હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે?

ઘૂંટણ, કમર, ડોક અને પગનો દુઃખાવો કેમ થાય છે

આજકાલ દર દસમાંથી સાત લોકોને સાંધા, સ્નાયુ કે કમરના દર્દની ફરિયાદ હોય છે. યુવાવર્ગ હોય કે આધેડ કે પછી વૃદ્ધ, આ તકલીફનું પ્રમાણ ખાસ્સું જોવા મળે છે. સમાજમાં મોટાભાગના લોકો અત્યારે ઘૂંટણ, કમર, ગરદન તથા પગના દુઃખાવાથી હેરાન થાય છે. તેનાં મુખ્ય કારણોમાં મસ્ક્યુલર સ્કેલેટલ રોગોની જાણકારીનો અભાવ તેમજ ખામીભરી જીવનશૈલી છે. આપણી બેસવા-ઊઠવાની પદ્ધતિ (પોસ્ચર) તથા ચાલવાની પદ્ધતિ છે. આ દર્દો એટલાં પીડાકારી હોય છે કે તેને વિષે શબ્દોમાં વર્ણન કરવું પણ અપૂરતું થઇ પડે છે. કોઇ દવાઓના ડોઝ કે સર્જરી જ આવાં દર્દનું નિવારણ નથી. આ દર્દોના વિષે પ્રવર્તતી ગેરસમજો દૂર કરીને સ્નાયુના થતા રોગો વગેરેને લગતી જાણકારી ફેલાવી જાગૃતિ લાવવાનો અમારો પ્રયાસ છે. તકલીફ શી છે એની જો ખબર પડી જાય તો તેના ઇલાજ અચૂક થઇ શકતા હોય છે.
આવા દર્દની વૈજ્ઞાનિક સાઇડ જરા જોઇએ. ઉંમર વધતાં શરીરમાં એન્ટિગ્રેવિટી સ્નાયુમાં નબળાઇ આવવાની શરૂઆત થાય છે. સમય જતાં એ હાડકાંના ઘસારા તથા કમરની ગાદીના ઘસારામાં પરિણમે છે. આથી જો એન્ટિગ્રેવિટી સ્નાયુની મજબૂતાઇ જાળવવામાં આવે તો ઘણા બધા રોગોથી છૂટકારો મળી શકે છે તથા શરીરમાં ઉત્પન્ન થતા ઘસારાને પાછો ઠેલી શકાય છે.
આજકાલના સમયમાં ઘૂંટણની ગાદીનો ઘસારો તથા કમરની ગાદી ખસી જવા જેવી કોમન તકલીફોનો ઇલાજ માત્ર સર્જરી છે, એવું કહેવામાં આવે છે.પરંતુ એ વાત સાવ સાચી નથી. આપણે ત્યાં પ્રાચીન સમયથી શારીરિક સક્રિયતાને મહત્વ અપાયું છે.
કાઇનેશ્યોલોજી(Kinesiology) નામનું વિજ્ઞાન શરીરની વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. શરીરની દરેક ક્રિયામાં કાર્યરત થતા સ્નાયુ પર થતી વધારે પડતી (સ્ટ્રેસ)ની પ્રક્રિયા જાણીને તેમાં સુધારો કરવાની પદ્ધતિ કાઇનેશ્યોલોજિસ્ટ પાસેથી જાણી શકાય છે. બાયો મિકેનિક્સ એ ઘણી મહત્વની પ્રક્રિયા છે, જે આપણા શરીરની રોજબરોજની ક્રિયાઓ કરવામાં થતી ભૂલોને જાણીને તેમાં સુધારા કરવામાં આવે તો ઘણા રોગો ને તકલીફોથી બચી શકાય છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
કાઇનેશ્યોલોજી (Kinesiology) નામની તબીબીશાખા આ વ્યાખ્યાને સાચી રીતે સમજવામાં મદદરૂપ બને છે. ચોક્કસ પ્રકારની કોર સ્ટેબિલિટી (કમરની કસરતો) તથા એન્ટિગ્રેવિટી મસલ્સની મજબૂતાઇની કસરતો કરવાથી ઘણા બધા સ્નાયુઓના દુઃખાવાથી દૂર રહી શકાય છે.
જેમ દરેક વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે, તે રીતે શરીરને ટટ્ટાર ઊભું રાખવા માટે લાઇન ઓફ ગ્રેવિટી અને લાઇન ઓફ વેઇટ બેરિંગ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથેના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે જો શરીરનાં મહત્વનાં સ્નાયુઓમાં ચોક્કસ પ્રમાણેની તાકાત ન જળવાય અથવા તે નબળા પડે, તો તેને લીધે ગરદન, કમર તથા ઘૂંટણના દુઃખાવાની તકલીફો થાય છે.
લાઇન ઓફ ગ્રેવિટી ગરદન, કમર તથા ઘૂંટણના મધ્યમાંથી પસાર થતી હોય છે. જ્યારે થાપા અને દૂંટીની પાછળથી એ પસાર થતી હોય છે. તેને કારણે ગરદન, કમર તથા ઘૂંટણમાં તકલીફો વધુ રહે છે. આવાં દર્દનું નિવારણ અશક્ય નથી, માત્ર તેના યોગ્ય મેનેજમેન્ટની જરૂર હોય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.93939393939
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top