પગ પર પગ ચડાવીને બેસી રહેશો તો થાપાનું દર્દ થવા લાગશે
આજકાલ આપણી લાઇફ સ્ટાઇલને કારણે થાપાનાં ભાગમાં દુ:ખાવો થતો હોય છે. આપણી બેસવાની પદ્ધતિ તથા બેઠાડુ જીવનને લીધે માની બેસતા હોઇએ છીએ કે સાઇટીકાનો દુ:ખાવો છે, પરંતુ ઘણા બધા કેસમાં સાઇટીકા નહીં પરંતુ તે પાઇરીફોર્મિસ સિન્ફોમ કે સાઇટીક ન્યુરાઇટીસ નામનો રોગ હોય છે.
પાઇરીફોર્મિસ સીન્ફોમ/ સાઇટીક ન્યુરાઇટીસ એ એક પ્રકારનો ન્યુરો મસ્કયુલર રોગ છે જેમાં સામાન્ય રીતે સાઇટીક નસ(નર્વ) એ પાઇરીફોર્મિસ સ્નાયુની પાછળ દબાતી હોય છે. તેમાં ઘણી બધી વખત રોગ થવામાં સ્નાયુમાં અથવા નસમાં સોજો આવી જતો હોય છે. પાઇરીફોર્મિસ એ કમરના મણકાને થાપા સુધી જોડતો મુખ્ય સ્નાયુ છે. સામાન્ય રીતે આ રોગનાં કારણે થાપાના ભાગમાં સતત દુ:ખાવો થતો હોય છે. આ દુ:ખાવો થાપાથી નીચે થાઇ (જાંઘ) ના ભાગમાં તથા છેક નીચે એડી સુધી પણ આવતો હોય છે. આ રોગને કારણે દર્દીને થાપાથી નીચેના ભાગમાં ખાલી ચડી જવી, પગ જુઠ્ઠો પડી જવો જેવી તકલીફો પણ થતી હોય છે.
સાઇટિક નર્વ :
સામાન્ય રીતે લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તતી જોવા મળતી હોય છે કે ગાદીનાં મણકા દબાય અને પગમાં દુ:ખાવો થાય એટલે સાઇટીકાની અસર છે. પરંતુ ઘણી બઘી વાર દર્દીઓને દુ:ખાવાની શરૂઆત થાપામાંથી થતી હોય છે તથા તે દુ:ખાવો નીચે સુધી જતો હોય તો પણ તેઓ એને સાઇટીકા સમજે છે. પરંતુ મેડિકલની દૃષ્ટિએ કમરના L4-S, S1,S2 મણકાની વચ્ચેથી સાઇટિકનર્વનું મૂળ નીકળે છે. પરંતુ નર્વ નહીં પરંતુ આ બધી શાખાઓ થાપાના ભાગમાં પાઇરીફોર્મિસ નામના સ્નાયુની પાછળ ભેગી થાય છે અને ત્યાંથી સાઇટીક નર્વની શરૂઆત થાય છે તેથી જ જો પાઇરીફોર્મિસ નામનાં સ્નાયુમાં સોજો આવી જાય તો રોગને પાઇરીફોર્મિસ સિન્ફોમ કહેવામાં આવે છે અને જો આ સોજાના કારણે નસ (સાઇટિક નર્વ) પર દબાણ આવે અને પગમાં સતત ખાલી આવે અથવા ઝણઝણાટી થાય કે તણખા મારે તો તેને સાઇટિક ન્યુરાઇટીસ કહેવામાં આવે છે.
રોગ થવાનાં કારણો :
પાઇરીફોર્મિસ નામના સ્નાયુમાં ઘણી બધી વખત વધારે પડતા વપરાશથી, વજનથી, લાંબો સમય સુધી બેસી રહેવાથી, એક પગની ઉપર બીજો પગ ચડાવી લાંબો સમય બેસવાથી (જે ઓફિસમાં સામાન્ય રીતે લોકોની બેસવાની ટેવ હોય છે) તથા ઇજાથી સોજો આવી જાય અથવા સ્નાયુ કઠણ થઇ જતો હોય છે. જેના કારણે તે તેની પાછળની સાઇટિક નસ પણ દબાણ કરે છે અને રોગની શરૂઆત થતી હોય છે. તથા આ રોગ સાઇટિકા કરતાં તદન અલગ છે. પરંતુ આજકાલ બહુ ઓછા દર્દીઓમાં આ રોગનું નિદાન થતું જોવા મળે છે. તથા આ રોગમાં રોગનું મૂળ કારણ મણકાની અંદર ગાદીનું દબાણ થવું હોતું નથી આગળનાં અંકોમાં વાત કરી એ મુજબ સામાન્ય રીતે MRI તથા X-Ray માં કમરના મણકા જ જોવામાં આવે છે તેથી આ રોગનું નિદાન પણ થતું હોતું નથી.
આ રોગ વધારે પડતી સાઇકલ ચલાવવાથી, પલાંઠી વાળીને લાંબો સમય બેસી રહેવાથી થાય છે. થાપાની આસપાસનાં સ્નાયુમાં ટાઇટનેસ (કઠણ) હોવાથી પણ થવાની શક્યતાં વધી જાય છે.પાઇરીફોર્મિસ સિન્ફોમને વોલેટ (પર્સ, પાકિટ) સાઇટિકાalt148 alt147ફેટ વોલેટ સિન્ફોમ પણ કહેવામાં આવે છે. ઘણી બધી વાર વોલેટ (પર્સ, પાકિટ) થાપાનાં ભાગમાં રાખીને લાંબો સમય બેસી રહેવામાં આવે તથા દર્દી નું વજન ખૂબ જ વધારે હોય તો પણ. વોલેટ (પર્સ, પાકિટ) સ્નાયુ તથા સાઇટિક નસ પણ દબાણ કરે છે, તેના કારણે આ રોગ થતો હોય એવું જોવા મળે છે. આ રોગની લાક્ષણિકતા એ છે કે દર્દી અગર તેના પગનો અંગુઠો બહારની તરફ રાખી ચાલે તો રોગના દર્દમાંથી રાહત મળતી હોય છે. કારણ એ છે કે તેનાથી પાઇરીફોર્મિસ સ્નાયુ ઢીલો પડે છે અને નસ પરનું દબાણ ઓછું થાય છે.
સાઇટીકા અને સાઇટિક ન્યુરાઇટિસ બંને રોગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે સાઇટિકામાં દર્દી જ્યારે ચાલે ત્યારે તેને કમરમાં દુ:ખાવો તથા પગમાં દુ:ખાવો, ઝણઝણાટી તથા ખાલી ચડવામાં વધારો થતો હોય છે. એનું મુખ્ય કારણ દર્દી ઊભો થાય ત્યારે તેનાં મણકા ગાદી ઉપર દબાણ વધારે કરે છે તેનાથી સાઇટિક નર્વ રૂટ (મૂળ) માં દબાણ વધે છે. તેનાંથી રોગનાં લક્ષણો વધતા જોવા મળે છેતેનાથી તદન ઊંધુ એ છે કે સાઇટિક ન્યુરાઇટીસ તથા પાઇરીફોર્મિસ સિન્ફોમમાં દર્દી જ્યારે પથારી પર સુવે ત્યારે રોગમાં વધારો થાયછે. એનું કારણ એ છે કે પથારી પર સુવાથી થાપાનાં સ્નાયું (પાઇરીફોર્મિસ) માં દબાણ વધે છે એટલે નસપણ દબાણ વધે અને રોગનાં લક્ષણમાં વધારો થાયછે. એનાથી ઊંઘું જ્યારે દર્દી ઊભો થઇને ચાલે ત્યારે રોગનાં લક્ષણમાં ધટાડો થાય છે કારણકે પાઇરીફોર્મિસ સ્નાયુ ઢીલો પડે છે અને નસ પરંતુ દબાણ ઘટે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com