આવો આપણે જાણીએ કે સૌરાષ્ટ્રના દરબાર જ્ઞાતિના ઇલાબહેને તેમનો જમીન વારસાઇનો હક કેવી રીતે મેળવ્યો? રાજુલાના સાત ધોરણ સુધી ભણેલા ઇલાબહેનના લગ્ન કેટલાક વર્ષો પહેલાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા સરસઇ ગામે રહેતા નટવરસિંહ વાળા સાથે થયા હતાં. લગ્નના થોડા સમય બાદ ધંધા રોજગારની શોધમાં નટવરસિંહ રાજુલા શહેરમાં આવી વસ્યાં. લગ્નજીવન દરમિયાન ઇલાબહેન બે દીકરી અને એક દીકરાના માતા બન્યાં. ટૂંકી આવકમાં તેઓ જેમ તેમ કરીને કુંટુંબનું ગુજરાન ચલાવતાં હતાં અને તેમાંય નટવરસિંહને દારૂનું વ્યસન. આમ તેઓ આર્થીક કટોકટીના કારણે સતત માનસિક તણાવ હેઠળ જીવતાં એક દિવસ કોઇ અગમ્ય કારણોસર તેમણે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરી લીધું ને ત ે દિવસથી જ થઇ ગઇં ઇલાબહેનના સંઘર્ષમય જીવનની શરૂઆત.
વિધવા થતાં ઇલાબહેન તેમના ત્રણેય બાળકો,ઘરનો પૂરો સરસામાન અને પોતાનું સીધન લઇ તેમના સાસરે સરસઇ ગામે રહેવા ચાલ્યા ગયાં. તેમણે એવું વિચાર્યું હતું કે તેમને વારસામાં મળેલી પતિના ભાગની ૩પ વીઘાં જમીન પર તેમના સસરા અને જેઠ ખેતી કરશે અને તેની આવકમાંથી તેમના કુટુંબનું ગુજરાન ચાલ્યા કરશે. જે કે તેમને વારસામા મળેલી ૩પ વીંઘા જમીનનું બહેનના નામે પાકા પાયે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. જેની શરત મુજબ ઇલાબહેનના સસરા અને તેમના જેઠ તે જમીન પર ખેતી કરી શકે પણ તેમણે તે ખેતીની આવકમાંથી બહેન અને તેમના સંતાનોનું ગુજરાન ચલાવવું. પરંતુ ઇલાબહેનની આ માન્યતા ઠગારી નીકળી. સાસરીવાળાં તો તેઓને ભરપેટ ખાવાનું પણ આપતાં ન હતા.પરંતુ દિવસ—રાત તેજ તજવીજમાં રહેતા કે કેમ કરીને બહેન અને તેમના બાળકોનું કાસળ કાઢીએ જેથી તેમના ભાગની જમીન હડપ કરી લેવાય.જેના ભાગરૂપે એકવાર તો તેમણે બહેન અને તેમના બાળકોને એક ઓરડામાં પૂરી દઇ બહારથી સાંકળ મારી દીધી હતી. તેમના પાડોશીને આ વાતની જાણ થતાં તેમણે તરત જ ઇલાબહેનના પિતાને આ બાબતની જાણ કરતો ફોન કરતાં તેઅૌ આવીને ઇલાબહેનને રાજુલા લઇ ગયાં આ અરસામાં ઇલાબહેનના સાસરિયાંઓઅ તેમનૂં અને તેમના બાળકોનું કાસળ કાઢી તેમના ભાગની જમીન હડપ કરવા માટે એવો કાવતરું ઘડી નાખ્યું કે તેઓને વાડીએ લઇ જઇ તેમની પર કેરોસીન છાંટી તેમને જીવતાં સળગાવી દેવાં. આ વાત ઇલાબહેનની મોટી દીકરી દિવ્યા સાંભળી જતાં તેણે ઇલાબહેનને આ બાબતે જણાવ્યું જેથી બહેનના પિતાએ નકકી કર્યું કે ઇલાબહેન અને તેમના બાળકોને પોતાના ઘરે જ રાખવાં પરંતુ મોંઘવારીના જમાનામાં તેમના ગરીબ પિતા આ ચાર માણસોનું ભરણ પોષણ, ભણતર અને અન્ય ખર્ચને કેમે કરીને પહોંચી વળતા નહોતાં આ જોઇ ઇલાબહેનને બહાર કામે જઇ પિતાને ઘર ચલાવવામાં ટેકો કરવાનું મન થતું પણ દરબારની વહુ દીકરીઓથી તો ઘરની બહાર કમાવવા માટે પગ કઢાય નહીં એવી તેમની જ્ઞાતિની રૂઢિચુસ્તતા અને તેમ છતાં જો ઇલાબહેન તેમ કરે તો તેમની જ્ઞાતમાં તેમના પિતાનું નાક કપાય વળી, સાસરિયાંવાળા એવા તે માથાભારે અને વગ ધરાવતા હતાં કે તેમની જ્ઞાતિના આગેવાનો કે પંચ પણ તેમને સમજાવવા જતાં ડરતાં.આવી વિકટ પરિસ્થિતિમાં રાજુલાના મહિલા સભ્ય એવા વિજયાબહેને ઇલાબહેન અને તેના પિતાને રાજુલાની ન્યાય સમિતિની કાર્યવાહી બાબતે માહિતી આપી.આથી તા. ર૦ નવેમ્બર, ર૦૦૬ ના રોજ રાજુલા ઉત્થાન આફિસમાં ચાલતી ન્યાય સમિતિની બેઠક દરમિયાન તેઓએ હાજર રહી તેમની વ્યથા ઠાલવી.
આ કેસના અનુસંધાનમાં ન્યાય સમિતિએ અવારનવાર ઇલાબહેનના સસરા અને જેઠને રાજુલાની આોફિસ પર હાજર રહી કેસ બાબતની ચર્ચા કરવા બાબતે જણાવ્યું. પ્રંતુ તેના જવાબમાં તેઓ ધમકીઓ આપતાં કે જો અમારી પર કોઇપણ જાતની કાયદેસરની કે અનય કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો તેનું પરિણામ સારું નહીં આવે.વળી, જ્ઞાતમાં અને ગામમાં તેમની માથાભારે માણસો તરીકેની છાપ હોવાથી કોઇ વાહનવાળા પણ સરસઇ ગામે લઇ જવા કે ગામનિ કોઇ વ્યકિત તેમનું ઘર બતાવા તૈયાર ન થાય. છેવટે ન્યાય સમિતિના બે બહેનોએ જોખમ માથે લઇ સરસઇ ગામે ઇલાબહેનના સાસરિયાંને સમજાવવાની તૈયારી બતાવીં.જો કે ચાલાકાઇ વાપરી બહેનો સરસઇ ગામે પહોંચી અને ગામની એક નાની છોકરીને જગુભાઇ વાળા બહેનના સસરાનું ઘર બતાવવા કહ્યું.જો કે તે છોકરીને બહેનના જેઠે ન્યાય સમિતિની બહેનોની નજર સામે જ તેમનું ઘર બતાવવાનો ગુનો કરવા બદલ ઢોરમાર મર્યો. અને તેમન્ે પણ ઘરની બહાર નીકળી જવા જણાાવ્યું . પરંતુ ન્યાય સમિતિની બહેનોએ ધીરજપૂર્વક તેમને સમજાવ્યા કે તમે તમારી ખોટી હઠ મૂકી દો કારણ કે ઘરની વહુ અને છોકરાંઓ સ્વમાનપૂર્વક જીવી શકે તેવી વ્યવસ્થા કરવી તે માનવતાની દ્દષ્ટિએ તમારી ફરજ છે. વારંવારના ધીરજપૂર્વકના તેમના પ્રયત્નો અને કાયદા કાનૂનોનો ડર બતાવતાં તેઓ આખરે ઇલાબહેનના સસરા અને તેમના જેઠૈ રાજુલાની ન્યાય સમિતિ સમક્ષ ઇલાબહેનની શરત મુજબનું સમાધાન કર્યું કે, બહેનની જમીન તેમના જેઠ અને સસરા વાવશે અને પહેલા વર્ષૈ તેઓ વીઘે રૂપિયા ૧૧૦૦ લેખે ૩પ વીઘાંના કુલ ૩૮,પ૦૦ રૂપિયા ન્યાય સમિતિને સાક્ષી રાખી ઇલાબહેનને ચૂકવશે અને તે પછીના દર વર્ષથી વીઘા દીઠ રૂ. ૧૦૦ નો વધારા સહિતની રકમ બહેનને ઘરબેઠા મોકલાવશે. જે કે ઇલાબહેનના પતિના નામે રૂ. ૮૦,૦૦૦ નું દેવું હતું. આથી પહેલા વર્ષના રૂ. ૩૮,પ૦૦ માંથી ઇલાબહેનના સસરાએ રૂ.ર૦,૦૦૦ બેંકના દેવા પેટે ચૂકવ્યા અને તેની રસીદ તેમણે ન્યાય સમિતિ સમક્ષ બહેનને આપવી. જે મુજબ તા. ૧૮ જૂન, ૦૭ ના રોજ તેમણે પહેલા વર્ષની રકમ પેટે નીકળતા ૩૮,પ૦૦ માંથી રૂ. ર૦,૦૦૦ ની બેંકની રસીદ અને બાકીના રૂ. ૧૮,પ૦૦ ન્યાય સમિતિ સમક્ષ ઇલાબહેનને, ચૂકવ્યા.
આમ,આખરે ઇલાબહેનનેા દ્દઢ આત્મવિશ્વાસ અને હિંમત અને ન્યાય સમિતિની બહેનોના સાથે રહીને કરાયેલા અથાક પ્રયત્ને આખરે રંગ લાવ્યાં જ. તેઓ તેમનો જમીન વારસાઇનો અધિકાર મેળવીને જ જંપ્યાં.એટલું જ નહીંં પણ તેમણે તેમના રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓના જમીના માલિકીના અધિકાર મેળવવાનો નવો ચીલો પણ પાડયો. જ્ેનાથી તેમના સમાજની અન્ય મહિલાઓ પણ આવા અધિકાર થકી સ્વમાનભેર જીવન જીવવાની પ્રેરણા મેળવશે.
સ્ત્રોત: ઉત્થાન ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/18/2019