অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રકરણ ૨ આઈપીસી ૪૯૮-એ કલમ

પ્રકરણ ૨ આઈપીસી ૪૯૮-એ કલમ
મહેરબાની કરીને એક વાતને સમજો. ૪૯૮-એ એક ક્રિમીનલ કેસ છે. આ છુટાછેડાના કાયદાથી ખુબ જુદો કાયદો છે. અહીંયા તમારી સાથે ક્રિમીનલ જેવું વર્તન કરવામાં આવશે. તમે બેકસૂર સાબીત ના થાઓ ત્યાં સુધી મુકદ્દમાની આકરી અને કપટી રમત આગળ તમે મજબૂર હશો. તમારા અધિકારને કોઈ માન નહીં આપે. હું મજાક કરતો નથી.
હકીકતમાં તમારા ખીલાફ ૪૯૮-એ ની કલમ દાખલ થાય પછી કોઇપણ કાનુની ધોરણ પ્રમાણે પ્રક્રિયા થતી નથી. તમારું સામાજીક આર્થિક સ્તર અને તમારા પ્રત્યેની પોલીસની માન્યતા પ્રમાણે તમારી સાથે વર્તન કરવામાં આવશે. આ એક કડવું સચ છે. મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ તમને સલાહ સુચનો આપવા લઈ જશે. આ સમજાવટ નિષ્ફળ જાય તો તમારી ધરપકડ કરી દેશે. તે પણ તમારા ખીલાફ કરેલા આરોપોની કોઈ તપાસ કર્યા વગર અમુક કિસ્સાઓમાં સલાહસુચનની પ્રક્રિયા વગરજ તમારી ધરપકડ થઈ જશે. એક કિસ્સામાં એક જુવાન પુરુષને વર્ગમાંથી ખેંચીને ધરપકડ કરી, ઘણા અઠવાડિયા સુધી રીમાન્ડ પર લીધો હતો. અહીં ક્યું કાનૂની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી?
તમારું સલાહ સુચનનું પ્રકરણ પતે પછી અગાઉથી મળતી જામીનની અરજી તરતજ કરો. એફઆઈઆર નોંધાયા પછી પણ કરી શકો છો પણ ધરપકડ થતા પહેલા કરો. એક વખત તમારી ધરપકડ થઈ ગઈ તો તમે માત્ર મેજીસ્ટ્રેટનાં શિકાર બનીને રહી જશો! અગાઉથી જામીન મેળવી લીધી હશે તો કપટી કર્મચારીઓની રમત પતી ગઇ! સલાહસુચનો ના નામે તમારી પાસે પૈસા પડાવી લેવાનું કામ પોલીસ ખુબ ચતુરતાથી કરે છે. સલાહસુચન પાછળનો હેતુ સમજાતો નહીં પણ ખીસ્સા ખાલી કરાવવાનો છે. સલાહસુચન અસફળ થાય અને તમને જામીન મળે તો તમારી ધરપકડ થઇ જાય છે. બીજુ પ્રકરણ આ વિશે ચર્ચા કરે છે.

પોલીસ અધિકારી સાથેની તમારી પહેલી મુલાકાત

મોટાભાગના કિસ્સાઓમાં તમારી અને તમારા પરિવારજનોની ધરપકડ કરવા તમારા ઘરઆંગણે પોલીસ વહેલી સવારે આવી જશે. શુક્રવારની સવાર અથવા રજાનો આગળનો દિવસ આ તેમના માટે મનપસંદ સમય

તમે એજ દિવસે જામીન મેળવવા માટે નિષ્ફળ થાઓ તો બાકીનાં દિવસે તમારે પોલીસ હીરાસતમાં વીતાવવા પડે. ચોવીસ કલાકની અંદર મેજીસ્ટ્રેટની સામે તમને પેશ કરવાની કડાકુટમાંથી પણ પોલીસ બચી જાય છે. મનમાં એક વાતની ખાત્રી રાખજો કે આ પોલીસ અધિકારીઓ લાંચ લઇને ધરાયા હોય છે. તમારી ધરપકડ કરવા આવેલા પોલીસ અધિકારીઓ તમને એ વાતનો વિશ્વાસ અપાવશે કે તમને કંઇ નુકસાન નહીં પહોંચે. તમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે તેમની આ ચાલ છે.

તેમનો વિશ્વાસ કરતાં નહીં. તમે એમની સાથે જવાની ના પાડશો તો તમને ધરપકડ કરવાની ધમકીઓ પણ સાંભળવી પડશે.

તમારા સામાજીક સ્તરના આધારે પોલીસ તમારી ઉપર જોરજબરજસ્તી પણ કરી શકે છે. તમારી સાથે અધિકાર વગર મારપીટ પણ કરશે.પોલીસ સમક્ષ મનનું સંતુલન કે શાંતી ગુમાવતા નહીં, કોઈ પણ જાતનોડર કે મુંઝવણ મનમાં લાવતા નહીં, તે માત્ર ભારતીય પોલીસ છે કોઈ રાક્ષસ નથી. તમને નુકસાન પહોચાડવાનો કે અપમાનીત કરવાનો તેમને કોઇ અધિકાર નથી. તમારું સંવિધાન તમને સંરક્ષણ આપે છે. હું જાણું છું કે આ સમયે મારી વાત તમને બીનવ્યાજબી લાગે છે પણ મારી વાત સાચી છે. સંવીધાન તમને સંરક્ષણના અધિકાર આપે છે અને પોલીસ આ વાતને જાણે છે. તે છતા તેઓ તમને ધાકધમકી આપે અને અપમાનીત કરે તો સબુત માટે તમારા સેલ ફોનનાં કેમેરામાં આ બધું ઉતારી લો. પોતાનાં પરીબળને ખોટી રીતે વાપરવા માટે પોલીસને સજા થઈ શકે છે. તમારો હાથ ઉપર રાખવા માટે પુરતા પ્રયત્નો કરો. માનવ અધિકાર નહીં પણ મૂળભૂત અધિકાર વિશે વિચારો, માનવ અધિકાર માંગવાથી કશું નથી મળતું. મૂળભૂત અધિકારો સુરક્ષાની બાંહેધારી આપે છે.

પોલીસ જોડે લેવડદેવડ કરવા માટે આત્મવિશ્વાસ હિંમત અને હોશીયારિની જરૂર છે. તમે કરી શકો છો. તમને ઘરઆંગણે લેવા આવતા પોલીસ અધિકારીઓ શિખાઉ છે. ખરું નાટક ત્યારે જોવા મળશે જયારે પોલીસ સ્ટેશનમાં તમારો સામનો પોલીસ ઇન્સપેક્ટર સાથે થશે. પહેલા તમને એવું કહેવામાં આવશે કે તમને સલાહસુચન માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે. ત્યાં જશો તો તમને તમારી પત્ની અને તેના પરીવારજનો તમારી આતુરતાથી રાહ જોતા જણાશે.

અહીંયા તમારા પર સમજોતાનું કે ખીસ્સા ખાલી કરવાનું દબાણ મુકવામાં આવશે. પોલીસ અધિકારીઓ, વચ્ચેનાં વ્યકિતઓ તરીકે ખુબ મહત્વનો કપટી ભાગ ભજવતા જણાશે.

આ બધા કપટી પ્રયત્નો નિષ્ફળ જાય તો તમને અને તમારા પરિવારજનોને હિરાસતમાં લેવામાં આવશે.

ધરપકડ થયેલ આરોપીના પણ અમુક અધિકાર છે. આ અધિકારોને પોલીસે માન આપવા જરૂરી છે.(દિલીપ કે બાસુ, અશોક જોહરી સામે વેસ્ટબંગાલ રાજય અને અન્ય ૧૧૮૧૯૭) ના મુકાદામાં સુપ્રિમ કોર્ટ ધરપકડ કરનાર અધિકારી માટે અમુક નિયમો આપ્યા છે. આ નિયમોનો ભંગ થવા પર તે અધિકારી સામે કાનૂની મુકો ચાલી શકે છે.

ધરપકડ અથવા પોલીસની હરાસત માટેની જરૂરી તૈયારીઓ

 • તમારી સાથે પાણી અને થોડો નાસ્તો લઇ જાવ.
 • સેલફોન અને ચાર્જર ભુલતા નહીં. પ્રિપેડ ફોન હોય તો તેમાં પુરતાં રૂપિયા નું રિચાર્જ કરાવી દો તમારા વકીલનો ફોન નંબર ફોનમાં નોંધેલો હોવો જોઇએ.
 • પોલીસ સ્ટેશનમાં ભરપૂર મચ્છર તમારી રાહ જોતા હશે. તેથી તેમનો સામનો કરવા માટે પહેલેથી જ વ્યવસ્થા કરો.
 • થોડાક પૈસા રાખજો. બને ત્યાં સુધી ઘરેણા પહેરતાં નહીં.
 • પરિવારના કોઈ સભ્યની જરૂરી દવા લઈ જવાનું ભુલતા નહીં.
 • કપડાની એક જોડી થેલીમાં લઇ લેજો. શુક્રવારે ધરપકડ થાય તો પાંચ જોડી કપડાં લેજો.
 • સમય પસાર કરવા માટે ગમતી ચોપડી વાંચવા લઈ જાવ. આવા સમયે તમને ભગવાન ખુબ યાદ આવશે તેથી ભગવદગીતા, કુરાન કે બાઇબલ પણ લઈ જઈ શકો.
 • તમારી લાગણીઓની નોંધણી કરવા ચોપડી અને કલમ સાથે રાખો. ધોરણ ૧૮૨ ને વાપરવી હશે તો જુના દિવસોનાં કિસ્સા યાદ કરી લખવા પડશે.
 • એક વફાદાર મિત્રને તમારી ધરપકડની જાણ કરી દેજો.
 • પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટરનું નામ, ટેલીફોન નંબર વિગેરે વિગત નોંધી લો.તમને જે પોલીસ સ્ટેશનમાં લઈ જવાતા હોય તેનું સરનામું અને ફોન નંબર જાણવાનો તમને હક છે. આ નોંધી રાખો.
 • એસપી અને એએસપી અને બીજા કોઇ પણ ઉચ્ચ અધિકારીઓનાં નામ અને વિગત નોંધી લો.
 • તમારા ખીલાફ જે એફઆઇઆર નોંધાયો છે તેની કોપી માંગો. તમને અધિકાર છે.
 • આ દસ્તાવેજ ની તમને ઘણી જરૂર પડશે.

તમારા વકીલ વગર એકલા પોલીસ સ્ટેશન જવાનું બને ત્યાં સુધી ટાળજો

આઘાતનો સામનો કઈ રીતે કરશો.

પહેલો આઘાત તમને ત્યારે લાગશે જયારે તમારા ઘરઆંગણે પોલીસ આવીને ઉભી રહેશે. પહેલાતો તમને અવિશ્વાસ અને દેહશત નો અનુભવ થશે. જે સ્ત્રી સાથે તમને આત્મીયતા છે અને જેની સાથે તમે નજીકતાની અનેક ક્ષણોને માણી છે, જે તમારા બાળકોની માં છે તેજ સ્ત્રીએ તમારા અને તમારા પરિવારજનો સામે કાનૂની ફરિયાદ કરી છે? આ જાણી તમે અચાનક મહાદુઃખ ના સમંદરમાં ડૂબી જશો. ખુબ ડર અને લાચારી અનુભવશો. મા-બાપ અને ભાઈ બહેનની ધરપકડ થતા જોઈ ગુસ્સો આવશે. સગાવહાલા, મિત્રો અને વડીલને ફોન કરવા માટે દોડાદોડી થઈ જશે. જામીનની તૈયારી માટે ધાંધલ થશે. ખુબ હતાશા અને મુંઝવણ થશે. તમે વ્યાકુળ થઇ જશો અને તમને પાછલે દરવાજે ભાગી જવાનું પ્રલોભન થશે. આ ડર અને હતાશાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વિચારો

પોલીસ તમારા ઘરે આવે તો તમે તેમની આગળ કદાચ મદદની આજીજી કરશો. આવું ના કરશો કારણકે પોલીસ તમારી મદદ કરવા તમારે ઘરે આવી નથી. શાંતી જાળવો ને બને તેટલું મોડું કરો. બાથરૂમ કે સંડાસમાં જતા રહો. આજુબાજુવાળાને ભેગા કરો.

તમારી ઇજ્જત બગડવાની નથી. આ કપટી જોરજુલમી સાધનનો હીમતથી સામનો કરશો તો સમાજમાં માન વધી જશે. હું એવો એક કિસ્સો જાણું છું જયાં આજુબાજુવાળાનાં સમજાવવાથી પોલીસ અધિકારીઓ માની ગયા અને ધરપકડ કર્યા વગર પાછા જતા રહયા.

બને ત્યાં સુધી આ બધાનું વીડીયો રેકોડીંગ કરી લો. આવુ કરવા માટે સેલફોન કે ડીજીટલ કેમેરાનો ઉપયોગ કરો. પોલીસ સાથેનો તમારો વાર્તાલાપ બને તેટલો રેકોર્ડ કરી લો. નીડર બનો અને ધીરજ રાખો. પોલીસ અધિકારી સાથે શુક્રવારે પોલીસ સ્ટેશન જવાનું ટાળો. તમારા બચાવ માટે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ઉપયોગ કરો. તમારા વકીલ સાથે સોમવારે પોલીસ સ્ટેશન જવાનું ગોઠવો. એકલાં જશો નહીં. આજુબાજુ વાળા અને પરિવારનાં સભ્યોને સાથે રાખો. તમારા આર્થિક અને સામાજીક સ્તરનાં આધારે તમારી સાથે અમુક પ્રકારનું વર્તન થશે. કાયદાઓ અને ચુકાદા ફરફરીયાની જેમ હવામાં ફંગોળી દેવાય છે. વાત વધી જાય તો ધીમેથી પોલીસ અધિકારી ને જણાવો કે તમે પણ દેશના નાગરિક છો અને તમારા અધિકારનું શોષણ થશે તો તમે તેની ફરિયાદ રાજયનાં હોમ સેક્રેટરી કે ડીજીપી ને કરી શકો છો. તમે તમારા અધિકાર માટે નીડરતાથી લડશો. આ વાતનો તેમને વિશ્વાસ આપવો જરૂરી છે. નસીબ સાથ આપે તો કદાચ તેઓ તમારી સાથેમાનપૂર્વક વર્તન કરે અને તમારી ધરપકડ કરશે નહીં. પોલીસ તમને બળજબરીથી પોતાની સાથે લઈ જાય તો સુપ્રિમ કોર્ટનાં લાગતા વળગતા ચુકાદાની કોપી લઇને જજો. પોલીસને કહેજો કે તમે કોર્ટમાં તેમના ખીલાફ ફરિયાદ કરી શકો છો. આ ખોખલી દાદાગીરી નથી તે પોલીસને જણાવો. તમારી અને તમારા પરિવારજનો ની ધરપકડ કરવા પાછળ પોલીસ અધિકારીઓ લાંચ લઈને બેઠા છે અને કાર્ય પુરુ કરવા ખુબ દબાણમાં છે. ધરપકડ કર્યા પછી વધારે રૂપિયા મળશે તેવી આશા પણ તેમને હોય છે.

તેમના નાપાક ઇરાદાને સફળતા ના આપતા તમારા પરિવારજનોને આ કપટમાંથી બચાવો. તેઓ આ રમતમાં તમારા મા-બાપને પ્યાદા તરીકે વાપરશે. આ થતા અટકાવો. મહિલાનો અને બાળકોની ધરપકડ થતા રોકો. ૪૯૮-એ હેઠળ તેઓએ ૩૦૦ બાળકોની ધરપકડ કરી છે. સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો, દાદા-દાદીઓની પણ ધરપકડ થઈ છે. આ વાતનો પુરાવો હોમ મીનીસ્ટ્રીનાં આંકડા પોતેજ આપે છે.

બધાજ પ્રયત્નો નિષ્ફળ જાય અને તમારે પોલીસ સાથે જવુજ પડે તેવી પરિસ્થિતિ સર્જાય તો બીજી યોજનાને અમલમાં મુકો. તમારા વકીલ ને કહો કે નાની અદાલત અને હાઇકોર્ટમાં જામીન માટેની અરજી કરી દે.

સત્તા વિસ્તાર

ઘણા કિસ્સાઓમાં અરજ કરનારને ખોટી ફરિયાદ કઈ રીતે કરવી તે વાતની સલાહ પોલીસ જ આપતી હોય છે. ફરિયાદ કરતી વખતે ઘણી બધી શરતો પુરી કરવી પડે છે જેમકે સત્તા, વિચાર, સમયગાળો અને હેરાનગતીની જગ્યા. તેઓને આ બધી વિગતોમાંથી છૂટવું હોય છે. ને એવી પણ વાત સાંભળી છે કે એક સ્ત્રીને આખા દેશમાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. તેનું બસ ચાલે તો કોઈ અજાણ જીલ્લામાં કે બીજા કોઈ શહેરમાં તમારા ખીલાફ ફરિયાદ કરી શકે. જો તે આવું કંઇક કરે તો તમારા માટેની હેરાનગતી દસ ઘણી થઈ જાય.

અજાણ જગ્યાએ મુકદમો લડવા વારેઘડીએ દોડાદોડી કરવી સહેલી નથી. કલ્પના કરો, તમને રહેવાનો, ખાવા પીવાનો આવ જાવ કરવાનો કેટલો બધો ખર્ચો થશે. આ ઉપરાંત તમારે તમારા વકીલનો પણ ખર્ચો ઉપાડવો પડશે. ચેન્નઈ હાઇકોર્ટમાં સુપ્રિમ કોર્ટે માન્ય એક ચુકાદો સત્તા વિસ્તારની મુશ્કેલીઓ ને સમજવા તમને મદદરૂપ થશે. (અરજ ૯૦૪ ૨૦૦૪ અબ્રાહીમ અજીત અને અન્ય સામે ચેન્નઈ પોલીસ ઇન્સપેક્ટર અને અન્ય ૧૭/૦૮/૨૦૦૪).

પોલીસ સ્ટેશન

એક પોલીસ સ્ટેશન કેવું હોવું જોઇએતે માટે કોઈ નિશ્ચિત પરિમાણ કે ધોરણો છે નહીં. દરેક પોલીસ સ્ટેશન જુદા હશે. ચાલો જોઇએ.

આઝાદી પછી પોલીસ સ્ટેશનમાં કઇ ફેરફાર થયો હોય તો માત્ર તેમના યુનિફોર્મ નો રંગ જે પહેલા સફેદ હતો તે હવે ખાખી છે. પોલીસ સ્ટેશન ધાક બેસાડવાની જગ્યા છે અને એમાં દાખલ થવું તમારા માટે માનહાનિ ના અનુભવ જેવી વાત છેતે જગ્યા તમને હાની કરવા માટે જ બનાવવામાં આવી છે. ખુબ ગંદકી અને હવા ઉજાસ વગરની આ જગ્યાની દરેક ચીજવસ્તુ જાણે તમારા ઉપર તાકતી જણાય છે. એક નાની અંધારી ઓરડી જેનું બારણું સ્ટીલના સળીયાથી બનેલું છે. એ થોડાક દિવસ માટે તમારું રહેઠાણ બની જશે. તમારા પરિવાર જનોને જુના

બાકડા ઉપર બેસાડવામાં આવશે અને ભીડ હોય તો કદાચ તેમને ઉભા પણ રહેવું પડે. કલાકો કે દીવસો સુધી પરિસ્થિતી કદાચ આમની આમ રહેશે. લફંગાઓ તમારી બહેન અને ઘરની બીજી જુવાન મહિલાઓ તરફ ખરાબ નજરથી તાક્યા કરશે. કુદરતી અને સામાજીક અપેક્ષા પ્રમાણે એક પુરુષ સ્ત્રીનું સંરક્ષણ કરે છે. પણ આ પરિસ્થિતીમાં તમે ખુબ લાચારી નો અનુભવ કરશો. ચુપચાપ સહન કરો. મોટું ખોલીને પરિસ્થિતિ વધારે બગાડતાં નહીં. મન શાંત રાખો અને ગુસ્સો કર્યા વગર વિચારો. એક દિવસ તમારો વારો પણ આવશે.

પોલીસ જાણે છે કે તમારા ખીલાફ ૪૯૮-એ ની કલમ દાખલ થઈ છે. તેને આમાંથી લગભગ ૧૦,૦૦૦/- રૂપિયા કમાવા મળશે. સમજોતો થઈ જાય તો તેને ખોટ પણ થઈ શકે છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ તરફથી કોઈ પણ વિવેકની આશા રાખતા નહીં. તમારું સાંભળનાર ત્યાં કોઈ નથી. તમારી સાથે તમારો વકીલ હોય તો સારુ છે. પણ તેની કોઇ ક્ષમતા ના હોય તો કઈ ફાયદો નથી. બાથરૂમ જવાની વાતને તો ભુલીજ જજો. સૌથી ખરાબ હાલત તમારા ઘરની સ્ત્રીઓની થશે. જમવામાં તમને રસ્તાની લારી પરથી કંઇક નાસ્તો મળી શકે છે. હું આશા રાખું છું કે તમે આ ખાઇને બિમાર નહીં થઇ જાઓ. ઘરથી જે નાસ્તો લાવ્યા છો તેનો જ આધાર રાખો અથવા તો કોઇ મિત્ર પાસે મંગાવી લો.

પોલીસ કોન્સ્ટેબલ હવાલદાર

તમારી પહેલી મુલાકાત એક કોન્સ્ટેબલ  સાથે થશે. આ નિર્દય અને અભણ વ્યકિતઓ તમારી સાથે તમારા સામાજીક સ્તર પ્રમાણે વર્તન કરશે. તેઓ અમાનુષી પરિસ્થિતિમાં કામ કરે છે અને એક શિષ્ટ સમાજ શું હોય તેનો કોઈ અંદાજો ધરાવતા નથી. તમારા અધિકારો વિશે તેમને કોઈ માન નથી. આ ઉપરાંત તમારે તેમની વર્દીને માન આપવું જરૂરી છે. મોટા ભાગનાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપી રૂપિયા કમાવવાનો ધંધો કરતા હોય છે. તેઓ તમારી પાસે લાંચની માંગણી કરે તો તેમની પાછળ રૂપિયા બગાડતા નહીં. તમને ખોખલી ધમકી આપ્યા સિવાય તેમની બીજી કોઇ ક્ષમતા નથી. તેમનાથી ગભરાશો નહીં.

પોલીસ ઇન્સપેકટર

ખુબ રાહ જોવડાવ્યા બાદ, તેમનું ખોખલું મહત્વ દર્શાવવા આદરણીય પોલીસ ઇન્સપેક્ટર તમારી સામે હાજર થશે. આ ઇન્સપેકટર એ તપાસ અધિકારી છે જેની પાસે તમારો મામલો નીપટાવવા માટે ઘણી ક્ષમતા છે. આ તમારો મૂળ શત્રુ છે. એક જ વ્યકિતમાં હેવાન, શિકારી અને ઘમકાવનારનાં રૂપ જોવા મળે છે. તે તમારી સાથે અવિવેકી અને અસભ્ય વર્તન કરતા ચુકશે નહીં. તમારી કાંઈક ઓળખાણ હોય તો તેના ઉપર દબાણ મુકાવો. તે તમને અમુક પ્રશ્નો પુછવાનું ચાલુ કરશે. આ પ્રશ્નો, પ્રશ્નો નહીં પણ ગુન્હો સ્વીકારવાનું દબાણ હશે. ઇન્સપેકટરને લાગ્યું કે તમે નબળા છો તો તે તમારા ઉપર હાવી થઈ જશે. સલાહ સુચનો નો કાર્યક્રમ પતી ગયો એવો બાહ્ય દેખાવ કરી તે તમારી ધરપકડ કરી દેશે. નીડર વ્યકિતત્વ દર્શાવો. તેને સુપ્રિમ કોર્ટનાં ચુકાદા બતાવો અને તમારાઅધિકારથી વાકેફ કરો.

આ બધું ચાલતું હોય ત્યાં બીજી બાજું તમારો વકીલ બેસીના રહે તેનું ધ્યાન રાખજો. તેણે જામીન માટે તનતોડ પ્રયત્નો કરવાના છે. તમારી ધરપકડ થઈ જાય તે પહેલા અગાઉથી જામીન મેળવી લેવા અત્યંત જરૂરી છે.

આ બધું ચાલતું હોય ત્યાં બીજી બાજું તમારો વકીલ બેસી ના રહે તેનું ધ્યાન રાખજો. તેણે જામીન માટે તનતોડ પ્રયત્નો કરવાના છે. તમારી ધરપકડ થઇ જાય તે પહેલા અગાઉથી જામીન મેળવી લેવા અત્યંત જરૂરીછે.

સલાહ સુચનોનો વરસાદ થશે. એક ક્ષણે તમને લાગશે કે ખાસું બધું પત્યુ પણ આ પછી તરત તમારી ધરપકડ થઈ શકે છે. હજી પણ મોડું નથી થયું. વકીલની સલાહ લઇ અગાઉથી જામીન માટેનાં પ્રયત્નો ચાલું રાખો. તમારા મા-બાપને આ જોરજુલમ થી બચાવો બને તેટલું નુકસાન ઓછું થાય તે માટે લડો.

તમને દરેક ક્ષણે દરેક પગલાં પર નિષ્ફળતાનો સામનો કરવો પડે તો હતાશ થશો નહીં. ધ્યેય મનમાં રાખી આગળ વધો. પોલીસ તમારી સાથે અલગ અલગ રમતો રમશે. એક વ્યકિત દ્વારા લખેલ નીચેનું અવતરણ વાંચો.

“તમને એવું કેમ લાગે છે કે ચેન્નઇનાં પોલીસ અધિકારીઓ બીજા રાજયોનાં પોલીસથી જુદા છે? જેટલા બીચારા બનશો એટલી લાંચ વધારે આપવી પડશે. તમારી આર્થિક પરિસ્થિતિ સારી હશે તો તેને તો જાણે સોનાની ખીણ મળી ગઈ. તમારી સામાજીક પરિસ્થિતિ કેટલી સારી છે તેની તપાસ કરીને તમારી પાસે બને તેટલા પૈસા એટી લેશે. આ કાર્ય તેઓ ખુબ ચપળતાથી કરે છે. તમને કોઇક ને કોઇક બહાનાથી પોલીસ સ્ટેશન બોલાવી તમારી પાસે પૈસાની માંગણી કરશે. દહેજનો ખોટો કેસ નોંધવાની રકમ ૫૦૦૦/- લેવાની હોય છે. પોલીસ અધિકારીઓ ખુબ સારી રીતે એ વાતને જાણે છે કે ફરિયાદ ખોટી છે. પણ બન્ને પક્ષે પૈસા કમાવા માટે આ સરળ રસ્તો છે. વરપક્ષ વાળા વધુ હેરાન થાય છે”.

પોલીસ ઇન્સપેકટર તમને જેટલી હેરાનગતી પહોંચાડે તેટલી જ તટસ્થ તમારી ફરિયાદ તેના ખીલાફ થાય છે. તેને સબક મળશે.

ધરપકડ અને અટકાયત

તમારી ધરપકડ શુક્રવારનાં દીવસે થાય તો એવું બની શકે કે સાંજ સુધીનો સમય તમારે પોલીસ સ્ટેશનમાં વીતાવવો પડે. સાંજ સુધી અદાલત બંધ થઈ જશે અને તમને જામીનની અરજી કરવાનો સમય મળશે નહીં. તમારે અને ઘરનાં અન્ય પુરુષોની પોલીસ સ્ટેશનમાં અટકાયત થઈ. મહિલાઓને ઘરે જવાની પરવાનગી મળી શકે છે. તમે ઘરે જવાની વાત કરશો તો થર્ડ ડીગ્રીની ધમકી આપી તમને ચુપ કરી દેવામાં આવશે. પણ તે પૈસાનો લોભી છે તેથી તમારી ધરપકડ કરશે નહીં. સમજોતા કરવાનાં તે પુરતા પ્રયત્નો કરશે જેથી તે તેના ખીસ્સા ભરી શકે, તેનાથી ગભરાશો નહીં, તે માત્ર સરકારનો તપાસ કર્મચારી છે કોઇ રાક્ષસ નથી. તેને આ વાત યાદ અપાવો અને અટલ રહો. અંદરથી તમે તુટી ગયા હશો. ગભરાતા હશો પણ આ લાગણી તમારા દીકરા પર છલકવા દેતા નહીં. તમને ખુબ લાચારી અને હતાશાનો અનુભવ. આવું મસુસ થવું સામાન્ય છે. વર્તમાન નો વિચાર કરી ચિંતા ના કરશો ભવિષ્યમાં તમે આ બધાથી મુકત થવાના છો તે વિચારથી ખુશ થાઓ, હીંમત રાખો!

મારી તમને સલાહ છે કે પોલીસને લાંચ આપશો નહીં. દર વર્ષે ૪૯૮-એ નાં આશરે ૫૮,૦૦૦, કીસ્સા નોંધવામાં આવે છે.

એક લાખથી વધુ ધરપકડ થાય છે. આ કપટ દુનિયાભરમાં ચાલે છે. તમારા જુદા વર્તનથી તેમને આશ્ચર્યચકીત કરી દો. પોલીસ તમારી અટકાયત કરે તો કરવા દો. તે માત્ર પોલીસ સ્ટેશન છે. કોઈ એકાગ્રતા મેળવવાનો કેમ્પ નથી. બધી પ્રકારની માંગણી કરી. તેમની સામે કાયદા લખેલી કીતાબ મુકો. તમને ગુસ્સો આવશે પણ અપશબ્દ નો ઉપયોગ કરશો નહીં. તમારા અધિકાર નો ઉપયોગ કરો અને તેમને સહકાર આપશો નહીં. તમારા વર્તનથી તેમનું માન જીતી લો. બધા સાથે મૈત્રીભાવ વાળું વર્તન કરો. તમારા પરિવારજનો સાથે મજાક મસ્તી કરી વાતાવરણ હળવું કરો. તમારી પાસે અધિકાર છે તે યાદ રાખો.

પોલીસ ત્યાં કમાવા બેઠા છે. તેમના સ્વાર્થના વશમાં થવાની જરૂર નથી. શાંતી રાખો, વિવેક જાળવો અને તમારી માટે જલ્દીથી એક વકીલની વ્યવસ્થા કરો. તમને ચુપ રહેવાનો અધિકાર છે.

આ અધિકારને વાપરો. જડ બનો. ડરના માટે કોઈ પણ ખોટી કબુલાત કરવાની જરૂર નથી. મુખ પર સ્મિત રાખી ચુપચાપ બધુ સહન કરો. તમારા નિર્ણય પર અટલ રહેવા માટે થાય તે કરો.

આજ સમય છે જયારે પહેલી વાર તમારી આગળ રૂપિયાની માંગણી થશે. આ માંગણી તમારી મિલકતનાં આધારે હશે. તમને પોષાય તેનાથી પણ બમણી રકમની માંગણી થશે. તમને ફોસલાવીને, લાંચ માંગી વાતને ત્યાંજ પતાવી દેવાના પ્રયત્નો થશે. કોઈ પણ કબુલાત કરતા નહીં. જેટલું ઓછું બોલશો તેટલું તમારા માટે સારુ છે. તમે ગુનેગાર છો કે નહીં આ વાતનો ફેસલો પોલીસ નહીં પણ કોર્ટને કરવા દો. પોલીસ તમને અને તમારા પરિવારજનોને ખુબ ધમકાવશે. તમને ખરાબ શબ્દો બોલી શારિરીક હિંસાના શિકાર પણ બનાવશે. મેં ખુબ આકરી પુછપરછ ના કિસ્સાઓ વિશે સાંભળ્યું છે. મારા વિશેની માહિતી મેળવવા માટે બહેનને ખુબ ત્રાસ વેઠવો પડ્યો. પણ તે ચુપ રહી અને બધું સહન કરતી રહી. મારા માટે તમારે મા અને બહેનનો વેશ્યા અને ચરીત્રહીન સ્ત્રી જેવા ઉપનામ આપવામાં આવશે. ધીરજ રાખો અને મનની શાંતી જાળવો. તમારો દિવસ પણ આવશે.

તમારી પાસે કબુલાત કરાવવા માટે પોલીસ તમને ધાકધમકી આપે છે. પોલીસ, તમારી જીવન સાથી, સાસુસસરાં અને વકીલ બધા રૂપિયા કમાવા બેઠા છે. બીજા પક્ષ વાળા રૂપિયા ખર્ચીને થાકી જશે. મોટાભાગના કિસ્સામાં પોલીસ અધિકારીઓ પોતાની જાતને આવું કામ કરવા વેચી દેતા હોય છે. તમને તોડી પાડવા અને ત્રાસ આપવાં આ બધું રચવામાં આવ્યું છે. તમે રૂપિયા આપી દો તો તે લોકો ફરિયાદ પાછી ખેંચાવવાનો વાયદો કરે છે. તમે તેમની વાત ના માનો તો તમને કોર્ટના ધકકા ખાવા પડશે, તમારા મા-બાપ ને હેરાનગતી થશે અને જેલની સજા થશે આવી ધમકી થી તમને ગભરાવવામાં આવે છે.

હવે તો તમે જાણી ગયા હશો કે ૪૯૮-એ માં ગુનાની ફરિયાદ પાછી ખેંચી શકાય નહીં. આંધ્રપ્રદેશનો કિસ્સો માત્ર અપવાદ હતો.

જયારે કોર્ટ ૪૯૮-એ ની ફરિયાદ પાછી ખેંચવાની પરવાનગી આપે છે ત્યારે તેમનો ઉમદા કે ઉચ્ચ ઇરાદો હોય છે પણ કપટી કર્મચારીઓ આ વાતનો દુર ઉપયોગ કરે છે. નવી દિલ્હી, હાઈ કોર્ટ ના ન્યાયાધીશ શીવ નારેન ધીંગરા સ્પષ્ટિકરણ કહે છે કે,

રાજુંદરકુમાર શર્મા અને અન્ય સામે રાજય અને અન્ય કેસ નું એમસી ૧૨૧૬-૧૭, ૨૦૦૬.

“અમુક અદાલતો ૪૯૮-એ / ૪૦૬ (આઇપીસી) હેઠળ મુકદમો પાછો ખેંચવાની પરવાનગી આપતી હોય છે. મોટાભાગે એફઆઇઆર ના કારણે લગ્નજીવનમાં તણાવ ઉભા થતા હોય છે. બને ત્યાં સુધી કોર્ટનો પ્રયત્ન, સુલેહ કરવાનો હોય છે, જેથી ઘરમાં અને સમાજમાં શાંતી જળવાઈ રહે. આવા મુકદમામાં કોર્ટ, ગુન્હેગાર સાથે નહીં પણ તુટેલા ઘરોને જોડવામાં વધારે રસ ધરાવે છે. પણ ઘણી વાર ૪૯૮-એ | ૪૦૬ નો ઉપયોગ પોતાનામાં હતી અને તેના પરિવારજનોને સબક શીખવાડવામાં થતો હોય છે!!

જામીન અને છેતરામણી

તમારી ઘરપકડ થઇ ગઇ હોય અને તમને જામીન ના મળી હોય તો તમને હવાલાતમાં પુરી રાખવા પોલીસ તમારી સાથે ઘણી રમતો રમશે. એવું પણ બની શકે કે તમારી બધાની અટકાયત થાય. આ વાત પર હું

ચોકકસ નથી. કાયદાકીય રીતે તમને ૬૦ થી વધુ દિવસ મુકદમાં ની પ્રક્રિયા વગર જેલમાં રાખી શકાય. પણ આવું કેમ કર્યું, તે વાતનો પુરાવો આપવો જરૂરી છે. કોઈ પણ નાગરિકને કારણ વગર તેની આઝાદીથી વંચીત રાખી શકાય નહીં. પણ બે અઠવાડીયા સુધી જેલમાં રહેવાની માનસિક તૈયારી તો જરૂર રાખજો. અમુક લોકોને તો આનાથી પણ વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે.

ઘરપકડ કરાયેલા વ્યકિતની માહિતી જોઇતી હોય તો રાઇટ ટુ ઇનફોરમેશન (RTI) ની અરજી કરી શકાય. આ અરજી કરવાની પ્રક્રિયા તમને આ વેબસાઇટ પરથી મળી રહેશે. (http://tinyurl.com/32paSp)

પોલીસ તમારી સમક્ષ ઘણા બધા બહાના કરશે. તમારા પરિવારજનોને ૨૪ કલાકમાં છોડી દેવાના વાયદા કરશે પણ આ ૨૪ કલાક કદી પુરા નહીં થાય અને એક દિવસ ઘરપકડ થયેલી વ્યકિતને તમે જેલમાં પામશો. પોલીસ હવાલાત અને જેલના ઘણા બધા તફાવતો છે. જેલમાં બધાજ વાર્તાલાપ પર રોક મુકાઇ જશે. તમારો સેલફોન લઈ લેવામાં આવશે. તમને ખબર પણ નહીં પડે અને દિવસો વીતતા જશે. સોમવાર સુધી રાહ જોયા સિવાય તમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. આ દરમ્યાન તમને જામીન ના મળે તે માટે ઘણી બધી લાગવગ અને લાંચની આપલે થતી હોય છે. જેલમાં કેદી બનીને રહેવું તે ખુબ જ કડવો અનુભવ છે અને જેટલો સમય વીતે તેટલું દબાણ વધતું જાય છે. જેટલું દબાણ વધે તેટલા વધારે રૂપિયા ભરવા પડે છે. કાયદાકીય રીત પ્રમાણે, પોલીસ કોઈ પણ વ્યકિતને વધુમાં વધુ ૬૦ દિવસ સુધી, જેલમાં રાખી શકે. આવું કરવા પાછળ ઠોસ કારણ આપવું જરૂરી છે. ફોજદારી ગુનાના વકીલને આનો તોડ કઈ રીતે કાઢવો તેની જાણ હોય છે. તમને જામીન મેળવવા માટે આ જાણકારી ખુબ ઉપયોગી થશે.

એક વાર તમે જેલમાં કેદ થઈ ગયા એટલે કોર્ટ સિવાય બીજા કોઇને જામીન માટે કહેવું તે દીવાલ સાથે માથું પછાડવા જેવી વાત છે. એ વાતની હું તમને ખાત્રી આપું છું કે તમારી ધરપકડ એજ દીવસે થશે જેના બીજા દીવસે કોર્ટમાં રજા હશે. તમને જયારે આ દર્દનાક અનુભવનો અહેસાસ થશે ત્યારે ખુબ મોડું થઈ ગયું હશે. કોઈ પણ તમને મદદ નહીં કરી શકે અને તમારા માઁ બાપના ભાગે સહન કરવાનું આવશે. હું જાણું છું કે આ એક ભયાનક અનુભવ છે. પણ મન શાંત રાખો. વિચારો કે તમારો દિવસ પણ આવશે.

તમારી સાથે કેવી રમતો રમાઇ શકે છેઃ

 • મેં સાંભળ્યું છે કે પક્ષના વકીલ મળેલા હોય છે. તમે અને તમારા પરિવારજનો જેલમાં કેદ છે અને સામે પક્ષનો વકીલ જામીનની સુનવણી ના દિવસે ગાયબ થઈ જશે. હાજર રહે તો જામીનનો વિરોધ કરશે. તેના હાથમાં હોય તો બને તેટલી પાછળની તારીખ માંગશે. આ સમય તમારા માટે આકરો હશે. અચાનક પોલીસ આનો તોડ કાઢશે. રૂપિયા ચમત્કાર થઈ જશે. રૂપિયા આપી દેશો તો સામે પક્ષના વકીલની હેરાનગતી બંધ થઈ જશે.
 • પતિને જુની પ્રથા પ્રમાણે એ૧ નું ઉપનામ આપવામાં આવે છે. મા-બાપ અને ભાઈ બહેન પોતાની જાતને પોલીસના હવાલે ના કરે ત્યાં સુધી મેજીસ્ટ્રેટ જામીન આપતા નથી.
 • મેં એવું પણ સાંભળ્યું છે કે અમુક મેજીસ્ટ્રેટ જામીનની મંજૂરી આપવાનું ટાળે છે. આમા દિવસો વીતી જાય છે. અને અઠવાડિયું પતવા આવે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું તે હું જાણતો નથી. પણ જામીનની અરજી હાઇકોર્ટમાં કરવી. હાઇકોર્ટમાં થી જામીનની પરવાનગી આપતા ૧૦ દિવસ થશે. તમારી અને તમારા વકીલની આ લાંબી લડાઈ છે. આ યોજના આના વિશેની માહિતી આપે છે.
 • હું આશા રાખું છું કે તમારો વકીલ આ યોજનાને ધ્યાનમાં રાખી બધી અદાલતમાં જામીનની અરજી કરે. હું અહિંયા વધુ કિસ્સાઓ ઉમેરીશ. જોવાનું ભુલતા નહીં.

અટકાયત અને તે દરમ્યાનનું જીવન

એકવાર તમારી ધરપકડ થઈ જાય પછી પોલીસ તમને ક્યાં તો મેજીસ્ટ્રેટ સમક્ષ પેશ કરે અથવા જીલ્લાની જેલમાં કેદ કરી દે. હું વિગતવાર પ્રક્રિયા જાણી શકયો નથી.

તમને જો મેજીસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવે તો મેજીસ્ટ્રેટ એક મોટા ખંડમાં ઉચા સ્થાને બેઠા હશે. તેમની આજુ બાજુ સ્ટેનોગ્રાફર અને કલાર્ક બેઠા હોય છે.

સ્ટેનોગ્રાફર ચુકાદાની નોંધણી કરે છે અને કલાર્ક મેજીસ્ટ્રેટ આગળ કોણે કયારે અને કોના પછી હાજર થવાનું તે કહે છે. તમારો વારો આવે ત્યાં સુધી તમારે બહારના બાકડા પર બેસવું પડે. અમુકવાર આમા આખો દિવસ વીતી જાય છે. શેરિફના હાથ નીચેનો કર્મચારી તમારા અને તમારા વકીલના નામની બુમ મારે છે.

શેરીફના કર્મચારીના વર્દી સફેદ રંગની હોય છે, તેની ઉપર લાલ ખેસ નાખ્યો હોય છે. અદાલતી મુકદમાંની દર ૪૫ મિનીટે વીરામનો સમય હોય છે. બાકડા પર બેઠેલાને લાંચ આપશો તો તમારો નંબર વહેલો આવશે, નહીં તો આખો દિવસ રાહ જોતા આખો દિવસ વીતી જશે.

તમે મેજીસ્ટ્રેટ ની સમક્ષ હાજર થશો તો તે કદાચ તમારી સામે નજર પણ નહીં રે. આ એક બીન જામીન ગુનો છે અને મેજીસ્ટ્રેટ પાસે તમને જામીન આપવી કે ના આપવી તેની સત્તા છે. તમને જામીન મળી જાય તો બધી કાયદાકીય ઔપચારીકતા પુરી કરી જીવનમાં આગળ વધો. ભગવાનને ધન્યવાદ કહેવાનું ભુલતા નહીં.

મેજીસ્ટ્રેટ તમારી કાયદાકીય અટકાયત કરે તો તેની નોંધણી ડાયરીમાં કરી પોલીસ કોનસ્ટેબલ તમને હવાલાત તરફ દોરી જશે. તમને કોઈ હાથકડી પહેરાવી શકે નહીં. આ નિયમ સુપ્રિમ કોર્ટ ખુબ સારી રીતે જાણે છે અને તમે પણ જાણો છો. કોનસ્ટેબલ પોતાના રજીસ્ટરમાં તમારા શરીર પર તલ કે મસા કે બીજી કોઈ નીશાનીઓની નોંધણી કરશે અને તમને અર્થવગરની સલાહ અને ટોણા આપશે. તે તમારી સાથે અવીવેકી વર્તન કરશે. અટકાયત બે પ્રકારની હોય છે. અદાલતી અટકાયત અને પોલીસ અટકાયત. આ કીસ્સામાં તમારી અદાલતી અટકાયત થશે તેથી તમારે જેલમાં કેદી બનીને રહેવું પડશે. તમારી માત્ર અટકાયત થઇ છે. તમને હજી સુધી કોઇએ ગુનેગાર ઘોષીત કર્યા નથી. અપમાન કે હતાશાની લાગણી થશે પણ તમારી જાતને સંભાળો. આ કોઇ શરમજનક વાત નથી, તમે માત્ર અદાલતી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો. તેનો અર્થ એ નથી કે તમે ગુનેગાર છો. આ પ્રક્રિયામાં સમય લાગશે પણ અંત જરૂર આવશે. પુરુષ અને સ્ત્રીઓને જુદી જુદી જેલમાં લઈ જવામાં આવે છે. જેલમાં પહોંચશો એટલે તમારી મુલાકાત જેલર અને બીજા જેલ કર્મચારીઓ સાથે થશે. તમારી બધીજ વસ્તુઓ લઈ લેવામાં આવશે પણ તેને સાચવવામાં પણ આવશે. તમને એક થાળી, પવાલું, શેતરંજી અને પાતળી ચાદર મળશે. તમને લોખંડના સળીયાવાળા મોટા ખંડમાં લઈ જવામાં આવશે. અહીંયા ૨૦ જેટલા કેદીઓ હશે. તમારું જીવન બદલાઈ જશે. શિયાળો હોય કે ઉનાળો તમારે આજ પરિસ્થિતિમાં જીવવું પડશે.

આ ખંડના કેદીઓ પર અલગ અલગ ગુનાહનો આરોપ લાગ્યો હશે. તમારું દિનચર્ય નક્કી હશે. વહેલી સવારે એક કપ ચા મળશે. મોડી બપોરે જમવાનું મળશે અને વહેલી સાંજે જમવાનું મળશે. જમવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે. રાજય પ્રમાણે જમવાની વાનગીઓ મળશે. કયાંક તો રોટલી શાક અને છાશ કયાંક તો દાળ અને ભાત અને છાસ. ચારેય વસ્તુ કદી નહીં મળે. સ્તનપાન કરાવતી સ્ત્રી અથવા સગર્ભા સ્ત્રીને સવારે ચા સાથે પાંવ કે રોટલી પણ મળશે.રાતનાં ભોજન પછી બધાને મોટા ખંડમાં લઇ જવામાં આવશે. શરૂઆતમાં તમને ખાવાનું નહીં ભાવે અને કંઇક ગમશે પણ નહીં. પણ ધીમે ધીમે ટેવાઈ જશો.

બાથરૂમમાં કડી નહીં હોય અને પાણી ના નળની પણ વ્યવસ્થા નહીં હોય. તમારે બીજેથી ડૉલ ભરીને પાણી લઇ જવું પડશે.

તમને તમારું કર્તવ્યકર્મ આપવામાં આવશે. રોજ એક ડોકટર તમારી તપાસ કરશે. તમને કોઇક મોટી બીમારી થઈ હોય તો તમને દવાખાનામાં દાખલ કરવામાં આવશે અને તમારી પાસે એક રખેવાડ બેસાડવામાં આવશે. મારી સલાહ છે કે આ સમયની જબરજસ્તીની રજા સમજી માણો.

તમારો જેલનો અનુભવ સારો છે કે ખરાબ? તમારા ખંડના વોર્ડન પર આધાર રાખે છે

જેલમાં મુલાકાતનો સમય નકકી હોય છે. જેલર સાહેબ દ્વારા નકકી કરાયેલા સમયમાં મુલાકાતીઓને મળી શકાય છે. વોર્ડન કોઇક વખત અચાનકથી મુલાકાતે આવી ચડશે. ડોકટર સાહેબ રોજ આવશેભગવાનનું પ્રવચન કરવા પણ અમુક સંસ્થાના લોકો આવશે.

દિવસમાં અમુક સમય નકકી હોય છે જયારે જેને જામીન મળી હોય તેના નામની ઘોષણા કરવામાં આવે છે. આ સમય વહેલી સવારે ૫ વાગે અથવા મોડી સાંજનો હોય છે. હું જાણું છું કે તમે આ સમયની આતુરતાથી રાહ જોતા હશો પણ અમુકવાર હતાશાનો અનુભવ પણ થશે. આવું રોજ થશે અને એક દિવસ તમને પણ જામીન પર છોડવામાં આવશે. ડોકટર તમારી તપાસ કરશે; તમને તમારી ચીજવસ્તુઓ પાછી સોંપી દેવામાં આવશે. જેલર અને વોર્ડન તમને જામીનની શરતો યાદ અપાવશે અને કોર્ટનાં આદેશ પર હાજર રહેવાનું કહેશે.

કોર્ટના આપેલા સમય પર તમે હાજર થવાનું ચુકશો તો ફરીથી જેલમાં આવવું પડશે. તમને તમારા વકીલના હવાલે કરી દેવામાં આવશે. ઘરે પાછા ફરવાનો અનુભવ ખુબ આનંદમય હશે.

અટકાયત/હવાલાતજેલ દરમ્યાન દરેક દીવસની મજા માણો. લાંબી સજાઓ છે એવું વિચારો. દિનચર્યાથી ટેવાઈ જાઓ. આજુબાજુના લોકો સાથે મિત્રતા કરી લો. ખુશ રહો. દિવસ રાત ભગવાનનું નામ બોલો તમને આનું ફળ જરૂર મળશે. વિવેકી વર્તન કરો અને બીજા કોઈ ને તમારી હતાશાનો અણસાર પણ ના આવવા દો. તમે ભારતીય સરકારનાં હવાલે છો તમને કંઈક પણ થયું તો તેમની જવાબદારી છે. તમારા સ્વજનોને કહો કે વારંવાર તમારી મુલાકાતે આવે જેથી તમારું મનોબળ જળવાઈ રહે. વાંચન કરો. તમારી લાગણીઓને કાગળ પર ઉતારો. આ એક ભયાનક અનુભવ હશે પણ ધીરજ રાખો. ખરાબ સમય વીતી જશે અને બધું બરાબર થઈ જશે. એક વાર જેલની બહાર આવી જશો તો બમણા જોરથી મુકદમો લડવાની હીંમત આવી જશે. જેલમાં રહેવાનો અનુભવ તમારા મનોબળમાં જવાળામુખી ભરી દેશે.

પણ સાવધાની રાખજો. જીવનના બધા અનુભવ એકસરખાં નથી હોતા. મારી દર્શાવેલી વાત કરતા તમારો અનુભવ વધુ ખરાબ પણ હોઈ શકે છે. અદાલતી અટકાયત અને પોલીસ અટકાયત બે અલગ વસ્તુ છે. પોલીસ અટકાયતમાં તમારી સાથે તદ્દન જુદી રમતો રમાશે. હું થોડા સમયમાં તમને આના વિશે વધારે માહિતી આપીશ.

તમે જેલની કેદમાંથી બહાર આવશો, તે પછી તમારી ઉપર સમજોતો કરવાનું ઘણું દબાણ આવશે. જો આવું થાય તો તમારો મુકદમો પતી જશે. પણ તમે સમજોતો નહીં કરો તો કોર્ટના ધક્કા ખાવાની તૈયારી રાખજો. મુકદમો ખુબ ધીમો ચાલશે. પણ હવે તમને પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતી થશે નહીં.

તમારી લાગણીઓને કઈ રીતે સંભાળશો

આ આખી પ્રક્રિયા દરમ્યાન તમારી લાગણીઓ આશા અને નીરાશા વચ્ચે ઝોલા ખાશે. આવું થશે તેની માનસિક તૈયારી રાખજો. આ પરિસ્થિતિ નો સામનો તમારે ધીરજ અને શાંતિથી કરવાનો છે. કંઈ પણ થાય અડગ રહો. હીંમત રાખો. હતાશ થશો નહીં.

અટકાયત દરમ્યાન તમારી કાળજી રાખવાની જવાબદારી રાજયની છે. તમારું સંરક્ષણ પણ રાજય કરશે. તમારી વિચારશકિત નબળી પડી જશે અને હાર માની લેવા માટે તમારા ઉપર ખુબ જ દબાણ આવશે. આખી પ્રક્રિયાનો ઇરાદો તમારા મનોબળને તોડી પાડવાનો છે. મન શાંત રાખો. આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવશો તે વિચારો. પ્રશ્નો પુછો અને બધી જરૂરી માહિતી ભેગી કરો. તમારા ધ્યેય પર અટલ રહો.

હકીકત તો એ છે કે પોલીસ અધિકારીઓ માટે તમે શિકાર બની ગયા. પોલીસ માટે આ ખુબ સરળ વાત છે. તેમને માત્ર એક ઘરનું સરનામું જોઇતું હોય છે, જેથી તેઓ ઘરે જઈને લોકોની ઘરપકડ કરી દે. ૪૯૮-એના ભોગ બનેલા અમીર વ્યકિતઓના રૂપિયાથી પોલીસ મજા માણવાનું કામ કરે છે.

તમારી મા, દાદી, કાકી, બાપ, ભાઈ, બહેન, કાકા કે પછી બાળકોની ધરપકડ કરવી એ પોલીસ માટે ખુબ સહેલી વાત છે. તમારા સગાવહાલાઓને અંદાજો પણ નહીં હોય કે જેલમાં જવું તે કેટલો ભયાનક અનુભવ છે. મને ખાત્રી છે કે તમે કદી કલ્પના પણ નહીં કરી હોય કે તમારા મા બાપ કદી જેલમાં જશે. પોલીસે તમારી સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યું છે પણ તમે આમાંથી બહાર આવી ગયા છો. ૪૯૮-એ પત્નીઓ ને તો ધન્યવાદ કહેવું જોઇએ. આ અનુભવમાંથી બહાર આવીને ફરીથી જીવન જીવવું અઘરું છે પણ અશકય નથી. આ તમારી સૌથી મોટી કસોટી છે.

વધુ પડતા વિચાર કરશો નહીં. આ માત્ર ન્યાયતંત્રની નબળાઈ છે કે તે તમારી સાથે ન્યાય નથી કરી શકતું. જામીન પર છૂટી જાઓ એટલે તરતજ તમારા કામ પર લાગી જાવ. આ હતાશાજનક અનુભવનો વિચાર કરીને સમય બગાડશો નહીં. તમારા પરિવારજનો ને પણ આ બધું ભુલવામાં મદદ કરો. કંઈક ને કંઈક કરીને પોતાની જાતને વ્યસ્ત રાખો.

ખુશમીજાજી રહો. તમારી પત્નીને મહસુસ પણ ના થવા દો કે તેણે તમને હરાવી દીધા. તમારા મા-બાપનું ખુબ ધ્યાન રાખો. તેમની સામે કદી દર્દભર્યો ચહેરો લઈને ના જતા. મનની વ્યાકુળતા અને શોષિત થવાનો અનુભવ તમને મહીનાઓ સુધી હેરાન કરશે. હીંમત જાળવી રાખો. ધીરે ધીરે આવી લાગણીઓ ઓછી થઈ જશે અને તમારું જીવન પહેલા જેવું થઇ જશે. તમારા માથા પર ફોજદારી ગુનાની લટકતી તલવાર સાથે જીવતા તમે ટેવાઈ જશો. સમય પસાર થશે અને કાળા વાદળા હટી જશે અને તમે પહેલા કરતા વધારે સક્ષમ બનશો.

ઘણી વાર ધરપકડ પછી તમને લાગશે કે તમે જીવનમાં જે કંઈ મેળવ્યું તે હારી ગયા. તમારા જીવનને કોઈ અર્થ નથી. તમારો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વીખેરાઇ જશે અને તમને ઘરના ખુણામાં જઇને ખુબ રડવાનું મન થશે. ઇરાદો તમને ઘુટણ પર બેસાડી, હરાવાનો અને પૈસા પડાવી લેવાનો છે. આ પરિસ્થિતિને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આ બધાથી ઉપર ઉઠો. બધી હીંમત ભેગી કરીને લડત આપો. તેઓ તમારી નજર સામે આવે તો સ્મિત આપો. તમારો ઉદાસ ચહેરો બતાવી તેમને ખુશ થવાનો મોકો ના આપો. ગુસ્સો ના કરો. તમારા આંસુ બતાવો નહીં. ૪૯૮-એ નો સામનો કરનાર તમે પહેલાં વ્યકિત નથી, પણ હું આશા રાખું છું કે તમે છેલ્લા વ્યકિત છો.

૪૯૮-એ નાં ખોટા મુકદમામાં ફસાવાનો એક ફાયદો પણ છે. અમુક લોકો જેલની સજાનાં ભયાનક અનુભવ વિશે કોઇ પણ વાત કરવા માંગતાં નથી. અમુક લોકો માટે આ અનુભવ પછી લડત આપવાનો જુસ્સો બમણો થઈ જાય છે. હવે આનાથી વધારે ખરાબ શું થવાનું છે. તેવો વિચાર કરી તેઓ માનસિક શકિત વધારે છે. તમારી ઉપર શક હશે તો પણ આરોપ સાબીત કરવા માટે પુરાવા આપવા પડશે. દુનિયાભરમાં ૪૯૮-એ નાં એટલા બધા ખોટા મુકદમાં ચાલે છે કે જે ખરેખર ગુનેગાર હશે તેને પણ કદાચ સજા મળશે નહીં. મુકદમો ચાલતા અને તેનો નિર્ણય આપતા ઘણી વાર લાગશે. એક અદાલતમાં હારી જાઓ તો બીજા સ્તરની અદાલતમાં અરજી કરો. હું જાણું છું કે આ એક કંટાળાજનક મુસીબત છે, પણ ભુલ ની સજા તો દરેકને ભોગવવી પડે છે. ૪૯૮-એ પત્નીને ઘરમાં લાવવાની તમે ખુબજ મોટી ભૂલ કરી છે. આ તમારું ખરાબ નસીબ છે અને તમારે તેની સાથે જીવવું જ પડશે. હું એક વાતને માની ગયો છું કે જીવન આપણને ઘણા પ્રશ્નો પુછે છે અને આપણે તેના જવાબ આપવાના રહ્યા. ૪૯૮-એ નાં આરોપને જીવનનો એક પ્રશ્ન જ સમજો. તમારી પરિસ્થિતિને હળવી બનાવા બીજું એક કામ કરો. તમારી પત્નીને માફ કરી દો, પણ તેણે તમને કેવી યાતનામાંથી પસાર કરવા પર મજબૂર કર્યા છે તે કદી ભૂલતા નહીં. તમારા ગુસ્સાની ભાવનાને કામ તરફ વાળો. મન અને ચીત્ત બીજા કામમાં પોરવો.

તમારો સમય પણ આવશે. તમારા મનને પ્રફુલ્લીત કરે તેવું કામ કરો. અદાલતો અને ન્યાયાધીશો, જાણે છે કે આ કલમનો દુરઉપયોગ થાય છે. એક સમય, આવશે જયારે બાજી પલટી જશે અને આ જોરજુલમી સાધનનાં ભોગ બનેલા વ્યકિતઓની જીત થશે.

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate