ઉંચી ઓલાદના દુધાળા પશુઓની ઉત્પતિ કરવા તથા દુધ ઉત્પાદનશક્તિ વધારવાના હેતુથી વાછરડી ઉછેર યોજના અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને વ્યાજબી ભાવે સારી ઓલાદનાં પશુઓ મળી રહે, વાછરડાઓનાં મ્રુત્યુદરમાં ઘટાડો કરવો, અમલીકરણ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે વાછરડા ઉછેર કરવો, પ્રથમ વાછરડાનાં જન્મનો આવશ્યક સમયગાળો ધટાડવો, પશુઓની દુધ ઉત્પાદનશક્તિની અવધિ વધારવી, આદિજાતિ મહિલાઓને માદા પશુઓની સારસંભાળ માટે તાલીમ આપવી વગેરે છે. સહકારી દુધ મંડળીઓએ સુચવ્યું કે આ યોજના અંતર્ગત વાછરડા ઉછેર કરવા એ એક નવી પ્રવ્રુતિ તરીકે રજુ કરી શકાય.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુ સંવર્ધન, સારસંભાળ, ખોરાક તેમજ વ્યવસ્થાપન જેવી સેવાઓ પ્રદાન કરી દુધાળા પશુઓની દુધ ઉત્પાદનશક્તિ વધારવાનો છે. સહકારી દુધ મંડળીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળું વીર્ય પુંરું પાડવામાં આવે છે, પરંતુ અપુરતો ધાસચારો તથા વ્યવસ્થાપન સેવાઓને લીધે પશુઓ સંપુર્ણ રીતે તે વીર્ય વાપરવા માટે સક્ષમ બની શકતા નથી. પરિણામે, ઉચ્ચ ઓલાદનાં (વર્ણસંકર) દુધાળા પશુઓ ઉછેરવા તેમજ ઉત્તમ ખોરાક અને વ્યવસ્થાપન સેવાઓ પુરી પાડવા માટે વાછરડી ઉછેર યોજનાની રચના કરવામાં આવી છે.
ક્રમ |
વિગત |
યુનિટ કોસ્ટ (રૂ./કિગ્રા) |
કુલ જરૂરિયાત (કિગ્રા) |
કુલ ખર્ચ (રૂ.) |
૧ |
પશુ ખાણદાણ |
૧૪.૦૦ |
૮૪૦ |
૧૧,૭૬૦ |
૨ |
પશુ પોશક |
૧૯.૦૦ |
૨૦૦ |
૩,૮૦૦ |
૩ |
ખનિજ દ્રવ્ય |
૭૦ |
૨૦ |
૧,૪૦૦ |
૪ |
ક્રુમિનાશક રશીકરણ (Theilarsis) |
|
|
૪૦૦ |
૫ |
પશુ વીમો |
|
|
૨,૦૦૦ |
૬ |
જવાબદાર વ્યક્તિનું મહેનતાણું |
|
|
૩૦૦ |
|
કુલ |
|
|
૧૯,૬૬૦ |
વાછરડી ઉછેર યોજના : ગ્રાંટ આયોજન
ક્રમ |
વિગત |
યુનિટ કોસ્ટ |
ભારત સરકારની સબ્સિડી |
લાભાર્થીનો ફાળો |
૧ |
પશુ ખાણદાણ |
૧૧,૭૬૦ |
૧૧,૭૬૦ |
- |
૨ |
પશુપાલક |
૩,૮૦૦ |
૩,૮૦૦ |
- |
૩ |
ખનિજ દ્રવ્ય |
૧,૪૦૦ |
૧,૪૦૦ |
- |
૪ |
ક્રુમિનાશક રશીકરણ (Theilarsis) |
૪૦૦ |
૪૦૦ |
- |
૫ |
પશુ વીમો |
૨,૦૦૦ |
|
૨,૦૦૦ |
૬ |
જવાબદાર વ્યક્તિનું મહેનતાણું |
૩૦૦ |
૩૦૦ |
- |
૭ |
વહીવટી ખર્ચ |
(૯૮૩) યુનિટ કોસ્ટનાં ૫% |
૯૮૩ |
- |
|
કુલ |
૨૦,૬૪૩ |
૧૮,૬૪૩ |
૨,૦૦૦ |
કુલ કિંમત : ૧૭,૬૬૦ (સબ્સિડી) + ૨,૦૦૦ (લાભર્થી ફાળો) + ૯૮૩ (૫% TMC) = ૨૦,૬૪૩ |
||||
GOI ગ્રાંટ : ૧૭,૬૬૦ + ૯૮૩ = ૧૮,૬૪૩/- રૂ. (એકમ વાછરડી) |
વાછરડી ઉછેર યોજનાનું અમલીકરણ પ્રયોજના વિસ્તારોમાં આવેલી ૭ કો.ઓપ. ડેરીઓ દ્વારા ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં કરવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/12/2019