ગુજરાત રાજ્ય હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના સને ૧૯૭૩માં અને ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમની સ્થાપના સને ૧૯૭૯માં કરવામાં આવી. જુન-૨૦૦૨માં રાજ્ય સરકારના અભિગમ મુજબ હાથશાળ નિગમનું વિલિનીકરણ હસ્તકલા વિકાસ નિગમ સાથે કરવામાં આવેલ છે. અને તેથી હાથશાળ અને હસ્તકલા બંને ક્ષેત્રોના વિકાસ તેમજ કારીગરોના ઉત્કર્ષ માટે નિગમ વિવિધ કામવીરી બજાવે છે.
હાથશાળના વણકર કારીગરોને બજારની માંગને અનુરૂપ ઉચ્ચકક્ષાનું ઉત્પાદન કરી શકે તે માટે નિગમ દ્વરા વર્ષ દરમ્યાન ૨૦૦ થી ૨૫૦ હાથશાળના કારીગરોને ફર્નીસીંગ ફેબ્રીક્સ, ડીઝાઇન, શેત્રંજી અને સીલ્ક સાડીની તાલીમ પુરી પાડવામાં આવે છે અને કારીગરોને જરૂર હોય તો આધુનિક વણાટના સાધનો તેમજ હાથશાળો પુરી પાડવામાં આવે છે.
અનુસુચિત જાતિના હાથશાળના કારીગરોને આ યોજના અંતર્ગત નિગમના જિલ્લા કક્ષાએ આવેલા ઉત્પાદન કેન્દ્રો દ્વારા તે વિસ્તારના કારીગરોને કાચોમાલ પુરો પાડવામાં આવે છે. અને તેમની પાસે નિગમની જરૂરીયાત મુજબ નવી ડીઝાઇનો, રંગમિશ્રણ, ટેકનીકલ માર્ગદર્શન પુરૂં પાડી કાપડ ઉત્પાદીત કરવામાં આવે છે અને કારીગરો પાસેથી ઉત્પાદીત થયેલ માલની ખરીદી કરી રોજગારી પુરી પાડવામાં આવે છે.
આ યોજના અંતર્ગત હાથશાળના કારીગરોને આધુનિક અને બજારની માંગ મુજબ કાપડનું ઉત્પાદન કરી શકે તે માટે વિવર્સ સર્વિસ સેન્ટર, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજીના ફીલાન્સ ફીઝાઇનરો રોકીને વિવિધ પ્રકારની ડીઝાઇનો તૈયાર કરાવી તે મુજબનું ઉત્પાદન કરાવવામાં આવે છે.
રાજ્યના હાથશાળના વણકરો દ્વારા ઉત્પાદીત થયેલ માલને વેચાણ કરવા માટે બહોળો પ્રચાર કરવો જરૂરી છે તે માટે ઉત્પાદીત આઇટમોના બ્રોઉસર્સ, કેટલોગ, હોર્ડીગ્સ, પોસ્ટર્સ વિગેરે તૈયાર કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રાજ્યના કારીગરો પોતાની રીતે કાચોમાલ લાવી કચ્છી શાલ, સીલ્કના પટોળા, ચાદરો વિગેરે ઉત્પાદન કરે છે તે નિગમ દ્વારા ખરીદવામાં આવે છે અને નિગમના એમ્પોરીયમમાં વેચાણ કરવામાં આવે છે.
આધુનિક જમાનામાં ગ્રાહકની માંગણીને પહોંચી વળવા તથા મીલ પાવરલુમ જેવા સેકટરની સીધી હરીફાઇમાં ટકી રહેવા માટે, નવી ડીઝાઇન, કલર કોમ્બીનેશન તથા ગુણવત્તાની જાળવણી માટે, હાથશાળ ઉઘોગમાં કાર્યરત કારીગરોની પ્રવૃતિને વેગ મળે તેમજ હાથશાળની વંશ પરંપરાગત તથા લુપ્ત થતી હાથશાળની કલાને જીવંત રાખવા માટે, આધુનિક વણાટની તાલીમ આપી દૈનિક આવકમાં વધારો કરી જીવનધોરણ ઉંચુ લાવવાના વિવિધ હેતુસર તાલીમ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના જિલ્લાઓની સહકારી મંડળીઓ ખાતે નોંધાયેલ વણકર સભાસદ તથા વ્યકિતગત ધોરણે કામગીરી કરતા હાથ વણાટના કારીગરો તાલીમ મેળવી શકે છે. આ તાલીમ ગુજરાત રાજ્ય હાથશાળ હસ્તકલા વિકાસ નિગમ લી. ધ્વારા સેકટર-૧૩ ખાતે આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજીના મકાનમાં તાલીમ આપવામાં આવે છે. જે તાલીમ માટે તાલીમાર્થી દિઠ રૂા.૧૨૫૦/- લેખે માસિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવે છે.
પાત્રતાઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે જોડાયેલ તમામ વણકર સભ્યો
વધુ માહીતી માટે સંપર્કઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ
મહાત્મા મંદિર રોડ, એચટીઆઇ કેમ્પસ, સેકટર-૧૩, ગાંધીનગર.
વેબ સાઇટઃ www.gurjari.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020