વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટ્રેપેઝાઈટીસ

ટ્રેપેઝાઈટીસ બહુ માનસિક તણાવ હોય તો પણ ગરદનનો દુ:ખાવો થાય

ટ્રેપેઝાઈટીસ : બહુ માનસિક તણાવ હોય તો પણ ગરદનનો દુ:ખાવો થાય
રોજિંદાજીવનમાં સ્નાયુનો વધારે પડતો ઉપયોગ તથા તેનાં પર આવતું વધારે તણાવ આ દુ:ખાવાને વધારી દેતું હોય છે.

મોટા ભાગનાં દર્દીઓ ગરદન અને માથાના દુ:ખાવાને સર્વાઈકલ સ્પોન્ડાઈલાઈટીસના દુ:ખાવો માનતા હોય છે ડે હકીકતમાં સ્નાયુનો દુ:ખાવો હોય છે. એટલે કે ટ્રેપેઝીયમ નામના સ્નાયુમાં વધારે પડતો તણાવ આવવાથી સ્નાયુમાં દુ:ખાવો થઈ જતો હોય છે અને તેનાં કારણે રોજ-બરોજની કિયામાં પણ તકલીફ પડતી હોય છે અને મુખ્યત્વે કોમ્પ્યુટર કે બેસીને કામ કરતાં લોકો ગૃહિણીઓની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થઈ જતો હોય છે આ રોગનાં લક્ષણો વિશે જાણીએ:

 • ગરદનની પાછળ દુ:ખાવો થવો :ગરદનની મુવમેન્ટ કરવાથી દુ:ખાવો વધી જવો અથવા સ્ટ્રેચિંગ પેઈનનો અનુભવ થવો
 • ગરદન નું જકડાઈ જવું મુવમેન્ટ કરવામાં અથવા નીચે જોવામાં તકલીફ પડવી
 • માથામાં દુ:ખાવો થવો ઘણી વખત તો આ દુ:ખાવો આગળનાં ભાગમાં જડબાં કે આંખ સુધી પણ આવતો હોય છે
 • આંખની પાછળના ભાગમાં દુ:ખાવો થવો
 • વર્ટીગો ચક્કર આવવા
 • ગરદનની મુવમેન્ટમાં ઘટાડો થવો
 • ગરદનના દુ:ખાવો ખભા સુધી આવવો જેનાથી ખભાની મુવમેન્ટમાં પણ તકલીફ થવી
 • આ દુ:ખાવો ઘણી વાર ટ્રેપેઝીયસનાં નીચેના ભાગમાં હોય તો શોલ્ડર બ્લેડ (સ્કેપ્યુલા)ની અને ગરદનાં મણકાં વચ્ચે થતો હોય છે જે મોટા ભાગમાં દર્દીઓ માં અસહ્ય હોય છે.
 • રોજ-બરોજનું કામ કરતી વખતે સતત એક જ પરિસ્થિતિમાં ગરદન રાખવાથી પાછળ દુ:ખાવો ચાલું થઈ જતો હોય છે.
  • ગરદનની પાછળ થતી સ્નાયુમાં ગાંઠો
  • સામાન્ય રીતે જ્યારે કોઈપણ માણસ ગરદનના વચ્ચેના ભાગમાં પોતાની આગળી વડે દબાણ આવે તો ત્યા દુ:ખાવાનો અનુભવ થતો હોય છે તથા તે ભાગ કઠણ પણ હોય છે તેનો મતલબ ત્યાં સોજો હોય છે અને લેકટીક એસિડ ભરાયેલું હોય છે પરંતુ રોજિંદાજીવનમાં સ્નાયુનો વધારે પડતો ઉપયોગ તથા તેનાં પર આવતું વધારે તણાવ આ દુ:ખાવાને વધારી દેતું હોય છે.
  • સ્નાયુમાં થયેલી ગાંઠો એ ટ્રેપેઝીયસમાં આવતો એક પ્રકારનો સોજો હોય છે તેને કોન્ટ્રેકટેડ કનોટ કહેવામાં આવે છે આ ભાગ મુખ્યત્વે તમે તમારી ગરદન અને ખભા વચ્ચે આવેલો હોય છે આ કોન્ટ્રેકટે કનોટ થવાનું ચોક્કસ કારણ હજું સુધી મેડીકલમાં જાણી શકાયું નથી તથા ભારતામાં તે ચેક કરવાની પધ્ધતિ માત્ર દબાણ જ છે. આ સીવાય X-Ray કે MRIમાં આ રોગનું નિદાન થઈ શકતું નથી પરંતુ એ વાત ચોક્કસ છેકે ટ્રેપઝીયસ થઈ શકતું નથી પરંતુ એ વાત ચોક્કસ છે કે ટ્રેપઝીયસ એટલેકે ગરદોના સ્નાયુનો રોજીદા જીવનમાં વઘુ પડતો ઉપયોગ અને કસરતની અનિયમિતતા અથવા કસરતનો અભાવ એ આ ગાંઠ બનવાની પ્રકિયાને વધારે ઝડપી બનાવે છે.

ઘણી બધી વખત ખભાનાં આગળનાં ભાગમાં આવતો સાંધો જેનું નામ એકરોમીયોકલેવીક્યુલર જોઈન્ટ છે જેનાં પર ટ્રેપેઝીયસ નામનો સ્નાયુ ચોટતો હોય છે AC જોઈન્ટમાં તકલીફ થવાની પણ ટ્રેપેઝઈટીસ એટલે ગરદનનો દુ:ખાવો થતો હોય છે એટલે ઘણી વખત કેટલાક દર્દીઓ ગરદનમાં દુ:ખાવા માટે ગરદનમાં સ્નાયું પર મસાજ, ફિઝીયો થેરાપી, માલીશ શેક કરતાં હોય થે પરંતુ તેમાં દુ:ખાવામાં રાહત થતી નથી તેનું મુખ્ય કારણ એ હોય છે કે આગળનાં ભાગમાં એકરોમીયો કલેવી ક્યુલર જોઈન્ટમાં તકલીફ હોય છે જો આતકલીફ ને દુ:ખાવામાં આવે તરત જ પાછળ ગરદનમાં થતો દુ:ખાવો ઓછો થઈ જતો હોય છે.સામાન્ય રીતે ગરદનમાં સ્નાયુમાં ૭ અલગ-અલગ જગ્યાએ ગાંઠો થતી જોવા મળે છે જેને Trp-1 to Trp7 વચ્ચે ગણવામાં આવતી હોય છે.

જ્યારે કોઈપણ સ્નાયુ સતત તણાવામાં રહેતો હોય અથવા તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તથા લોહીનું પરિભ્રમણ અટકી જતું હોય છે. જેથી જ્યાં ગાંઠ હોય ત્યાં ઓકિસજન તથા અન્ય પોષકતત્વો મળતાં હોતાં નથી અને તે ભાગમાં મેટાબોલીક વેસ્ટ પ્રોડકટસ (ટોકસીનસ) જે મુખ્યત્વે લેકટીક એસિડ હોય છે અને તેના કારણે સ્નાયુમાં દુ:ખાવો થતો હોય છે અને સોજો આવી જતો હોય છે અને આવી રીતે સ્નાયુમાં ગાંઠો પડી જતી હોય છે જેને કોન્ટ્રેકટેડ ગાંઠ કહેવામાં આવે છે જેને કાઢવી ખૂબજ જરૂરી હોય છે નહીતરતે રોજબરોજની ક્રિયામાં તકલીફ ઉત્પન્ન કરતું હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.19444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top