હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / રોજિંદા જીવનમાં કસરત કરો તો ઘૂંટણનો દુખાવો જલદી ન થાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોજિંદા જીવનમાં કસરત કરો તો ઘૂંટણનો દુખાવો જલદી ન થાય

ઘૂંટણની આજુબાજુમાં સ્નાયુને જો સાચી રીતે મજબૂત કરવામાં આવે તો ચોક્કસ દુ:ખાવો મટી જતો હોય છે

સામાન્ય રીતે જે લોકો ને ઘૂંટણના દુ:ખાવાની તકલીફ હોય તેઓ એ વાત જાણી લેવી જોઇએ કે જો તેઓ રોજિંદા જીવનમાં કસરત કરતા રહે તો તેનાં સાંઘામાં દુ:ખાવો ઓછો થતો હોય છે તથા સાંધામાં કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. એટલે જ રોજિંદા જીવનમાં કસરત એ ખૂબજ મહત્વનો ભાવ ભજવે છે ઘણા લોકો કસરત અંગે ઘણી ભૂલો પણ કરતા હોય છે. આજે આપણે સાચી કસરતો વિષે પણ જાણીશું.

ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે દર્દીઓને ઘૂંટણનો દુ:ખાવો હોય એ દુ:ખાવાનાં એક વીસીયમ (ન બહાર આવી શકાય તેવા) સાયકલ (પ્રક્રિયા)માં ફસાઈ જતા હોય છે એટલે કે ઘૂંટણમાં દુ:ખાવો થાય અને જો કસરત કરવામાં આવે તો એ દુ:ખાવામાં વધારો થતો હોય છે અને જો આ દર્દી કસરત ન કરેતો તેમને વજનમાં સતત વધારો થતો હોય છે અને દુ:ખાવો પણ વધતો હોય છે, જેના કારણે દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાતા હોય છે.આથી ઘૂંટણના દુ:ખાવામાં કયા સમયે કઈ કસરત કરવી અને કેટલી વાર એ ખૂબ જ મહત્વની બાબત છે. ઘૂંટણની કસરત અને દુ:ખાવામાં નીચેની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • સામાન્ય રીતે ઘૂંટણના દુ:ખાવાની દુનિયામાં સૌથી સારી અને અસરકારક દવા કસરત છે. જેમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ નથી એવું કહેવામાં આવે તો આ દવાએ માત્ર કસરત જ છે. આવું ડો. નિકોલસ ડિવ્યુબલી (ઓર્થોપેડિક સર્જન) અને સ્પોટ્સ મેડિસીનના ડોકટર દ્વારા કહેવામાં આવ્યું છે.
  • જ્યારે ઘૂંટણનો દુ:ખાવો હોય ત્યારે કસરત કરવામાં તકલીફ પડે છે, કારણ કે કસરત કરવાથી દુ:ખાવામાં વધારો થતો હોય છે. તેથી પ્રથમ દુ:ખાવામાં રાહત મળે પછી જ કસરતો ચાલુ કરવી જોઇએ.
    • લો-ઇમ્પેકટ, એરોબિક પ્રકારની કસરતો જેવી કે વોકિંગ, સાયકલિંગ અથવા સ્વિમિંગ જેવી કસરતો કરવી જોઇએ

ઘૂંટણના દુ:ખાવા માટે ક્યા પ્રકારની કસરતો સારી?

ઘણી બધી વખત લોકો ઘૂંટણની એક જ કસરત (ઘૂંટણ દબાવવાની) કરતા હોય છે. પરંતુ સાચી વાત તો એ છે કે જેમ જમવામાં માત્ર આપણે એક વસ્તુ જ ખાતા નથી, એમ ઘૂંટણ દબાવવાની એક માત્ર કસરત (SQE) કરવાથી ઘૂંટણ મજબૂત થાય અને દુ:ખાવો મટી જાય એવું માનવું નહીં. ઘૂંટણની આજુબાજુમાં સ્નાયુને જો સાચી રીતે મજબૂત કરવામાં આવે તો ચોક્કસ દુ:ખાવો મટી જતો હોય છે. એટલે એવું કહેવામાં આવે છે કે ઘૂંટણના દુ:ખાવાના કોઈપણ દર્દીઓ એ લો-ઇમ્પેકટ, એરોબિક પ્રકારની કસરતો જેવી કે વોકિંગ (૨૦ મિનિટથી વધુ ચાલવું નહીં) સાયકલિંગ અથવા સ્વિમિંગ જેવી કસરતો કરવી જોઇએ.

આ બધી જ કસરતોમાં સાયકલિંગ એ સૌથી ઉત્તમ કસરત માનવામાં આવે છે. જેનાથી આપણાં થાઈ (જાંઘ) તથા થાપા અને ઘૂંટણના સ્નાયુઓની ખૂબ જ સારી મજબૂતાઈ થતી હોય છે. ઘૂંટણના દુ:ખાવામાં ચાલવું (વોકિંગ) એ પણ સારી પ્રવૃત્તિ છે. પરંતુ એડવાન્સ સ્ટેજના આરર્થાઈટિસમાં ચાલવાથી ઘૂંટણનો દુ:ખાવો વધી જતો હોય છે એવું ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે, કારણ કે આપણા આખા શરીરનું વજન ઘૂંટણ પર આવતું હોય છે, જેથી એ દુ:ખાવો વધી જવાની શક્યતા રહેતી હોય છે. તેથી જે લોકોને ચાલવાથી દુ:ખાવો વધતો હોય તેમણે સ્વિમિંગ (પાણીની કસરતો) કરવું જોઇએ અને તેના માટે યોગ્ય ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરવો જોઇએ.

રેન્જ ઓફ મોશન (Rom) અને સ્ટ્રેચિંગ કસરતો વચ્ચેનો તફાવત શું?

સ્ટ્રેચિંગ એ મુખ્યત્વે સ્નાયુઓ પર અસર કરતી કસરત છે. જ્યારે રેન્જ ઓફ મોશન મુખ્યત્વે સાંધા (જોઇન્ટ) પર અસર કરતી કસરત છે. ઘૂંટણના દુ:ખાવા માટે આ બંનેય કસરતો ખૂબ મહત્વની છે. સામાન્ય રીતે લોકો સ્ટ્રેચિંગની કસરતો કરતા નથી. પરંતુ જેમ જેમ ઉંમર વધે એમ વધુ સ્ટ્રેચિંગની કસરતો કરવી જોઇએ, કારણ કે તેનાથી સ્નાયુઓ વધારે ઢીલા અને ફ્લેક્સિબલ બને છે. આપણા રોજિંદા જીવનમાં કોઈપણ કસરતો કરતાં પહેલાં વોમ-અપ અને કૂલ-ડાઉનમાં સ્ટ્રેચિંગની કસરતો કરવી જોઇએ આ કરવાથી સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરનું તાપમાન પણ વધે છે. વોર્મ અપ થયેલો સ્નાયુ વધારે ઇલાસ્ટીક (ઢીલો) બને છે. તેથી તેને ઇન્જરી (ઇજા) થવાનાં તથા દુ:ખાવા થવાનાં ચાન્સ ખૂબ જ ઘટી જતા હોય છે. વોર્મ અપ સામાન્ય રીતે એક થી બે મિનિટ જ કરવું જોઇએ.

સાંધાની રેન્જ ઓફ મોશન (Rom)ની કસરતો સામાન્ય રીતે સાંધાની મોબિલિટી રાખવા તથા સ્ટીફનેસ ઘટાડવા માટે કરવામાં આવે છે, જે ઘૂંટણના દુ:ખાવા માટે ખૂબ જ મહત્વની છે. તેને માટે સાંધાને ધીમે ધીમે જેટલો વળે તેટલો વાળવો જોઇએ. ૧૦-૨૦ સેકન્ડ તેને ત્યાં રોકી રાખવો અને પછી સાંધાને સીધો કરવો જોઇએ. જેનાથી સાંધાની ફલેક્સિબિલિટીમાં ખૂબ જ વધારો થતો હોય છે. આ ઉપરાંત સાંધા-ઘૂંટણ માટે ઘણી બધી અન્ય કસરતોનો સમાવેશ પણ થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

 

3.02777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top