অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમારાં અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોય તો ચેતી જજો

આપણે ઘણીવાર નીચા નમીએ-વાંકા વળીએ અથવા બેસીએ કે ઊભા થઇએ ત્યારે એકાએક શરીરના કોઇ સાંધામાંથી કટાકાનો કે ટચાકાનો અવાજ આવતો હોય છે. કોઇ પ્રયાસ કર્યા વિના એકાએક અને અનાયાસે જ આવો ટચાકો ફૂટતો હોય છે. ઘણીવાર આવો ટચાકો ફૂટ્યા પછી આપણે રિલેક્સ-રાહત અનુભવતા હોઇએ છીએ, તો કેટલાક કિસ્સામાં હળવી પીડા પણ અનુભવતા હોઇએ છીએ. સાંધાના બે હાડકાં ઘસાવાને કારણે ટચાકાનો અવાજ આવતો હોય છે.
મોટેભાગે ઘૂંટણ, ગરદન, પીઠ કે ખભામાંથી આ પ્રકારના કટાકા થતા હોય છે. ગરદન કે ઘૂંટણને ફેરવવાથી પણ આવા અવાજ આવે છે. આવો અવાજ ક્યારેક મોટો પણ હોય છે. સાંધા ઘસાઇ જવાને કારણે અથવા સાંધામાં કંઇક ગરબડ હોવાને કારણે આ પ્રકારના ટચાકા ફૂટતા હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તે છે. મેડિકલ ટર્મિનોલોજીમાં તેને ક્રેપિટસ(CREPITUS) કહેવાય છે.

સાંધાના અવાજ ક્યારે જોખમકારક?

સાંધાના અવાજોને આવે એટલે સામાન્ય રીતે આપણને ગભરાટ થતો હોય છે. હાડકાં ઘસાઇ રહ્યાં હોવાની ચિંતા પણ થતી હોય છે. પરંતુ આ વાત તમામ સંજોગોમાં સાચી નથી. સામાન્ય સંજોગોમાં આવો અવાજ આવે તો ગભરાવા જેવું હોતું નથી, પણ જો કડાકા બોલવાના સંગીતની સાથે જો સાંધામાં દુ:ખાવો થોય અથવા સોજો આવે તો તેમજ તેને કારણે થોડો સમય અકડાઇ જવાય કે રોજિંદા જીવનમાં કંઇ તકલીફનો અનુભવ થાય તો ચેતી જવું. આ લક્ષણ સામાન્ય ગણવું નહીં.

સાંધામાંથી અવાજ કેમ આવે છે?

આપમા શરીરના દરેક સાંધામાં ચીકાશયુક્ત જેલ હોય છે. આ જેલનું પ્રમાણ ઘટી જવાથી આ પ્રકારના અવાજો આવતા હોય છે. ઘણાને તો નાની ઉંમરમાં પણ આવા અવાજો આવતા હોય છે. તેમણે સવિશેષ ચેતી જવું. ઉંમર વધવાની સાથે કાર્ટિલેજ ()માં ઘસારો વધતો જાય છે.સાંધામાંની ચીકાશ ઘટી જતાં સાંધા વચ્ચેની જગ્યામાં પણ ઘટાડો થાય છે. પરિણામે કટાકા ને ટચાકાના અવાજોનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે જ નાની ઉંમરે આવું થયા કરે તો સાંધાની ચીકાશયુક્ત જેલ ઘટી રહી છે એમ સમજવું. તેને માટેના ઇલાજો કરવા માંડવા જોઇએ.
સાંધામાં અવાજ આવવાનું બીજું એક કારણ આપણી લાઇફસ્ટાઇલ પણ છે. આપણે કઇ રીતે ઊભા થઇએ, કઇ રીતે બેસતા હોઇએ છીએ, કઇ રીતે સૂતા હોઇએ છીએ તેના પર સાંધાનું હલનચલન આધાર રાખે છે.
સાંધાના સ્નાયુ કઠણ હોવાન કારણે તેમની વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે અવાજ પેદા થાય છે. સ્નાયુ અને હાડકા વચ્ચે પણ ઘર્ષણ થવાથી અવાજ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારના અવાજ મુખ્યત્વે ઘૂંટણ તથા ખભામાંથી આવતા હોય છે. એનું કારણ એ છે કે ઘૂંટણ અને ખભા પાસે ઘણા સ્નાયુઓ અને લિગામેન્ટ આવેલાં હોય છે. હાડકાની ઉપર એ ફરે છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે.

સાદા ઉપાયો:

સાંધા-સ્નાયુના ટચાકા વધુ ફૂટતા હોય તેમણે હલનચલન વધારવું જોઇએ.દિવસ દરમિયાન વધુ સમય બેસી ન રહેવું. થોડો થોડો સમય ઊભા થઇ ચાલવું. પોઝિશનને સતત બદલ્યા કરતા રહેવું જોઇએ. અંગ્રેજીમાં કહેવત છે કે ‘મોશન ઇઝ લોશન’ વધુ હરવા ફરવાથી સાંધાને લુબ્રિકન્ટ મળે છે. પરિણામે આવા અવાજોથી બચી શકાય છે.
અંગ્રેજીમાં કહેવત છે કે ‘મોશન ઇઝ લોશન. હલનચલન વધારવું. વધુ સમય બેસી ન રહી થોડો થોડો સમય ઊભા થઇ ચાલવું, પોઝિશનને સતત બદલવી. સાંધાના અવાજોથી બચી શકાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate