આવતી કાલના દેશના નાગરિકો એવા યોજના બાળકોના સંભાળ લઇ રહેલા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની અંદર રહેલી મોટી શકિત માટે રાજયના મુખ્યરમંત્રી શ્રી નરેન્દ્રે મોદી હંમેશા આદર ધરાવતા રહયા છે. આંગણવાડી જોગ કામ કરી રહેલા આવા કાર્યકરોની કાર્યક્ષમતાને સતત બિરદાવવામાં આવે છે. અને એટલે જ ૨૦૦૭ ના વર્ષથી રાજય સરકારે એમના માટે માતા યશોદા પુરસ્કાાર આપવાની યોજના અમલમાં મુકી છે. રાજયની આંગણવાડીઓમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની કર્મનિષ્ઠાાને પ્રોત્સાનહિત કરવા રાજય સરકારે ૨૦૦૭-૦૮ થી માતા યશોદા પુરસ્કાટર યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ રાજય કક્ષાએ પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકરો ને રૂા.૫૧૦૦૦ અને તેડાગરને રૂ.૩૧૦૦૦ નુ રોકડ ઇનામ અને પ્રશસ્તિ પત્ર અપાય છે. જીલ્લાડ કક્ષાએ પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકરને રૂ.૩૧૦૦૦ અને તેડાગરને રૂ.૨૧૦૦૦ તથા ઘટક કક્ષાએ પ્રથમ આવનાર આંગણવાડી કાર્યકરને રૂ.૨૧૦૦૦ તથા તેડાગરને રૂ.૧૧૦૦૦ રોકડા ઇનામ અને પ્રશસ્તિમપત્ર અપાય છે. દર વર્ષે ૮૦૦ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને રૂ.૧.૩૫ કરોડની રકમના એવોર્ડ એનાયત થાય છે. વર્ષ ૨૦૧૧-૧૨ ૮૭૮ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ૧,૪૭,૭૮,૦૦૦ કરોડની રકમના એવોર્ડ એનાયત કરવામાં આવશે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.