થોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ 'આમ આદમી વીમા યોજના' અને 'જનશ્રી વીમા યોજના'ને ભેગી કરી દીધી હતી. હવે આ યોજનાને 'આમ આદમી વીમા યોજના' (એએબીવાય - AABY) તરીકે ઓળખવામાં આવે છે.
આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે. આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ (આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ/ગામડાના જમીન વિહોણા લોકો)ને પણ મળે છે. આ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે. આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ. મહત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે. આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે. રેશન કાર્ડ, જન્મનોંધણી પત્ર, સ્કૂલ સર્ટિફિકિટ, મતદાર યાદી, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ.
સ્ત્રોત: ગ્રામ વિકાસ અજેન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/31/2019
વિભાગમાં આમ આદમી વીમા યોજના વિશેની માહિતી આપેલ છે...