અનાનસ એક પ્રકારનું ટોપિકલ ફળ છે અનાનસમાં પુષ્કળ પ્રકારનાં તત્વો જેવા કે વિટામિન-C, મેગ્નેશિયમ, મેગેનીઝ અને ખૂબ જ મહત્વનો ઘટક એટલેકે બ્રોમેલીન રહેલો હોય છે. આની સાથે સાથે તેમાં કોપર, પોટેશિયમ, વિટામીન B1 ,વિટામીન-B6, ડાયેટરી ફાઈબર, ફોલેટ અને પેન્ટોથેલીક એસીડ પણ હોય છે આ ફળમાં સોજો ઊતારવા માટે તથા દુ:ખાવો ઓછો કરવા મુખ્ય તત્વ બ્રોમેલીન નામનું તત્વ છે.
બ્રોમેલીન એ સોજો ઊતારવા, દુ:ખાવો મટાડવા (પેઈન-કિલર), લોહીમાં ગાંઠો ઓગાળવા, તથા ફાઈબ્રીનોલાયટિક (ફાઈબ્રીનને ઓગાળવા) માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
બ્રોમીલીન નામના તત્વનો ઘણી બધી સારવારો કરવા દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. બ્રોમેલીન એ, છાતીનો દુ:ખાવો, સાઈનસ, બ્રોન્ફાઈટીસ (શરદી), સાંધાનો વા, ઈજા, તથા ઘણી હ્વદયને લગતી તકલીફોની દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ કેન્સરનાં પ્રસરણ ને પણ અટકાવવામાં મદદ કરે છે.
ઘણા સંશોધન કર્તાઓ એ શોધી કાઢ્યું કે જૂના જમાનાથી રોગો માટે એવી ઔષધીનો ઉપયોગ થાય છે, જેમાં ખૂબ જ માત્રામાં પ્રોટિયોલાઈટિક તત્વનો સમાવેસ થયેલો હોય છે. આર્યુવેદમાં પણ આ જ તત્વનો ઉપયોગ થતો જેનું નામ બ્રોમેલીન છે અને જે અનાનસમાંથી મળે છે આજના યુગમાં પ્રકારની દવામાંથી થતી સારવારને એન્ગ્મઈયમ થેરાપી કહેવામાં આવે છે જેમાં બ્રોમેલીન નામનાં એન્ઝાઈયમનો ઉપયોગ થાય છે. ઘુંટણના દુ:ખાવા (ઓસ્ટીઓઆરર્થાઈટીસ) થી પીડાતા ૨૮ દર્દીઓ પર થયેલા અભ્યાસમાં એ સાબિત થયું કે તેમાંથી 15 દર્દીઓને ઘુંટણના દુ;ખાવામાં, સોજામાં તથા સાંધાની જકડાઇ જવાની તકલીફમાં ખૂબ જ સારો સુધારો થયેલો જોવા મળ્યો અને કોઈ પ્રણ પ્રકારની સાઈડ ઈફેકટસ જોવા મળી નહીં. તેનાથી સાબિત થાય છે કે બ્રોમેલીન એ શરીરમાં ઉત્પન્ન થતાં સ્નાયુનાં દુ:ખાવા તથા સોજામાં કુદરતી રીતે જ ખૂબજ સારી અસર કરે છે.
ઓસ્ટિયો આર્થાઈટિસ -સાંધાના વાના દુખાવામાં પાઈનેપલ ખાઇ શકાય કે નહીં?
પાઇનેપલમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન-C પણ રહેલું હોય છે, જે સોજો ઉતારવામાં તથા દુ:ખાવો મટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
તેમાં રહેલું મેન્ગેનિઝમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓકસીડન્ટ શક્તિઓ રહેલી હોય છે. તથા એ જાણવામાં આવ્યુંકે વિટામીનC અને મેન્ગેનીઝની ઊણપનાં કારણે સાંધામાં નબળાઈ આવે છે. હાડકામાં ફેકચર થવાની પણ સંભાવના વધી જાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020