વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આશ્રમશાળાઓ

  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના લોકો, તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાનાં બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતાં નથી. તેમને શાળાએ મોકલવાને બદલે તેઓને પોતાનાં બાળકોને પોતાના પરંપરાગત ધંધાઓમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અથવા પરિવારના નિભાવ માટે આર્થિક રીતે ઉપયોગી થવા માટે અન્ય નોકરી કે મજૂરીએ મોકલવા પડે છે. ગુજરાત સરકારે આશ્રમશાળા નામે ઓળખાતી નિવાસી શાળાઓ શરૂ કરવા માટે બિન સરકારી સંગઠનોએ ૧૦૦% અનુદાન આપીને ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ અને ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાઓ માટેની યોજના શરૂ કરી. આ શાળાઓ શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સુવિધાઓ આદિવાસી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરે છે. જો કે આ શાળાઓનું સંચાલન બિન સરકારી સંગઠનો કરે છે, પરંતુ તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એક જ સ્થાને શાળાનું શિક્ષણ તેમજ રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી, જેથી કરીને તેઓને ભવિષ્યમાં સારી રોજગારી મળી રહે અને વળી તેઓ સમાજના અન્ય વર્ગો સાથે હરીફાઈ કરી શકે.
  • પ્રારંભ | ૧૯૫૩
  • ભાગીદાર સંસ્થાઓ | આદિવાસી વિસ્તારોમાં કાર્યરત બિનસરકારી સંગઠનો
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | આદિવાસી વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેની પાત્રતા | આશ્રમશાળા શરૂ કરવામાં આવે ત્યારે પ્રારંભ સમયે તેમણે ઓછામાં ઓછા ૧૫ છોકરાઓ અને ૧૫ છોકરીઓની નોંધણી કરવાની હોય છે. તે પછી દર વરસે સાતમા ધોરણ સુધી તેમણે દર વરસે ૧૦ છોકરાઓ અને ૧૦ છોકરીઓની નોંધણી કરવાની હોય છે.
  • યોજના નીચેના લાભ | વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત વિના મૂલ્યે શિક્ષણ, રહેવાની અને જમવાની સગવડ સાથેના છાત્રાલય, પુસ્તકો, રોજ-બ-રોજની જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દરેક બાળક દીઠ આશ્રમશાળાઓને માસિક રૂપિયા ૧૦૦૦ નું અનુદાન ચૂકવવામાં આવે છે.
  • મુખ્ય સિધ્ધિઓ | રાજ્યમાં ધોરણ IX થી XII ના વિદ્યાર્થીઓ માટેની ૯૫ ઉત્તર બુનિયાદી શાળાઓ સહિતની કૂલ ૫૪૭ આશ્રમશાળાઓ છે અને ધોરણ I થી VIII સુધીના વિદ્યાર્થીઓ માટે ૪૫૨ આશ્રમશાળાઓ છે. દર વરસે ૭૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ આ નિવાસી શાળાઓમાં જોડાય છે.

આકૃતિ ૧ : લાભાર્થીઓની સંખ્યા

લાભાર્થીઓની સંખ્યા

આકૃતિ ૨ : તેની પાછળ કરવામાં આવેલ ખર્ચ

કરવામાં આવેલ ખર્ચ
2.79166666667
સુરેશ હડિયા Jun 16, 2016 08:23 AM

આશ્રમશાળામાં શિક્ષકોનું ખુબ શોષણ થાય છે રાજ્ય સરકાર હજુ પણ ૨૫૦૦માં 24 કલાકનું કામ લે છે રાજ્ય સરકાર અમારી સામે તો શું બાળકો સામે પણ જોવા તૈયાર નથી સરકારના કોઇ પણ અધિકારી ૨૫૦૦ ફિક્સમાં મહિનો કાઢી બતાવે તો અમને વાંધો નથી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top