રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક આઇસીઓ/૧૦૨૦૦૩/૪૭૩/ખ તા.૦૩-૦૭-૦૩ થી રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલ વિવિધ ક્ષેત્રના કારીગરોના સમૂહના વિકાસ માટે કલસ્ટર ડેવલપમેન્ટની યોજના સને ૨૦૦૩-૨૦૦૪ થી અમલમાં આવેલ છે. કુટીર ઉદ્યોગો માટેની સુધારેલી કલસ્ટર યોજના, સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૧૫-૯-૨૦૧૨ ના ઠરાવ ક્રમાંક આઇસીઓ/૧૦૨૦૧૦/૮૬૮૭૨૯/ખ થી અમલમાં આવેલ છે. કલસ્ટર યોજનાનું નિયંત્રણ અને દેખરેખ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે થાય છે અને હાથશાળ હસ્તકલા વિકાસ નિ.લી., ગ્રીમકો, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન, ખાદી બોર્ડ જેવા બોર્ડ/નિગમો તથા ઔદ્યોગિક સહકારી મંડળીઓ, નોંધાયેલા જાહેર ટ્રસ્ટ તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ (S.H.G.) જિ.ઉ.કેન્દ્ર મારફત દરખાસ્ત કરી શકશે. આ યોજના હેઠળ કારીગરોના કલસ્ટર(સમૂહ) એટલે કે ૨૫ કે તેનાથી વધારે હસ્તકલા હાથશાળ કુટીર ઉદ્યોગના કારીગરોને સમૂહ કે જે એક જ ગામ અથવા ભૌગોલિક રીતે નજીકના ગામોમાં એક જ પ્રકારની કે જુદા જુદા પ્રકારની કુટીર ઉદ્યોગના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા હોય તેવા કારીગરોને નાણાકીય સહાય આપવાનો ઉદેશ છે. આ યોજના હેઠળ નક્કી કરવામાં આવનાર કલસ્ટરોની હાલની આર્થિક અને સામાજીક પરિસ્થિતિના સર્વે,ડીઝાઇન વિકાસ ટેકનોલોજીનો સમન્વય, તાલીમ અને નાણાકીય સહાય નીચેની વિગતે ચુકવવામાં આવે છે.
ક્રમ |
વિગત |
સહાયની રકમ (રૂ. લાખમાં) |
(૧) |
ડાયનોસ્ટીક સર્વે અને પ્રોજેક્ટ રીપોર્ટ માટે મહત્તમ |
રૂ.૧.૦૦ લાખ મહત્તમ |
(૨) |
સ્કીલ અપગ્રેડેશન માટે |
રૂ.૭.૦૦ લાખ મહત્તમ |
(૩) |
ડીઝાઇન અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે, |
રૂ.૫.૦૦ લાખ મહત્તમ |
(૪) |
આધુનિક ટૂલ્સ/ ઇક્વીપમેન્ટ સહાય |
સરકારશ્રીનો ફાળો ૭૫%, લાભાર્થી ફાળો ૨૫% (મહત્તમ મર્યાદા ૫.૦૦ લાખ) |
(૫) |
બજાર વ્યવસ્થા માટે સહાય મહત્તમ |
રૂ.૨૦.૦૦ લાખ |
(૬) |
રાજ્ય/રાજ્ય બહાર વેપાર મેળા-પ્રદર્શન (એક વખત ) |
રૂ.૧.૦૦ લાખ મહત્તમ |
(૭) |
પબ્લીસીટી માટે |
રૂ.૨.૦૦ લાખ મહત્તમ |
(૮) |
નિકાસ માટે સહાય |
રૂ.૧૦.૦૦ લાખ |
(૯) |
કોમન ફેસીલીટી માટે સહાય |
રૂ.૨૦.૦૦ લાખ |
(૧૦) |
માર્જીન મની સહાય રૂ. ૧૦,૦૦૦/- પ્રતિ લાભાર્થી મહત્તમ |
રૂ.૫.૦૦ લાખ મહત્તમ |
(૧૧) |
મેનેજર પગાર |
માસિક રૂ.૫,૦૦૦/-એક વર્ષ માટે |
(૧૨) |
સર્વીસ ચાર્જીસ સહાયનું ધોરણ:- |
|
રૂ.૫૦.૦૦ લાખ સુધીના પ્રોજેક્ટ માટે |
પ્રોજેક્ટ ખર્ચ ના ૫ ટકા અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અથવા |
|
રૂ.૫૦.૦૦ લાખની ઉપરના પ્રોજેક્ટ માટે |
પ્રોજેક્ટ ખર્ચ ના ૫ ટકા અથવા રૂ.૧,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે |
|
(૧૩) |
કલસ્ટરના વધુ સારા વિકાસ માટે અધ્યત્તન ટેકનોલોજી,ડીઝાઇન. માર્કેટીંગ ના માર્ગદર્શન અને ચોક્કસ તાલીમ માટે SEPT, NID જેવી નિષ્ણાત સંસ્થાઓ અથવા એક્ષપર્ટ ને રોકવા |
રૂ.૨.૦૦ લાખની મર્યાદામાં વિશેષ ખર્ચ મંજુર કરી શકાશે. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/15/2020