આંગણવાડી કામ કરતા કાર્યકરો અને તેડાગરના મુત્યુન બાદ તેમના પરિવારના સભ્યોક કોઇના ઓશીયાળ ન રહે તેની ચિંતા રાજયના મુખ્યનમંત્રી શ્રી નરેન્દ્રપ મોદી એ કરી છે.
સામાન્યી માણસોના કિસ્સામમાં જેમ વિમાની સુરક્ષા હોય છે. એમ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને વીમા કવચ પુરુ પાડીને ગુજરાતે માનવીય સંવેદનાનુ ઉત્ત મ ઉદાહરણ પુરુ પાડયુ છે. આ પ્રકારે વીમા કવચ પુરુ પાડનારૂ ગુજરાત દેશનુ સર્વપ્રથમ રાજય છે. આ યોજનાના કારણે મોટી સંખ્યા માં કાર્યકરોને એ ખાત્રી થઇ છે કે તેમના મુત્યુથ પછી તેમના પરિવારની ચિંતા પણ રાજય સરકારે કરીને પોતાની જવાબદારી નિભાવી છે.
નોકરીના પૂર્ણ થયેલ વર્ષ |
ચુકવવા પાત્ર રકમ રૂ.માં |
૧૫ |
૨૮,૨૧૫ |
૨૦ |
૪૭,૫૫૪ |
૨૫ |
૭૫,૯૬૮ |
૩૦ |
૧,૧૭,૭૧૯ |
૩૫ |
૧,૭૯,૦૬૪ |
પાકતી મુદત પહેલા વીમા ધારકના અવસાનના કિસ્સા૧માં રૂ.૫૦૦૦૦ તથા જમા થયેલી રકમ અને તેનુ વ્યાીજ વીમા ધારકના વારસદારને મળે છે.
૯૪૩૦૮ થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને વીમા કવચ પુરુ પડાયુ છે. આ યોજના માટે વર્ષ ૨૦૧૧-૧૨ માં રૂ. ૫ કરોડની રકમનો ખર્ચ આવ્યો છે.
ભારતીય જીવન વીમા નિગમના સહયોગમાં રાજય સરકાર અને આંગણવાડી કાર્યકર - તેડાગર બંને તરફથી દર મહિને રૂ.૫૦ જમા થશે. મે - ૨૦૦૯ થી શરૂ થયેલ યોજનાની જોગવાઇ મુજબ વીમાના લાભ સાથે પાકતી મુદતે જમા થયેલી રકમ તથા વ્યાછજ સંબંધિતને પરત મળેલ છે. વર્ષ ૨૦૧૧-૧૨ ની જોગવાઇ રૂ.૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/23/2019