આજના સમયમાં કોઈપણ વ્યકિતને ઘૂંટણમાં દુ:ખાવો થાય એટલે તરત જ એમના મગજમાં ઘૂંટણનાં ઘસારાનો જ વિચાર આવતો હોય છે, કારણ કે ઘૂંટણનો ઘસારો અને વા, આ રોગ એટલો સામાન્ય લોકોનાં મોંએ સાંભળવા મળે છે કે દરેક વ્યકિતને પહેલાં એ જ વિચાર આવે છે કે ઘૂંટણ ઘસાઈ તો નહીં ગયા હોય ને / પરંતુ મેડિકલની રીતે જોવામાં આવે તો કમરની નીચેનું બંધારણ મુખ્યત્વે પગનો પંજો, ઘૂંટી (એકલ), ઘૂંટણ (ડની) અને લંબોપેલ્વિક ગર્ડલનું બનેલું હોય છે. એટલે તેમાં વચ્ચે આવતો સાંધો એ ઘૂંટણ છે, તેથી તેમાં રોજ બરોજની ક્રિયામાં વજન વધારે આવતું હોય છે અને ઘણી બધી વખત કેટલાય લોકોને ઘૂંટી તથા પગના પંજામાં તકલીફ હોય, તેના કારણે જે ઘૂંટણમાં દુ:ખાવો થતો હોય છે. તેથી ઘૂંટણ દુ:ખાવાનું કારણ ઘસારો હોતો નથી પરંતુ પગના પંજા તથા ઘૂંટીની રહેલી તકલીફ હોય છે. જેમ આપણે આગળનાં અંકમાં જોયું, તેમ જો યોગ્ય પ્રકારનાં ચંપલ-જૂતાં પહેરવામાં આવે તો પણ ઘૂંટણ પર આવતા વધુ પડતા વજનને બચાવી શકાય છે તથા તેનો દુ:ખાવો મટાડી શકાય છે. વળી દુ:ખાવો થવાની સંભાવના ઓછી પણ કરી શકાય છે.
પગનો પંજો / ઘૂંટી (એકલ) એ આપણા આવા શરીરનું બંધારણ બનાવે છે. તેનું મુખ્યકામ શોક, એબ્શોરર્શન (ભારણ ખેંચી લેવાનું) હોય છે. જ્યારે શરીર પર કોઈ પ્રકારના ઝાટકા આવે ત્યારે પંગનો પંજો / ઘૂંટી મહત્વનો ભાગ ભજવે છે. શરીરની કોઈપણ પ્રકારની સાઈડ-ટુ- સાઈડ મુવમેન્ટ કરવામાં પણ તે મદદરૂપ બનતા હોય છે. પગના પંજાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે (૧) હીંડ ફૂટ (૨)ભીડ ફૂટ (૩) ફોર ફૂટ આ ભાગનું મુખ્ય કામ શરીરનું વજન લઈને તેને ટ્રાન્સફર કરવાનું હોય છે જેનાથી ચાલવામાં સરળતા રહે છે પગનાં પંજા / ઘુંટીમાં થતાં ફેરફારો-
સામાન્ય રીતે ઘણા લોકોના પગના પંજા/ઘૂંટીના ઓવર પ્રોનેશન (પંજો વધારે પડતો બહાર વળી જવો) તથા ડોરઝી ફલેકશન (પંજાને ચાલવામાં કરવી પડતી ક્રિયા) ઉંમર વધતાં ઘટી જતી હોય છે.
પ્રોનેશન (એટલે તે પગનાં પજાનું ફરવું) એ ચાલતી વખતે થતી એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ તેમાં ફેરફાર જોવા મળે છે, જેને ઓવર-પ્રોનેશન કહેવામાં આવે છે. જેનાથી માણસ ચાલે ત્યારે તેની નીચેનો ભાગ વધારે સીધો થઈ જાય છે, જેથી ઘૂંટી અને ઘૂંટણની નીચેના ભાગમાં આવેલા હાડકા જેવા કે ટીબીયા અને ફિલ્યુલા ફરી જતા હોય છે, જેના કારણે ઘૂંટણ પર આવતું ભારણ વધે છે અને ઘૂંટણમાં દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે.
ડોરઝી ફલેકશન (પગના પંજાની મુવમેન્ટ) એ ચાલવા દરમિયાન થતી એક સામાન્ય ક્રિયા છે આ ક્રિયા જો ચોક્કસ હોય તો જ આપણા આખા શરીરનું બેલેન્સ સાચું અને સારું જળવાઈ રહેતું હોય છે જો આ ક્રિયામાં તકલીફ થાય તો ઘૂંટણ પર આવતા વજનમાં વધારો થતો હોય છે અને દર્દીને સામાન્ય રીતે ચાલવામાં સીડી ચડવામાં, દોડવામાં તકલીફ પડતી હોય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020