કુંભારીયા ગામ રાજુલા મહુવા હાઈવે ઉપર આવેલું ગામ છે. આ ગામમાં પટેલ બ્રાહમણ, કુંભાર સાધુ, કોળી, આહિર જ્ઞાતિના લોક રહે છે. ગામમાં વધારેમાં વધારે ખેતી અને ખેતમજૂરી, પશુપાલન સાથે લોકો જોડાયેલા છે. દરેક જ્ઞાતિના ૧પ થી ર૦ કુટુંબો બહાર સુરત હિરા ઘસવા માટે રહે છે. આ વિસ્તાર આખો ખારાશ વાળો અને ચંદણી માટી વાળો વિસ્તાર છે. જમીન અને પાણીને ઓછો મેળ વાળો વિાસતાર છે. વધારે પ્રમાણેમાં ચોમાસુ પાક લેવાય છે. ઉનાળામાં આ વિસ્તારની અંદર પાણી ખેચ રહે છે. વધારે પ્રમાણમાં કુવા ઉંડા કરવાથી ખારૂ પાણી આવવાની શકયતા રહે છે. સપાટ એરિયા હોવાના લીધે આ વિસ્તારની ભૌગાલિક પરિસ્થિતિ સપાટ એરીયા છે. આ વિસ્તારમાં જમીન બે પ્રકારની જોવા મળે છે. ખારાશ અને કાંપવાળી જમીન છે વધારે પ્રમાણમાં પિયત કરવાથી જમીન બગડે છે. અને કડક બની જાય છે.
આ ગામમાં ઉત્થાન લોકશિક્ષણ કેન્દ્ર દરિયાઈ ના માર્ગદર્શન નીચે ચાલતા મહિલા મંડળ જેમાં ગીતા મહિલા બચત મંડળ અને ભાગવત મહિલા બચત મંડળ દ્વારા જમીન માંગણી કરવામાં આવેલ જેમા પ એકર જમીનની માંગણી કરવામાં આવેલ છે. આ બન્ને મંડળો દ્વારા છેલ્લા ર વર્ષથી માંગણી મુકેલી છે. આ ગામમાં જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ છે. જેમાં વિડીયો શો, વારસાઈ કેમ્પ, કેમ્પેઈન, એફ.જી.ડી કાર્યક્રમો કરવામાં આવેલ છે.
આ મંડળના બહેનો એ મંડળની મીટીંગ માં ચર્ચા કરી અને મંડળના આગેવાનો દ્વારા રાજુલા મામતદારને અરજી આપવમાં આવેલ હતી. ત્યારબાદ સરપંચને જાણ કરવામાં આવેલી હતી. તલાટી કમ મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલ હતુકે કુંભારીયા ગ્રામ પંચાયત પાસે પડતર જમીન નથી એવું કહેવામાં આવેલ હતું પણ મામલતદાર દ્વારા કોઈપણ લેખિતમાં જવાબ આપવામાં આવેલ ન હતો. આ બન્ને મહિલા મંડળના બહેનોએ માંગણી કરેલ જમીનમાં સેન્દ્રિય ખાતર અને કુવાર પાઠાના વાવેતર કરવા માંગે છે. સેન્િય ખાતર માટેની તાલીમ અને વર્કશોપમાં બહેનો એ ભાગ લીધો. સેન્દ્રિય ખાતર માટેની વસ્તુઓ લાવી અને ખાતર બહેનો પોતે બનાવે અને પોતાના ગામમાં જ માર્કેટ મળી રહે એમ છે. ખારાશ વાળી જમીનને આ ખાતર ખૂબ જ ઉપયોગી બને છે.
મુશ્કેલી
આ પ્રોસેસ છેલ્લા બે વર્ષથી ચાલે છે. જેમાં બંને મંડળના બહેનોને સમયસર જાવબન મળતા બહેનોના ઉત્સાહ ભાંગતો જાય છે. કુભારીયા ગામના તલાટી કમ મંત્રી અને માલતદાર રાજુલાને જમીન માંગણી માટે બે વખત અરજી કરેલ છે. પણ લેખિત જાવબ મળેલ નથી. કુંભારીયા ગામના સરપંતને બહેનોએ માંગણી કરેલી જમીન આપવમાં કોઈ વાંધો નથી. સરપંચ સંસ્થાના કાર્યક્રમ રીવર બેઝીન કમિટી સાથે જોડાયેલ છે. અને ગામમાં બહેનોના કાર્યક્રમ સાથે જોડાયેલ છે. જેમા વિડીયો શો, વારસાઈ કેમ્પ, કેમ્પેઈન બહેનો સાથે જોડાઈને કામ કરે છે.
સ્ત્રોત : ઉત્થાન ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020