સામાન્ય રીતે નાના બાળકથી લઇને વૃદ્ધો સુધીના તમામને રોજિદી જિંદગીમાં કમરના દુ:ખાવાની ફરિયાદ હોય છે. આમ છતાં કમનસીબી એ છે કે સમાજમાં આ દુ:ખાવા માટે ખૂબ જ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.
રોગની પેથોલોજી (મૂળભૂત કારણ) મટાડવામાં ન આવે ત્યાં સુધી સાચી રાહત મળતી નથી. વળી આજની સ્ત્રીઓની પરિસ્થિતિ એવી છે કે તેમને કોઇ ને કોઇ પ્રકારના સ્નાયુના દુ:ખાવા રહેતા હોય છે. એટલે સામાન્ય રીતે સ્ત્રીએ પોતે તથા પરિવારજનો ઘણીવાર તેની અવગણના કરતા હોય છે
દરેક કમરનાં દુ:ખાવાનું કારણ એક હોતું નથી તથા તેની સારવાર પણ એક હોતી નથી. ઘણી બઘી વખત આ દુ:ખાવાને પૂરે પૂરો મૂળમાંથી સમજવામાં આવતો નથી તેથી આ રોગની સારવારની તથા રોગ ન થાય તેની પૂરે પૂરી સાચી અને સચોટ જાણકારી મળતી હોતી નથી.
આજકાલ ઘણા બધા લોકો કમરનાં દર્દોની સારવાર કરવા ડોકટરો સિવાય હાડવૈદ્યો, તથા વર્ષોથી પ્રેકિટસ કરતાં લોકોની પાસે ગામડાંમાં જતાં હોય છે. જયાં તેમને કમરમાં ગાદી બેસાડવી, મણકો બેસાડવો, જોરથી ઝાટકો આપવો, એટલી હદ સુધી કે દર્દીઓને ગરમ ડામ આપવામાં આવતાં હોય છે. આ પ્રકારનાં માણસો જે કમરના રોગોની સારવાર કરે છે, જેને કોઇપણ પ્રકારનની ચોક્કસ જાણકારી (વૈજ્ઞાનિક સમજ) હોતી નથી. તેથી જ તેમની સારવારથી દર્દીઓને ઘણી બઘી વખત દુ:ખાવો અને રોગ મટવાની જગ્યાએ ખૂબ જ વધી જતો હોય છે તથા તેઓ ખૂબ જ જટિલ મુશ્કેલીઓમાં મૂકાઇ જતા હોય છે. કોઇ પણ પ્રકારનો કમરનો દુ:ખાવો વૈજ્ઞાનિક ઢબે ડોકટરની સલાહ લઇને મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેનું ખૂબ જ સારી રીતે તથા કાયમી નિરાકરણ લાવી શકાતું હોય છે. ગામડાંમાં કહેવાતા વૈદ્યો હાડવૈદ્યો લાંબી લાઇનોમાં દર્દીઓને બેસાડીને સચોટ નિદાન કર્યા વગર જ બધાને એક જ પ્રકારની સારવાર કરતા હોય છે, જે મેડિકલ તથા વિજ્ઞાનની દૃષ્ટિએ સાચું ગણવામાં આવતું નથી. માણસની કમર એ ખૂબ જ સંવેદનશીલ જગ્યા છે. તેનો દુ:ખાવો થવાનું કારણ જાણ્યા વગર તથા ખૂબ જ ઝડપથી રોગ મટાડવાની લાલચે જયારે દર્દીઓ આવી જગ્યાએ સારવાર લેતા હોય છે ત્યારે તેઓ મોટી મુશ્કેલીઓને આમંત્રણ આપતાં હોય છે
ભારતનું મેડિકલક્ષેત્ર હજુ ઘણું પાછળ છે. જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશો આપણાથી ખૂબ જ આગળ છે. ત્યાંનું મેડિકલ ક્ષેત્ર પણ ખૂબ અદ્યતન ટેકનોલોજી ઘરાવે છે. ત્યાં આ પ્રકારની સારવારો (જેવી કે મણકામાં ટચાકીયું બેસાડવું, ડામ આપવા, ગાદી બેસાડવી) કરવામાં આવતી નથી, કારણ કે તેને વૈજ્ઞાનિક પદ્ધતિની સારવારો ગણવામાં આવતી નથી. સાચી રીતે કમરના મણકાની તકલીફનું નિદાન, તેનું કારણ, તેની આજુબાજુના સ્નાયુઓ પર આવતો તણાવ, ટેન્શન, આસપાસનાં લિગામેન્ટની પરિસ્થિતિ તથા તે વચ્ચે આવેલી ગાદી (Disc) ની પોઝીશન નક્કી કરવાની હોય છે. દર્દીની સાચી હિસ્ટ્રી, દુ:ખાવો શરૂ થવાનો ટાઇમ તથા તેની માત્રા ક્યારે વધે છે તે જાણવું જરૂરી હોય છે. સવારમાં કમર જકડાઇ જેવી, દિવસ દરમિયાન કમર ભારે રહેવી, કોઇપણ એક કે બે પગમાં તળિયા સુધી ખાલી ચડવી, ચાલતાં ચાલતાં પગ જૂઠ્ઠો પડી જવું એટલે કે બેસવું પડે એવી સ્થિતિનું નિર્માણ થવું, આ બધાં કારણોનો અભ્યાસ કરી સાચું અને સારી રીતે રોગનું મૂળભૂત કારણ અને નિદાન કરવામાં આવે તો કમરનાં દર્દમાં ખૂબ જ અકસીર સારવાર મળે છે, કારણ કે મુખ્ય કારણ દૂર કરવાથી દર્દમાં 30-40 % ની રાહત થતી હોય છે. મોટાભાગની સ્ત્રીઓ એવું માનતી હોય છે કે ‘કમરના દુ:ખાવામાં ક્યારેય સંપૂર્ણ આરામ થાય જ નહીં. આ દુ:ખાવો તો કામ કરીએ એટલે રહેવાનો.’ પરંતુ સાચી હકીકત પર વિચાર કરવામાં આવે તો રોગની પેથોલોજી (મૂળભૂત કારણ) મટાડવામાં ન આવે ત્યાં સુધી સાચી રાહત મળતી નથી. વળી આજની સ્ત્રીઓની પરિસ્થિતિ એવી છે કે તેમને કોઇ ને કોઇ પ્રકારના સ્નાયુના દુ:ખાવા રહેતા હોય છે. એટલે સામાન્ય રીતે સ્ત્રીએ પોતે તથા પરિવારજનો ઘણીવાર તેની અવગણના કરતા હોય છે કે ‘Taken by Granted’ થતું હોય છે પરંતુ તે રોગોની સાચી સારવાર જ આ વાનનુ નીરાકરણ હોય છે, એટલે જ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા જયાં સુધી આપ તંદુરસ્ત રહેશો તો જ તમે એક્ટિવ રહી શકશો. જીવનનાં રેગ્યુલર કામ 100 % કાર્યક્ષમતા (EFFICIENCY) થી કરી શકશો.
વધુ માહિતી માટે સંપર્ક કરો ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com