માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો શારીરિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. એ માટે શારીરિક કસરતો કરવી જરૂરી છે. કુદરતે આપમા શરીરની કરેલી રચનામાં એવી ગોઠવણ કરેલી છે કે યોગ્ય કસરતો દ્વારા તનની પુષ્ટતાની સાથે મનની પુષ્ટતા પણ આવે છે. એટલે જ પહેલાંના સમયમાં ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં શારીરિક શ્રમનું મહત્વ જાળવવામાં આવતું હતું. આજના સંદર્ભે એ સ્પષ્ટ થયેલું છે કે કસરત નહીં કરો તો મગજનોય વિકાસ અટકી જશે
૧૫ વર્ષ પહેલાં થયેલાં એક અભ્યાસ માં જણાયું હતું કે કસરતો મગજના વિકાસમાં ઘણો ભાગ ભજવે છે. આ માટે ઉંદર પર થયેલાં એક પ્રયોગમાં જાણવા મળ્યું કે કસરત એ હિપ્પોકેમ્પી (મગજનો એક ભાગ)માં ન્યુરોગ (મગજના કોષો)નું નિર્માણ વધારે છે. આ ભાગ મગજમાં મેમરી (યાદશક્તિ) માટે મહત્વનો હોય છે. કસરત એ મગજમાં આવેલાં હિપ્પોકેમ્પલ ન્યુરોને નવાં પ્રોટીનનો સ્રાવ કરવા પ્રેરિત કરે છે, જેને બ્રેઇન-ડિરાઈવ્ડ ન્યુરોપેથિક ફેકટર (BDNF) પણ કહેવામાં આવે છે. તેનાથી મગજમાં નવાં કોષોનું નિર્માણ વધે છે, જેણે આ પ્રયોગમાં ઉંદરોમાં યાદશક્તિ વધારો કરવાનું કામ કર્યું હતું અને આ જ સ્ટડી માણસો માટે પણ પછી સાચો સાબિત થયો.
ઉંમરવાળા લોકો અઠવાડિયામાં ત્રણ વખત એરોબિક્સ કસરત જો એક વર્ષ સુધી સતત કરે તો તેમની યાદશક્તિ ટેસ્ટમાં ખૂબ જ સારો સુધારો જોવા મળે છે. ખાસ કરીને ઉંમરવાળા લોકોમાં અલ્ઝાઇમર ડીસીઝ (યાદશક્તિ નબળી પડવી), ડિમેન્સીયા જેવા રોગો હોય છે, જેને માટે સાયકલિંગ, બ્રીસ્ક વોકિંગ (ઝડપી ચાલે ચાલવું) જેવી એરોબિકસ કસરતો ખૂબજ અસરકારક નીવડે છે તથા રોગને આગળ વધતો અટકાવવામાં ખૂબ જ મદદ કરે છે.
બીજા પ્રકારની કસરતો જેવી કે (મજબુતાઇ) ટેઇનિંગ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
૮૬ સ્ત્રીઓ પર થયેલા એક અભ્યાસમાં તેમને એરોબિક્સ અને સ્ટ્રેન્ગ્થગથ (મજબુતાઇ)ની કસરતો કરાવવામાં આવતાં એ જાણવા મળ્યું કે આ કસરતોથી તેઓની યાદશક્તિ તથા ક્રિયાત્મક કાર્યો જેવાં કે પ્લાનિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને મલ્ટિટાસ્કિંગમાં ખૂબ જ સારો વધારો જોવા મળ્યો.
એક અન્ય સ્ટડીમાં ત્રણ જૂથને અલગ-અલગ પ્રકારની કસરતો કરાવવામાં આવી એક ગ્રુપને એરોબિક્સ કસરતો, એક ગ્રુપને વજન ઊંચકવાની કસરતો તથા ત્રીજા ગુપને સ્ટ્રેચિંગની કસરતો કરાવવામાં આવી. નિર્ધારિત સમય પછી ફરીથી જ્યારે આ જૂથોની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે જે ગુપે એરોબિક્સ કસરતો કરી હતી, તેમની યાદ રાખવાની શક્તિમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળ્યો. વળી જે ગ્રુપે વજન ઊંચકવાની કસરતો કરી હતી તેમની ક્રિયાત્મક કાર્યો કરવાની શક્તિમાં વધારો થયેલો જોવા મળ્યો નહીં. તેથી એ જાણવા મળે છે કે સ્ટ્રેચિંગથી યાદશક્તિ કે ક્રિયાત્મક કાર્યો કરવાની ક્ષમતામાં વધારો થતો નથી.
વજન ઊંચકવાની કસરતો અને એરોબિક્સનું મિશ્રણ એ ખૂબ જ મજબુત માનવામાં આવે છે, કારણ કે સ્ટ્રેન્થ ટેઈનિંગએ ચોક્કસ મોલેક્યુઅલ સ્રાવ કરવામાં મદદ કરે છે, જેને ઇન્સ્યુલીન-ગ્રોથ ફેકટર (IQF-1) કહેવામાં આવે છે. મગજમાં નવાં કોષોને બનાવવામાં ખૂબ મદદ કરે છે. બીજી બાજુ એરોબિક્સ કસરતો મુખ્યત્વે BWNF સિસ્ટમને કાર્યરત કરે છે અને તે યાદશક્તિથી થતા રોગો જેવા કે ડિમેન્શિયા સામે લડવામાં ખૂબ જ મદદ કરે છે. એટલે જ વધતી પણ ઉંમરે વજન ઊંચકવાની તથા એરોબિક્સ કસરતોમાં મિશ્રણવાળી કસરતો કરવી જોઇએ.
મહત્વની વાત એ છે કે આ કસરતોની અસર લાંબા સમય સુધી રહે એ માટે તેને સતત ચાલુ રાખવી જોઇએ.
નાનાંબાળકોમાં પણ આવું જ જોવાં મળ્યું. અગર નાનાં બાળકને એક કલાક માટે મેથ્સ(ગણિત) ગણાવવા બેસાડવું હોય તો જો તેને પહેલાં ૨૦ મિનિટ સુધી સાદું ચલાવવામાં આવે તો તુરંત જ તેની ક્રિયાત્મક કાર્યક્ષમતા, એટેન્શન (ધ્યાન) તથા ગણિતમાં ઉપલબ્ધિમાં વધારો જોવા મળે છે એક પ્રયત્ન કરી જોવો!!!
આ ઉપરાંત એક અભ્યાસમાં એવું જાણવામાં આવ્યું કે નાના બાળકોને અઠવાડિયામાં બે વાર, પાંચ મહિના સુધી કોઓર્ડિનેટિવ કસરતો જેવી કે બાસ્કેટબોલ, વોલીબોલ અથવા જિમ્નેસ્ટિક કરવામાં આવે તો એ બાળકો કોન્સન્ટ્રેશન જ્યાં વધુ રાખવાનું હોય તેવી ક્રિયા અથવા ટેસ્ટમાં ખૂબ જ સારો દેખાવ કરી શકે છે. એટલે એ સાબિત થાય છે કે મગજના વિકાસ માટે મોબાઈલ, ટેબલેટ કે કોમ્પ્યુટર કરતાં કસરતો અને સ્પોર્ટસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
સેરેબેલમ (મગજની નીચેના ભાગે આવેલો હિસ્સો) એ આપણા શરીરની બધી જ કોઓર્ડિનેશનની ક્રિયામાં સંકયાયેલો હોય છે. સાથે તે અટેન્શન ક્રિયાઓમાં પણ સારો રોલ ભજવે છે. એટલે જ નાનાં બાળકો અગર ફિઝિકલી ફિટ હોય અને સારી રીતે સ્પોટર્સ અને કસરતો કરે તો તેના મગજના આ ભાગનો વિકાસ ખૂબ જ સારો થતો હોય છે. તેનાથી તેઓની યાદશક્તિ, મલ્ટિટાસ્કિંગની આવડતો, ક્રિયાત્મક કાર્યક્ષમતા તથા પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતામાં ખૂબ જ સારો વધારો થતો હોય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com