જીલ્લાના ગ્રામ્ય પંચાયત વિસ્તારમાંની સહકારી મંડળીઓની નોંધણી કરવાની સત્તા જીલ્લા પંચાયત દાહોદને મળેલ છે. જે મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાંની સહકારી મંડળીઓની નોંધણી અંગેની દરખાસ્તો સંબંધિત તાલુકા પંચાયતો મારફતે જીલ્લાને મળે છે. ઉત્પાદન, સહકાર અને વન સિંચાઇ સમિતિની બેઠકમાં રજૂ કરીને મંજૂરી મળ્યા બાદ નોંધણી કરવામાં આવે છે.
ઉદ્દેશો અને કાર્યો :
ક્રમ |
યોજનાનું નામ |
ઔધોગીક તાલીમ વર્ગો (૧) શિવણ તાલીમ વર્ગ :- મુ. નવાગામ તા.જી.દાહોદ |
૧ |
યોજના કયારે શરૂ થઈ |
તા.૦૧/૦૮/૧૬ થી ૩૧/૦૭/૧૮ સુધી ૧ વર્ષ |
૨ |
યોજનાનો હેતુ |
ગ્રામિણ યુવક.યુવતીઓ ને તાલીમ આપી ર્સ્વ રોજગારીની તકો ઉ૫લબ્ધ કરવી |
૩ |
યોજના વિશે (માહિતી) |
ગ્રામ્ય વિસ્તારોમાં શિવણ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે દરેક તાલીમની મુદત ૧ વર્ષની હોય છે.તાલીમાર્થીને માસીક રુ.૧ર૫/- સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. વર્ગ દીઠ ૧૫ વ્યકિત લાભ લે છે. આ યોજનાની વિસ્તૃત જાણકારી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી સહકારનો સંપર્ક કરવાનો હોય છે. |
૪ |
યોજનાનો લાભ કોને |
આ યોજનાનો લાભ ધોરણ-૪,પાસ થી ઉ૫ર હોય તેવા તમામ ગ્રામ્ય વિસ્તારના ઇસમોને આ૫વામાં આવે છે |
૫ |
યોજનાના લાભાર્થી માટે |
ઓછામાં ઓછુ ધોરણ ૪ પાસ અને ઉંમર ૧૪ થી ૩૦ વર્ષ |
સને. ૨૦૧૭ -૧૮ મા દાહોદ તાલુકાનાં નવાગામ મુકામે એક શિવન તાલીમ વર્ગ ચાલે છે. જેની મુદત તા.૩૧/૭/૧૮ ના રોજ પૂર્ણ થાય છે. સને.૨૦૧૬-૧૭ મા કર્મચારી પગાર ભથ્થા તથા તાલીમ વર્ગની નિભાવણી ખર્ચ માટે રૂપિયા ૨૧૭૭૦૦૦/- ની જોગવાઈ સામે રૂપિયા ૧૨૬૮૦૮૫/- ની ગ્રાન્ટ ફાળવેલ છે. અને ખર્ચ રૂપિયા ૧૩૯૯૬૬૯/- થયેલ છે. ભૌતિક લક્ષાક (સંખ્યા) ૧૫ ની સામે થયેલ સિદ્ધિ (સંખ્યા) ૧૫ છે. પ્રગતિ ૧૦૦% છે.
સને.૨૦૧૭-૧૭ મા મળેલ અરજીની સંખ્યા-૦ (શૂન્ય) છે. અને કોઈ અપીલ અરજી નોધાયેલ નથી .
સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/22/2020