હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ઘૂંટણનો વા રોકવા હોય તો યુવાનવયથી જ જીવનશૈલી બદલી નાખો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઘૂંટણનો વા રોકવા હોય તો યુવાનવયથી જ જીવનશૈલી બદલી નાખો

જ્યારે આપણે નીચે બેસીને ઊભા થઈએ ત્યારે ઘુંટણના સાંધા પર ભારણ તો આવે જ છે. આ તો દુ:ખાવો ન હોય એટલે ધ્યાન ખેંચાતું નથી

જ્યારે આપણે નીચે બેસીને ઊભા થઈએ ત્યારે ઘુંટણના સાંધા પર ભારણ તો આવે જ છે. આ તો દુ:ખાવો ન હોય એટલે ધ્યાન ખેંચાતું નથી
૫૦વર્ષની આસપાસના લોકોમાં જે રીતે ઘૂંટણના દુ:ખાવાની ફરિયાદો થતી હોય છે તેને કારણે આપણને ૩૦-૪૫ વર્ષની વયમાં ઘણીવાર વિચાર આવી શકે કે આપણી જે રોજિંદાજીવન જીવવાની પદ્ધતિ છે તે સાચી છે કે નહીં ? તેના કોઈ સુધારો કરવાની જરૂર છે ખરી/ આપણે જે રીતે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ તે આગળ જતાં આપણાને નુકસાન પહોંચાડશે કે નહીં તે વિષે સજાગતા દાખવવી જરૂરી છે. આપણે શરીરની તંદુરસ્તી જાળવવા પહેલેથી જ કોઈ સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ. આજકાલ આધેડ વયના લોકોમાં ખાસ કરીને સ્ત્રીઓમાં ઘૂંટણના દુ:ખાવાની ફરિયાદ હોય છે. તેઓને નીચેથી બેસીને ઊભા થવામાં ઘૂંટણના દુ:ખાવાને લીધે તકલીફ પડતી હોય છે, જે પુરુષોમાં ઘણાં અંશે ઓછી જોવા મળતી હોય છે. આનું એક કારણ જીવનશૈલી છે, બેસવા-ઊઠવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ફેરફાર કરવાથી આ રોગમાં ફાયદો મેળવી શકાય છે તથા બચી શકાય છે.
આપણી પદ્ધતિ મુજબ મોટાભાગના લોકો નાનપણથી જમીન (ભોંય) પર બેસીને કામ કરતા હોય છે. ગૃહિણીઓ તો રોજબરોજ અસંખ્યવાર આ રીતે બેસે-ઊઠે છે. આપણે ઘણી બધી વખત જમવા માટે, પૂજા કરવા તથા એવાં અન્ય ઘણાં બધા કામ જમીન પર બેસીને જ કરતાં હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આ જીવનનાં એક ભાગ (પ્રકિયા) પર ઊંડો વિચાર કરીએ ત્યારે નાનપણથી લગભગ ૪૦થી ૪૫ વર્ષ સુધી કોઈપણ વ્યકિત જમીન (મોટા) પરથી ઊભી થાય ત્યારે સપોર્ટ (ટેકા)ની જરૂર પડતી હોતી નથી. તેનું કારણ એ છે કે જ્યારે કોઈપણ માણસની ઉંમર ઓછી હોય ત્યારે તેમનાં સ્નાયુઓ મજબૂત હોય છે. એટલે તેમનાં ઘુંટણ પર ભારણ ઓછું આવતું હોય છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે શૌચાલયનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ નાની ઉંમરમાં કોઈ ટેકો લેવાની જરૂર હોતી નથી. પરંતુ સાચી હકીકત એ છે કે જ્યારે આપણે નીચે બેસીને ઊભા થઈએ ત્યારે આપણા ઘુંટણના સાંધા પર ભારણ તો આવે જ છે. આ તો વ્યકિતને દુ:ખાવો ન હોય એટલે આ પદ્ધતિ આપણું ધ્યાન ખેંચતી નથી. એક સ્ટડી અનુસાર માણસ જ્યારે નીચેથી બેસીને ઊભો થાય ત્યારે તેના વજનનો ૮ ગણો ભાર તેમનાં ઘુંટણ પર જાય છે. પરંતુ માણસનાં સ્નાયુ મજબુત હોવાથી તેમને તકલીફ થતી હોતી નથી. એટલે એક ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું વજન ૭૦ કિલો છે. જ્યારે તે જમીન પરથી ટેકા (સપોર્ટ) વગર ઊભો થાય ત્યારે વજન બે ઘુંટણ પર જાય છે એટલે જમણા અને ડાબા ઘુંટણ પર વજન જાય છે. સ્ત્રીઓ ઘરકામમાં રસોડામાં તથા અન્ય કામ કરવામાં પુરુષો કરતાં વધારે કરતી હોઇ તેમના કિસ્સામાં આ વજન વધુ આવતું હોય છે. છે. જ્યારે આ વજન ઘૂંટણ પર જાય તેથી જ તેના પર ઘુંટણ વચ્ચે જગ્યા ઓછી થવાની પ્રકિયા ચાલુ થતી હોય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓમાં ઉંમર વધવાની સાથે વજનમાં પણ વધારો થતો હોય છે અને બધો જ વજનની સીધી અસર ઘુંટણ પર થતી હોય છે. ઉંમર વધતાં સ્નાયુઓ નબળાં પડતાં હોઇ ઘુંટણમાં ભારણ વધે છે અને વચ્ચે આવેલાં મેનીસ્કસ (બે હાડકાં વચ્ચેના બંધારણમાં ધીમે ધીમે સોજો આવવાની શરૂઆત થાય છે તેથી દર્દીને બેસીને ઊભા થવામાં તકલીફ પડે છે તથા બે હાથનો ટેકો લેવાની જરૂર પડે છે. ૪૫ વર્ષ પછી એટલે ઘુંટણનાં દુ: ખાવાની શરૂઆત થાય છે કે સ્નાયુઓ નબળા થવાની સાથે મેનીસ્કસોમાં ઘુંટણમાં સોજો આવતો હોય છે. આ પ્રકિયા ખૂબ ધીમી હોઇ બીજાં ૧૦-૧૫ વર્ષ પછી બે ઘુંટણ વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. તે X-Rayમાં પણ જોવા મળતી હોય છે. એટલે જ ઓપરેશન કે અન્ય રીતે દુ:ખાવો મટાડવાં કરતાં જો જીવન જીવવાની પદ્ધતિ બદલવામાં આવે તો આ રોગ થવાની સંભાવના જ ઓછી થઈ જતી હોય છે. આજકાલ ભારતીય સંસ્કૃતિ ઘણી બધી રીતે અમેરિકા, યુ.કે, કેનેડા જેવા દેશોને અનુસરી રહી છે.
આ દેશોમાં નીચે (જમીન, ભોંય) પર બેસીને કોઈ કામ કરવાની પદ્ધતિ જ નથી. ત્યાંનાં શૌચાલય પણ અલગ પ્રકારનાં હોય છે એટલે જો આપણે એક સારો વિકલ્પ વિચારીએ તો જો આપણે નીચે (જમીન) પર બેસવું હોય તો જ્યારે જમીન પર બેસીને ઊભા થવું હોય ત્યારે બે હાથનો ટેકો (સર્પોટ) લેવો. આમાં શરમ જેવી કોઈ બાબત નથી. આને લીધે ભવિષ્યમાં ઘુંટણની થવાની તકલીફ થવાથી બચી જવાય છે. ગૃહિણીઓએ ઘુંટણમાં દુ:ખાવો ન હોવાં છતાં નાના પાટલાનો ઉપયોગ કરવો, જેનાથી તેમને ઊભા થવામાં ઘુંટણ પર થતું ભારણ ઓછું થઈ જશે. ભારતીય પદ્ધતિનના જ શૌચાલયનો ઉપયોગ કરવામાં પણ કોઈ તકલીફ હોતી નથી. માત્ર તેની બાજુમાં બે બાર (દાંડો, હેન્ડલ) લગાવી દેવું જોઇએ, જેનાથી ઘુંટણ પર આવતું ભારણ ઓછું થઈ જતું હોય છે એટલે જો ૩૦-૩૫ વર્ષની વયથી જ આ પ્રકારની જીવન જીવવાની પધ્ધતિ અનુસારવામાં આવેતો ભવિષ્યમાં થવાનાં ઘુંટણનો વા (ઓસ્ટીયો આરર્થાઈરીસ) થી બચી શકાય છે. તથા આ પધ્ધતિ કોઈપણ દર્દીઓ જેને ઘુંટણનો દુ:ખાવો હોય તે પણ અનુસરસે તો દુ:ખાવામાં ખૂબજ સારી એવી રાહત મળતી હોય છે
વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

2.97222222222
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top