ઘૂંટણનો દુ:ખાવો વા (ઓસ્ટીઓ આરર્થાઈટીસ) આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. દરેક ત્રણમાંથ માથી એક વ્યકિત આજકાલ ઘૂંટણના દુ:ખાવાની ફરીયાદ કરે છે તતા આ દુખાવા સાથે ઘણી બધી ગેરમાન્યતાં જોડાયેલી છે આગળનાં અંકમાં આપણે જાણ્યું કે જે લોકો બેઠાડુ જીવન જીવે છે કે વધારે પડતું ઓફિસમાં કામ સતત કરતાં રહે થે તેઓ જો પોતાનાં સ્નાયુની રોજિંદા જીવનમાં સ્ટ્રેચિંગ અને મજબુતાઈની કસરત કરતાં નથી તો તેમને પણ ઉંમર સાથે ઘૂંટણનો દુ:ખાવો શરૂ થઈ જતો હોય છે. આની સાથે એ પણ જાણ્યું કે મા-બાપને ઘૂંટણનો દુ:ખાવો થાય એટલે તેમનાં સંતાનો ને પણ ઘૂંટણ ભવિષ્યમાં દુખશે એ માન્યતા ખોટી છે. ઘૂંટણનો દુ:ખાવો વારસામાં આવે છે એ વાત તદન ખોટી છે. ઘૂંટણનો દુ:ખાવો થવાની શક્યતા વધુ હોય છે. આ અંકમાં આપણે વધુ ગેરમાન્યતાઓ હોય છે. આ અંકમાં આપણે વધુ ગેરમાન્યતાઓ વિશે જાણીશું.
ઘણા લોકો એવું માને છે કે વરસાદી વાતાવરણમાં વાદળછાયા વાતાવરણને કારણે ઘૂંટણનો વા કે દુ:ખાવો થાય એ જરૂર નથી.. કારણ કે ઘૂંટણના ઓપરેશન વગર આ દુ:ખાવો મટાડવો એ શક્ય નથી, પરંતુ આ એક ખૂબ જ મોટી ગેરમાન્યતા છે. ઘૂંટણનો દુખાવો થવો કે ગાદી ઘસી જવી. તેનો એક માત્ર ઇલાજ માત્ર સર્જરી કે ઓપરેશન એવો થતો નથી. ઘૂંટણના દુ:ખાવા (ઓસ્ટીઓ આર્થાઈટીસ) નાં લક્ષણો ને ઓપરેશન વગર પણ ઘણી બધી રીતે જાણી શકાય છે. એના માટે મુખ્યત્વે ઘૂંટણની આસપાસના સ્નાયુની કસરતો. વજન ઓછું કરવું, પેઈન મેનેડમેન્ટ પદ્ધતિ(જેવી કે કોલ્ડ લેસર અને નેનો કરન્ટ પદ્ધતિ) ઓલ્ટરનેટીવ પદ્ધતિ (ડીઝીયોથેરાપી, ફોઝટીન સલ્ફેટ) તથા અન્ય દુ:ખાવા કે સોજો ઉતારવા માટેની દવાઓથી ઘૂંટણના દુ:ખાવા કે (ઓસ્ટીઓ આરર્થાઈટીસની સારવાર કરી શકાય છે અને આજકાલ આ બધી સારવાર ભારતમાં ઉપલબ્ધ પણ છે. તેને માટે યોગ્ય સમયે ડોક્ટરનો કન્સલ્ટ કરી આ બધામાંથી યાગ્ય સારવાર ચાલુ કરવી જોઇએ. આની સાથે સાથે એ પણ જરૂરી છે કે દરેક ઘૂંટણ દુ:ખાવા દર્દીએ એ માનવું કે ઘૂંટણના ઓપરેશન માટે પણ અમૂક પ્રકારમાં ધારાધોરણ નક્કી કરવામાં આવેલું છે (૧) જે દર્દીઓ 5-10 પગલાંથી વધુ ચાલી શકતા નથી અને ઘૂંટણ ખૂબ જ દર્દ કરે છે એટલે કે રોજિંદા જીવનમાં રોજબરોજની ક્રિયામાં જેમને તકલીફ થાય છે. (૨) જેઓ રાત્રે ઊંઘી પણ નથી શકતા તેને રેસ્ટલેસ પેઈન કહેવામાં આવે છે. ઘૂંટણ એટલાં દર્દ કરે છે (૩) જેઓ ને બહારની કોઈ સારવાર (કન્ઝરવેટીવ પદ્ધતિ) થી ફાયદો થતો નથી. તેઓ માટે ઘૂંટણનાં ઓપરેશનથી ફાયદો થવાની શક્યતા વધુ છે. પરંતુ આ સિવાય જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે, તેમને માટે સર્જરી/ઓપરેશન વિકલ્પ માનવામાં આવે છે. આ સિવાય સૌ પ્રથણ કોઈપણ દર્દીએ સર્જરી વગરની પધ્ધતિથી દુ:ખાવો મટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઓપરેશન માટે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર હોતી નથી. રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર, ઘૂંટણની રોજિંદી કસરત અને સાચી પેઈન મેનેજમેન્ટ / ફિઝીયો થેરાપીની સારવારથી મોટા ભાગનાં લોકો માટે ઓપરેશન નિવારી શકાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/5/2019