે લોકો પણ જુલમનું દબાણ કરે છે અને કપટી છે” આજ દીન સુધી કશું બદલાયું નથી. મારો અને મારા પરિવારનો અનુભવ આ વાતની સાબિતી આપે છે.

પોલીસ અધિકારીઓનો પગાર ખુબ ઓછો છે. તેમની પાસે તેમનું કાર્ય યોગ્ય રીતે કરવાની સુખસગવડ પણ નથી. કામ કરવા માટે જરૂરી સાધનોની ઉપલબ્ધી વગર તેમની પાસે ખુબ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જે પોલીસો આવી પરિસ્થિતિમાં પણ પ્રામાણિક છે તેઓને હું ખુબ માન આપું છું. તમે એક દિવસ કોઇક પ્રામાણિક પોલીસ અધિકારીનાં સંપર્કમાં આવશો તેવી પુરેપુરી શક્યતા છે. હું આશા રાખું છું કે તમે એવા પોલીસ અધિકારીને જરૂરથી મળો. મેં એવા પણ કિસ્સા સાંભળ્યા છે જયાં તમારી એકજ મુલાકાતે પુછપરછ કરી હવાલદાર કદી જણાશે પણ નહીં. કોઇક પોલીસ ઇન્સપેકટર તમારી સાથે આદરપૂર્વક વર્તન કરશે અને તમને મદદ કરવાનાં પુરતા પ્રયત્નો કરશે. આ ઉપરાંત ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાની માનસિક તૈયારી રાખજો.

પોલીસ ફોર્સમાં ઘણા સ્તરનાં અધિકારીઓ હોય છે. (http://tinyurl.com/3dhu8v) મોટા ભાગનાં કપટી અધિકારીઓ ઉચ્ચ સ્તરનાં હોય ચે. મને પ્રામાણિક પોલીસ અધિકારીઓથી કોઈ ફરિયાદ નથી. પણ નિર્દોષ લોકો જે કપટી અધિકારીઓ નાં ભોગ બને છે તેવા લોકો ઉપર મને દયા આવે છે. આપણી પાસે અભીમાન કરવા જેવી મીલીટરી છે તો આપણે આપણા પોલીસ અધિકારીઓ પર અભીમાન કેમ નથી કરી શકતા. મેં આ લેખમાં પોલીસનો ઉલ્લેખ વારંવાર કર્યો છે કારણકે આ જોરજુલમી સાધનમાં પોલીસ અધિકારીઓ મહત્વનો ભાગ ભજવે છે.

એક ખુબ પ્રામાણિક પોલીસ અધિકારીનું ખૂન આતંકવાદીઓએ કર્યું હતું. (http://tinyurl.com/2LFSaz). હું ઇચ્છું છું કે તમે શ્રીમાન અભીનવ કુમાર IRS ને મળો. તેઓ ઇન્ડીયન એકસપ્રેસ માટે લખે છે અને તે પહેલા ઈન્ડીયા ટુડે સાથે પત્રકાર હતા.

હાલ તેમની પોસ્ટીંગ SSP તરીકે હરિદ્વારમાં થઈ છે. તેમના લેખ વાંચવા હોય તો (http://tinyurl.com/2pf6k2). બી રમન નો લેખ વાંચવો હોય તો http://tinyurl.com/372vvg. પોલીસ અધિકારીઓનાં કારણે મૃત્યુ પામેલા વ્યકિતઓનાં આંકડા જોવા હોય તો. (http://tinyurl.com/2v6sap).

આ સમયે હું ડૉ. અરવિંદ વર્માને ઘન્યવાદ કહેવા માંગુ છું. કારણકે તેમણે પોલીસ ફોર્સ વિશે ઘણા સારા લેખ લખ્યા છે, તેમના લેખમાં પોલીસ ફોર્સ વિશે ઘણી માહિતી છે. તેમના લેખ વાંચવા હોય તો તમે (http:/tinyurl.com/38304) પર વાંચી શકો છો.

પોલીસ સામે ફરિયાદ

જોરજુલમી સાધનને અમલમાં મુકવામાં પોલીસ અધિકારીઓ મહત્વનો ભાગ ભજવે છે. પણ તેઓ માત્ર સરકારી કર્મચારીઓ છે અને તેમના વર્તણૂક માટે પણ ઘણા કાયદા અને નીયમો ઘડ્યા છે.

હોમ મીનીસ્ટ્રીનાં શબ્દોમાં

“પોલીસ અધિકારીઓએ એક વાત સમજવાની છે કે તેઓ પણ જનતાનો એક ભાગ છે. ફરક માત્ર એટલો છે કે તેમણે જનતાના હીતમાં વર્તન કરવાનું છે અને તેમનું સંરક્ષણ કરવાનું છે. આ તેમની ફરજ છે!

બીજા શબ્દોમાં કહીઓ તો તેઓ પણ જનતાનો એક ભાગ છે અને તેમની પાસે કરવા માટે સરકારી નોકરી છે. તેમનું કાર્ય લોકોને હેરાન કરવાનું કે ડરાવવાનું નથી. તેમની હેરાનગતી હદની બહાર જતી રહે તો તમને હોમ સેક્રેટરી કે રાજયનાં ડીજીપીને ફરીયાદ કરવાનો પુરેપુરો હક છે. તમને એક વખત તેમને મળવાનો સમય મળે તો લેખીતમાં ફરિયાદ જરૂર કરી દેજો. આ લોકો IAS અને IPS અફસરો છે અને મોટા ભાગે તેઓ સક્ષમ અને પ્રામાણિક હોય છે. તેઓ આ શોષણ વિશે જાણે છે. તેમનું અને તેમના સમયનું માન જાળવજો.

હું સાવધાની માટે અહીંયા એક વાકય લખવા માંગું છું. હું IPS ઓફીસરોથી પણ અમુક અંશે નારાજ છું પણ આ સ્તર પર પ્રામાણિક અફસરો મળવાની શકયતા વધારે છે. આવા કિસ્સાઓ મોટા ભાગે SP અને Dy. SP સભાળતા હોય છે.

તમારા પરિવારની કોઈ સ્ત્રી પાસે ફરિયાદ નોંધાવશો તો વાત સહેલી થઇ જશે.

ફરિયાદ નોંધવા માટે અમુક સલાહ

  • સાચી ફરિયાદ કરજો. નાની વાતને મોટું સ્વરૂપ આપશો નહીં. જુઠી ફરિયાદ કરતા નહીં.
  • મેઈ પણ કર્મચારી કે અધિકારી ને લાંચ લઇને કામ કરાવતા નહીં. તમે આવું કરશો તો મારી નજરમાં તમારા અને ૪૯૮-એ પત્નીઓમાં કોઈ તફાવત નથી.
  • ઉચ્ચ સ્તરનાં અધિકારીઓને, મળતાં પહેલા ફરિયાદની વ્યવસ્થિત યાદી બનાવો. સમય અને તારીખ સાથે બનાવોની નોંધણી કરો. તમારા વકીલની આ કામમાં મદદ લો. આમાં કોઈ ખોટી વાત ઉમેરશો નહીં. આવું કરવાનો તમને ખુબ લોભ થશે પણ કરશો નહીં.
  • તમારો મુકદમો ચાલતો હશે તે દરમ્યાન તમારા ઉપર બધી બાજુથી ખુબ જ દબાણ આવશે. આ ત્રાસની માનસિક તૈયારી રાખજો. ધીરજ પણ રાખજો. તમારી ઇજ્જત ઘવાય એવી કોઈ પણ ખોટી વાત ફરિયાદમાં લખતા નહીં.
  • તપાસ અને પુછપરછ દરમ્યાન તમારી કરેલી ફરિયાદ ખોટી નીકળી તો કાનુનનાં દરવાજા તમારે માટે બંધ થઈ જશે.

અધિકારીઓને વિનંતી કરો કે તમને પુછપરછનાં પરિણામની જાણ કરે. તમને જણાવવામાં નહીં આવે તો તમે RTI ની અરજ કરશો તે પણ તેમને જણાવો.

પોલીસની ક્ષમતાઓ કોર્ટના હીસાબેઃ

સુપ્રિમ કોર્ટ તેમના ઘણા બધા ચુકાદામાં વારંવાર એવું કહ્યું છે કે પોલીસ કાનુનથી ઉપર નથી અને દરેક નાગરિક સાથે માનપૂર્વક વર્તન થાય તેનો તેને હકક છે. તમારી પાસે આ બધા ચુકાદાની એક કોપી હોય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા મૂળભૂત અધિકારોનું શોષણ થાય તો તમે પોલીસ સામે ફરિયાદ નોંધી શકો છો.

પોલીસની હેરાનગતી સામે લડવા માટે બીજી પણ એક રીત છે. તેની સામે “બ્રીટ મંડામસની” અરજી નોંધી દો. નીચે બ્રિટ મંડામસનું સ્પષ્ટીકરણ કર્યુ છે. (એસ એમ શર્મા સામે બીપેન કુમાર ત્રિપાઠીઃ ૧૯૭૦ ૩ SCR ૯૪૬).

“ફોજદારી ગુનાનાં કાયદાકીય ધોરણો પોલીસ અધિકારીઓની દરેક પ્રકારની પુછપરછ કરવાની છુટ આપે છે. પણ તેનો અર્થ એ નથી કે પોલીસ આ અધિકારનો દુરઉપયોગ કરે. જો પોલીસ, આરોપી કે નાગરિકોનુંશોષણ કરે તો દરેક વ્યકિતને સંવીધાનનાં ધોરણ ૨૨૬ હેઠળ પોલીસ અધિકારી સામે ફરિયાદ કરવાની પરવાનગી છે”.

વકીલોઃ

 

વકીલ તમારા મુકદમામાં ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારે હોંશીયાર, ચપળ અને વફાદાર વકીલ શોધવો ખુબ જ જરૂરી છે. પ્રામાણિકતા એ વકીલની સૌથી મોટી ગુણવત્તા છે. અમુક વકીલો પોતાની જાતને પૈસા માટે વેચી દેતા હોય છે. તમને સુલેહ કરવાની સલાહ આપે તેવો વકીલ કોઈ દીવસ કરતા નહીં. મારા બે મિત્રો આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. કોઈ નજીકનો વકીલ શોધો. તે વ્યકિત અદાલતી કામકાજ અને કાયદાકીય પ્રક્રિયાનો જાણકાર હોય તેનું ખાસ ધ્યાન રાખો. પ્રામાણિકતા સૌથી મહત્વની વાત છે. ૪૯૮-એ નાં મુકદમાં માંથી બહાર આવેલા બીજા વ્યકિતઓ સાથે વાત કરો. જે તમને સાચી વાત કહેતા ખચકાય નહીં, તેવો વકીલ કરો. તમને ડોકટર નહિ પણ વકીલ જોઇએ છે.

કોર્ટનો સંપર્ક કરવોઃ

તમારી પાસે ૪૯૮-એ ગુનો નોંધાશે તો તમને તરતજ કોર્ટનાં બારણા ખટખટાવવાની ઇચ્છા થશે. તમને ખાત્રી છે કે તમે નિદોર્ષે છો અને કોર્ટ તમને ન્યાય આપશે. પણ આ પ્રક્રિયા ધીમી છે. હતાશાની તૈયારી રાખજો. તમારી અરજી કઈ રીતે કરશો તેનું ખાસ ધ્યાન રાખજો. ખોટી અરજી કરતાં નહીં. ન્યાયાધીશ પર ખુબજ આધાર રાખે છે. તમારો કેસ જસ્ટીસ શીવ નારાયણ ધીંગરા જેવા પ્રામાણિક ન્યાયાધીશ પાસે આવે તો વાંધો નથી. પણ નીચલી અદાલતનાં કોઈ કપટી ન્યાયાધીશનાં હાથમાં તમારો કેસ આવ્યો તો સમજી લો કે તમારી સામે ઘણી મોટી મુસીબત આવી ગઇ છે. તમે ઇન્ડીયન એકસપ્રેસનો આ લેખ ખાસ વાંચજો (http://tinyurl.com/2waauz) આપણા એક સમયના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન એ પી જે અબ્દુલ કલામનું શું કહેવું છે તે વાંચો.

“આપણો સમાજ પ્રામાણિક નેતૃત્વની કમીને કારણે ઘણા બધા બદલાવોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે દેશના નાગરિકો કાનુનની પ્રામાણિકતા પાસેથી ખુબ આશા રાખે છે. આવી આશા આપણાં કાયદા કાનુન પર ખુબજ મોટી જવાબદારી મુકી દે છે. આવું શકય થાય તે માટે ન્યાયતંત્રનો દરેક કર્મચારી પવિત્ર અને પ્રામાણિક હોય તે અત્યંત જરૂરી છે”.

ખોટો ૪૯૮-એ દાખલ કરવાનાં પરિણામ

૪૯૮-એ નાં ગુના વિશે ઘણું બધું લખાયું છે. પણ આ ગુનાની ખોટી ફરિયાદ, કરવામાં આવી હોય તો તેનું શું પરિણામ આવશે તેના વિશે કોઇએ નથી લખ્યું. ૪૯૮-એ નાં ગુનાની અરજ કરનારા પોતાનાં વકીલ પાસે ગુનાની ફરિયાદ નોંધવાની સલાહ લે છે. પણ ખોટી ફરિયાદ કરવાથી ફસાઈ જવાય તો શું કરવું તેની સલાહ લેતા નથી. તમારે વધુ જાણવા માટે પુરનીમાં કીશ્વર દ્વારા લખાયેલો આ લેખ વાંચવો જોઇએ. (http://tinyurl.com/2rbmxs) તેઓ એક માનનીય ફેમીનીસ્ટ છે. આ વિશે મારે શું કહેવું છે તે જાણવા માટે નીચેનાં મુદ્દાઓ વાંચો.

  • ૪૯૮-એ પછી છુટાછેડા નક્કી છે. ૪૯૮-એ એક અણુશકિતનું શસ્ત્ર છે. આ સુલેહ નહીં પણજોરજુલમી નું સાધન છે.
  • આ સ્ત્રીનાં ફરી કદી લગ્ન થશે નહીં. આનું કારણ છે આપણો સમાજ. ફેમીનીઝમની વાતો કરવી, સ્ત્રીઓનાં હકક માટે અવાજ ઉઠાવવો એક ફેશન બની ગઈ છે. કોઈ પણ વ્યકિત ૪૯૮-એ ની ખોટીફરિયાદ કરનાર સ્ત્રીને પોતાનાં ઘરમાં જગ્યા નહીં આપે. આવી સ્ત્રીનું સમાજમાં કોઇ માન કે કીંમત રહેશે નહીં.
  • તેની બહેનો આ કલંકના કારણે લગ્ન નહીં કરી શકે અને આખરે દુધવાળા સાથે ભાગી જશે, કે પછી એવું જ કંઈ કરશે.
  • સમય પસાર થતાં તેમની ભાભીઓ તેમની સામે થઇ જશે. તેમના ભાઇનાં ફરી લગ્ન થશે નહીં. જ્યા વિચારો શું તમે તમારી બહેન કે દીકરીને એવા ઘરમાં લગ્ન કરાવશો જયાં એક નિર્દોષ પતી અને તેનાં પરિવાર ઉપર તેની પત્નીએ ૪૯૮-એ દાખલ કર્યા છે? શું તમારી દીકરી/બહેન આવા ઘરમાં ખુશ રહી શકશે?

ખોટા ૪૯૮-એ ની ફરિયાદ કરનારની બહેન જયારે કોઈ ઘરમાં પરણીને જશે ત્યારે તેનાં ઘરવાળા પોતાની જાતને કેટલા સુરક્ષિત માનશે ? આવા વ્યકિતનું પરિવાર કેવું હશે? શું પરિવારજનોએ આવું ના કરવાની સલાહ ના આપી?

  • ૪૯૮-એ નાં ખોટી ફરિયાદીને ધોરણ ૧૮૨ હેઠળ ૬ મહિનાની સજા, દંડ અથવા બને થઈ શકે છે. રાહુલ સુરીનોજ દાખલો લઈ લો. બાળકોના વિકાસ ઉપર આની ખુબ જ ખરાબ અસર થશે. બાળકનાં ઉછેરમાં પિતા મહત્વનો ભોગ ભજવે છે. એવું પણ બને કે આ સ્ત્રીઓ
  • બાળક તરફ ધ્યાન ના આપે અને બહાર બીજા વ્યકિતઓ સાથે સંબંધો બાંધે. ઘણા કિસ્સાઓમાં આવું થતાં મેં સાંભળ્યું છે.
  • નજીકનાં સગાસંબંધીઓની ઉશ્કેરણીથી જો ૪૯૮-એ ની ખોટી ફરિયાદ નોંધાઇ હોય તો પોતાનો સ્વાર્થ સાધ્યા પછી તેઓ આ સ્ત્રીને તરછોડી દેશે.
  • પોતાનાં પતિ અને તેના પરિવાર ને હેરાન કરવા અથવા પૈસા પડાવી લેવા માટે જો કોઇ પત્નીએ ખોટી ફરિયાદ કરી હોય તો તેનાં પરિવાજનો અને સમાજ તેને માન આપશે નહીં.
  • જીવનમાં કોઇને પણ એકલા રહેવાનું ગમતું નથી. કોઇ પણ વ્યકિતને એકલતા નો અહેસાસ થઈ શકે છે. પુરુષો એકલતાને દુર ભગાડી શકે છે પણ સ્ત્રીઓ માટે આ અઘરું છે. તેમનો પાસે કોઇ વિકલ્પ નથી. લગ્ન માટેની વેબસાઇટ જોતા રહેજો. ખુબ હસવાનો મોકો મળી જશે.

અમુક આંકડા

આ આંકડા તારીખ ૧૭ જુલાઈ ૨૦૦૭નાં રોજ રકશક દ્વારા MOIA ને આપેલા મેમોરેન્ડમમાંથી છે. હોમ મીનીસ્ટ્રી પાસે RTI હેઠળ આ આંકડા માંગવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો કે દર વર્ષે ૫ લાખ લોકો ઉપર આ મુકદમો ચાલે છે. અને આ નંબર દર વર્ષે વધતો જાય છે. સૌથી નવા આંકડા ૨૦૦૫ની સાલનાં છે.

વર્ષ

મુકદમો

ચાલતા

લોકોનો

સરવાળો

આગલાવર્ષનાં

આરોપીઓ

પણ

મુકદમાં

પાછળ

ખેંચાયા

પતી

ગયેલા

મુકદમાં

મુકદમાંનો

નિર્ણય

આવવાનું

બાકી

કેટલા

વ્યકિતઓને

ગુનેગાર

ઘોષીત

કરાયા

નિર્ણય

આપવાનું

બાકી

હોય

તે

મુક્માની

ટકાવારી

 

પતેલા

મુકહમાના

ટકા

૨૦૦૪

૫૭૩૮૮૧

૧૩૪૪૭

૭૪૪૯૬

૪૮૭૭૦

૧૪૫૮૩

૮૪.૭

12.૬

૨૦૦૪

૫૩૭૧૮૭

૧૩૭૧૭

૭૧૧૬૨

૪૫૨૨૨૮

૧૪૭૦૬

૮૪.૨

૨૦.૭

૨૦૦૩

૫૦૦૧૬૬

૧૧૨૨૯

૭૦૧૬૭

૪૧૮૭૭૦

૧૨૫૫૮

૮૩.૭

૧૭.૮

 

૪૯૮-એ નાં પ્રસ્તાવમાં સુધારો

ઉપરનાં આંકડાઓ પરથી આ કાયદામાં શોષણ વિશે સાફ ખબર પડે છે. SIF અને બીજા જુથનાં લોકો આ કાયદાનાં સુધારા માટે ખુબ જ પ્રયત્નો કરે છે. પણ આ ઘડીએ મને કંઈ હલતુ લાગતું નથી, કારણકે કપટનો હાથ મોટો છે. અમુક લોકોનાં હીતમાં આ કાયદો છે તેથી તેઓ આમ થવા નહીં દે.

આનાથી બચવા માટે “સજાતીય શોષણનો કાયદો ઘડવો જોઇએ. સૌથી પહેલી મુશ્કેલીઓ કોલ સેન્ટરમાં આવશે. આવું કરવાથી વધુ ને વધુ લોકો આ જાતીય ભેદભાવ વાળા કાયદામાં ફસાશે અને લોકોમાં આ કાયદાનાં કપટઅ અને શોષણ વિશે જાગૃતતા આવશે. ધંધાવાળા વ્યકિતઓ આ લડતમાં જોડાશે તો વધુ મજા આવશે. આ કાયદાનાં પ્રસ્તાવને સુધારવાની જેવી વાત થશે તેવા CS2 જેવી સંસ્થાઓ અને ફેમીનીસ્ટ મોરચાં લઇને રસ્તા પર આવી જશે. કાયદો ઘડનારાઓમાં આનો સામનો કરવાની હીંમત હોવી જોઇએ. આ ભારતની ખરી નારીઓનું પ્રતિનિધિત્વ નથી. જો ૪૯૮-એ માં સુધારો કરવો હોય તો જામીન આપવી જરૂરી છે. આવું કરવાથી કપટી પોલીસની હેરાનગતી અને નિર્દોષ લોકોનું જેલમાં જવું નીવારી શકાશે.

અરજ પાછી ખેંચવાની પરવાનગી મળવી જરૂરી છે. જો આ પરવાનગી મળે પણ જામીન ના મળે તો કંઈ ખાસ ફરક પડતો નથી, કારણકે કપટી સરકાર ફરિયાદ પાછી ખેંચવાની પરવાનગી તો આપેજ છે.

આજની સ્ત્રીઓ કાલની સાસુ બનવાની છે. કમનસીબીથી જો તેમની પુત્રવધુનો સ્વભાવ તેમના જેવો હોય અને તે પણ ૪૯૮-એ ની ફરિયાદ નોંધે તો? શું આ સમયે પણ આવી સ્ત્રીઓ ૪૯૮-એ ને સુધારની પ્રસ્તાવના ને નકારશે?

ઉપસંહારઃ

આઇપીસી ૪૯૮-એ સ્ત્રીઓનાં સંરક્ષણ માટેનો કાયદો હતો. પણ બની ગયું જોરજુલમનું સાધન. સ્ત્રીઓનાં સંરક્ષણનાં નામે રાજય સરકાર આપણાં ઘરે ઓછી કાર્યશીલતાવાળા મજુરોને મોકલે છે. આપણી ઉપર ખોટો આરોપ મુકી કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડી આપણી પાસે પૈસા પડાવી લેવાનું કામ કરે છે. આ કાયદાનાંપ્રસ્તાવને સુધારવા માટેનાં બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે. કારણકે સત્તા પર રાજ કરતાં વ્યકિતઓને પોતાની ખુરશી ગુમાવવાનો ડર છે૪૯૮-એ સ્ત્રી અને પુરુષ વચ્ચે દિવાલ ઉભી કરે છે. આવું કરવાથી અમુક રાજનૈતિક ઇરાદા પણ સફળ થાય છે. આપણાં દેશમાં ધર્મ, જાત અને ભાષાના આધાર પર ભાગલા પડવાનાં બંધ થયા તો જાતીય ભાગલા પડવાની શરૂઆત થઈ ગઈ.

એક ફરિયાદના આધાર પર પુરુષનાં પરિવારજનોની ઘરપકડ થઈ જાય, આ ઘરતી ઉપર આવો અસંસ્કારી દેશ મેં જોયો નથી! આ કપટી કાયદાને પ્રોત્સાહન આપતા અને તેના પક્ષમાં બોલતા વ્યકિતઓએ પણ સમજવું જોઇએ કે કોઇ પણ ઇરાદો હશે અંતે નિષ્ફળ જશે.

જે સ્ત્રીઓ ખરેખર કૌટુંબિક હીંસા કે ત્રાસથી પીડાય છે, તેઓને પણ ન્યાય નહીં મળે. આનું કારણ એ છે કે અદાલતમાં આવા ખોટા મુકદમાં ભરપુર છે. આથી ૪૯૮-એ ની ફરિયાદને કોઇ ગંભીરતાથી લેતું નથી.

આખરે આ ઘેલછા વચ્ચે હું એક પ્રશ્ન પુછવા માંગું છું આવા ખોટા કાયદા અમલમાં મુકીને અને તેના સુધારની પ્રસ્તાવનાને નકારીને લોકો શું મેળવવાની આશા રાખે છે.

થોડું મારા વિષે

હું એક સામાન્ય છોકરો છું જે આ દુષ્કર પરિસ્થિમાં ફસાઈ ગયો હતો. તમે અત્યાર સુધી તો મારા વિશે ઘણું બધું જાણી ગયા હશો. કંઈ ખાસ લખવાનું બાકી રહેતું નથી. તે સ્ત્રી સાથે લગ્ન કરવાની મારાં જીવનની સૌથી મોટી ભૂલ હતી. મારાં છુટાછેડા વર્ષો પહેલા થઈ ગયા છે. હું મારી પત્નીને છેલ્લી વખત મળ્યો પછી તેણે મારી સામે ૪૯૮-એ નો ગુનો દાખલ કર્યો. ધરપકડ દરમ્યાન હું મારા ઘરમાં ન્હોતો તેથી બચી ગયો. પણ પોલીસ અધિકારીઓએ મારા પરિવારજનોને ખુબજ હેરાન કર્યા, મારા વિશે માહિતી મેળવવા માટે તેમને પૈસા આપવાનું દબાણ પણ આપવામાં આવ્યું. ઘણાં મહિનાઓ સુધી આ ત્રાસ સહન કર્યા બાદ મારા પરિવારે આ કિસ્સામાંથી પોલીસ” નામનો પરિબળ હટાવી દીધો.

જો હું પોલીસનાં અધિકારો અને મારા મૂળભૂત અધિકારો વિશે પહેલેથી જાણતો હોત તો કદાચ મારા પરિવાર પર વગર જોઇતી મુસીબત આવતે નહીં. આ વાત પર મને ખુબજ પસ્તાવો થાય છે. મારું પરિવાર જે યાતનામાંથી પસાર થયું છે તેવો દિવસ તમારા પરિવારે ના જોવો પડે તેથી મેં આ લેખ ખાસ લખ્યો છે. જયારે મારા પરિવારજનોની ધરપકડ થઈ હતી ત્યારે મેં દરેક ઘડી વાંચન અને સંશોધન કરીને આ બધી માહિતી ભેગી કરી છે, જેથી તમે ૪૯૮-એ ખરેખર શું છે તે સમજી શકો. હું આશા રાખું છું કે તમે પોલીસનાં ત્રાસથી બચીને સફળતાપુર્વક આમાંથી બહાર આવો.

હું તમને કાયદાકીય સલાહ કે સુચનો આપી શકતો નથી માટે પુછતા પણ નહીં. તેના માટે તમારે SIF (સેવ ઇન્ડીયન ફેમીલી) નાં વોલંટીયરોનો સંપર્ક સાધવો પડશે, પોતે માહિતી ભેગી કરવી પડશે કે પછી વકીલ રોકવો પડશે.

હું આ લેખ મારા પરિવારને સમર્પિત કરું છું. તેમણે મારે માટે ખુબજ ત્રાસ અને યાતનાનો સામનો કર્યો, છતાં પણ કપટી પોલીસ સામે હાર માની નહીં.

અંતે હું ભગવદ ગીતા નાં બીજા પ્રકરણમાંથી ત્રીજો શ્લોક કહેવા માંગું છું. આ શ્લોકનો ખરો અર્થ સમજવા માટે રંગનાથન નંદા દ્વારા લખેલી ગીતા જરૂર વાંચજો. પોતાનાં માટે ખરીદવા જેવી છે.

લ્યાબીયમ મસમા ગમાહ પારથા નૈતત ત્વયી ઉપાતયતે

શ્રીધર્મ રીહાયા - દાઉબ્રલયમ ત્યક્તોવોતીશા પરાંતપા”

વોલંટીયર હેલ્પલાઈન

આ નંબરો બદલાઈ શકે છે. નવા નંબરની સુચી માટે SIF ની વેબસાઇટ જુઓ.

  • આશીષઃ ૯૯૧૧૧૧૯૧૧૩
  • સ્વરૂપ: ૯૮૧૦૬૧૧૫૩૪
  • રાજીવ: ૯૮૯૧૩૬૯૬૧૬
  • બેંગલોર: ૦૮૦-૬૫૩૩૪૧૩૫
  • કલકત્તા:૦૩૩-૨પ૩૪૭૩૯૮૨૫૨૧૭૩૧૮
  • મુંબઇઃ ૯૨૨૧૩૩પપ૭૭/૯૮૬૯૩૨૩પ૩૮
  • અમદાવાદ: ૯૮૨પ૩૬૫૮૧૬ હૈદરાબાદ: ૦૯૮૪૮૨૮૦૩૫૪/૯૯૮૯૧૪૬૪૬૬
  • ઓલ ઇન્ડીયા હેલ્પલાઇન નંબર: ૯૧-૦૯૨૪૩૪૭૩ - ૭૯૪ (૨૪ ક્લાક)

મૂળ અને રેફરન્સ :

  • પ્રોફેસર કે શાહ. કમનસીબીથી આ લેખ મળવો અઘરો છે.
  • Judis.nic.in કોર્ટનાં ચુકાદા અહીંથી મળી શકે.
  • ડો. અરવિંદ વર્મા, ક્રીમીનલ જસ્ટીસનાં એસોસીયેટ પ્રોફેસર. ઇન્ડીયાના યુનીવર્સીટી દ્વારા લખેલો લેખ.
  • (CHRI) કોમન વેલ્થ હયુમન રાઇટસ ઇનીશીયેટીવ.
  • APCID. આ વેબસાઇટ ઉપર ઘણા બધા ઉપયોગી ચુકાદા છે. http://tinyurl.com/3af4pf
  • ધરપકડ અને અટકાયત દરમ્યાન માનવ અધિકાર ટી મુરલી ક્રિષ્ના, SP, AP, CID. •
  • કરપશન ઇન ઈન્ડીયાઃ એન વીત્તલ પહેલાનાં CVC. જેમણે દુરસંચાર ના ક્ષેત્રે ઘણું કામ કર્યુ.
  • એક લાકડીનાં સહારે એકલો માણસ અભીનવ કુમાર IPS, SSP ઉત્તરાંચલ પોલીસ.
  • વેબસાઇટ, છાપાંના લેખ અને ઈન્ટરનેટ પર સંદેશા.
  • ' મારા પોતાનાં અનુભવો.

નાકબૂલતઃ

આ લેખમાં લખેલી વિગતો કોઈ કાયદાકીય સલાહ નથી પણ માત્ર મારા અભિપ્રાય અને અનુભવો છે. આ લેખમાં આપેલી કોઇ પણ સલાહનો આધાર માત્ર મારો અભિપ્રાય છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા વકીલની સલાહ જરૂર લેજો. આ લેખને લાગતા કોઇ પણ કાયદાકીય દેણાંનો હું પરિત્યાગ કરું છું.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate