હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો

કમરના દર્દને દૂર કરવામાં સહાયક યોગાસનો

દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિ‍યાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્‍ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.

સ્થૂળ અને સૂક્ષ્‍મ શરીર બંનેમાં યોગાભ્યાસ સમાન રીતે ઉપયોગી છે. યોગથી આધ્યાત્મિકતાનો રસ્તો સુલભ બને છે. યોગ શારીરિક અને માનસિક વ્યાધિઓથી મુક્તિ અપાવવા માટે પૂર્ણરૂપે સક્ષમ છે. યોગ અને આયુર્વેદને એક સાથે અપનાવવાથી રોગ ઝડપથી મટે છે. જો સ્વસ્થ વ્યક્તિ પણ યોગાભ્યાસી હોય તો રોગ તેની નજીક પણ ફરકતો નથી. યોગને મહર્ષિ‍ પતંજલિએ સૂત્રબધ્‍ધ કર્યો.

જે લોકો પાસે પૈસા નથી, તેઓ દવાના અભાવથી તડપી તડપીને મરી જાય છે. આવા લોકોને દવાઓ તથા આરોગ્ય પ્રદાન કરાવવું જોઈએ. યોગ દ્વારા તેમના આરોગ્યને સુધારી શકાય છે. યોગ દ્વારા ઓપરેશનને ટાળી શકાય છે. મૃત્યુને પણ પાછું ઠેલી શકાય છે. એઇડ્સ, કેન્સર જેવા રોગોનો ઇલાજ પણ તેનાથી શક્ય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હરણિયા, માઈગ્રેન, સ્થૂળતા, આંખોની સમસ્યા, શરીર દર્દ, અનિદ્રા, ડિપ્રેશન, હર્પિ‍સ, ટીબી વગેરે જેવી અનેક બીમારીઓથી યોગ દ્વારા મુક્તિ મળી શકે છે. આત્મવિશ્વાસ વધારવામાં, માનસિક શાંતિ મેળવવામાં અને વ્યસનથી મુક્તિ મેળવવામાં પણ યોગાભ્યાસ મહત્વની ભૂમિકા નિભાવે છે. કમરદર્દની પીડાતા સ્ત્રી-પુરુષ બંને પ્રભાવિત થાય છે. પરંતુ સ્ત્રીઓને આ રોગ વધુ થાય છે. ઠંડી લાગવી, ફ્લૂ, ગર્ભાશય-ગ્રીવાની પીડા, પાણીમાં ભીંજાવું, લાંબો સમય એક જ સ્થિતિમાં કામ કરવું, ઠંડી હવામાં વધુ હરવું-ફરવું, વધુ સમય સુધી પરિશ્રમ કરવો, સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને માસિક ધર્મની તકલીફ વગેરે કારણસર કમરમાં દર્દ થાય છે. વાત પ્રકોપથી કમરમાં દુખાવો થાય તેને કમરદર્દ કહેવાય છે. આ રોગમાં રોગીને ખૂબ જ તકલીફ થાય છે. તે સીધી રીતે ઊભો રહી શકતો નથી અને કમર સીધી કરીને બેસી શકતો પણ નથી. તેને હળવો જ્વર આવે છે. હરવા-ફરવામાં તથા હલન – ચલન કરવાથી કમરમાં ખૂબ પીડા થાય છે. ઘણી વખત રોગી ઊઠી – બેસી શકતો નથી. કંધરાસન, અર્ધ મત્સ્યેદ્રાસન, કટિઉત્તાનાસન, ધનુરાસન, શલભાસન, માર્જરાસન વગેરે આસનો કમરદર્દને દૂર કરવામાં સહાયક છે. આમ યોગાસન દ્વારા કમરદર્દ દૂર કરી શકાય છે. યોગાસનના અભ્યાસ સાથે સાથે ઘરેલુ ચિકિત્સા પણ કરવાથી કમરદર્દમાં શીઘ્ર લાભ થાય છે.

પ્રાણાયમનો અભ્યાસ કરવાથી સ્નાયુની નબળાઈ દૂર થાય છે. અને ચક્કર આવવાની પ્રવૃતિ દૂર થાય છે. સ્મરણશક્તિ અને આંખોની જ્યોતિ વધે છે અને વાત કફ, માથાનો દુખાવો, અર્ધ કપાટી વગેરેમાં લાભ થાય છે.

સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

2.97222222222
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top