આજના સમયમાં જેમ આપણે કપડાં પર ખૂબ ધ્યાન આપીએ છીએ, એ જ રીતે ઘૂંટણનો દુ:ખાવો ઓછો કરવા તથા તેનાથી બચવા માટે આરામદાયક એટલે કે પગ માટે કમ્ફર્ટેબલ અને સપોર્ટિવ શુઝ (બુટ, જૂતાં) કે ચંપલ પહેરવાં. આપણાં ફુટવેર એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને જે લોકોને લાંબો સમય સુધી ઊભા રહેવાની કે ચાલવાની પ્રવૃત્તિ કરવાની હોય તેમનાં શુઝ કે ચંપલ આરામદાયક હશે તો તે ઘૂંટણ પર ભારણ અટકાવશે, નહીંતર ઘૂંટી (એડી)ની સૌથી પાસેનો સાંધો ઘૂંટણ હોય છે, ખોટા શુઝ કે ચંપલને કારણે તેના પર ભારણ વધે છે અને દુ:ખાવો થવાની અથવા વધવાની શરૂઆત થાય છે.ફ્લેક્સિબલ (આરામદાયક) ફુટવેર (ચંપલ, બુટ કે જૂતાં) પહેરવાથી પગનો નોર્મલ આકાર જળવાઇ રહે છે અને અને વજન લેવાની તેની ક્ષમતામાં પણ વધારો થાય છે. જેનાથી ઘૂંટણ પરનું ભારણ અને દુ:ખાવો ઓછો કરી શકાય છે.
ઘણી બધી વાર લોકોને સ્ટીક (લાકડી)નો આધાર લેતાં એક પ્રકારની શરમનો અનુભવ થતો હોય છે. પરંતુ હકીકત એવી છે કે લોકોને ઘૂંટણનો એટલી તકલીફ ના હોય કે જેના ઓપરેશનની જરૂર હોય ત્યારે ઘૂંટણ પરનું ભારણ ઓછું કરવા લાકડી (સ્ટીક) નો આધાર લેવો જોઇએ. થોડાં સમય સુધી ઘૂંટણના સ્નાયુ કસરતથી મજબૂત ન થાય ત્યાં સુધી લાકડીનો આધાર લેવામાં શરમ અનુભવવી નહીં, કારણ કે આ પ્રકારે કરવાથી ઘણી બધી વાર ઓપરેશનથી બચી શકાય છે અને દુ:ખાવો પણ ઓછો થઈ જતો હોય છે. સ્ટીકનો ઉપયોગ જરૂરી હોય છે. તેને શરમ કે બોજો માનવાને બદલે સ્ટેટસ સિમ્બોલની જેમ ગણવાથી તે બોજો નહીં, ઉપયોગિતારૂપ બની રહે છે.
આ ઉપરાંત તેની સાથે ઘૂંટણનો બ્રેસ, ની-કેપ (ઘૂંટણનાં મોજા)નો ચાલતી વખતે, લાંબો સમય ઊભા રહેવાનું હોય ત્યારે અને સીડીઓ ચડતી વખતે ઉપયોગ કરવો જોઇએ આનો ઉપયોગ કરવાથી ઘૂંટણમાં જર્ક (આંચકો) લાગવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે અને ઘૂંટણને ખૂબ જ સારો આધાર મળી જતો હોય છે. કોઈપણ દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે ઘૂંટણમાં બ્રેસ અને મોજાની સાઈઝ પ્રોપર રાખવી જોઇએ. રાત્રે કે દિવસે સૂતી વખતે તે કાઢી નાખવાં જોઇએ, નહીંતર પગમાં સોજો આવવાની શક્યાતાઓ વધી જતી હોય છે.
ઓર્થોટીસ્ટી પોડીયાટ્રીસ્ટ આ ઘુંટીની પોઝીશનને ચરબી કરવામાં તથા સાચા અને સારા ફુટવરેથી ઘુંટણમાં આવતું ભારણ ઓછું કરવામાં મદદ કરે છે. ડાયેટીશીયન શરીરનું વજન ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી નેચરલી જ ઘૂંટણપર આવતું ભારણ- વજન આછું થઈ જતું હોય છે અને દુખાવામાં રાહત થાય છે. એટલે જ જો આવી રીતે બઘાંજ ડોકટરનોની સાથે કોઓડીનેટીંગ સારવાર કરવામાં આવેતો ચોક્કસથી જ ઘુંટણમાં થતાં દુ:ખાવો મટાડી શકાય છે અને ઓરીજનલ સાંધાને બચાવી શકાય છે. અને ઘુંટણની કાર્યક્ષમતાં માં પણ વધારો કરી શકાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/1/2020