ભારત સરકાર અને માન્ય સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાત રાજ્યમાં એનર્જી ડેન્સ ફોર્ટિફાઇડ ભોજન તમામ (૬ વર્ષ સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ) લાભાર્થીઓને વર્ષમાં ૩૦૦ દિવસ વિક્ષેપ વગર પુરક પોષણ અપાય છે.
આ માટે રાજ્ય દ્રારા ધીરે ધીરે મહિલા મંડળ, સખી મંડળ, સ્વ-સહાય જૂથને સામેલ કરીને સમુદાયની ભાગીદારી માટે પગલાં લેવાયા છે જેમાં તેઓ દ્રારા પુરક પોષણની ખરીદી, પૂરવઠો અને વિતરણ કરે છે. રાજ્યમાં માતૃ મંડળો અને સખી મંડળો દ્રારા ગરમનાસ્તો (૩ થી ૬ વર્ષના બાળકોને) આપવાની પહેલ કરાઈ છે. સમગ્ર રાજ્યમાં માતૃ મંડળો અને સખી મંડળો દ્રારા અઠવાડીયામાં બે દિવસ (સોમવાર અને ગુરૂવાર) એટલે ૮ દિવસ પ્રતિ માસ પ્રતિ લાભાર્થી (કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ) ૧૩૦ ગ્રામ તાજી સેકીને ગરમ સુખડી આપવામાં આવે છે. હાલની સ્થીતીએ ૧૮.૮૧ લાખ લાભાર્થીઓને માતૃ મંડળો અને સખી મંડળો દ્રારા ગરમ સુખડી આપવામાં આવી છે.
આ સિવાય આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોને માતૃ મંડળો અને સખી મંડળો દ્રારા અઠવાડીયામાં બે વખત (સોમવાર અને ગુરુવાર) સ્થાનિક રીતે ઉપલબ્ધ અથવા ઋતુ પ્રમાણે ફળ આપવામાં આવે છે. સ્થાનિક દૂધની ડેરી સાથે ભાગીદારીથી બાળકોને સ્વ-સહાય જૂથો દ્રારા ૧૦૦ ગ્રામ ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ ડબલ ટોન્ડ પેસ્ચુરાઇઝ દૂધ અઠવાડીયામાં બે વખત ૬ આદિવાસી જિલ્લાની આંગણવાડીઓમાં આપવામાં આવે છે. હાલમાં આ યોજના ૬ આદિવાસી જિલ્લાના ૧૦ ઘટકોમાં અમલી છે જેમાં બનાસકાંઠા, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ જિલ્લાઓનો સમાવેશ થાય છે. માતૃ મંડળો અને સખી મંડળોના સભ્યોને આ માટે સંબંધિત તાલીમ આપવામાં આવે છે જેથી આંગણવાડીમાં અપાતા પુરક પોષણના વિતરણમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તથા પ્રિવેન્શન ઓફ ફૂડ એડલટ્રેશન એક્ટનું પાલન થાય.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020