આ અરસામાં વાલીબહેનના પતિ ગુજરી જતાંં તેમના શિરે તેમના પરિવારની સારસંભાળ,સામાજિક કાર્યો તેમજ તેમના કુટુંબના જીવનનિર્વાહની પૂરેપૂરી જવાબદારી પણ આવી પડી. વળી તેમની પાસે પતિના નામ પરની જમીન પર ખેતી કરવી તે જ માા જીવનનિર્વાહનો એક સ્ત્રોત હતો. આ હકીકતથી વાલીબહેનના દિયર અને જેઠ સારી રીતે વાકેફ હોવા છતાં તેઓ આ જમીન પોતાના નામે કરાવી તેના પર કબજો જમાવવા માંગતા હતા. જેથી તેઓ અવારનવાર વાલીબહેનને હેરાનગતિ કરતા હતાં.પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ એવા વાલીબહેને પણ ટેક લીધી કે,ગમે તે ભોગે તેઓ પોતાના પતિના નામની જમીનના વારસદાર તરીકે પોતાનું નામ સરકારી ચોપડે દાખલ કરાવીને જ જંપશે.
શરૂઆતમાં તેમણે ગામ સ્થિત બચતસંગઠનના અને ધાનપુર સ્થિત વનિતા શકિત મહિલા સંગઠનના સભ્યો તથા ઉત્થાન સંસ્થાના કાર્યકારીગણ સમક્ષ પોતાના દિયર અને જેઠ દ્વારા તેમને કરવામાં આવતી માનસિક હેરાનગતિની વાત કરી.(વનિતા શકિત મહિલા સંગઠન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પર ગામોમાં ચાલતા નાના નાના મહિલા મંડળોનું બનેલું અને ૪૦૦૦ જેટલા મહિલા સભ્યોનું બનેલું એક મોટું સંગઠન છે.જે વિસ્તાર સ્થિત મહિલાઓના, શાંતિ,ન્યાય,સમાનતા અને અધિકાર,તેમજ આજીવિકા,હિંસા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાઓને ઓળખી તે અંગે સંગઠનના સભ્યો અને સમુદાયનું જાગૃતિવર્ધન અને સક્ષમતાવર્ધન,જરૂર પડયે વ્યકિતગત મુશ્કેલીઓમાં મોટા જૂથોનું દબાણ ઊભું તેમજ ચળવળ ઊભી કરે છે.) તેમની પાસેથી મહિલાઓના અધિકારો ખાસ કરીને મહિલાઓનો જ્મીન માલિકીનો અધિકાર અને તેને મેળવવાની પ્રક્રિયા અંગેની જાણકારી મેળવી. આ ઉપરાંત મહિલાઓના જમીન માલિકીના અધિકાર માટે રાજ્યમાં ચાલતા ભ્ગ્ભ્લૈ જેના આધારે સૌ પહેલાં તો તેમણે પોલિસ સ્ટેશન પર તેમના જેઠ અને દિયરના વિરોધમાં ફરિયાદ નોંધાવી. ત્યારપછી મામલતદાર શ્રી.સમક્ષ સ્વર્ગસ્થ પતિના નામની જમીન પરની પોતાની માલિકી બાબતની વાત રજૂ કરી અને તેમના માર્ગદર્શન હેઠળ તે જમીન મેળવવાની જરૂરી કાર્યવાહી પણ કરી. જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પણ તેમના જેઠ અને દિયરે તેમને શારીરિક માનસિક હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું.આખરે તેમણે તેમના પતિની જમીનના વારસદાર તરીકે પોતાનું અને પોતાના દીકરા અને દીકરીનું નામ પણ દાખલ કરાવી સફળતા મેળવી.આમ, જમીન માલિકીના પરના અધિકાર બાબતની સજાગતા અને તે પ્રાપ્ત કરવા માટેના અડગ નિશ્ચય અને અથાક પ્રયત્નો થકી વાલીબહેન તેમના પતિની જમીન પર માલિકી મેળવીને જ રહ્યાં. આ રીતે મહિલાઓની જમીન માલિકીની લડત થકી વાલીબહેને — પૂરો પાડયો જમીન પરના મહિલા અધિકારોનો જીવંત દાખલો
સ્ત્રોત: ઉત્થાન ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/24/2019