વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીર પર ઇજા થાય તો બરફનો ટૂકડો ઘસવો

શરીર પર ઇજા થાય તો બરફનો ટૂકડો ઘસવા ની સલાહ

આજકાલ એવું જોવા મળે છે કે સ્નાયુની ઈજા થાય એટલે તરત જ માણસ તેના પર ગરમ શેક કરે છે અને જ્યારે દાઝી જાય ત્યારે ઇજાગ્રસ્ત જગ્યાને ઠંડા પાણીમાં રાખે છે.

આવો તફાવત કેમ?

આનું કારણ એ છે કે મોટા ભાગના લોકોને ઇજા થાય ત્યારે કઇ પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તેની માહિતી હોતી નથી અને આપણા કહેવાતા / જાણીતા ડોકટરો /અનુભવી લોકો પાસેથી પણ આપણને એવું જાણવા મળે છે કે દુ:ખે એટલે શેક કરવો. પરંતુ પ્રાથમિક સારવારની વાત કરી એ તો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશો હમેશા RICE પ્રોટોકોલ ફોલો કરે છે
જયારે પણ પ્રાથમિક ઘા થાય એટલે ત્યાં મેટાબોલિક એક્ટિવિટી વધી જાય છે તથા ત્યાં પ્રાથમિક કોષો (Cell) માં ઇન્જરી થતી હોય છે તેથી નીચેનો પ્રોટોકોલ અનુસરવામાં આવેતો ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે.

 • Rest (આરામ) : જેનાથી ખૂબજ ઝડપથી નવા કોષો બનવાની શરૂઆત થાય છે.
 • ICE (બરફનો શેક) જે મુખ્યત્વે મેટોબોલિક એક્ટિવિટીમાં સુધારો કરે છે
 • Comperssin (પાટો બાંધવો) સામાન્ય રીતે તેનાથી નવી ઇન્જરી થવાની શક્યતા ઘટી જાય છે.
 • Elevation: પ્રાથમિક ઘા કે ઇજા થયેલા ભાગને નીચે ઓશિકા મૂકી ઊંચો રાખવાથી તેમાં આવેલા સોજામાં ખૂબ જ ઘટાડો થાય છે.

પ્રાથમિક ઘા જેવા કે સ્નાયુમાં ખેંચાણ, તણાવ, મચકોડ તથા દુ:ખાવો થાય એટલે તરત જ RICE પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

આઈસિંગ (બરફનો શેક કરવાની પદ્ધતિ)

Raw Ice (ડાયરેકટ પદ્ધતિ) : સૌથી ઉત્તમ પદ્ધતિ એ છે કે શરીરના જે ભાગે ઈજા થઈ હોય ત્યાં ફ્રીઝરમાં રહેલા બરફના ટુકડા સીધા જ લગાડવા. સામાન્ય રીતે બરફને સીધો લગાડવામાં આવે તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ આ પ્રમાણે કરવું થોડું મુશ્કેલી ભર્યું છે, તેના માટે આપણે આઈસ કપ બનાવવાની એક સરળ પદ્ધતિ નીચે બતાવી છે.

બજારમાં મળતી આઈસ બેગ (જેલ) હોય છે તેવી બેગ ખૂબ જ ઝડપથી ગરમ થઈ જાય છે, તેથી જ તેની સારી અસર મળતી નથી. એ ફટાફટ ગરમ થઈ જતી હોઇ શરીરમાં બે-ત્રણ જગ્યા એ આઈસ બેગ લગાડવી નહીં. તેમાં આઈસ કપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આઈસ કપ બનાવવાની પદ્ધતિ:

આ સૌથી સસ્તો, સરળ અને ફાયદાકારક ઉપચાર છે, જે તમે કોઈપણ પ્રકારની ઈજા માટે ઘરે કે ઓફિસમાં કરી શકો છો. આ પ્રકારના આઇસ કપ ફ્રીઝરમાં બનાવીને રાખવાં

 • સૌથી પહેલાં એર સ્ટાયરો ક્રોમ લેવો
 • આ કપમાં પાણી ભરી ફ્રીઝરમાં રાખવો.
 • અંદર બરફ જામી ગયા પછી ઉપરનો ભાગ કાપી નાખવો, એટલે બરફનો ભાગ બહાર રહેશે અને બાકીના ભાગને પકડીને જ્યાં દુ:ખે તે ભાગ પર બરફનો શેક કરવો.

આર્ટ ઓક આઇસિંગ : ( બરફનો શેક કરવાની કળા)

 • જયાં પણ સોજો, દુ:ખાવો હોય તે સ્નાયુ પર, બરફને હલકા હાથે ઘસવો અને જો ભાગ ખૂબ જ મોટો હોય તો તેને અડઘા ભાગમાં વહેચીને શેક કરવો, નહીંતર તેમાં જોઇએ તેટલો ફાયદો મળતો નથી. બરફ નો શેક. ૬-૧૦ મીનીટ સુઘી કરવો. અથવા જે ભાગે શેક કરો એમાં નમ્બ (જૂઠ્ઠું) પડી જાય. ત્યાં સુઘી કરવું. જે સૌથી પહેલાં થાય ત્યાં સુઘી બરફનો શેક કરવો અને જો ઇન્જરીનો ભાગ થાઇ જેવો મોટો હોય તો શેકની અસર થતાં વાર લાગે છે.
 • સ્નાયુ જૂઠો પડી જવું એટલે કે જયાં તમને આંખ બંધ કરી આંગળી અડાડો તો જો સ્પર્શ કરતાં સેન્સેશન નાં આવે તો એ ભાગને નમ્બ (જુઠો) પડી ગયો એમ કહેવાય.

આઇસિંગથી દાઝી જવાય ખરું?

 • હા ખૂબ જ અદભૂત ઘટના એવી છે કે ગરમથી દાઝી જવાય એ આપણને સૌને ખબર છે, પણ આઈસનો શેક કરવાથી પણ સ્નાયુઓ દાઝી જાય છે. ઘણા બધા લોકો બરફનો શેરક અગર જો ૧૫ મિનિટથી વધારે કરે તથા એક જ જગ્યાએ લાંબો સમય સુઘી રાખે, તો સ્નાયુમાં બર્ન (દાઝવાની) શક્યતા ઊભી થાય છે. તે ઘણા કોલ્ડ-સેન્સિટિવ હોય છે તેમને લાલ ચકામાં પણ પડી જતાં હોય છે આવા કિસ્સામાં બરફનો શેક પાંચ મિનિટથી વધુ કરવો નહીં.
 • બરફનો શેક સામાન્ય રીતે કોઇપણ પ્રકારની ઇજામાં ૩-૪ વખત ૬-૧૦ મિનિટ સુધી કરી શકાય છે.
 • બરફના શેકની અસર સામાન્ય રીતે 1 સે.મી. અને ૩ સે.મી.ઊંડે સુધી સ્નાયુઓમાં ચેક કરવાના આવી. ત્યારે બરફનો શેક થી તાપમાન માં 9.c જટલો ઘટાડો નોધવામાં આવો જે ખૂબજ અસરકારક, નીવડે છે અને તે સેલ્યુલર કલિંગ ના પ્રોસેસ ને ખૂબ જ ઝડપી કરે છે સામાન્ય રીતે સાંધાઓની આસપાસ ચરબીનું આવરણ ખૂબ જ ઓછું હોય તેટેલેજ બરફનો શેક ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.05555555556
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top