મિશન મંગલમ
બહેનોનો સંવાદ
બહેનઃ-૧- આ મોંધવારીમાં તો ધરનાં છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે.
બહેનઃ-ર સાચી વાત કીધી તે તો બહેન. હવે પહેલા જેવું નથી. હવે તો આપણે પણ કાઇંક કરવું
જોઇએ.
બહેનઃ-૧ પેલા ફળીયામાં તો બેનો કાંઇક ભેગી થઇને કામ કરે છે તેની તને ખબર છે.?
બહેનઃ-ર બહુ ખબર તો નથી પણ કાઇંક મંડળ ચાલે છે એવી વાત છે.
બહેનઃ-૧ ચાલો ને તો ત્યાં જઇને જોઇ આવીએ. આપણે પણ કુટુંબને કાંઇ મદદ કરી શકીએ તો
સારુ જ છે ને
બહેન-ર ચાલો ચાલો..
(ફળીયામાં જાય છે ત્યાં સક્રીય બહેનને મળે છે અને માહીતી લે છે.)
સક્રીય બહેનઃ-
પહેલા તો અમને પણ તમારી જેમ જ ધરનાં કામ સિવાય નું કાંઇ સુઝતુ ન હતું. પણ તાલુકા પંચાયતમાંથી માહીતી મળી મિશન મંગલમ યોજનાની અને અમે બનાવ્યું મજબૂત સખીમંડળ.
- મિશન મંગલમ યોજનાનાં અમલીકરણ માટે વર્ષ ર૦૧૦ માં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ની સ્થાપના કરવામાં આવી.
- જયારે ૧૦ થી ર૦ પુખ્ત વયનાં બી.પી.એલ અથવા SECC 2011 વંચિતતા ધરાવતાં કુટુંબોનાં બહેનો કે જેઓનો સામાજિક-આર્થિક દરજજો એક સરખો હોય, એકસમાન ઉદેશ્ય માટે એક મંડળ માં સંગઠિત થાય તેને સખીમંડળ કહેવાય.
સખીમંડળ ચલાવવા જરુરી છે.પંચસૂત્ર
- નિયમિત દર અઠવાડીયે મિટીંગ.
- નિયમિત બચત.
- નિયમિત ધિરાણ.
- નિયમિત વસૂલાત
- નિયમિત હિસાબોની જાળવણી.
- મંડળનાં નિભાવવાનાં હિસાબોનાં ચોપડા વ્યકિતગત પાસબુક,ધિરાણ રજીસ્ટર,મિટીંગ કાર્યવાહી નોંધનું રજીસ્ટર મિટીંગમાં જ લખવામાં આવે.
સખીમંડળને નાણાંકીય સહાયતા
કેશ ક્રેડીટ( રોકડ ધિરાણ)
લાભની પાત્રતાઃ-
- રચના ને ૬ માસ થયેલ સખીમંડળ
- પંચસૂત્રોનું પાલન કરતા મંડળ
લાભ લેવા જરુરી દસ્તાવેજ
- જી.એલ.પી.સી.નાં તાલુકા મિશનમંગલમ શાખાનો ભલામણ પત્ર અને નિયત નમૂનામાં અરજી
- મંડળનાં ઠરાવની નકલ
- પ્રમુખખજાનચી -મંત્રી- - નાં પ્રમાણપત્ર તથા આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ ની નકલ અને ૩ પાસપોર્ટ સાઇઝનાં ફોટો.
- અન્ય સભ્યોનાં આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ ની નકલ તથા ૧ પાસપોર્ટ સાઇઝનાં ફોટો.
- ગ્રેડીંગ પત્રક
- આ પ્રક્રીયા કરવા પર બેંક દ્રારા અલગથી લોન ખાતું ખોલવામાં આવે છે.
- પહેલી વખત બેંકમાંથી ઓછામાં ઓછા ૧ લાખ સુધીનું રોકડ ધિરાણ મળે છે. ત્યારબાદ મંડળની જરુરીયાત મુજબ રકમ બેંક દ્રારા વધારવામાં આવે છે.
કેશક્રેડીટ પર સખીમંડળ ને મળે છે અન્ય સવલતોઃ-
- સર્વિસ એરીયામાંથી મુકિતઃ- બેંકનાં સર્વિસ એરીયાનાં નિયમમાંથી સખીમંડળોને મુકિત
- સ્ટેમ્પ ડયુટીમાં રાહતઃ- સ્ટેમ્પ ડયુટીમાં ૧૦ લાખનાં ધિરાણ સુધી રાહત. રુા.૧૭પ૦ સુધીનો લાભ.
- ઇન્ટરસ્ટ સબવેન્શનઃ-
- રોકડ ધિરાણ પર બેંક તરફથી લેવાતા વ્યાજ માં ૭% ફલેટ રેટની મદદ
- નિયમિત હપ્તા ભરવા પર વધારાનાં ૩% મળવાપાત્ર.
- આમ ૧૦% સુધીની વ્યાજ સહાય મળવાપાત્ર છે.
- પ્રક્રીયા બેંક મારફત કરવામાં આવે છે. નાણાં બેંકનાં ખાતામાં જ જમા થાય છે.
૪)કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ
- ગ્રામ સખીસંધનાં સભ્ય હોય તેવા બી.પી.એલ સખીમંડળને પ૦,૦૦૦ સુધી કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ નું ધિરાણ.
- બેંકીંગ –વીમા-પેન્શન યોજનાઓ સાથે જોડાણઃ-
સખીમંડળનાં દરેક સભ્યોને વારાફરતી બેંકની મુલાકાત લેવા પર મળે છે નાણાંકીય સાક્ષરતાનું જ્ઞાન.
સખીમંડળ એ એક નાની બેંક છે. બેંક માં બચત ખાતું ખોલાવ્યા બાદ બેંક તે બચતને અન્ય ખાતાધારકોને લોન આપે છે અને તેનાં મળતાં વ્યાજથી બેંક પોતાનું ભંડોળ વધારે છે તે જ રીતે
સખીમંડળ પણ
- બચતની રકમમાંથી સભ્યોને આંતરિક ધિરાણ આપી વ્યાજની આવક થી પોતાનું સ્વભંડોળ વધારે છે.
- બેંકમાં મળતાં રોકડ ધિરાણ પર સભ્યો પાસે થી બેંક નાં વ્યાજ દર થી વધુ દર મુજબ આપી તફાવતની રકમ થી મંડળનું ભંડોળ વધારે છે.
- ગ્રામ સખીસંધ સખીમંડળને ૯ % નાં દરે કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ નું ધિરાણ કરે છે.
સખીમંડળ સભ્યોને ૧ર % નાં દરે ધિરાણ આપે છે. આમ તફાવતનાં ૩%નો વ્યાજનાં દરથી મંડળનું સ્વભંડોળ વધારે છે.
તાલીમ
સ્વરોજગારલક્ષી તાલીમ માટે ની વ્યવસ્થા.
- મહેસાણા-ઉંઝા રોડ પર આવેલ દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનમાં બનેલ આધુનિક બિલ્ડીંગમાં તાલીમ.
- જમવા તથા રહેવાની તથા વિનામૂલ્યે તાલીમ ની સુવિધા.
- >બી.પી.એલ સ્કોર, સમાજના વંચિત વર્ગ( SECC-મુજબ)નાં સખીમંડળનાં બહેનોને માટે ૬૦ જેટલા સ્વરોજગારલક્ષી કોર્ષની વિનામૂલ્યે તાલીમ
- ઉમર મર્યાદા ૧૮ થી ૪પ વર્ષ.
રોજગારલક્ષી તાલીમ માટે ની વ્યવસ્થા.
યોજનાનો માટેની ઉમરમર્યાદા તથા અભ્યાસની વિગતઃ-
- ૧૮ થી ૩૫ વર્ષ નાં યુવાન/યુવતી
- ઓછામાં ઓછો ધોરણ ૫ સુધીનો અભ્યાસ
લાભ મેળવવાપાત્ર કુટુંબોઃ-
- બીપીએલ કુટુંબો નાં યુવાન/યુવતી
- SECC ર૦૧૧ માં ઓટો ઇન્કલુઝન પેરામીટરમાં આવતાં કુટુંબો નાં યુવાન/યુવતી
- મનરેગામાં છેલ્લા નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧પ દીવસ સુધી રોજગારી મેળવનાર કુટુંબોનાં યુવાન/યુવતીઓ.
- આરએસબીવાય કાર્ડ નાં માં નામ હોય તેવા કુટુંબનાં યુવાન/યુવતી (કાર્ડ પર નામ હોવું જરુરી)
- બી.પી.એલ પી.ડી.એસ કાર્ડ ધારક કુટુંબનાં યુવાન/યુવતી (કાર્ડ પર નામ હોવું જરુરી)
યોજનાની લાક્ષણિક્તાઓ
- NCVT અને SSC માન્ય કૌશલ્ય વર્ધન તાલીમ સર્ટીફીકેટ
- ૩ માસની તાલીમ મેળવ્યા બાદ સંગઠિત ક્ષેત્રે ઓછામાં ઓછા રૂ.૬૦૦૦/- ની તથા ૧ર માસની તાલીમ મેળવ્યા બાદ રૂ. ૧૫૦૦૦/-ના પગારથી રોજગારીની બાંયધરી.
- તાલીમ લઇ નોકરી મેળવ્યા બાદ પણ અપાતો સહયોગ
- મોનીટરીંગ જી.એલ.પી.સી દ્રારા
- અમલીકરણ વિવિધ એજન્સી દ્રારા
- ગ્રામકક્ષાએ આવા ઇચ્છુક યુવાન/યુવતીઓ ની યાદી બનાવી તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખામાં સંપર્ક કરી શકાય.
મહેસાણામાં અલગ-અલગ ક્ષેત્રમાં આજીવિકા મેળવતાં સખીમંડળોની વાત.
આર.ઓ.પ્લાન્ટ (ગામઃ- કાંસા તા.વિસનગર)
અગરબતી પેકીંગ યુનિટ (ગામઃ- કડા તા.વિસનગર)
કેશ ક્રેડીટમાં થી પશુપાલન- ભેંસ,ચાફકટર લાવવાની વાત
મિશન મંગલમ યોજના નું અમલીકરણઃ-
- જિલ્લા કક્ષાએઃ- નિયામકશ્રી /જિલ્લા લાઇવલીહુડ મેનેજરશ્રી-મિશન મંગલમ શાખા ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મહેસાણા
- તાલુકા કક્ષાએઃ- તાલુકા વિકાસ અધિકારીશ્રી/ તાલુકા લાઇવલીહુડ મેનેજરશ્રી-મિશન મંગલમ શાખા ,તાલુકા પંચાયત
- ગ્રામ કક્ષાએઃ- કલ્સટર કો-ઓર્ડીનેટર/ સખીમંડળનાં સક્રીય બહેનો
સ્ત્રોત : જિલ્લા ગ્રામ વિકાસ મહેસાણા