ટેલિકમ્યુગનિકેશન અને ઈન્ફરર્મેશન ટેકનોલોજીએ જાહેર સેવાઓને વધુ લોકભોગ્યર બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. રાજ્યઈએ વિકાસ પ્રક્રિયામાં નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું નક્કી કર્યુ છે. ગુજરાત સરકારે ઈન્ફકર્મેશન અને કમ્યુપનિકેશન ટેકનોલોજી(આઈસીટી)નો ઉપયોગ કરી નાગરિક સુવિધાઓ વધુ ઝડપી અને સસ્તીક બનાવી છે. આ ટેકનોલોજીના કારણે સરકારી યોજનાઓ અને જરૂરી માહિતી નાગરિકને ઘરઆંગણે ઉપ્લનબ્ધ બની રહી છે. દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્યહ છે જેણે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ઈ-ગર્વનન્સી સિસ્ટનમ દાખલ કરી.
રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સના પ્રોત્સાહન માટે રચનાત્મક અને પરિણામલક્ષી નીતિઓ અપનાવી છે. રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રયાસોથી ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, આમ આ વિભાગ સરકાર અને નાગરિક વચ્ચે સેતરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પગલાઓના કારણે રાજ્ય વધુ પારદર્શક અને કાર્યક્ષમ બન્યું છે.
ગુજરાત સરકારની આઈ.ટી.પોલીસી (૨૦૦૬-૨૦૧૧)ના ઈ-રેડીનેસની પહેલ દેશના અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બનશે. સ્વતંત્ર એજન્સીઓએ હાથ ધરેલા અભ્યાસ પ્રમાણે ઈ-રેડીનેસમાં ગુજરાત દેશના ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન પામે છે. ગુજરાતની નેટવર્ક પોલીસી, ઈ-ગવર્નન્સ, નેટવર્ક લર્નિંગ, નેટવર્ક એક્સેસ અને નેટવર્ક સોસાયટી જેવા પગલાંઓ સર્વત્ર પ્રસંશા પામ્યા હતા.
સ્ત્રોત : ગુજરાત સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020