કોકીલાબા ગોહિલ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામના વતની છે.અને તે ક્ષત્રીય જ્ઞાતીના છે.અને કરેડા ગામમાં તેમનું સાસરૂ છે.અને તેમની ઉંમર આશરે ૪૨ વર્ષ જેવી છે.તેઓએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે.અને તેઓ ઉત્સાહિ અને જાગૃતિ છે.
કરેડા ગામે ૧૯૮૯—૯૦ માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉત્થાન સંસ્થાના સહયોગથી આઇં.ડબલ્યુ.ડી.પી.નો વોટરશેડ કાર્યક્રમ અમલમાં આવેલ અને ઉત્થાન સંસ્થાના ભાઇઓ—બહેનો ગામમાં આવતા અને વોટરશેડ અંગેની ગ્રામસભાઓ—મિટીંગો વગેરે કરતા તેમાં કોકીલાબા આવવા લાગ્યા અને વોટરશેડના ભાગરૂપે બચત મંડળો ઉભા કરવામાં કોકીલાબાએ સારી એવી જહેમત ઉઠાવેલ અને વોટરશેડમાં બહેનોની ભાગીદારી અને તેમના હકકો વિશેની સમજણ કેળવેલ અને સક્રિય ભાગીદારી કરતા થયા અને ગામમાં નમુનારૂપ બચત મંડળ ચલાવવા લાગ્યા,સાથો સાથ સંસ્થાનો પણ એ ઉદ્રેશ હતો કે બહેનો આગળ આવે,પોતાના હકો મેળવે,જેથી ૨૦૦૩ થી ઉત્થાનના કાર્યવિસ્તારના દરેક મંડળો અને કમિટીના બહેનોને જોડી એક સમર્થન મહિલા મહાસંઘની સ્થાપના કરવામાં આવેલ અને તેમાં મહાસંઘની બહેનો જાતે બહેનોના પ્રશ્નો ઓળખે અને તેને ઉકેલવા માટે પ્રયત્નો કરે જરૂર પડે સંસ્થા સભ્યો ટેકો પુરો પાડે તો મહિલા સંઘ દ્વારા સ્ત્રી હિંસા, સ્વતંત્રતા ,શિક્ષણ,આરોગ્ય અને મિલ્કત ભાગીદારી જેવા પ્રશ્નોને ઓળખી ઉકેલવાના પ્રયત્નો કરે છે.
તે અરસામાં નવેમ્બર—૦૨ ના સમયમાં સી અને જમીન માલિકી કાર્યકારી જુથ દવારા બહેનોના નામે જમીન થાય તે માટે સૌરાષ્ટ્ર ગુજરાત કક્ષાનું એક નેટવર્ક ઉભુ થયુ અને તેમાં ઉત્થાન સંસ્થાના સભ્ય તરીકે જોડાયેલ છે.અને તેમના વર્કશોપ અને તાલીમ મિટીંગમાં ભાગ થઇ ઉત્થાનના કાર્યવિસ્તારના બચત મંડળો,પાણી સમિતી,વોટરશેડ સમિતી તેમજ મહિલા મહાસંઘની વાર્ષિક સાધારણ સભામાં સી અને જમીન માલિકી નહિ પરંતુ સી અને મિલ્કત ભાગીદારીની વાત અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી સમજણ ઉભી કરવામાં આવેલ તેમજ ઉત્થાન ભાવનગર અને રાજુલા ટીમની પણ એક દિવસીય તાલીમ મિટીંગ રાખવામાં આવેલ અને દરેક સભ્યે સ્વથી શરૂઆત કરવા માટે જાણ કરવામાં આવેલ.
ત્યારબાદ કાર્યવિસ્તારમાં તાલુકા પ્રમાણે કલ્સ્ટર પાડી તાલીમ મિટીંગો કરવામાં આવેલ અને તેમાં સી અને જમીન માલિકીના કેસની ઓળખ કરેલ અને એક પ્રોફાઇલ તૈયાર કરવામાં આવેલ અને તેમાં કેસોનું વર્ગીકરણ કરવામાં આવેલ,તેમાં વિધવા,ત્યકતા,પતિ—પત્નીના સંયુકત નામે પત્નિના સ્વતંા નામે,દિકરીના નામે કેવી રીતે જમીન થાય,તેનો વહિવટી ખ્યાલ રાખવામાં આવેલ.તે અરસામાં કરેડા ગામના બચત મંડળના સભ્ય ગોહિલ કોકીલાબા દશરથસિંહના કેસની જાણકારી મેળવવામાં આવેલ.
કોકીલાબાના પત્નિ ગોહિલ દશરથસિંહ જીતસિંહ કરેડા ગામના ખેડુત ખાતેદાર છે.અને તેવો કરેડા ગામના ૮ અ ના ખાતા નં—૫૦ માં કુલ સર્વે નં.૩૯ પૈકી ૪ વાળી ૩—૨૦—૭૨ હે.આર.વાળી જમીન પોતાન પત્ની દશરથસિંહ અને તેમના કાકાના દિકરા ભોજુભા હેમંતસિંહ ના નામે ધરાવતા હતા.જે નવી શરતની જમીન હતી અને આ સમયે તેના કાકાના દિકરા ગયા હતા.તેમને લગ્ન કરેલ ન હતા,જેથી તેમને કોઇ વારસદાર ન હતુ.તો અ જમીન કોકીલાબાને એક પત્ની તરીકે પોતાના નામે કરવી હતી.જેથી પહેલી વાર અરજી કરતા થયા.તલાટી મંત્રી અને સર્કલ ઇન્સ્પેકટરે ના પાડી દિધેલ કે આતો નવી શરતની જમીન છે.માટે આ જમીનમાં ફેરફાર પકડાવી શકાય નથી અને તે તેમની કાયદેસરની વાત હતી જેથી સૌપ્રથમ આ જમીનને જુની શરતમાં ફેરવવા માટે કલેકટર ઓફિસમાં અરજી કરતા અને કાયદેસરના પુરાવા પુરા પાડતા ડે.કલેકટર સાહેબે ૨—૪—૦૫ ના રોજ જુની શરતમાં ફેરવવા માટે પાડેલ નોંધને મંજુર કરેલ.
જુની શરતમાં જમીનની ફેરબદલી બાદ ફરીથી કોકીલાબાના નામે જમીન કરવા માટે અરજી કરતા તલાટી-મંત્રી કહેલ કે આ જમીનમાં તમારા પતિ દશરથસિંહ જીતસિંહ અને ભોજુભા હેમંતસિંહનું સંયુકત નામ છે.જેથી તમારા સ્વતંા નામે થઇ શકે નહિ.તો સંસ્થાના સભ્ય તરીકે સર્કલ ઇન્સ્પેકટર ને જાણ કરેલ કે ભોજુભા તો ગુજરી ગયા છે.તેમજ તેમનું મૃત્યુનો દાખલો પણ છે.તેમના લગ્ન થયેલ નથી.તેમજ તેમના કોઇ વારસદારો હયાત નથી.તેમજ તેમના કોઇ વારસદારો હયાત નથી.તેનું પંચરોજ કામ પણ સામેલ છે.તેમજ દશરથસિંહ પોતે પણ પોતાના પત્ની કોકીલાબાના નામે જમીન થાય તેમાં સહમતી આપે છે.તો કેમ જમીન બહેનના નામે ન થાય તો સર્કલ સાહેબે એવો જવાબ આપેલ કે તમને સંસ્થા તરીકે કોકીલાબાના નામે જમીન થાય તો સર્કલ સાહેબે એવો જવાબ આપેલ કે તમને સંસ્થા તરીકે કોકીલાબાના નામે જમીન થાય તેમાં શું રસ છે.કોકીલાબાના નામે જમીન રહે કે દશરથસિંહના નામે જમીન રહે કે દશરથસિંહના નામે જમીન રહે અંતે તો તેમના વારસદારોને જ જમીન મળવાની છે.તો આમાં શા માટે પડો છો,ત્યારે અમે સીના નામે જમીન થવાથી માન—મોભો—આર્થિક રક્ષણ,સ્વતંાતા તેમજ ધિરાણના વ્યાજદર અને સરકારશ્રીની યોજનાથી શું શું લાભો થાય છે.તેની ચર્ચા કરવામાં આવેલ અને ત્યારબાદ એવુ પણ કહેવામાં આવેલ કે તમારો કામનો કાયદેસરના ડોકયુમેન્ટ સર્ટીઓ જોવાનું અને હકક પાકે (ગામ નમુના નં.૬) નોંધ પાડવાનું છે એ એન્ટ્રી મંજુર કરવી ન કરવી એ તો મામલતદાર સાહેબે જોવાનું છે.તે અંગેની દલીલો કર્યા બાદ સર્કલ સાહેબ તૈયાર થયા અને તેમને જે માંગ્યા તે દસ્તાવેજો રજા કર્યા અને હકક પાકે નોંધ પાડી તે તે મામલતદાર સાહેબે તપાસી હકક પાકની નોંધને પ્રમાણીત કરેલ અને કોકીલાબા એક પત્ની તરીકે સ્વતંત્ર ખેડુત ખાતેદાર બન્યા અને કોકીલાબા પહેલેથી ઉત્સાહી અને જાગૃત નાગરીક હતા જેથી ચોમાસુ પાકો માટે નાણાની જરૂરીયાત હોવાથી તેમના વિસ્તારની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પડવા શાખામાંથી પાક ધિરાણ પણ મેળવેલ અને બેંકના વ્યાજે ધિરાણ મેળવી ખેતી ખર્ચ પણ ઘટાડેલ છે.
સ્ત્રોત: ઉત્થાન ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/6/2019