હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / માતાપિતાને ઘૂંટણનો દુ:ખાવો થાય તો સંતાનોનેય થાય ખરો?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માતાપિતાને ઘૂંટણનો દુ:ખાવો થાય તો સંતાનોનેય થાય ખરો?

રોજિંદા જીવનમાં ઘૂંટણની આસપાસના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ તથા મજબુતાઈની કસરતો કરવી જોઇએ

રોજિંદા જીવનમાં ઘૂંટણની આસપાસના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ તથા મજબુતાઈની કસરતો કરવી જોઇએ ઘૂંટણના દુ:ખાવા સાથે અનેક ગેરમાન્યતાઓ જોડાયેલી છે. વિશે જાણ્યું, ઘણું બધું જ્ઞાન આજકાલ લોકોને ન હોવાથી જયારે ઘૂંટણનો દુ:ખાવો થાય એટલે તરત જ મગજમાં અમૂક પ્રકારના વિચારો તથા ભય આવી જતો હોય છે પરંતુ હકીકતમાં મેડિકલમાં એવું કહેવામાં આવે છે ઓસ્ટીઓ આરર્થાઇટીસ (ઘુંટણનો વા) એ શરીરમાં ઉંમર સાથે થતા ફેરફાર છે તેથી જ જો ચોક્કસ સમય પછી તેની કાળજી રાખવામાં આવે તો આ તકલીફો થતી નથી તથા આપણું રોજિંદુ જીવન ખૂબ જ એક્ટિવ રહેતું હોય છે. આ અંકમાં આપણે વધુ ગેરમાન્યતા ઓ વિશે જાણીએ.

ગેરમાન્યતા

ગેરમાન્યતા નં-૧: મારું કામ બેઠાડુ છે, એટલે મારે ઘૂંટણ પર વધુ વજન અથવા ઊઠ-બેસ કરવાની આવતી નથી. તો મને ઘૂંટણનો દુ:ખાવો (વા) થવાની સંભાવના નથી.
એ વાત સાચી છે કે જે લોકો વધારે પડતાં ઉઠક-બેઠકનું કામ કરતાં હોય છે તેમના ઘૂંટણ પરનું ભારણ વધુ આવતું હોય છે. તેથી ઉંમર સાથે તેમાં દુ:ખાવો થવાની શક્યતા વધારે રહેતી હોય છે. પરંતુ એવું નથી કે જે લોકો ઓફિસમાં કામ કરે છે કે બેઠાડુ જીવન જીવે છે તેને ઘૂંટણનો દુ:ખાવો ન થાય કે તેની સંભાવના હોતી નથી. તેમને પણ ઘૂંટણનો દુ:ખાવો (વા) કે ઓસ્ટીઓ આરર્થાઈટીસ થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે ઘૂંટણના દુ:ખાવાથી બચવા માટે માત્ર એક અકસીર ઉપાય ઘૂંટણની આસપાસના સ્નાયુને મજબૂત રાખવા તથા રોજિંદા જીવનમાં તેની સ્ટ્રેચિંગ કસરતો કરવી જોઇએ, જેથી સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ સારું રહે તેમજ સાંધા પર વધારાનો ઓવરલોડ (ભારણ) આવે નહીં. બેઠાડુ જીવન તથા ઓફિસમાં કામ કરતા લોકો એ દિવસમાં થોડી વખત માટે ખુરશીમાંથી ઊભા થઇ થોડું ચાલવું તથા સ્નાયુનું સ્ટ્રેચિંગ કરવું જોઇએ. તેથી દુ:ખાવો થવાની સંભાવના ઘટી જાય છે ઘણા બધા લોકોને વિકેન્ડ વોરીયર કહેવામાં આવે છે. તેમને ને ઘૂંટણનો દુ:ખાવો કે ઈજા થવાની શકયતાઓ ખૂબ જ વધારે હોય છે. આ પ્રકારના લોકો આખું અઠવાડિયું ઓફિસમાં કામ કરે છે એટલે કે બેઠાડુ જીવન હોય છે, તેઓ વિકેન્ડમાં ટેનિસ, સ્કોસ, જોગીંગ જેવી સ્પોર્ટસ પ્રવૃત્તિઓ કરતા હોય છે. અચાનક આવી સ્પોર્ટસ પ્રવૃતિઓ કરવાથી સ્નાયુમાં ઇજા થતી હોય છે અને લાંબાગાળે ઘૂંટણનો દુ:ખાવો થવાની શકયતા વધી જતી હોય છે, તેથી રોજિંદા જીવનમાં ઘૂંટણની આસપાસના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ તથા મજબુતાઈની કસરતો કરવી જોઇએ.

ગેરમાન્યતા નં ૨: મારા માતા-પિતાને ઘૂંટણનો વા હતો તેથી મને પણ વારસમાં આ દુ:ખાવો આવશે.

ઘૂંટણનો દુ:ખાવો એ કોઈ જિનેટીકલ તકલીફ નથી, તેથી તે વારસામાં આવે છે તેવી માન્યતા તદન ખોટી છે. ઘણા લોકો એવું માને છે કે ઘૂંટણનો વા મા-બાપને હોય એટલે સંતાનોને વારસામાં આવે, પણ આ એક ખૂબ જ મોટી ગેરમાન્યતા છે. ભારતીય સમાજમાં જીવન જીવવાની પદ્ધતિમાં ઘણી બધી ભૂલો રહેલી છે. એટલે કે રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રવૃતિઓ નીચે બેસીને જ કરવી તથા જમીન પરથી બેસીને ઊભા થવામાં સર્પોર્ટ (ટેકો) ના લેવો. શૌચાલયમાં પણ ઘૂંટણમાં બેસીને ઊભા થતાં ખૂબજ વજન આવતું હોય છે. આ પ્રકારની જીવનશૈલી પશ્ચિમ (વેસ્ટર્ન) સમાજમાં જોવા મળતી નથી. જ્યારે ભારતમાં એ વર્ષોથી ચાલી આવી છે. આની સાથે સાથે સમાજમાં કસરત માટે આળસ કે અણગમો જોવા મળતો હોય છે. એટલે કે આપણી શરીરની તંદુરસ્તી થવાની શક્યતા ઘટી જાય છે. મા-બાપ જે પ્રમાણે જીવનશૈલી જીવતા હતાં તેવી જ જીવનશૌલી અત્યારના સમયમાં જીવવામાં આવે તો સંતાનોને પણ ઘૂંટણનો દુ:ખાવો વા કે ઓસ્ટીઓ આરર્થાઈટીસ થવાની શક્યતા વધી જાય છે એથી જ જો નિયમિત પણ ઘૂંટણના સ્નાયુઓની કસરત કરવામાં આવે અને વજનમાં નિયંત્રણ રાખવામાં આવે તો દુ:ખાવો થતો નથી અને આની સાથે સાથે જમ્પિંગ (કુદવાની કસરતો) કે વધારે પડતું વજન ઘૂંટણ પર આવતું હોય એવી કસરતો કરવી જોઇએ. તેનાથી દુ:ખાવો તથા ઘુંટણની ઈજા થવાની શક્યાતાઓ વધી જતી હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

3.13888888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top