હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / ગુજરાત માં જાતીય અસામનતા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત માં જાતીય અસામનતા

આ વિભાગમાં ગુજરાત માં જાતીય અસામનતા વિશેની માહિતી આપેલ છે

વિશ્વમાં માં સ્ત્રીભ્રુણ હત્યા ને કરને જાતિ પ્રમાણમાં અસમતુલા ધરાવતો પ્રથમ હરોળ નો દેશ ભારત છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે બાળજાતિ પ્રમાણ દર ના તફાવત માં ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે. દેશ માં શહેરી વિસ્તારોમાં ગુજરાત સૌથી નીચા બાળજાતિ પ્રમાણ માં પાંચમાં સ્થાને છે. આ બાબત ખૂબ જ ચિંતા ઉપજાવે તેવી છે. પ્રસ્તુત લેખ માં ગુજરાત તેમ જ ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ માં જાતીય પ્રમાણ ની શું સ્થિતિ છે તે તપાસવાનો પ્રયત્ન કર્યો છે.

ભારત અને ગુજરાત માં જાતીય અસમાનતા

અનુ. ન.

વિગત

ગુજરાત

ભારત

તફાવત

કુલ

૯૧૯

૯૪૩

૨૪

ગ્રામીણ

૯૪૯

૯૪૯

-

શહેરી

૮૮૦

૯૨૯

૪૯

૦-૬ વર્ષની ઉમર મુજબ જાતિ પ્રમાણ (કુલ)

૮૮૬

૯૧૪

૨૮

ગ્રામીણ

૯૦૬

૯૧૯

૧૩

શહેરી

૮૫૨

૯૦૨

૫૦

પ્રાપ્તિ સ્થાન :- સામાજિક આર્થિક સમીક્ષા વર્ષ ૨૦૧૩–૧૪. એસ-૧૦ પેજ નંબર :-

૧૩૩

ભારત કરતા ગુજરાત માં જાતિ પ્રમાણ ઓછુ છે. (૨૪) અને એમાય શહેરી વિસ્તાર માં ભારત કરતા ગુજરાત માં જાતિ પ્રમાણમાં મોટો તફાવત (૪૯) જોવા મળે છે. ૦-૬ વર્ષ ની ઉમર મુજબ ના જાતિ પ્રમાણ માં પણ ભારત ની સરખામણી માં ગુજરાત માં જાતિ પ્રમાણ માં ૨૮ જેટલો તફાવત જોવા મળે છે. ભારત કરતા ગુજરાત માં ૦-૬ વર્ષ ની ઉમર મુજબ જાતિ પ્રમાણ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માં નીચું છે. ભારત માં ગ્રામીણ અને શહેરી વિસ્તાર માં આ પ્રમાણ અનુક્રમે ૯૧૯ અને ૯૦૨ છે જયારે ગુજરાત માં આ પ્રમાણ અનુક્રમે ૯૦૬ અને ૮૫૨ છે ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ગુજરાત માં શહેરી વિસ્તાર માં જાતીય અસમાનતામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૧ દરમિયાન ગુજરાત માં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ

વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૧ દરમિયાન ગુજરાત માં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ વચ્ચે ના આંતર સબંધો તપાસી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

સારણી ૨ : વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૧ દરમિયાન ગુજરાત માં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ

અનુ નં.

જિલ્લો

વર્ષ ૧૯૯૧

રાજ્ય માં ક્રમ

વર્ષ ૨૦૦૧

રાજ્ય માં ક્રમ

વર્ષ ૨૦૧૧

રાજ્ય માં ક્રમ

અમરેલી

૯૮૫

૯૮૭

૯૬૪

ડાંગ

૯૮૩

૯૮૬

૧૦૦૭

દાહોદ

૯૭૬

૯૮૫

૯૯૦

સાબરકાંઠા

૯૬૫

૯૪૭

૯૫૨

કચ્છ

૯૬૪

૯૪૨

૯૦૭

તાપી

-

-

૯૯૬

૧૦૦૭

નવસારી

૯૫૮

૯૫૫

૯૬૧

જુનાગઢ

૯૬૦

૯૫૫

૯૫૩

ગુજરાત રાજ્ય

૯૩૪

-

૯૨૦

-

૯૧૯

-

૧૦

ભારત

૯૨૭

-

૯૩૩

-

૯૪૩

-

પ્રાપ્તિ સ્થાન :- સામાજિક આર્થિક સમીક્ષા વર્ષ ૧૯૯૨-૯૩, વર્ષ ૨૦૦૨-૦૩ અને ૨૦૧૩-૧૪.

વર્ષ ૧૯૯૧ માં સૌથી વધારે જાતિ પ્રમાણ અમરેલી જીલ્લા માં (૯૮૫- ગુજરાત માં પ્રથમ ક્રમ) નોધાયું હતું પરંતુ ૨૦૦૧ માં ગુજરાત માં જાતિ પ્રમાણ માં અમરેલી જીલો બીજો ક્રમ (૯૮૭) અને ૨૦૧૧ માં અમરેલી જિલ્લો જાતિ પ્રમાણ માં ત્રીજા ક્રમે (૯૬૪) રહ્યો છે. આમ જાતિ પ્રમાણ ની દ્રષ્ટિ એ સત્તાત્ય જાળવવામાં અમરેલી જિલ્લો નિષ્ફળ રહ્યો છે તેમ કહેવાય.

વર્ષ ૧૯૯૧ માં ડાંગ જીલ્લા માં જાતિ પ્રમાણ ૯૮૩ (ગુજરાત માં બીજા નંબરે) નોંધાયું હતું જે ૨૦૦૧ માં ૯૮૬ (ગુજરાત માં ત્રીજા નંબરે) અને વર્ષ ૨૦૧૧ માં ૧૦૦૭ (ગુજરાત માં પ્રથમ ક્રમેં) નોંધાયું હતું. આમ ડાંગ જીલ્લા માં આ ત્રણેય દાયકા દરમિયાન જાતિ પ્રમાણ ઊંચું રહેવા પામ્યું છે જે એક સારી બાબત ગણી શકાય. તાપી જીલ્લા માં વર્ષ ૨૦૦૧ માં જાતિ પ્રમાણ ૯૯૬ (રાજ્ય માં પ્રથમ ક્રમ) હતું. જે પ્રમાણ વર્ષ ૨૦૧૧ માં પણ આ જીલ્લા એ જાળવી રાખ્યું છે. ૨૦૧૧ માં જાતિ પ્રમાણ ૧૧ જેટલું વધી ને તેનું પ્રથમ ક્રમ જાળવી રાખ્યું છે. આમ ડાંગ જીલ્લા માં આ ત્રણેય દાયકા દરમિયમ જાતિ પ્રમાણ ઊંચું રહેવા પામ્યું છે જે એક સારી બાબત ગણી શકાય.

દાહોદ જીલ્લા માં વર્ષ ૧૯૯૧ માં જાતિ પ્રમાણ ૯૭૬ હતું જે વર્ષ ૨૦૦૧ માં વધી ને ૯૮૫ અને વર્ષ ૨૦૧૧ માં ૯૯૦ (ગુજરાત માં બીજા ક્રમે) જેટલું ઊંચું રહેવા પામ્યું છે જે એક સારી નિશાની છે.

વર્ષ ૧૯૯૧ કરતા વર્ષ ૨૦૧૧ માં જાતિ પ્રમાણ માં ઘટાડો થયો હોય એવા જિલ્લાઓ માં સાબરકાંઠા,કચ્છ તેમ જ જુનાગઢ નો સમાવેશ થાય છે જયારે નવસારી જીલ્લા માં આ જ સમય માં જાતિ પ્રમાણ માં વધારો થયો છે.

અહી એક બાબત સ્પષ્ટ આંખે ઉડી ને વળગે તેવી એ છે કે વર્ષ ૧૯૯૧ માં ભારત (૯૨૭) કરતા ગુજરાત માં (૯૩૪) જાતિ પ્રમાણ વધુ નોંધાયું છે જયારે વર્ષ ૨૦૦૧ અને વર્ષ ૨૦૧૧ માં ભારત ની સરખામણી માં ગુજરાત માં જાતિ પ્રમાણ ઓછુ છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.

વર્ષ ૧૯૯૧, વર્ષ ૨૦૦૧ અને વર્ષ ૨૦૧૧ દરિમયાન ગુજરાત રાજ્ય માં સૌથી ઓછુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ

વર્ષ ૨૦૦૧ થી વર્ષ ૨૦૧૧ દરમિયાન ગુજરાત રાજ્ય માં સૌથી ઓછુ જાતિ પ્રમાણ ધરવતા જિલ્લાઓ ની આંકડાકીય માહિતી એકત્ર કરી છે જે કોષ્ટક ૩ માં દર્શાવેલ છે.

કોષ્ટક ૩. વર્ષ ૧૯૯૧, વર્ષ ૨૦૦૧ અને વર્ષ ૨૦૧૧ દરિમયાન ગુજરાત રાજ્ય માં સૌથી ઓછુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ

અનુ.નં.

જિલ્લો

વર્ષ ૧૯૯૧

રાજ્ય માં ક્રમ

વર્ષ ૨૦૦૧

રાજ્ય માં ક્રમ

૨૦૧૧ વર્ષ

રાજ્ય માં ક્રમ

અમદાવાદ

૮૯૭

૮૯૨

૯૦૪

સુરત

૯૦૧

૮૧૦

૭૮૭

આણંદ

૯૧૨

૯૧૦

૯૨૫

વડોદરા

૯૧૩

૯૧૯

૯૩૪

સુરેન્દ્રનગર

૯૨૧

૯૨૪

૯૩૦

ગાંધીનગર

૯૩૪

૯૧૨

૯૨૩

વલસાડ

૯૫૭

૯૨૦

૯૨૨

મહેસાણા

૯૫૧

૯૨૭

૯૨૬

ગુજરાત

૯૩૪

-

૯૨૦

-

૯૧૯

-

૧૦

ભારત

૯૨૭

-

૯૩૩

-

૯૪૩

-

પ્રાપ્તિ સ્થાન :- સામાજિક આર્થિક સમીક્ષા વર્ષ ૧૯૯૨-૯૩, ૨૦૦૨-૦૩, ૨૦૧૩-૧૪

વર્ષ ૧૯૯૧ થી વર્ષ ૨૦૧૧ દરમિયાન ગુજરાત રાજ્ય માં સૌથી ઓછુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓના આંતરસબંધો તપાસી તેનું વિશ્લેષણ ટેબલ ૩ માં કરવામાં આવ્યું છે.

સુરત જીલ્લા માં વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૧ એમ ત્રણ દાયકા દરમિયાન જાતિ પ્રમાણ માં મોટો ઘટાડો નોંધાયો છે. ૧૯૯૧ માં સુરત માં જાતિ પ્રમાણ ૯૦૧ (રાજ્ય માં બીજો ક્રમ) હતો જે ક્રમશઃ ઘટી ને ૨૦૧૧ માં ૭૮૭ (રાજ્ય માં પ્રથમ ક્રમ) નોંધાયું છે. જે બાબત ભવિષ્ય માટે ખતરાની ની ઘંટડી સમાન છે.

અમદાવાદ જીલ્લા માં પણ વર્ષ ૧૯૯૧ , ૨૦૦૧ અને વર્ષ ૨૦૧૧ માં જાતિ પ્રમાણ અનુક્રમે ૮૯૭ (રાજ્ય માં પ્રથમ ક્રમ) , ૮૯૨ (રાજ્ય માં બીજો ક્રમ) અને ૯૦૪ (રાજ્ય માં બીજો ક્રમ) થયુ છે. જોકે ૨૦૦૧ ની સરખામણી માં ૨૦૧૧ માં જાતિ પ્રમાણ માં થોડોક વધારો(૧૨) નોંધાયો છે જે સારી બાબત છે.

વલસાડ જીલ્લા માં પણ જાતિ પ્રમાણ માં પણ જાતિ પ્રમાણ માં ઘટાડો નોંધાયો છે.વર્ષ ૧૯૯૧ માં જાતિ પ્રમાણ માં વલસાડ જીલ્લાનો આઠમો ક્રમ હતો. જે વર્ષ ૨૦૧૧ માં ૯૨૨ (રાજ્ય માં ત્રીજો ક્રમ) થયું છે. જીલ્લામાં વર્ષ ૧૯૧૯ માં જાતિ પ્રમાણ ૯૫૭ હતું જે વર્ષ ૨૦૧૧ માં ૯૨૨(રાજ્ય માં ત્રીજા ક્રમે) થયું છે જે ભવિષ્ય માટે ચેતવણી રૂપ છે. આ જ પરિસ્થિતિ ગાંધીનગર અને મહેસાણા જીલ્લા માં પણ છે જે ખૂબ જ ચિંતાજનક છે.

વિશેષ નોંધપાત્ર ચિત્ર એ સ્પષ્ટ થાય છે કે વર્ષ ૧૯૯૧ માં ભારત કરતા ગુજરાત માં જાતિ પ્રમાણ વધુ હતું જયારે વર્ષ ૨૦૦૧ અને વર્ષ ૨૦૧૧ માં ભારત કરતા ગુજરાત માં જાતિ પ્રમાણ ખૂબ જ નીચું છે જે ગુજરાત માટે ચેતવણી રૂપ છે.

સમીક્ષા:

ગુજરાત માં જાતીય અસમાનતા અંગેની ચર્ચા ની આધારે કેટલાક તારણો તારવી શકાય જેવા કે :

  • દેશ માં શહેરી વિસ્તાર માં ગુજરાત સૌથી નીચા બાળ જાતિ પ્રમાણ માં પાંચમાં સ્થાને છે.
  • ૧૯૯૧ માં ગુજરાત રાજ્ય માં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો અમરેલી હતો જે ૨૦૧૧ માં રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યું છે.
  • ૨૦૧૧ માં ડાંગ અને તાપી જિલ્લો સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ છે.
  • ગુજરાત રાજ્ય માં સૌથી ઓછુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો વર્ષ ૨૦૧૧ માં સુરત છે.

લેખક :ડો. રમા જે. શાહ અધ્યક્ષ(અર્થશાસ્ત્ર વિભાગ),આર્ટસ અને કોમર્સ કોલેજ, ધનસુરા,ગુજરાત

2.97674418605
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top