ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્લા અસ્તીત્વમાં આવેલ દાહોદ જીલ્લાને અડીને મઘ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયની સરહદો આવેલી છે
ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્મ સ્થાન દાહોદ ગડીના કિલ્લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે અને તે મુજબ જે રાજય સરકારના પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત જાહેર થયેલ છે, કાળી ડેમનું મંદિર, પાટાડુંગરી ડેમ વગેરે ફરવા લાયક સ્થળો છે.
હાલ જીલ્લામાં કુલ ૮ તાલુકાઓ છે, જીલ્લાની કુલ વસ્તી ૨૦૧૧ મુજબ ૨૧,૨૭,૦૮૬ થાય છે, તે પૈકી અનુસૂચિત જનજાતિની વસ્તી ૧૧,૮૨,૫૦૯ અનુસૂચિત જાતિની વસ્તી ૩૨,૮૮૪ જયારે અન્ય ૪,૧૮,૯૮૦ છે, જીલ્લામાં ૭૨.૨૮ ટકા આદિજાતી વસ્તીના કારણે આદિજાતી વસ્તી ધરાવતો ૫છાત જીલ્લો છે, જીલ્લામાં ખાસ કરીને ભાલ ૫ટેલીયા અને રાઠવાની વસ્તી છે. આ જીલ્લાનો લીમખેડા તાલુકો સૌથી ૫છાત તરીકે રાજયમાં બીજા ક્રમે જાહેર થયેલ છે જેના કારણે આ તાલુકાના ૨૬ ગામો મુખ્યમંત્રીશ્રીએ દત્તક લીધેલ છે.
જીલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને ખડકાળ છે. ૫રંતુ હવે જંગલોનું પ્રમાણ નહિવત રહેલ છે છતાંય જંગલોની મુખ્ય પેદાશ સાગ, સાદડ, સીસમ અને ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્ય છે અહીંની આબોહવા સામાન્યપણે વિષમ છે. ચોમાસુ આધારિત ખેતી હોય ખેડૂતોને ચોમાસા૫ર આધાર રાખવો ૫ડે છે.
આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્ય છે સ્ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે.
ક્રમ |
વિગત |
આંકડાકીય માહિતી |
૧ |
જીલ્લાનું ભૌગોલીક સ્થાન |
૭૩.૪૫ થી ૭૪.૩૦ અક્ષાંશ અને ૨૨.૩૦ થી ૨૩.૩૦ રેખાંશ વચ્ચે |
૨ |
કુલ ક્ષેત્રફળ |
૩૮૨૦૪૨૦૪ હેકટર |
૩ |
આબોહવા |
ગરમ |
૪ |
જમીન |
ઢાળવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની |
૫ |
નદીઓ |
દૂધમતી, પાનમ, માઝણ, હડફ, કાળી, ખાન નદી |
૬ |
પાક |
મકાઇ, ચણા,સોયાબીન,ઘઉ,રાયડો અને અડદ,વટાણા |
૭ |
કુલ ગામ |
૬૯૧ |
૮ |
ગ્રામ પંચાયતની સંખ્યા (૨૦૧૩-૧૪) |
૫૨૨ |
૯ |
મહાનગરપાલિકા |
- |
૧૦ |
નગરપાલિકા |
૩ |
૧૧ |
વસ્તી (૨૦૧૧) |
૨૧,૨૭,૦૮૬ |
૧૨ |
અનુસૂચિત જાતી |
૪૧,૪૪૪ |
૧૩ |
અનુસૂચિત જનજાતી |
૧૫૮૦૮૫૦ |
૧૪ |
જીલ્લાની કુલ વસ્તી સામે તાલુકાની કુલ વસ્તીનું પ્રમાણ |
૮૬.૬૮ ટકા |
૧૫ |
શહેરી વસ્તીનું પ્રમાણ |
૧૪.૩૨ ટકા |
૧૬ |
ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ |
૮૯.૬૨ ટકા |
૧૭ |
વસ્તીની ગીચતા (દર ચો.કિ.મી. દિઠ) |
૩૭૯ |
૧૮ |
વસ્તી વૃદ્ઘી દર (૨૦૦૧ થી ૨૦૧૧ દરમ્યાન) |
૨૯.૧૨ |
૧૯ |
જાતીપ્રમાણ (સેકસ રેસીયો) દર હજાર પુરૂષે સ્ત્રીનું પ્રમાણ(૨૦૧૧) |
૯૯૦ |
૨૦ |
સાક્ષરતાનું પ્રમાણ (ટકામાં) |
૫૮.૬૬ ટકા |
૨૧ |
કુલ કામકરનાર |
ગ્રામ્ય ૯૩૪૩૪૬ |
૨૨ |
મુખ્ય કામકરનાર |
ગ્રામ્ય ૩૦૭૪૮૯ |
૨૩ |
સિમાન્ત કામકરનાર |
ગ્રામ્ય ૪૩૪૩૭૬ |
૨૪ |
કામ નહી કરનાર |
ગ્રામ્ય ૮૨૦૫૨૭ |
૨૫ |
ખેડૂત |
ગ્રામ્ય ૪૩૩૦૬૮ |
૨૬ |
ખેત મજૂર |
ગ્રામ્ય ૧૭૮૯૬૭ |
૨૭ |
આરોગ્યની સવલતો (ગ્રામ્ય વિસ્તાર) |
|
૨૮ |
૫શુચિકિત્સાની સવલતો(ગ્રામ્ય વિસ્તાર) |
|
૨૯ |
૨૦૧૨ ની ૧૯મી ૫શુ ધન ગણતરી મુજબ |
|
૩૦ |
વિજળીકરણ થયેલ ગામ |
૬૯૬ |
૩૧ |
પીવાના પાણીની સવલત વાળા ગામ |
૬૮૬ |
૩૨ |
બારેમાસ એસ.ટી. ની સવલત ધરાવતા ગામો |
૪૨૫ |
૩૩ |
જીલ્લા પંચાયત સંચાલીત |
|
૩૪ |
(અ) ખાનગી શાળાની સંખ્યા |
૬૯ |
૩૫ |
સસ્તા અનાજની (વ્યાજબી ભાવ) દુકાન |
૯૮૬ |
૩૬ |
સસ્તા અનાજની દુકાનો ધરાવતા ગામો |
૫૨૬ |
૩૭ |
ઉદ્યોગ |
|
૩૮ |
આંગણવાડી |
૨૯૮૦ |
અ.નં |
વર્ષ |
દાહોદ |
ગરબાડા |
ધાનપુર |
દે.બારીઆ |
લીમખેડા |
ઝાલોદ |
ફતેપુરા |
૧ |
૧૯૯૧ |
૬૫૦ |
૬૫૦ |
૮૧૯ |
૬૨૮ |
૮૧૯ |
૭૬૨ |
૫૫૮ |
૨ |
૧૯૯૨ |
૫૪૯ |
૫૪૯ |
૭૪૨ |
૬૧૬ |
૭૪૨ |
૭૪૨ |
૬૭૮ |
૩ |
૧૯૯૩ |
૭૨૪ |
૭૨૪ |
૯૩૬ |
૮૫૭ |
૯૩૬ |
૮૬૨ |
૭૦૩ |
૪ |
૧૯૯૪ |
૧૧૨૪ |
૧૧૨૪ |
૧૪૪૧ |
૧૩૮૦ |
૧૪૪૧ |
૧૩૭૬ |
૧૧૮૩ |
૫ |
૧૯૯૫ |
૪૪૧ |
૪૪૧ |
૪૦૦ |
૫૭૦ |
૪૦૦ |
૬૯૧ |
૮૧૪ |
૬ |
૧૯૯૬ |
૯૦૭ |
૯૦૭ |
૧૨૦૭ |
૧૦૨૯ |
૧૨૦૭ |
૧૨૯૭ |
૧૯૨૫ |
૭ |
૧૯૯૭ |
૯૮૧ |
૯૮૧ |
૧૨૫૦ |
૧૦૨૪ |
૧૨૫૦ |
૮૨૦ |
૧૪૫૫ |
૮ |
૧૯૯૮ |
૭૧૫ |
૭૧૫ |
૫૪૬ |
૭૯૫ |
૮૪૦ |
૧૦૧૨ |
૭૫૭ |
૯ |
૧૯૯૯ |
૩૫૨ |
૩૩૮ |
૩૩૦ |
૪૦૨ |
૪૧૧ |
૬૩૩ |
૫૦૬ |
૧૦ |
૨૦૦૦ |
૨૭૧ |
૨૯૮ |
૩૧૪ |
૪૧૪ |
૪૪૭ |
૩૦૦ |
૩૧૯ |
૧૧ |
૨૦૦૧ |
૪૯૭ |
૪૬૫ |
૫૧૭ |
૬૪૧ |
૪૪૭ |
૪૧૯ |
૩૯૫ |
૧૨ |
૨૦૦૨ |
૭૫૦ |
૪૮૫ |
૬૭૪ |
૬૩૭ |
૬૬૮ |
૫૧૨ |
૫૧૧ |
૧૩ |
૨૦૦૩ |
૧૦૧૫ |
૬૪૪ |
૧૧૭૫ |
૧૦૮૨ |
૧૦૨૩ |
૭૩૬ |
૭૪૧ |
૧૪ |
૨૦૦૪ |
૧૧૨૭ |
૭૪૯ |
૧૧૬૧ |
૧૦૦૨ |
૧૬૦૫ |
૮૨૭ |
૮૧૪ |
૧૫ |
૨૦૦૫ |
૪૭૫ |
૪૮૭ |
૫૮૭ |
૬૭૫ |
૫૦૦ |
૬૧૫ |
૫૮૦ |
૧૬ |
૨૦૦૬ |
૧૧૫૯ |
૧૦૨૦ |
૧૨૭૪ |
૧૦૪૮ |
૧૨૩૮ |
૧૪૦૦ |
૧૨૯૩ |
૧૭ |
૨૦૦૭ |
૭૧૨ |
૮૦૨ |
૬૨૩ |
૪૨૫ |
૪૫૨ |
૪૫૨ |
૪૫૮ |
૧૮ |
૨૦૦૮ |
૬૭૧ |
૪૭૬ |
૫૮૪ |
૫૮૨ |
૫૭૭ |
૪૭૬ |
૪૧૨ |
૧૯ |
૨૦૦૯ |
૪૦૫ |
૪૩૮ |
૩૪૩ |
૪૫૨ |
૫૩૪ |
૪૩૮ |
૪૪૮ |
૨૦ |
૨૦૧૦ |
૬૯૧ |
૫૦૯ |
૫૪૦ |
૫૯૫ |
૫૭૧ |
૫૦૯ |
૪૫૯ |
૨૧ |
૨૦૧૧ |
૬૨૫ |
૬૦૬ |
૫૨૭ |
૫૨૭ |
૫૬૩ |
૬૦૬ |
૪૫૬ |
૨૨ |
૨૦૧૨ |
૬૭૨ |
૫૧૦ |
૫૩૦ |
૫૪૦ |
૫૬૭ |
૫૧૦ |
૪૪૫ |
૨૩ |
૨૦૧૩ |
૯૫૨ |
૬૮૦ |
૭૫૯ |
૬૨૪ |
૭૩૨ |
૬૮૦ |
૬૮૬ |
૨૪ |
૨૦૧૪ |
૫૯૧ |
૪૫૪ |
૩૮૦ |
૪૫૮ |
૩૪૯ |
૩૮૦ |
૬૦૭ |
કુલ |
- |
૧૭૦૫૬ |
૧૫૦૫૨ |
૧૭૬૫૯ |
૧૭૦૦૩ |
૧૮૩૧૯ |
૧૭૦૫૫ |
૧૭૨૦૩ |
સ્ત્રોત :દાહોદ જિલ્લો, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020