છેલ્લા એક દાયકામાં, ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે અને તેનું સાક્ષી રહુયું છે અને બિનવિવાદિતરીતે દેશના વિકાસના કેન્દ્ર તરીકે ઉભર્યું છે તથા આટલા બધી નવી પહેલો દ્વારા તે દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડીરૂપે ઉભરી આવ્યું છે. સ્વાસ્થ્ય અને પોષણના ક્ષેત્રમાં પણ ગુજરાતે ઘણી નવી પહેલો આદરી છે.
ભારતમાં પહેલીવાર, આઈસીડીએસ યોજના અંતર્ગત, ગુજરાતે ૬ વર્ષથી નીચેના તમામ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રેશન તરીકે સૂક્ષ્મ પોષકતત્વોયુક્ત ફોર્ટીફાઈડ એક્સ્ટ્રુડેડ બ્લેન્ડેડ ખોરાક પૂરક પોષણ તરીકે આપવાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત, નોંધાયેલા બધા જ લાભાર્થીઓ શક્તિથી ભરપૂર એક્સ્ટ્રુડેડ ફોર્ટીફાઈડ બ્લેન્ડેડ“રાંધવા માટે તૈયાર- રેડી ટુ કૂક” ખોરાક બાલભોગ, સુખડી, શીરો અને ઉપમાના પેકેટ્સ વિનામૂલ્યે તેમના આંગણવાડી કેન્દ્રો (આ.વા.કેન્દ્રો) ખાતેથી મેળવ છે.
સારા માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી બધા જ મેક્રો અને સૂક્ષ્મ પોષકતત્વો જેમ કે આયર્ન, પ્રોટીન, વિટામિન-એ, કેલ્શિયમ, થાય્મિન, રાયબોફ્લેવિન, નાયસિન, વિટામિન-સીઅને ફોલિક એસિડ વગેરે.થી ભરપૂર આ “રાંધવા માટે તૈયાર- રેડી ટુ કૂક” પ્રિમિક્સમાંથી પૌષ્ટીક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં માત્ર થોડી મિનિટો જ લાગે છે. આ પ્રિમિક્સ પેકેટ્સમાંથી ૭૦થી વધુ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. સૂક્ષ્મ પોષકતત્વોયુક્ત ફોર્ટીફાઈડ એક્સ્ટ્રુડેડ બ્લેન્ડેડ ખોરાક પૂરક પોષણ તરીકે હાલમાં ગુજરાતના ૧૯ જીલ્લાઓમાં અમલમાં છે. સાત જીલ્લાઓ, (રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમરેલી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર)માં ભારત સરકારના ૨૦૦૯ના પોષણના નિયમો અનુસાર લાભાર્થીઓને ટેક હોમ રેશન તરીકે કાચુ અનાજ આપવામાં આવે છે. લાભાર્થીઓનેઆ.વા.કેન્દ્રોખાતેઅપાતા ટેક હોમ રેશન માટેના પૂરક પોષણ કાર્યક્રમ માટેના ખર્ચની વહેંચણી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ૫૦:૫૦ છે.
ઉપરાંત, ભારતમાં પહેલીવાર, ગુજરાત કિશોરીઓને શક્તિથી ભરપૂર ફોર્ટીફાઈડ પૂરક પોષણ પૂરુ પાડી રહ્યું છે અને આ માટે રાજ્ય દ્વારા ૧૦૦% બજેટની ફાળવણી કરવામાં આવી છે, તેમાં ભારત સરકારનું કોઈ યોગદાન નથી. દરેક આ.વા.કેન્દ્રમાંથી ૨૦ કિશોરીઓ મફત પૂરક પોષણ મેળવે છે. હાલમાં ચાલુ કરવામાં આવેલી પૂરક પોષણ યોજના ૧-૪-૨૦૧૪થી અમલમાં આવેલા નવા ન્યુટ્રીશનલ નોર્મ (૨૪-૨-૨૦૦૯ ભારત સરકારની માર્ગદર્શિકા) મુજબ છે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020