દરેક માનવીની જીવન જરૂરીયાત માટે પોતાનું આગવુ ધર હોવું ખૂબ જરૂરી છે. ભારત સરકરારશ્રી દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો તેમજ જમીન વિહોણા ખેત મજુરોને મકાન બાંધવા માટે સહાય આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. જેને લીધે કોઇપણ માનવી ઘર વિહોણા રહી ન જાય.
જીલ્લાના આર્થિક અને સામાજીક રીતે પછાત ગામોના વિકાસના કામો જેવા કે પીવાના પાણીની પાઇપલાઇન, પ્રા.શાળાની કંપાઉન્ડ વોલ, પંચાયત ઘર રીપેરીંગ તથા ઢોરને પીવાના પાણીનો હવાડો તેમજ ગામ્ય રસ્તાઓ, વીજળીકરણ વગેરે માટે જરુરી અનુદાન ફાળવાવમાં આવતું હોય છે. જેના થકી ગામ વિકાસના પંથે જઇ શકે છે.
ગ્રામિણ વિસ્તારોમાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે આવાસન વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ આવાસન વિકાસ કમિશ્નરશ્રીની સામુહિક વિકાસની અન્ય યોજનાઓ જેવીકે પંચવટી, પંચાયત ઘર કમ મંત્રી આવાસ ૧૩ મા નાણાપંચના અનુદાનથી ગ્રાન્ટ પંચાયતોને વિકાસના કામો માટે સહાય, જેવા કામોમાં સૈધ્ધાંતિક મંજુરીઓ આપવા તથા ગ્રાન્ટ ફાળવણીની કામગીરી વિકાસ શાખામાં થાય છે આ ઉપરાંત આયોજન મંડળની ગ્રાન્ટ સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને ફાળવવાની કામગીરી થાય છે. આ ઉપરાંત જીલ્લાના આદિમ જૂથના લોકો માટેની યોજનાઓનું સુપરવીઝન અત્રેથી કરવામાં આવે છે.
સ્ત્રોત : અરવલ્લી ગુજરાત સરકારફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/8/2020