હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / સરકારી યોજનાઓ / મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના

યોજનાનો ઉદ્દેશ:

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોને, કુટુંબદીઠ વર્ષ દરમિયાન વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારીની બાંહેધરી આપવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.

પાત્રતાના ધોરણો:

યોજના હેઠળ તમામ ગ્રામીણ કુટુંબોના પુખ્ત વયના સદસ્યો કે જેઓ સવેતન રોજગારી મેળવવા શારિરીક શ્રમ તથા બિનકુશળ કામ કરવા ઇચ્છુક હોય, તેવા કુટુંબો આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનાના ફાયદા/સહાય:

જોબ કાર્ડ ધારક ગ્રામીણ કુટુંબને વધુમાં દિવસ રોજગારી આપવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકોપયોગી અને સામૂહિકમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રક્રિયા:

રોજગારી વાચ્છક કુટુંબોએ સંબંધિત ગ્રામ/તાલુકો(પંચાયત સમક્ષ સળંગ ૧૪ દિવસની રોજગારી લેખિત/મૌખિક સ્વરૂપે માંગણી કર રહે છે. આવી માંગણી થયેથી જોબકાર્ડ ધારક કુટુંબને ગ્રામ પંચાયત દ્વારા દિન-૧પમાં કામ શરૂ કરી રોજગારી પૂરી પાડવાની રહેશે. પ્રોગ્રામ ઓફીસર તે માટે ચીઠ્ઠવાડિક ઇ-મસ્ટર ઇસ્કુલ્યુ કરશે. ગ્રામ પંચાયત દ્વારા કામ શરૂ કરાવી, મસ્ટર નિભા પ્રોગ્રામ ઓફિસરને ચુકવણા માટે મોકલી આપશે. પ્રોગ્રામ ઓફિસરની કચે કરેલ કામોના માપો લઇ શ્રમિકે કરેલ કામના પ્રમાણમાં મળવાપાત્ર વેતન ૧૫ દિવસમાં કે તે કુટુંબના બેન્ક/ પોસ્ટના ખાતામાં જમા કરાવશે. શ્રમિકોની આધાર કાર્ડની વિગતો પણ સ્વેચ્છાએ જોડી શકાશે.

અમલીકરણ કરતી કચેરી /એજન્સી/સંસ્થા:

યોજનાના કામોનું અમલીકરણ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત, સરકારશ્રીના સંબંધિત વિભાગો, કેન્દ્ર/રાજ્ય પ્રખ્યાત બિન સરકારી સંસ્થા તથા સ્વ-સહાય જૂથો કરશે. જિલ્લા 52 ગ્રામ કો-ઓડીનેટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી છે.

અન્ય શરતો:

કામના સ્થળે છાંયડો, તાત્કાલિક સારવારની દવાઓ, પીવાનું પાણી અને ૬ વર્ષથી નીચેના પાંચથી વધુ બાળકો હોય તો ઘોડિયાઘરની સવલતો આપવાની રહેશે. કામ પર અકસ્માતના કિસ્સામાં મળવાપાત્ર રાહત, સામાજિક ઓડિટ અને ફરિયાદ નિવારણ, ઇ-એફ.એમ.એસ. પધ્ધતિથી શ્રમિકોના વેતન ચુકવણા સીધે સીધા શ્રમિકના ખાતામાં જમા કરવા, કામની માંગણી અનુસાર ૧૫ દિવસની સમયમર્યાદામાં રોજગારી પૂરી પાડી ન શકાય તો તે કુટુંબને બેરોજગારી ભથ્થું, વગેરે શરતોનું પાલન કરવાનું રહેશે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

3.01923076923
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top