સંપુર્ણ સ્વચ્છતા અભિયાન - ગોલ્ડન ગોલ્સ
- યોજના અંતર્ગત જિલ્લના તમામ કુટુંબો શૌચાલયનો ઉપયોગ કરે તે માટે અત્રેથી એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના તેમજ તાલુકાના કર્મચારીશ્રીઓને ગામોની ફાળવણી કરવામાં આવેલ. તે તેઓ ગામની મુલાકાત લેશે. જરૂર પડે ફળીયા મિટીંગ, ગૃપ ચર્ચા કરી ગામોના લોકોને શૌચાલયનો ઉપયોગ અને તેના ફાયદા વિષેની વિસ્તૃત માહિતી મળી રહે તેમજ દરેક કુટુંબ શૌચાલયનો ઉપયોગ કરે તેવા પ્રયત્ન કરીશું.
- ગામમાં બધા લોકો પાતાના ઘરમાં તેમજ ઘરની આજુબાજુ સફાઈ રાખે તે માટે ગ્રામ સુખાકારી સમિતી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે તેવા પ્રયત્નો કરીશું.
- જિલ્લાની પ્રાથમિક શાળામાં લક્ષ્યાંક મુજબ શાળા શૌચાલયની ડિસે.-09 અંતિત કામગીરી પુર્ણ થશે.
- જિલ્લાની આંગણવાડીમાં લક્ષ્યાંક મુજબ શાળા શૌચાલયની ડિસે.-09 અંતિત કામગીરી પુર્ણ થશે.
- શાળાના બાળકોમાં સ્વચ્છતાની ટેવો વિકસે તેમજ શૌચાલયનો ઉપયોગ કરતા થાય. તેમાં શાળા શિક્ષકો દ્વારા નિયમીત રીતે પ્રાર્થનામાં સ્વચ્છતાલક્ષી માર્ગદર્શન આપવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરીશું.
- જિલ્લાના તમામ કુટુંબોને શૌચાલયનો ઉપયોગ કરવાની ટેવ પાડીશ.
- તમામ કુટુંબો દ્વારા વધારેમાં વધારે સ્વચ્છતા જળવાય અને સ્વચ્છતાની ટેવો વિકસાવીશ.
- જિલ્લાની લક્ષ્યાંક મુજબ 335 બાકી શાળાઓમાં શૌચાલયો બંધાવીશ.
- જિલ્લાની લક્ષ્યાંક મુજબ 701 બાકી આંગણવાડીમાં શૌચાલયો બંધાવીશ.
- શાળાના બાળકોમાં સ્વચ્છતાની ટેવો અને શૌચાલયના ઉપયોગનું જ્ઞાન આપીશ.
- જિલ્લાના લોકસમુહ માટે ઉપયોગી થાયે તેવા સામુહીક શૌચાલય બનાવવા પ્રયત્નો હાથ ધરીશું.
- પશુજન્ય મળમુત્રના સલામત નિકાલ માટે નક્કી કરેલ જગ્યાએ ખાડા બનાવી તે જ સ્થળે મળમુત્રનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરીશું.
- ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર રાખીને ગામની સફાઈ તેમજ ડોર-ટુ-ડોર કલેકશનની કામગીરી કરી વધારેમાં વધારે ગામોમાં સફળતા હાંસલ કરી શકાય તે માટેના પ્રયત્નો કરીશું.
- જાહેર રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓની કાયમી સફાઈ વ્યવસ્થા ગોઠવીશ.
- પ્રા.શાળા અને આંગણવાડીના બાળકોમાં આરોગ્યપ્રદ જીવન માટેની સુટેવોનું નિરૂપણ થાય તે માટે પ્રાર્થનામાં દરેક બાળકોને ઉભા કરી નાહી ધોઈને આવેલ છે કે કેમ? નખ કાપેલ છે કે કેમ? વગેરે જેવી આરોગ્યલક્ષી સુટેવો બાળકમાં આવે તે માટેની કામગીરી હાથ ધરવા પ્રયત્નો કરીશું.
- લોકોમાં પાણીના સ્ત્રોતો, સ્ટેન્ડ પોસ્ટ ડંકી, પાણીયારાની આજુબાજુની સફાઈ અંગે ગામના લોકોને ફળીયા મિટીંગ દ્વારા સમજાવી માર્ગદર્શન આપી કામગીરી હાથ ધરીશું.
- ગામના ગટરો સ્વચ્છ રહે તે માટે નિયમીત સફાઈ થાય તે માટે કાળજી લઈ પ્રયત્ન કરીશું.
- લોકોમાં પીવાના પાણીના શુધ્ધિકરણની ટેવો વિકસે તે માટે વાસ્મો સાથે સંકલન કરી પ્રયત્નો કરીશું.
- આઈ.ઈ.સી. પ્રવૃતિ દ્વારા લોકોમાં વધારેમાં વધારે સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો હાથ ધરીશું.
- લાભાર્થીઓ શૌચાલયનો કાયમી ઉપયોગ કરે તે માટે ગામના લોકોની જ એક ટીમ બનાવી કામગીરી માટેના પ્રયત્નો કરીશું.
- વર્ષ 2010 સુધીમાં જિલ્લાના શૌચાલય વિહોણા બી.પી.એલ. કુટુંબો તેમજ એ.પી.એલ. કુટુંબોને શૌચાલય અપાવવા પ્રયત્ન કરીશ.
સંપુર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગોલ્ડન ગોલ પુર્ણ કરવા કરેલ આયોજન
ક્રમ
|
વિગત
|
લક્ષ્યાંક
|
વર્ષઃ 2008-09
|
વર્ષઃ 2009-10
|
રીમાર્કસ
|
1
|
બી.પી.એલ. શૌચાલય
|
37669
|
29319
|
8350
|
-
|
2
|
એ.પી.એલ. શૌચાલય
|
14082
|
7771
|
6311
|
-
|
3
|
શાળા શૌચાલય
|
576
|
576
|
-
|
વર્ષ 2008-09 માં શાળા શૌચાલયની કામગીરી પુર્ણ કરવામાં આવશે.
|
5
|
આંગણવાડી શૌચાલય
|
943
|
394
|
549
|
-
|
4
|
સામુહીક શૌચાલય
|
54
|
4
|
50
|
-
|
-
|
કુલ
|
53324
|
38064
|
15260
|
-
|
સ્ત્રોત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડીયાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.