অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેટી બચાઓ, બેટી પઢાઓ

બેટી બચાઓ, બેટી પઢાઓ

પૂર્વભૂમિકા

ચાઇલ્ડ સેક્સ રેશિયોમાં(સીએસઆર) ઘટાડો એ 0-6 વર્ષની વચ્ચેની ઉંમરનાં 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા છે જે 1961થી સતત રહી હતી.1991માં 945થી 2001માં 927 અને તેથી આગળ વધીને 2011માં 918 ચિંતાજનક બાબત છે. સીએસઆર એ બંને, જન્મ પહેલા અને પછીનાં લિંગ ભેદ અને લિંગ પસંદગી તેમજ છોકરીઓ પર થતાં ભેદભાવનું નિદર્શન કરે છે. સંકલિત પ્રયાસોની જરૂર છે જેથી છોકરીઓનું રક્ષણ થાય અને તેમનું સશક્તિકરણ થાય. આ માટે સરકારો બેટી બચાઓ બેટી પઢાઓ (બીબીબીપી)ની શરૂઆત કરી છે. આ યોજનાની શરૂઆત ઓક્ટોબર 2014માં કરવામાં આવી જેનો હેતુ સીએસઆર નીચો લઇ જવાનો છે.

ધ્યેય

છોકરીઓની ઉજવણી કરો અને તેને શિક્ષણ માટે સક્ષમ કરો.

સમાવિષ્ટ જિલ્લાઓ

સેન્સસ 2011 મુજબ નીચો સીએસઆર ધરાવતા 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં દરેકા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોનો સમાવેશ થાય છે. પસંદગીમાં ત્રણ ધોરણો છે જે નીચે મુજબ છેઃ

  • રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચેનાં જિલ્લાઓ (87 જિલ્લાઓ /23 રાજ્યો)
  • જિલ્લાઓ જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઉપર હોય પરંતુ નીચો જતો દર દેખાડતાં હોય (8 જિલ્લાઓ/ 8 રાજ્યો)
  • રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઉપરનાં જિલ્લાઓમાં ઊપર જતો દર (5 જિલ્લાઓ/ 5 રાજ્યોની પસંદગી કરવામાં આવી છે જેથી સીએસઆર સ્તર જાળવવામાં આવે અને અન્ય રાજ્યો તેનાં અનુભવ પરથી શીખી શકે.)

હેતુઓ

  • જેન્ડર આધારિત સેક્સ સિલેક્શન નાબૂદ કરવા માટે.
  • છોકરીઓ ટકી રહે અને તેમની સુરક્ષા માટે
  • છોકરીઓનાં શિક્ષણની ખાતરી

વ્યૂહરચના

  • ટકાઉ સામાજિક ગતિશિલતા અને કમ્યુનિકેશન કેમ્પેનનું અમલીકરણ જેથી સ્ત્રી બાળકો માટે અને તેના શિક્ષણ માટે સમાન તકો ઊભી કરી શકાય.
  • સીએસઆર/એસઆરબીનાં પ્રશ્નને જાહેરમાં ચર્ચી તેમાં સુધારા દ્વારા સુશાસન તરફ જવું.
  • જેન્ડર ક્રિટિકલ ડિસ્ટ્રિક્ટ્સ અને નીચો સીએસઆર ધરાવતા શહેરો પર ધ્યાન કેન્દ્ર કરવા અને સંકલિત પગલાં લેવા.
  • પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક માળખાંઓ તેમજ ગ્રાસરૂટ કાર્યકરોને ચાવીરૂપ ભૂમિકા આપી સામાજિક બદલાવ લાવવો, સ્થાનિક સમુદાય અને મહિલા તેમજ યુવા જૂથોની ભાગીદારી દ્વારા.
  • સેવા આપવાનાં માળખાંઓ/યોજનાઓ અને કાર્યક્રમોની ખાતરી કરવી અને જેન્ડર તથા બાળકોનાં અધિકારોને યોગ્ય પ્રત્યુત્તર આપવા.
  • આંતરક્ષેત્રીય અને આંતરસંસ્થાકીય એકરૂપતા દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રાસરૂટ સ્તરે એકરૂપતા લાવવી.

ઘટકો

બેટી બચાઓ-બેટી પઢાઓ માસ ક્મ્યુનિકેશન કેમ્પેન

આ કાર્યક્રમ બેટી બચાઓ – બેટી પઢાઓ, રાષ્ટ્રીય સ્તરનાં કેમ્પેનથી સ્ત્રી બાળકની ઉજવણી અને તેને શિક્ષણ આપવા સક્ષમ કરવાથી શરૂ કરવામાં આવશે. કેમ્પેન દ્વારા છોકરીઓ જન્મ લે, તેનો સારો ઉછેર થાય અને તેને શિક્ષણ મળે, સમાનતા મળે તેની ખાતરી કરશે. કેમ્પેન રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા સ્તરે કામગીરી કરશે અને 100 જિલ્લાઓમાં સમૂદાય સ્તરની કામગીરી દ્વારા અસર લાવશે.

દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનાં 100 જેન્ડર ક્રિટિકલ જિલ્લાઓને આવરીને મલ્ટિ-સેક્ટરલ ઇન્ટરવેન્શન

MoHFW & MoHRD દ્વારા વિવિધ-ક્ષેત્રીય સંકનલ. રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો મોકળાશપૂર્ણ માળખું અપનાવી રાજ્ય સ્તરે કે જિલ્લા સ્તરે દેખરેખ રાખી શકાય તેવાં લક્ષ્ય ઊભાં કરશે.

કાર્યક્રમનું અમલીકરણ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ કેન્દ્ર સ્તરે અંદાજપત્ર અંકુશ અને વહીવટ માટે જવાબદરા છે. રાજ્ય સ્તરે, મહિલા અને બાળ વિકાસ વિભાગ સેક્રેટરી યોજનાના અમલીકરણ માટે જવાબદાર છે. આ યોજનાનું માળખું નીચે મુજબ જોઇ શકાયઃ

રાષ્ટ્રીય સ્તરે

બેટી બચાઓ બેટી પઢાઓ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનું નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નેશનલ લિગલ સર્વિસિસ ઓથોરિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિસેબિલિટી અફેર્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન & બ્રોડકાસ્ટિંગ, જેન્ડર નિષ્ણાંત અને નાગરિકો કરે છે. આ ટાસ્ક ફોર્સ માર્ગદર્શન અને ટેકો આપશે અને તાલીમ માહિતી નક્કી કરશે, રાજ્યનું આયોજન નક્કી કરશે, અને તેની અસરકારકતાની દેખરેખ રાખશે.

રાજ્ય સ્તરે

રાજ્ય સ્તરે રાજ્ય ટાસ્ક ફોર્સ, સલંગ્ન વિભાગોનાં નેતૃત્વ સાથે તૈયાર કરવામાં આવશે (આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, શિક્ષણ, પંચાયતી રાજ/ ગ્રામીણ વિકાસ) જેમાં રાજ્ય સ્તરની સેવા સત્તાઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિસેબિલિટી અફેર્સ ભેગાં થઇને અમલીકરણ કરશે. આ સંદર્ભે વિભાગો વચ્ચે એકરૂપતા અને સંકલનની જરૂરિયાત હોવાને કારણે ટાસ્ક ફોર્સનું નેતૃત્વ ચીફ સેક્રેટરી કરશે. કેન્દ્રસાશિત પ્રદેશોમાં ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કેન્દ્રશાસિત પ્રદેશનાં વહીવટકર્તા દ્વારા થશે. કેટલાક રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં પોતાનું આગવુ માળખું હશે. મહિલા અને બાળ વિકાસ વિભાગનાં શિરે આઇસીડીએસ ડિરેક્ટોરેટ દ્વારા અમલીકરણ પ્રવૃત્તિઓની સંપૂર્ણ જવાબદારી રહેશે.

જિલ્લા સ્તરે

ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, /ડેપ્યુટી કમિશ્નર અને સલંગ્ન વિભાગો (આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, શિક્ષણ, પંચાયતી રાજ/ ગ્રામીણ વિકાસ, પીસી એન્ડ પીએનડીટી સત્તા, પોલિસ) જેમાં ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસ ઓથોરિટીનો પણ સમાવેશ થાય છે તેમનું નેતૃત્વ રહેશે. તે અસરકારક અમલીકરણ, દેખરેખ અને જિલ્લા એક્શન પ્લાનની જવાબદારી નિભાવશે. જિલ્લા આઇસીડીએસ ઓફિસમાં ડીપીઓ પ્લાનનાં અમલીકરણ માટેનો ટેકો અને માર્ગદર્શન આપવા જવબાદર રહેશે અને તે પ્લાન તાલુકા સ્તરનાં એક્શન પ્લાન આધારિત હશે. આ ટાસ્ક ફોર્સમાં જેન્ડર નિષ્ણાંત/એસસીઓ સભ્યનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે.

તાલુકા સ્તરે

તાલુકા સ્તરે સમિતિની રચના કરવામાં આવશે જેની ચેરપર્સનશીપ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ/સબ ડિવિઝનલ ઓફિસ/ તાલુકા વિકાસ અધિકારી (રાજ્ય સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ) પાસે હોય જે તાલુકા એક્શન પ્લાનનાં અસરકારક અમલીકરણ, દેખરેખને ટેકો આપશે

ગ્રામ પંચાયત અને રાજ્ય સ્તરે

સંલગ્ન પંચાયત સમિતિ/વોર્ડ સમિતિ (જેતે રાજ્ય સરકારો દ્વારા નક્કી કરાયા મુજબ) જેને ગ્રામ પંચાયત કે વોર્ડમાં અધિકારક્ષેત્ર હોય તેને સંકલન અને દેખરેખની તેમજ પ્લાનની પ્રવૃત્તિઓનાં અસરકારક અમલીકરણની જવાબાદરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયત પાસે થી માહિતી મળી શકે

ગ્રામ્ય સ્તરે

ગ્રામ્ય આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ, (પંચાયતની પેટા સમિતિ તરીકે માન્ય) પ્લાનનાં ગ્રામ્ય સ્તરનાં અમલીકરણ અને માર્ગદર્શન પુરું પાડશે. પહેલી હરોળના કાર્યકરો (આંગણવાજી, આશા, એએનએમ કાર્યકરો) સીએસઆર, ડેટા કલેક્શન, માહિતીની વહેંચણી અને કાર્યક્રમને લગતી પ્રવૃત્તિઓ માટે જાગૃતિ ફેલાવશે.

નક્કી કરેલ શહેરો અને શહેરી વિસ્તારોમાં

પ્લાનનું અમલીકરણ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં માર્ગદર્શન અને નેતૃત્વ અંતર્ગત કરવામાં આવશે.

સોશિયલ મિડિયા

બીબીબીપી માટે યુટ્યુબ ચેનલની શરૂઆત કરવામાં આવી છે જેનાંથી સંબંધિત વિડિયોની પ્રાપ્યતા થાય. તેના પર સતત વિડિયો અપલોડ કરવામાં આવે છે અને જાગૃતિ માટે તેને શેર કરવામાં  છે.

આ વિડિયો જોવા માટે નીચેની ઇમેજ પર ક્લિક કરો

અને તેને માય ગવ (મેરી સરકાર) પ્લેટફોર્મ પર પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી તેને બહોળો પ્રતિસાદ મળે.

અંદાજપત્ર

અંદાજપત્રમાં 100 કરોડની ફાળવણી બેટી બચાઓ – બેટી પઢાઓની કેમ્પેનની જાહેરાત સાથે કરવામાં આવી છે. 12માં આયોજન પંચ દ્વારા બાળકીની સંભાળ અને સુરક્ષા – વિવિધ ક્ષેત્રીય એક્શન પ્લાન દ્વારા 100 કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે. વધારાનાં સ્રોતો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરેથી ઊભા કરી શકાય છે. 200 કરોડમાંથી 115 કરોડ આ વર્ષમાં એટલેકે 2014-2015 (છ મહિના માટે) 45 કરોડ અને 40 કરોડ 2015-16માં અને 2016-17માં રિલિઝ કરવામાં આવશે.

ફંડ ફ્લો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંદાજપત્ર અને વહીવટી જવાબદારી કેન્દ્ર સ્તરે લેશે. મંત્રાલય રાજ્ય સરકારનાં એક્શન પ્લાનની મંજૂરી પર ભંડોળની ફાળવણી કરશે.

દેખરેખનું માળખુ

મૂલ્યાંકનનું માળખું રાષ્ટ્રીય સ્તરેથી લઇને, રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગ્રામ્ય સ્તરે માપી શકાય તેવાં લક્ષ્યાંકો સાથે તૈયાર કરવામાં આવશે જેમાં પ્રક્રિયા નિર્દેશકો અને અપેક્ષિત પરિણામોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્તરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સ નિયમિત રીતે ત્રિમાસિક પ્રગતિની દેખરેખ કરશે. રાજ્ય સ્તરે, ચીફ સેક્રેટરીનાં નેતૃત્વમાં સ્ટેટ ટાસ્ક ફોર્સ પ્રગતિની દેખરેખ કરશે. જિલ્લા સ્તરે જિલ્લા કલેક્ટર, જિલ્લા સ્તરનાં અધિકારીઓની મદદથી પ્રવૃતિઓનું સંકલન કરશે.

મૂલ્યાંકન

આ યોજનાનું મૂલ્યાંકન 12માં પંચવર્ષીય આયોજનનાં અંતમાં કરવામાં આવશે અને તેની અસરકારતા જોઇને તેને વધઉ સારું કરવા પગલાં લેવામાં આવશે. અલ્ટ્રા-સોનોગ્રાફી મશીનની ગણતરી, હાલમાં છોકરી-છોકરાનાં જન્મની ટકાવારી, પીસી અને પીએનડીટી કાયદાની ફરિયાદો વગેરેની પ્રાપ્યતાથી પણ પરિણામ કે અસરકારકતા મૂલ્યાંકનમાં મદદ રહેશે.

સ્રોત: Ministry of Women & Child Development

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate