વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કમરના મણકાનો આર્થ્રાઇટીસ

કમરના મણકાનો આર્થ્રાઇટીસ ઘણી પીડાદાયક બીમારી

કમરના મણકાનો આર્થ્રાઇટીસ ઘણી પીડાદાયક બીમારી

કમરના મણકાનો આર્થ્રાઇટીસ કમરના મણકાનો આર્થ્રાઇટીસ તમારી આસપાસના અનેક લોકો એવી ફરિયાદ કરતાં જણાશે કે ‘આજકાલ મારી કમર જકડાઇ જાય છે.’ હાલના સમયમાં આ તકલીફ ઘણી સામાન્ય થઇ ગઇ છે. અચાનક કમર પકડાઇ જવી કે જકડાઇ જવી અથવા કમરના મણકા લોક થઇ જવા જેવી વ્યાધિ અનેક લોકોને હોય છે. આ તકલીફ ઘણી પીડાદાયક હોય છે. જેનાથી સુવામાં, ખુરશીમાં બેસતી વખતે, ચાલતી વખતે અથવા ડાબી કે જમણી બાજુ ઘુમવા જેવી રોજિંદી હલનચલનમાં તકલીફ થતી હોય છે. આ પ્રકારની તકલીફોમાં ગભરાવાની જરૂર હોતી નથી, કારણ કે તેમાં મણકાની ગાદીમાં કોઇ તકલીફ હોતી નથી. પરંતુ બે મણકાને પકડીને રાખનાર સાંધામાં તકલીફ થાય છે જેને ફેસેટ જોઇન્ટ કહેવામાં આવે છે.

ફેસેટ જોઇન્ટ (મણકાનો સાંધો)

તેનું મુખ્ય કામ ક્રમરને વળવામાં તથા ફરવામાં મદદ કરવાનું હોય છે. તેથી જ્યારે આ સાંધામાં સોજો આવી જાય અથવા તે લોક થઇ જાય તેને ફેસેટ જોઇન્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
આ દુ:ખાવાની તીવતા ખૂબ જ વધારે હોય છે, જેથી દર્દી ઘણી વાર ખૂબ જ ગભરાઇ જાય છે. આ તકલીફની સાચી ઓળખ તથા સામાન્ય સારવારથી આ દુ:ખાવો મટી જાય છે.
ઘણી વાર વૃદ્ધ વયના લોકોમાં આ ફેસેટ જોઇન્ટ (કમરનાં સાંધા) માં આવેલ કાર્ટીલેજ ઉંમર સાથે ઘસાતો હોય એવું જોવા મળે છે, જેને કારણે વધતી ઉંમરે લોકો કમરની મુવમેન્ટ જેવી કે વાકાં વળીને કામ કરવું, સાઇડમાં ફરવું અથવા બંને સાઇડમાં ટર્ન થવું એમાં તકલીફો થતી હોય છે. જેને કમરના મણકાનો આર્થ્રાઇટીસ પણ કહેવામાં આવે છે.

દુ:ખાવો થવાનાં મુખ્ય કારણો:

ફેસેટ જોઇન્ટનો દુ:ખાવો મુખ્યત્વે કમરમાં ઇજા, વધારે પડતો તણાવ, વજન ઊંચકવાથી, અચાનક જર્ક આવવાથી તથા ઉંમરની સાથે તે થતો જોવા મળે છે.
કમરનો આર્થ્રાઇટીસ થવાનાં મુખ્ય કારણો આ મુજબ છે:
કમરના મણકા શરીરનું વજન પગમાં સતત ટ્રાન્સફર કરતા હોય છે. ઉંમરની સાથે સ્નાયુઓ નબળા પડતાં જતાં હોય છે, જેનાથી મણકાના સાંધા (ફેસેટ જોઇન્ટ) ના કાર્ટીલેજ પર ભારણ વધે છે અને તે ઘસાવાની શરૂઆત થાય છે. પરિણામે કમરનો વા (આર્થ્રાઇટીસ) ની શરૂઆત થાય છે, જે આગળ વધતાં કમરની ગાદી પર દબાણ વધારે છે અને ગાદી દબાવવાની શરૂઆત થાય છે અને જો ઉંમર સાથે થતા કમરના દુ:ખાવા અથવા આર્થ્રાઇટીસની સારવાર સમય સાથે કરવામાં આવે તો કમરના મણકાના સાંધાની આસપાસ નવાં હાડકાં બનવાની શરૂઆત થાય છે જેની બોની સ્પર કહેવામાં આવે છે અને જો આ બોની સ્પર ( નવું હાડકું) સાંધાની આસપાસની બને તો તે મણકામાંથી નીકળતી નસો પર દબાણ કરે છે, જેના કારણે દુ:ખાવો સમય સાથે પગમાં પણ આવે છે, જેને સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ પણ કહેવામાં આવે છે.

ચિહ્નો:

ફેસેટ જોઇન્ટ સિન્ડ્રોમમાં મુખ્યત્વે દર્દીને કમરમાંથી વાંકા વળતી વખતે તથા સાઇડમાં ફરતી વખતે કમરમાં ખૂબ જ દુ:ખાવો થાય છે. આવું ગરદનમાં થાય તો દર્દીને પાછળ જોવા માટે આખા શરીરને ફેરવવું પડતું હોય છે, કારણ કે ડોકમાંથી પાછા જોવાની મુવમેન્ટમાં તકલીફ પડતી હોય છે. કમરના નીચેના ભાગ (lower Back) માં થાય તો દર્દીને ખુરશીમાં બેસવામાં તથા ટટ્ટાર ઊભા રહેવામાં તકલીફ થતી હોય છે. આની સાથે સ્નાયુમાં નબળાઇ, દુ:ખાવો તથા ખાલી ચડી જવી, ઝણઝણાટી આવવી જેવાં ચિહ્નો પણ જોવા મળતાં હોય છે.

સારવાર:

જયારે પણ તમને અચાનક આ રીતના કમરના દુ:ખાવાનો અનુભવ થાય કે તમારી રોજિંદી પ્રક્રિયા અટકી જાય તો ખૂબ ગભરાવવાની જરૂર નથી.

  • સૌ પ્રથમ બેડ રેસ્ટ (આરામ) કરવો, તેથી દુ:ખાવામાં રાહત જણાશે
  • તેની સાથે બરફનો શેક દિવસમાં ત્રણ થી ચાર વાર ૧૦ મિનિટ માટે કરવો
  • કમરની કોઇ પણ પ્રકારની કસરતો કરવી નહીં.
  • લાંબા સમય સુધી બેસવાનું તથા ગાડી ચલાવવાનું ટાળવું
  • વજન ઉપાડવાનું ટાળવું.
  • આ પ્રકારે દુ:ખાવો થાય ત્યારે જમીન પર સુવાનું રાખવું, જેનાથી કમરના મણકાના સાંધા વચ્ચે થયેલું લોક આપોઆપ રીતે ઓછું થઇ જતું હોય છે. પોચા ગાદલાં પર સુવાનું ટાળવું.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.93181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top