ભારત સરકારશ્રી ના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંકલિત હાથશાળ વિકાસ યોજનાને સ્થાને સર્વગ્રાહી હાથશાળ વિકાસ યોજના (સીએચડીએસ)તા૩૦-૧૨-૨૦૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે અને સુધારેલી રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (એનએચડીપી)ની ગાઇડ લાઇન તા ૨૩-૬-૨૦૧૫ થી અમલમાં મુકવામાં આવેલ છે. જેના મુખ્ય ઘટકો નીચે મુજબ છે.
યોજનાની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો
સંપર્કઃ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
મીલગેઇટ પ્રાઇસે દરેક પ્રકારનું સુતર હાથશાળ વણકરોને પુરૂ પાડવાનો છે. જેમાં દરેક શાથશાળ કોર્પોરેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, હેન્ડલુમ ડેવલપમેન્ટ સેન્ટર વિગેરે પાત્ર છે.
ક્રમ |
વિગત |
સમતલ વિસ્તારમાં |
ટેકરીઓ અને દૂરના વિસ્તાર માં |
નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં |
૧ |
સિલ્ક અને જયુટ યાર્ન સિવાય વિગેરે |
૧.૦૦ ટકા |
૧.૭૫ ટકા |
૩.૦૦ ટકા |
૨ |
સિલ્ક યાર્ન |
૧.૦૦ ટકા |
૧.૨૫ ટકા |
૧.૫૦ ટકા |
૩ |
જયુટ / જયુટ બ્લેન્કેટ યાર્ન |
૭.૦૦ ટકા |
૮.૦૦ ટકા |
૮.૫૦ ટકા |
આ ઉપરાંત ૨.૫૦ ટકા લેખે ડેપો ઓપરેટીંગ ચાર્જ મળવાપાત્ર છે.
સ્ત્રોત: કમીશ્નરશ્રી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020