অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કડીયાળી-સામુહિક જમીનની માંગણી

કડીયાળી-સામુહિક જમીનની માંગણી

ગ્રામિણ સમાજના સામાજીક અને આર્થિક ઉન્નતિ માટે મહિલાઓ જયારે પ્રયત્નશીલ બને ત્યારે પરિણામ મેળવીને જ જંપે છે. આવું જ કંઈ રાજુલા તાલુકાનું કડીયાળી ગામ છે. રાજુલાથી ૧૦ કિમી દૂર આવેલું છે. આ ગામની વસ્તી ર૦પ૮ની છે. જેમાં મુખ્યત્વે આહિર, કોળી, મોચી બ્રાહમણ, વાળંદ વેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીકામ, છૂટક મજૂરી, અગરનું  કામ અને રત્ન કારીગરો છે. ખેતીના વ્યવસાયમાં ખરીફ મોસમમાં મુખ્યત્વે મગફળી, કપાસ, પાક લેવામાં આવે છે.

લોકશિક્ષણ કેન્દ્ર રાજુલા ઉત્થાન સંસ્થાના સહયોગથી રાજુલા તાલુકાન દરિયાકાંઠાના ગામોમાં સ્વસહાય જૂથો ચાલી રહયા છે. આ ગામની જૂથોની વાત કરીએતો ગામની મહિલાઓને આછો પાતળો ખ્યાલ હતો, સંસ્થાના કાર્યકર્તા દ્વારા  સ્વસહાય જૂથની પ્રાથમિક સમજણ આપવામાં આવી જેથી મહિલાઓમાં રહેલી થોડીઘણી અણ સમજણ દૂર થઈ અને થોડા દિવસોના ગાળામાં બે સ્વસહયા જૂથો રચાયા જેમાં ર૮ બહેનો જોડાયા.

જૂથ રચના પહેલા જૂથની સભ્ય બહેનોને બહાર જવામાં સંકોચ થતો હતો તેઓ ફકત સામાજિક પ્રસંગોપાત જ બહાર જથી હતી પરંતુ જૂથમાં જોડાયા બાદ તેઓનો સંકોચ દૂર થઈ ગયો આમ સંકોચ દૂર થતાં જૂથની તમામ સભ્ય બહેનો એટલે કે ર૮ બહેનો વારાફરતી બેંકમાં, બહારની તાલીમ, મીટીંગ અને સરકારી કચેરીમાં પણ આવતા જતા થયા છે.

આ ગ્રુપમાં બધા જ બહેનો અગરનું કામ કરે છે. અને વુટક મજૂરી કરે છે. પોતાની પાસે જમીન નથી. ૭૦ બહેનો ૮ મહિના સ્થળાંતર કરે છે. ચાર મહિના જ ગામમાં રહે છે.

જૂથને પ વર્ષ થયેલ છે. મંડળમાં રપ બહેનો અને રપરૂા. બચત કરે છે. આ ઉપરાંત અંદરો અંદર જરૂરીયાત વાળા બહેનોને ધિરાણ કરે છે. તેનું  વ્યાજ પણ દર મહિને ધિરાણના પ્રમાણમાં મળે છે. મજૂર વર્ગના બહેનો છે મજૂરી કરી ને આવક થતી હોય તેવા કામો કરે છે.

ઉત્થાનના સહયોગથી મહિલા વિકાસ સંગઠન ચાલે છે. જેમાં દર મહિનાની પ્રતિનિધિ બેઠક થાય છે. જેમાં દરેક ગામમાં આગેવાન બહેનો આછે છે અને પોતાના પ્રશ્નોની ચર્ચા કરે છે. અને તેનું  નિરાકરણ લાવે છે. ખાસ કરીને તો આવકલક્ષી પ્રવૃતિ કરવા માટે ચર્ચા વધારે થતી હોય છે. બહેનો કેવા પ્રકારની પ્રવૃતિ કરી શકે અને જેમાંથી બહેનને આવક થાય આવા મુાની વધારે ચર્ચા થાય છે અને ત્યાર પછી તેમને તાલીમો આપવામાં આવે છે. નાના પાયે બહેનો પાસે જેટલી આવડત છે તેને ધ્યાનમાં રાખીને સંસ્થા પાસેથી લોન લઈને બહેનો આર્થિક રીતે પગભર બનવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ પ્રશ્ન એક બધા જ  એક ધંધો કરશે તો વેચાણ કેવી રીતે થશે? એ મોટો પ્રશ્ન છે. બહેનો પાસે મોટા પાયે રોકાણ કરવા માટે પૈસા નથી.

શરૂઆતમાં સંસ્થા પણ આવા અનેક જાતના અલગ અલગ આર્થિક પ્રવૃતિઓ બહેનો કરે અને પગભર થાય એનો પ્રયાસ ચાલુ રાખ્યો. ત્યારપછી સ્ત્રી જમીન નેટવર્ક સાથે સંસ્થા જોડાઈ અને જમીન અને મિલ્કતના મુામાં રસ લીધી અને જાણ્યું ત્યાર પછી સંસ્થાને લાગ્યું કે આ મુદા ઉપર આપણે આપણા વિસ્તારમાં કામ કરવું  જોઈએ. આપણા વિસ્તારના  બહેનોના નામે જમીન થાય તે માટે આપણે વિસ્તારમાં આ મુાને લઈને જાગૃતિ લાવવી અને આ મુાનો બહોળા પ્રમાણમાં ફેલાવો કરવો. ત્યારબાદ ગામની પડતર, ગૌચર જમીન છે. આ મંડળ ભાડા પેટે  પંચાયત પાસે માંગણી કરી આર્થિક ઉપાર્જન  પ્રવૃતિ પણ કરી શકે. આ વિચારને સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા સ્વસહાય જૂથોમાં ચર્ચા કરી જાગૃતિ કાર્યક્રમો કર્યા જેમા વિડીયો શો કર્યા ભાગે પડતી ભોય, એક પોટલુ બીકનું  ઉમટી ઉંમગની ડમરી ફિલ્મ વગેરે મંડળમાં દેખાકયા. બહેનોના નામે જમીન કે મિલ્કત પોતાના નામે હોય તે પણ બહેનોના અધિકાર છે. જેના વિશે બહેનોને જમીન મુદ્દે  કાયદાકીય સમજ આપી અને પેરાલીગલ વર્કર તૈયાર કર્યા તેમજ વારસાઈ  હક વિશે સમજ આપી. વિધવા વારસાઈની સમજણ મંડળો ની મીટીંગમાં આપવામાં આવી.

કચ્છ  સામખીયાળીમાં સ્ત્રી જમીન નેટવર્ક દ્વારા  કાર્ય શિબિરનું  આયોજન થયેલ જેમાં કડીયાળી ગામના બહેનો જોડાયેલ આ શિબિરમાં અલગ અલગ સંસથાના કાર્યકર્તાઓ મંડળનાં પ્રતિનિધિ હાજર હતા અને જેમને પોતાના અનુભવોને શેરીંગ કરેલ. ત્યાંથી જમીનના મુદાની  પ્રેરણા મળી ત્યારબાદ મંડળના બહેનોને લાગ્યું  કે અમારે પણ પંચાયત પાસેથી ૧૦ વીધા જમીન ભાડા પેટે માંગવી છે. આવક મેળવી છે. એવું નકકી કર્યુ અને કંઈક આવકલક્ષી પ્રવૃતિ કરવા માટે કડીયાળીનું  મહેશ્વરી વિકાસ મંડળે  પા પા પગલી માંડી છે. કુવારપાઠા, શાકભાજી વાવીને જૂથમાં કંઈક આવક ઉભી થાય તેવું કરી શકીશું

ત્યારબાદ  મંડળના બહેનો સાથે રાખીને તલાટી અને મામલતદાર સાહેબ અને કલેકટર સાહેબને અરજી મોકલી આપેલ છે અને કલેકટર સાહેબે જવાબ આપ્યો કે ૯ પૈકી સર્વે નંબર  વાળી જમાીન જ એ ગોચર જમીન છે પણ મંડળે એ ગૌચર જમીન છે કે નહી એ જાણ્યું  તો આ ૯ નંબરની જમીન છે એ કંપનીને આપવા માટેનંુ નકકી  થયેલ છે. પરંતુ મંડળે વિરોધ નોંધાવેલ છે. મંડળને એ જમીન ન આપીતો કંપની પણ એ જમીન ન મેળવી શકે. હાલ મંડળ પંચાયત સાથે લડત કરી રહયા છે.

મંડળ બે વર્ષથી આ જમીન પંચાયત પાસે માંગણી કરેલ છે. પરંતુ પંચાયત દ્વારા  મંડળને જમીન મેળવવામાં ખૂબ જ સમય લાગ્યો છે. આ મંડળના બહેનો ૮ માસતો મજૂરી કરવા માટે બહાર જાય છે. ચાર મહિના ગામમાં હોય છે. આ પ્રોસેસ થોડી મોડી હોવાના કારણે મંડળનો ઉત્સાહ ઓછો થતો ગયો છે.

પરંતુ સંસ્થાના કાર્યકર્તા  દ્વારા   ફરીથી પંચાયત પાસે બીજી પડતર જમીન છે. એવી માંગણી કરો ઉત્સાહ તોડશો નહી. સતત પ્રયત્ન શરૂ રાખો તો મંડળે  નકકી કર્યુ કે ફરીથી આપણે મામતદાર મંત્રીને બે કોપીમાં ૭ સીમતળનો નકશો મેળવવા માટેની અરજીઓ કરી છે.

સ્ત્રોત : ઉત્થાન ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate