રાજ્યનાં તમામ ગામોને ચોક્કસ સમયમર્યાદામાં સમાન ધોરણોએ પાયાની ન્યૂનતમ સુવિધાઓ મળી રહે. રાજ્યનું પ્રત્યેક ગામ સુવિધા સંપન્ન, સ્વચ્છ અને સુંદર બને.
રાજ્યનાં તમામ ગામોને ક્રમશ : અને તબક્કાવારના આયોજન દ્રારા યોજના અંતર્ગત આવરી લેવાનું યોજનામાં નક્કી કરેલ છે. ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓના અભાવના એકમાત્ર માપદંડને ધ્યાને રાખીને યોજના હેઠળ આવરી લેવાનાં થતાં ગામોની પસંદગી કરવામાં આવશે.
યોજના અંતર્ગત સુનિશ્ર્ચિત કરાયેલી પ્રાથમિક સુવિધાઓ પૈકીની ખૂટતી સુવિધાઓનાં કામો જે તે પસંદ થયેલા ગામે હાથ ધરવાની જોગવાઇ છે.
યોજના હેઠળ આવરી લેવાનારા પ્રત્યેક ગામ માટે તેની ખૂટતી પાયાની સુવિધાઓના સંદર્ભમાં અંદાજે રૂ. 15.00 લાખ સુધીની રકમો ખર્ચવાનુ આયોજન છે. જે પૈકી ગામ દીઠ રૂ. 5.00 લાખ સુધીની રકમો યોજના અંતર્ગત કરાનારી અંદાજપત્રિય જોગવાઇઓમાંથી આપવાનું અને બાકીની ખૂટતી રકમો જુદાં-જુદાં માધ્યમો દ્રારા મેળવવાનું આયોજન છે.
યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નરગ્રામ વિકાસ,જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગ્રામ કક્ષાએ યોજના અંતર્ગત ગામના સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ અમલીકરણ સમિતિ દ્રારા કરવામાં આવે છે. રાજ્ય કક્ષા આ કાર્યક્રમનું અમલીકરણ ,નિરીક્ષણ અને મોનીટરીંગ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નર ગ્રામ વિકાસ હસ્તક છે. જિલ્લા કક્ષાએ જે તે જિલ્લા માટે સરકારશ્રી દ્રારા નિમવામાં આવેલ પ્રભારી મંત્રીશ્રી/ પ્રભારી સચિવશ્રી દ્રારા પણ નિયમિત ધોરણે મોનીટરીંગ કરવાની જોગવાઇ છે. તેમજ સંબંધિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનશ્રી અને નિયામકશ્રીને અમલીકરણની સઘળી જવાબદારીઓ સોંપવામાં આવી છે
ગોકુળ ગામ યોજના હેઠળ રાજ્ય કક્ષાએથી સુનિશ્ર્ચિત કરાયેલ સુવિધાઓ પૈકીની ખૂટતી સુવિધાઓવાળા તમામ કામો જે ગામમાં પુરાં થઇ ગયા હોય તે ગામની ગ્રામસભા આ અંગેનો જાહેર ઠરાવ કરે અને તેની કાર્યક્રમ અમલીકરણ સમિતિ દ્રારા આ ઠરાવ જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓને મોકલી આપે. જિલ્લા કક્ષાએથી ગવર્નીગ બોડી આ ઠરાવની યથાર્થતા અને વ્યાજબીપણાની ચકાસણી કરે અને ત્યાર બાદ આવા ગામોને ગોકુળ ગ્રામ તરીકે જાહેર કરે. આ રીતે જાહેર કરાયેલ ગામોને જે તે જિલ્લાના પ્રભાવી મંત્રીશ્રી જાહેર સમારંભમાં ગોકુળ ગ્રામ તરીકેનું પ્રમામપત્ર એનાયત કરે અને કાર્યક્રમ અમલીકરણ સમિતિના સભ્યોનું જાહેર સન્માન કરે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020