જિલ્લા પંચાયત કક્ષાએ વિવિધ કામગીરી કરવા માટે જુદી-જુદી શાખાઓ અસ્તિત્વમાં છે.આ શાખાઓ પૈકી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કક્ષાના વર્ગ-૧ ના અધિકારીની સીધી દેખરેખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ વિકાસ શાખા કામગીરી કરે છે.
ગ્રામ્ય પ્રજાની વિકાસની ભુખ સંતોષવા અને વિકાસ લક્ષી કામો હાથ ધરવા વિકાસ શાખાની મુખ્ય કામગીરી છે.વિકાસ કમિશ્નરશ્રીની યોજનાઓ જેમ કે સરદાર આવાસ,પંચવટી,પંચાયત-ધર-કમ મંત્રી આવાસ,જમીન સંપાદન અને માળખાકીય સુવિધા ઉપરાંત ૧ર માં નાણાંપંચની કેન્દ્રીય અનુદાન હેઠળના ગ્રામ્ય/તાલુકા અને જિલ્લા કક્ષાના કામોની સેૈધાંતિક / વહીવટી મંજૂરીઓ આપવા / મેળવવાની તથા ગ્રાન્ટ ફાળવવાની કામગીરી આ શાખા કરે છે.ઉપરાંત આયોજન હેઠળના અમુક વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી પણ આ શાખા કરે છે.
સ્ત્રોત :નર્મદા જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020