હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સ્નાયુ દુખે એટલે શેક કરવા બેસી ન જવું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્નાયુ દુખે એટલે શેક કરવા બેસી ન જવું

સ્નાયુ દુખે એટલે શેક કરવા બેસી ન જવું

આપણે ત્યાં કોઇપણ સામાન્ય શારીરિક તકલીફ થાય કે લોકો ઘરગથ્થુ ઇલાજ કરવા બેસી જાય છે. તેમાં પણ હાડકાં, સ્નાયુ કે સાંધા-કમર-થાપાનો દુ:ખાવો થાય ત્યારે તો શેકનાં જાણે શાસ્ત્રો ખૂલતાં હોય છે. ઘણા ગરમ પાણીના શેક કરતા હોય છે, તો ઘણા ઠંડા પાણી કે બરફના શેક કરતા હોય છે. ક્યારે ગરમ પાણીનો શેક કરવો કે ક્યારે ઠંડા પણીનો શેક કરવો એની મોટાભાગના લોકોને ખબર જ હોતી નથી.
આમાં માંસપેશીઓ અને સાંધા માટે શેકની અસરો જુદી જુદી હોય છે. માંસપેશીઓને શેકની જરૂર હોતી નથી, પણ ખાસ કરીને હાથ-પગના સાંધાઓ તથા કમર પર શેકની અસર થતી હોય છે. માંસપેશીઓ પર નહીં. વાસ્તવમાં શરીરની માંસપેશીઓ પર તાપમાનની અસર જરા જુદા પ્રકારની થતી હોય છે. ઠંડો કે ગરમ શેક કરવાને લીધે માંસપેશી ઉપરાંત મસલ્સ, લિગામેન્ટ, સાંધા તથા હાડકાંમાં પણ તેની અસર થતી હોય છે. એટલે કોઇપણ દર્દમાં ગરમ કે ઠંડા શેક કરતાં પહેલાં યોગ્ય તબીબી સલાહ લેવી જરૂરી હોય છે.
આપણા શરીરમાં અદભુત પર્યાવરણીય નિયમન તંત્ર હોય છે, જે માંસપેશીઓને વધુ ગરમ તાપમાનની સ્થિતિમાં ટંડી કરવાની અને ઠંડા તાપમાનની સ્થિતિમાં ગરમ કરવાની કામગીરી કરે છે, જેથી એકંદરે માંસપેશીઓ નોર્મલ રહે છે. ગરમ પાણીથી નહાવામાં આવે ત્યારે શરીરનું તાપમાન થોડું વધી જાય છે, પણ થોડી સેકન્ડોમાં એ પાછું નોર્મલ થઇ જતું હોય છે. તેને લીધે જ શરીરના તાપમાનમાં વધઘટ થતી હોઇ આપણે ગરમ ઋતુમાં ગરમ પાણીએ નહાઇ શકતા નથી કે ઠંડી ઋતુમાં ઠંડા પણીએ નહાઇ શકતા નથી. શરીરના તાપમાનમાં થતો વધારો કે ઘટાડો આપણે સહન કરી શકતા નથી.

ગરમ શેકની માંસપેશીઓ પર કેવી અસર થાય છે?

શેક માટેના હોટ પેકને ૧૫ મિનિટ સુધી ગરમ કર્યા બાદ તેને સ્નાયુઓ પર મૂકવામાં આવ્યું ત્યારે સ્નાયુ(માંશપેશી)ના તાપમાનમાં ૩.૮ અંશ સેલ્સિયસનો વધારો થયેલો જણાયો. જે માત્ર એક સેન્ટિમીટર ઊંડે હતો. ૩ સેન્ટિમીટરે ઊંડે માત્ર ૦.૭૮ સેલ્સિયસનો વધારો માલુમ પડ્યો. તેનાથી નીચે નોર્મલ તાપમાન હતું. આમ ગરમ શેક આટલે ઊંડે જ અસર કરી શકે છે? પછી રોજ ગરમ શેક કરવાનો કોઇ અર્થ રહેતો નથી. ક્લિનિકલી એ તાપમાન વધારો સાવ મામૂલી ગણાય છે. એનાથી ઊંડે તો આ તાપમાનવધારો સાવ નજીવો હોય છે. આમ એકંદરે જોઇએ તો ગરમ શેક માંસપેશીમાં માત્ર એક સે.મી. સુધી જ અસર બતાવી શકે છે.
શરીરનાં સાંધાઓનું તાપમાન ગરમ તથા ઠંડા શેકથી સરળતાથી બદલાતું હોય છે. સામાન્ય રીતે આપણે ઘૂંટણના દુ:ખાવા, ઘસારા તથા ઓસ્ટિયોઆર્થાઇટિસમાં ગરમ શેક અથવા ઠંડો શેક કરતા હોઇએ છીએ. આની પાછળનું સત્ય એ છે કે ગરમ શેક તથા પેરાફીન વેક્સ (મીણનો શેક) ઘૂંટણના સાંધા પર જો કરવામાં આવે તો સાંધાના તાપમાનમાં તે ૧.૫થી ૩.૫ સેલ્સિયસનો ફેરફાર કરતું હોય છે. પરંતુ તેનાથી વિરુદ્ધ બરફનો શેક (ઠંડો શેક) કરવામાં આવે તો તે દુ:ખાવામાં સાંધાના તાપમાનમાં ખૂબ જ જોરદાર ૯ અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો કરે છે. હાથ અને પગનાં સાંધામાં માંસપેશીઓનું પ્રમાણ ઓછું અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તેથી આ સાંધાઓના તાપમાનમાં સરળતાથી વધારો અને ઘટાડો થતો હોય છે. સામાન્ય રીતે અડધા સેન્ટિમીટરની જાડાઇ ધરાવતા હાથ અને પગના સાંધામાં શેક કરવાથી તેના તાપમાનમાં ૯ અંશ જેટલો વધારો બતાવે છે.

કઇ રીતે શેક કરી શકાય?

  • ગરમ પાણીનો શેક
  • મીણનો શેક
  • ડ્રાય વ્હલપુલ
  • ડ્રાય હીટ (ઇલેક્ટ્રિક શેક કરવાની બેગ)
  • કોલ્ડ પેક
  • નાઇટ્રોજન કોલ્ડ એર.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.22
ગીતાબેન Dec 04, 2019 12:02 AM

મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવા શું કરવું?

Bharat Oct 07, 2019 09:46 PM

થાપાનો દુખાવો છે થાપાથી નીચે ઘૂંટણ સુધી થાય છે.તો શુ કરવું ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top