অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિશન મંગલમ

ગામ-સીમળગામ પ્રગતિની સાફલ્ય ગાથા

જિલ્લો નવસારી  ના તા-જલાલપોર ના મોજે ગામ-સીમળગામની પ્રગતિની સાફલ્ય ગાથા છે જે જલાલપોર તાલુકાને જે કુદરતી બક્ષીસ મળી છે એ બક્ષીસ નો વાયરો આ ગામે પણ પહોચે છે એટલે કે દરીયાઇ કાંઠો ,થોડી ધણી ખેતી એ આ વિસ્તારમાં થાય તો છે શરૂઆતમાં આ ગામ માં બીપીએલ જુથો ની રચના કરવામાં ધણી મુશકેલીએઓ નડી પરતુ ,સીમળગામ માં હાલ  બીપીએલ જુથો ૧૧ છે આ મુજબ સીમળગામને સખી ગ્રામ્ય સંધનો લાભ મળેલ છે. તેમજ 5,00,000/- રૂપિયા રી.ફં મળેલ છે સખીગ્રામ્યસંધનો મુખ્ય હેતુ જ છે કે દરેક બહેનોને સાથે લઇ એ વિકાસના માર્ગે આગળ વધવુ અને આ હેતુ ને સિધ્ધ કરવા માટે સીમળગામની સખીમંડળની બહેનો સક્ષમ બની છે આજે સીમળગામની સખીમંડળની દરેક સભ્યો માત્ર બચત કરતી નથી,માત્ર માસિક બચત જ કરતી નથી એટલે કે આ તો એમણે એમની પ્રાથમિક જરૂરીયાત(દૈનિક ક્રિયા) બનાવી દીધી છે, આજે આ ગામના દરેક મંડૅળો નાની-નાની આજીવિકા લક્ષી પ્રવુતિ તો કરેજ છે દિવાળીહોય કે પછે ક્રિકેટ મેદાન હોય ત્યા પણ પોહચી ને આજીવિકાનો સ્ત્રોત કેનોપી(મિશનમંગલમ) યોજના ની ગોઠવી ને મેળવી જ લે છે

 

અને આ આવક એઓ સભ્ય દીઠ વહેચી ન દેતા પોતાના જુથમાં બચત કરી દે છે અને જયારે કોઇ સભ્યને જરૂર હોય ત્યારે ઉપાડે છે તેમજ ઓચિતા કોઇના ધરે દુખદ  ધટના બને ત્યારે પણ ઉભા રહે છે આ સાથે આ ગામના એકટીવ વુમન તરીકે પસંદ કરાયેલ સોનલબેન પોતાના ગામની બહેનો ને સરકારી યોજના નો લાભ મળે એ માટે સતત પ્રયત્ન કરતા રહે છે આ  સાથે આમના આવા ઉત્સાહ થી પ્રેરાઇ ને ધણી બહેનો એકબીજાને મદદ કરવા સક્ષમ બની છે આજે આ ગામના દરેક મહિલા સભ્યો બહેનો જોબકાર્ડ ધારક બની છે માત્ર જોબકાર્ડ જ નથી મેળવયો પરતુ આમા કામ કરીને આજીવિકા પણ મેળવે છે ,

આ સાથે સખીમંડળૉની દરેક બહેનો એ ઇન્દિરા આવાસ, સરદાર આવાસ,શૌચાલય  નો પણ લાભ મેળવી લીધો છેઅને ઉપયોગ પણ કરે છે.

મદદ પણ કરી છે.તેમજ, જે ગ્રામ્ય જીવન જીવનારી,કદી ગામની બહાર જઇ પોતાની સુરક્ષા માટે વાત ન કરી શકનાર મહિલા આજે ગામસભા મા હાજરી આપી પોતાના પ્રશ્ર્નોની રજુઆત કરતા થઇ છે,પોતાના હક માટે લડતી થઇ છે.

આમ, સીમળગામના સખીમંડળૉની વાત કરીએ તો આ મંડળૉની બહેનો એ મિશનમંગલમ આવ્યુ,સખીમંડળોની રચનાથી ધર,ગામને મહેકાવ્યુ આ પંકતી ને સાર્થક કરી બતાવી છે

જિ-નવસારી,  તા-જલાલપોર સકસેસ સ્ટોરીગામ-સીમળગામ એપીએમ-1-પટેલ ઉર્વશીબેન

જે.જે મહિલા ગ્રુહઉધોગ સખીમંડળ

તા-જલાલપોર નું છીણમ ગામ નામ વાંચતા કે બોલતા લાગે કે ખુબ જ નાનું ગામ હશે,હા આ વાત સાચી છે કે ખુબ નાનુ ગામ છે પણ કહેવાય છેને નાના માણસો ના દિલ,ભાવના,ઝંખના,હિંમત એ મોટેરા માણસો ના વર્તનને પણ ઝાંખા પાડી દે એવી હોય છે,એવી જ કંઇ વાત છીણમના આ જે-જે મહિલા ગૃહઉદ્યોગ માં જોડાયેલ હરીજન(S.C)સખીમંડળની સભ્યો બહેનો ની છે.

એમના મંડળનું નામ આપણે વાંચીએ ત્યાંજ આપણને ખ્યાલ આવી જાય કે મહિલાની જે-જે થાય અને મહિલા ધરબેઠા સ્વમાનભેર રોજગારી ધર આંગણે મેળવી શકે એમના આવા ઉમદા વિચાર અને ધગશના કારણે આજે આ ગામની સખીમંડળની બહેનો એ પોતાની આગવી ઓળખ ઉભી કરી જ છે પણ સાથે-સાથે આજે ગુજરાત માં યોજાતા વિવિધ મેળાઓમાં પણ પોતાના સ્ટોલો વેર્ફસ વેચાણના ગોઠવી પોતાનું,ગામનું,તાલુકા તેમજ જિલ્લ્લા અને મિશનમંગલમ યોજનાનું નામ ઉજાગર કર્યુ છે.

કહેવાય છે ને સફળતા મેળવવા માટે દરેકે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ મંડળે પણ અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે જેવીકે હરીજન(દલિર્તવર્ગ) ની બહેનો ઉત્પાદન કરે અને અન્ય ઉજળિયાત વર્ગ ખરીદી ન કરતા,તેમજ એક ગામમાંથી બીજા ગામે વેચાણ કરવા વાહન-વ્યવહાર/ભાડાના ખર્ચ,કાચામાલ માટે પુરતુ નાંણાકીય ભંડોળ ન હોવું વગેરે પણ કહેવાય છે ને” હિંમતે મર્દા તો મદદએ ખુદા” બચત નિયમિત હતી,મિટીંગ નિયમિત હતી રી.ફં-15000/- મળ્યુ,મિશનમંગલમ યોજના થકી ૧૦૦૦૦૦/- ક્રેશક્રેડિટ મળી અને તેમાંથી અમો જરૂરી કાચોમાલ ખરીદતા ગયા અને વેચાણ કરતા ગયા અમોએ ગામની બહાર જઇ ને ધરે-ધરે ફરી ને પણ વેચાણ કર્યુ અને નાની-મોટી દુકાનોમાં પણ વેર્ફસ વેચાણ માટે મુકી અને અમારી વેર્ફસ બધાને ગમી અને અમારો ઉત્સાહ વધ્યો.

આજે આ જુથના બહેનોની હિંમત,પ્રેરણા બીજા જુથ માટે ઉ.દા સ્વરૂપ બને છે. આજે આ બહેનો જાતે શહેરોમાં,મોટા-મોટા મોલોમાં(ધીરજસન-સુરત,રીલાઇન્સ,વલસાડ,નવસારી/બિલીમોરા,વલસાડ) માં પણ વેર્ફસ વેચાણ કરે છે અને આ કામમાં સરળતા રહે એ ખાતર આજે આ જુથ પાસે પોતાનો જે-જે મહિલા ગ્રુહ ઉધોગ ના નામનો ટેમ્પો,વાન પણ છે એટલુજ નહિ આજ સુધી  એમને પોતે બનાવેલ વેર્ફસ સુકવવા માટે જે તકલીફ પડતી,ચોમાસામાં કામ બંધ રાખવું પડ્તુ એ એમણે ત્રીજી વખતની ક્રેશક્રેડિટ ઉપાડી હોલ બનાવી દુર કરી દીધી છે.

આજે આ જે-જે મહિલા ગ્રુહ ઉધોગની બહેનો  ગ્રામસભા કે સ્થાનિક સભા  કે અન્ય કોઇ જાહેર મેળા (ક્રુષિમોહત્સવ,રાખીમેળામાં) પણ નિડર રીતે ભાગ લઇ ને પોતાની રજુઆત કરી શકે છે આ એક અમારા માટે ખુબજ અગત્યનું જમા પાસું આજીવન અમારા માં ઉત્પ્ન્ન કરવામાં મિશનમંગલમ યોજનાનો ખુબજ મોટો ફાળો રહેલ છે.

જે જાણતા જ સમજાય જાય એક સામાન્ય ગરીબ મહિલા માટે એના આર્થિક,સામાજિક,શૈક્ષણિક,આરોગ્યના પ્રશ્નનો હલ કરવા માટે સખીમંડળ તેમજ મિશનમંગલમ યોજના કેટલી લાભદાઇ છે

ટુકમાં એક સમય એવો હતો કે આ જુથની બહેનોને કોઇ ઓળખતો ન હોતુ આજે આ બહેનો રાજય/રાજ્ય બહાર જઇ વિવિધ વેરાયટી ની વેર્ફસ બનાવી ધરબેઠા જ રોજગારી/આવક મેળવી રહી છે

સખીમંડળ- નિલકંઠ મહાદેવ સખીમંડળ- માટીના ગણપતી બનાવટની પ્રવૃત્તિ

નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકોઅને ગણદેવી તાલુકા નું માછીયાવાસણ ગામ અને આ ગામમાં કાર્યરત છે જય નિલકંઠ મહાદેવ  સખીમંડળ,જેમાં ૧૦ મહિલા સભ્યો છે ,અને આ મંડળની બહેનોએ ઝાંઝા હાથ રણિયામણા એ કહેવત સાર્થક કરી છે એક સખીમંડળની પ્રવુતિથી પ્રેરાઇને આ મંડળે મિશનમંગલમ યોજનામાં આજિવિકાલક્ષી તાલિમની માંગણી કરી અને એમને ગણેશજીની ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવવાની તાલિમ મળી.છ માસ પુર્ણ થતા સી.સી બેકમાં જમા  કરી આ સાથે-સાથે કલેકટર મેડમે આ ઇકોફ્રેન્ડલી  ગણેશ મુર્તિની બનાવટમાં ખુબજ રસ દાખવ્યો અને બેકે પણ એમને પ્રથમ તબક્કે ૨૦૦૦૦૦/- સી.સી મજુર કરી ડિસબસ કરી દીધી,”કહેવાયુ છે ને “હિંમતે મર્દા તો મદદે ખુદા” પછીતો જોવાનું જ શું તાલિમ લીધી અને બહેનોએ ગણેશ મુર્તિ ની બનાવટ ચાલુ કરી આ સાથે કલેકટર મેડમે જિલ્લામાં પીઓપી મુર્તિ નું વેચાણ બંધ કરાવી દીધું અને ઇકોફ્રેન્ડલી ગણેશ મુર્તિની સ્થાપના જ કરવાનું જાહેર કર્યુ સાથે-સાથે મિશનમંગલમ યોજનાના ડીએલએમશ્રી એ પણ અમોને આ પ્રવુતિ માટે ખુબજ હિંમત અને ઉત્સાહ માટે ખુબજ પ્રયત્ન કર્યો અને આ માટે નવસારી જિલ્લાના તાલુકા ના વીઓ દ્રારા/સખીમંડળની બહેનો દ્રારા શ્રીજીની મુર્તિની સ્થાપના ફરજીયાત દરેક ગામમાં આ સખીમંડળની બહેનો દ્રારા બનાવેલ મુર્તિની સ્થાપના કરવા પર ભાર મુકવામાં આવેલ હતો આમ,કરવાનો મુખ્ય આશ્રય/હેતુ નવસારી જિલ્લાના દરેક મિશનમંગલમ યોજના/સખીમંડળની બહેનોની પ્રવુતિ વિશે લોકોને માહિતગાર કરવાનો હતો. અને આમનો આ હેતુ આજે ફળિયો છે આજે આજ બહેનો  માત્ર ને માત્ર ધરના ઓટલે બેસી રોટલા બનાવવા સિવાઇ બીજુ જે કંઇ બાહય માહિતી ન હતી એ આજે રોટલા બનાવવા સાથે શ્રીજીની મુર્તિ,કોડિયા,શુસોભનના કુડાં,ફલાર્વર પ્લોટ પણ બનાવીને માર્કેટીંગ કરતા થયા છે અને પોતાના ધરના મોભી ને મદદ કરી ખભા સાથે ખભો મિલાવતી થઇ છે અને પોતાના પરીવારનું આર્થિક,સામાજિક,શૈક્ષનિક અને આરોગ્યલક્ષી બાબતોમાં સુધારો લાવી શકી છે.

અને જે મિશનમંગલમ યોજનાનું ગીત છે” મિશનમંગલમ આવ્યુ સુંખના અજવાળા લાવ્યુ” એ પંકતિ સાર્થક કરી છે.

જય અંબે સખીમંડળ

નવસારી જિલ્લાના  જલાલપોર તાલુકાનું સંદલપોર ગામ જયાં સખીમંડળો તો ધણા છે પણ જય અંબે સખીમંડળ-હળપતિવાસનું છે એની વાત કઇ અનૈરી છે આ મંડળ કઇ આજિર્વિકાલક્ષી પ્રવુતિ નથી કરતુ પણ પોતાનુ ગામ નિર્મળગામ બને અને ગામની દરેક બહેનો વિના સંકોચે,શરમે સરકારી યોજનાનો લાભ મેળવી આજિવિકા મેળવી શકે એ રહેલ છે

આજે આ મંડળ થકી માસિક બચત ૧૦૦૦ કરવામાં આવે છે વળી બીપીએલ મંડળ છે ૧૫૦૦૦/- રી.ફં પણ મેળવેલ છે ૧૦૦૦૦૦/- સીસી પણ મેળવેલ છે વીઓમાં પણ આ મંડળ જોડાયેલ છે

આ મંડળના બહેનોએ જયોત સે જયોત જલા તે ચલો એ કડી સાર્થક કરી છે  આ સખીમંડૅળની બહેનો અવાર-નવાર તાલુકા/જિલ્લા કક્ષાની મુલાકાત લઇ સરકારી યોજનાની માહિતી લઇ એ યોજનાનો લાભ પોતાના ગ્રામજનોને મળે એ પ્રયત્નો કરતા રહે છે અને  સફળપણ થયા છે

આ જય અંબે સખીમંડળ સંદલપોરના હળપતિવાસમાં કાર્યરત છે અહી વસતા લોકોને મુખે જે સાંભળ્યુ છે એ લખ્યુ છે અમારા ફળિયા સુધી કોઇ આવતુ જ ન હતુ જે થી અમોને કોઇ માહિતી મળતી જ ન હતી આજે આ મંડળની બહેનો ના કારણે અનુ.જાતિ/અનુ.જનજાતિના લોકોપણ વિકાસ સુવિધાના માર્ગે વધી રહયા છે આજે આ મંડળ થકી કેટલા ગરીબ કુટુબોને આવાસ ,ટોઇલેટ તેમજ જિલ્લા ઉધોગ ક્રે ન્દ્ર તરફથી સાધનિક સુવિધા પુરી પાડવામાં મદદરૂપ થઇ સ્થાનિક કક્ષાએ રોજગારી ઉભી કરી આપી છે  તેમજ આ મંડળની બહેનો પંચાયત માં મહિલા સભ્ય તરીકે પણ જોડાઇ ચુકી છે

અરે, આને જ તો કહેવાય સખીમંડળ એટલે જેમનો આર્થિક-સામાજિક દરજજો એક સરખો હ્હોય,મુશ્કેલી/પ્રશ્ર્નો સરખા હોય,સાથે રહેતા હોયાને પરસ્પર એકતા,વિશ્ર્વાર,સમજદારી સ્વસહાય અને સહિયારી જવાબદારી થી ગરીબીમાંથી બહાર આવવાનો હેતુ હોય એ સ્વસહાય જુથ કહેવાય

મહુવર ગામ મંડળનું નામ ઓમ નમ:શિવાય

તા-જલાલપોરનું મહુવર ગામ મંડળનું નામ ઓમ નમ:શિવાય સભ્ય સંખ્યા ૧૦ .૧૦-૧૦ સભ્યો હળપતિ છે અમારી પાસે રોજગારીનું કોઇ માધ્યમ ન હતુ અમને માત્ર ને માત્ર મંજુરી કામ મળે તેપણ ડાંગર રોપણી હોય તોજ મળે બાકીના સમયે સ્થાનિક કોઇ રોજગારી ન હતી,સ્થળાંતર કરી જઇએ તો મળે,પણ ધરમાં નાના બાળકો ને સાચવવા વ્રુધ્ધો હોય એમનું ભોજન એવા ધણા પ્રશ્ર્નો અમારી સામે ઉભા હતા પણ શું કરવુ એ સમજાતુ નહતુ/કે સમજણ ન હતી પરતુ મિશનમંગલમ યોજનામાં અમો જોડાયા,તાલુકા કક્ષાએથી આ યોજના દ્રારા સખીમંડળની મિટીંગ લેવામાં આવતી અને આજિવિકાલક્ષી પ્રવુતિ અપનાવવા પર ભાર મુકવામાં આવતો અને બીજા સખીમંડળ ની પ્રવુતિની વાત કરવામાં આવતી અને એ વાત સાંભળીએને અમો એ સાડીભરત/ડ્રેસભરત/દુપટ્ટાભરત ની પ્રવુતિ કરવાનું વિર્ચાયુ અને આજે અમારા હળપતિવાસ ના ધરે-ધરે આપ જોશો તો ખ્યાલ આવશે કે દરેક મહિલા સભ્યો  આ કામ ધરના  કામકાજ પુરા કરી સરળતાથી દૈનિક ૧૫૦ થી ૨૫૦ રૂપિયાની આવક મેળવી લે છે અને પોતાના બાળકો પર દેખરેખ રાખી શકે છે જેથી બાળકોને સમયસર પોષણયુકત ખોરાક/માનો પ્રેમ મળવાથી બાળક તદુરસ્ત રહે છે કુપોષણ નું પ્રમાણ ધટી રહયુ છે અને બાળક દૈનિક શાળાએ જતુ થયુ છે

આમ, માત્ર મિશનમંગલમ યોજના થકી અમારામાં માત્ર બચત ની આવડત નથી વિકસી આવક પણ મળતી થઇ છેબેંક વ્યવહાર ની આવડત થઇ છે ,વાકચાર્તુય વિકસયુ છે તેમજ અમારી કોમની સભ્ય બહેનોનું આર્થિક,સામાજિક પાસુ મજબુત બની રહયુ છે.

નાગલી બિસ્કીટ બનાવવાનો ઉદ્યોગ

અમારા ગામનુ નામ ગોધાબારી છે. જે વાંસદા તાલુકામાં આવેલ છે. ગામના નામ મુજબ અમો મિશન મંગલમ યોજના ના સખીમંડળમાં જોડાવવા પહેલા ગામમા જ ગોધાઈ રહ્યા હતા બચત પણ કરતા R.f પણ મેળવેલુ પણ અમારી સ્થિતી કુવામાંના દેડકા જેવી હતી આ દેડકા ને ‘ડ્રાઉ............ડ્રાઉ” કરી ગામમાં અને ધર માં પૈસાનો વરસાદ કે પૂરતુ બે ટંકનુ પોષણ ક્ષમ ખોરાક મળી શકે એવુ માધ્યમ પુરુ પાડવાની પ્રેરણા/તક આપી હોય તો મિશન મંગલમ યોજના જ છે જે અમારા અંતરિયાળ ગામની બહેનો માટે જીવાદોરી અને પ્રગતિનો પંથ બની છે.

 

અમારા આદિવાસી વિસ્તારમાં નાગલી જે ખુબજ સારા પ્રમાણમાં ઓછા ખર્ચે થાય છે અને અમો દૈનિક ખોરાક માં પણ એના રોટલા/ભુજ્યુ બનાવી ખાઈએ છીએ, જેમાં વિટામીન , લોહતત્વ , આયર્ન ખુબ જ મોટા પ્રમાણમાં રહેલ છે અમો પરંપરાગત ખોરાક તરીકે લેતા હતા પરંતુ મિશન મંગલમ યોજના થકી અમોને નાગલીમાથી બિસ્કીટ કેવી રીતે બનાવી શકાય એ તાલીમ મળી. શરૂઆત માં અમોએ માત્ર ૫૦,૦૦૦/- રૂપિયા જ સી.સી ઉપાડી અમોએ બિસ્કીટ બનાવવાનુ ચાલુ કર્યુ અમારી બિસ્કીટ નુ પૌષણમુલ્ય જોતા/ ગુણતત્વો જોતા અમારા આ સાહસને ખુબજ વેગ મળ્યો કલેક્ટર મેડમ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ પણ અમારા આ ઉદ્યોગને  પ્રોત્સાહન આપ્યુ. હાલ અમો દરરોજ     બિસ્કીટ બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ, જે નાગલી અમો માત્ર રોટલા તરીકે જ ઉપયોગ કરતા તે નાગલી માંથી અમો બિસ્કીટ બનાવી અમારા ગામની નાગલી આખા જિલ્લામાં ફરતી થઈ છે જે તમે વિચારી શકો કે આટલા મોટાપાયા પર બિસ્કીટ બનાવતા અન્ય પાસે પણ નાગલી ખરીદવી પડે જેથી અમારી આવક સાથે અમોએ અમારા ગામના લોકોની આવક ઉભી કરવામાં પણ મદદરૂપ થયા છે.

આમ, અમારા ગામનુ નાગલીરૂપી ધનને બિસ્કીટ રૂપી ખાધ્ય પર્દાથમાં રૂપાંતર કરીને ઘરાઅંગણે આજીવિકાલક્ષી મોટુ માધ્યમ ઉભુ કરવામાં અને અમારામાં વ્યાપારીક કુશળતા ઉભી કરવામાં સિંહફાળો મિશન મંગલમ યોજનાનો જ રહેલ છે.

સ્ટોરી લખનાર –પટેલ ઉર્વશીબેન બી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/20/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate