অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓપરેશન વિના કમરની ગાદીના ઘસારાની પીડાથી છૂટકારો

ઓપરેશન વિના કમરની ગાદીના ઘસારાની પીડાથી છૂટકારો

આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. આ દુ:ખાવાને કારણે તેના દર્દીઓ ઓપરેશન કરાવીશું તો જ છૂટકારો મળશે એવું માનતા હોય છે.
માણસની ઉંમર થાય તેમ શરીરમાં ઉંમર સાથે ફેરફારો જોવા મળતા હોય છે. એવી જ રીતે કમરના મણકામાં પડતા ઘસારા પણ એવી જ બાબત હોય છે. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકિયા ચાલુ રહેતાં તે કમરમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે. કમરના મણકા, તેની ગાદી તથા તેમાંથી નીકળતી નર્વસ એ ખૂબજ સેન્સિટિવ બંધારણ ધરાવે છે. તેથી જ આમાં સર્જરીનાં પરિણામ સારાં મળવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. એટલે અસરકારક સારવારથી સારું પરિણામ મળે છે.
ક્મરનાં દુ:ખાવાના દર્દીઓએ આ દુ:ખાવો મટાડવા માટે નીચે મુજબનાં લક્ષ્ય રાખવાં જોઇએ.

  1. સૌથી પહેલાં કમરના દુ:ખાવામાં રાહત મેળવવા તેના પ્રોપર પુનર્વસન પ્રોગામમાં ભાગ લઈ શકાય.
  2. સાચું અને સારું પોશ્ચર અને ઓર્ગનોમિક્સ (ઓફિસમાં તથા ઘરમાં કામ કરવાની) જાળવી કમરનાં મણકા અને ગાદી પર આવતું વધારાનું તણાવ ઓછું કરવું.
  3. કમરના દુ:ખાવાને લીધે ઘરમાં તથા ઓફિસમાં સારી ક્રાર્યક્ષમતાથી કામ થાય એવી રીતે વર્તવું.

કમરનાં દુ:ખાવાની સર્જરી કરાવવા મોટાભાગનાં દર્દીઓ રાજી હોતા નથી. પરંતુ આ સર્જરીતી બચવા માટે દર્દીઓ એ સૌ પ્રથમ પોતાના રોગને જાણીને પોતાની રોજિંદા જીવનમાં થતી ભૂલોને સમજીને તેને બદલવાના પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે દર્દીઓને શરૂઆતમાં સમયમાં ખૂબ દુ:ખાવો હોય ત્યારે ઉતાવળમાં સર્જરીનો નિર્ણાય કરતા હોય છે. પરંતુ સર્જરી પછી પણ તેમને 100% રીકવરી મળતી હોતી નથી. અચાનક કમરનો દુ:ખાવો થાય તો ગભરાવાની જરૂર હોતી નથી, કારણ કે સમય સાથે ક્મરના મણકાનો દુ:ખાવો ઓછો થઈ જ જતો હોય છે. એ વાત ચોક્કસ છે કે સમય સાથે મણકાની ગાદી વધુ સ્ટીફ થઇ (જકડાઈ) જતી હોય છે. સ્ટીફ ગાદી કમરાના મણકાની મુવમેન્ટને સ્ટેબિલાઈઝ કરે છે અને તેમાંથી દુ:ખાવો ઓછો થતો જાય છે. આ પ્રક્રિયા ઘણી ધીમી છે. પરંતુ તે બધા જ દર્દીઓમાં થતી જોવા મળે છે.

સારવાર:

કમરની ગાદીમાં સોજો આવી જવો તથા મુવમેન્ટમાં ઇન્સ્ટેબિલીટી આવી જતી એ કમરના દુ:ખાવાનું મુખ્ય લક્ષણ હોય છે. જો આ બંનેય ચિહ્નોની સારવાર સારી રીતે કરવામાં આવે તો દુ:ખાવામાંથી ખૂબ જ રાહત મેળવી શકાય છે.

સામાન્ય રીતે સારવારો બે રીતે થાય છે

  1. એક્ટિવ (દર્દી પોતે કરે)
  2. પેસીવ (દર્દી પર કરવામાં આવે)

મેડિકલની દૃષ્ટિએ કમરના દુ:ખાવામાં એક્ટિવ સારવાર એ પેસીવ કરતાં વધુ લાભદાયી હોય છે.

એક્ટિવ સારવાર:

તેમાં દર્દી જાતે જ રોગને ઓળખીને પોતે જ સારવાર કરે એ વધુ લાભદાયી હોય છે, કારણ કે તેમાં કોઈ સાઈડ ઈફેક્ટસ હોતી નથી.

  1. કસરતો: મોટાભાગના દર્દીઓએ કમરની કસરતો દ્ધારા પોતાની જાતે જ ગાદી જોડાવવાની પ્રક્રિયા (સેલ્ફ હીલિંગ)ને ફાસ્ટ કરી દુ:ખાવામાં ખૂબ જ રાહત મેળવી શકે છે. કમરની કસરતો એ આપણી જરૂરિયાત છે. જેમ આપણે રોજ જમીએ છીએ એવું સમજી દર્દી કસરત કરે તો થોડા જ સમયમાં એ ખૂબ જ સારાં પરિણામો પ્રાપ્ત કરી શકે છે. કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ કરવામાં આવે છે.
  2. ધુમ્રપાન બંધ કરવું;  જે માણસો ખૂબ જ ધુમ્રપાન કરે છે. જો તે બંધ કરવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને હીલિંગ પ્રક્રિયા ઝડપી બને છે. જે લોકો લાંબા સમયથી ધ્રુમપાન કરતા હોય છે તેઓને કમરના દુ:ખાવાની તકલીફો રહેતી હોય છે.
  3. વજન ઊતારવું:- જે દર્દીઓને કમરનો દુ:ખાવો હોય તથા તેમનું વજન વધારે હોય તેઓ વજન ઊતારે તો કમરના મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું ભારણ ઘટે છે અને કમરના દુ:ખાવામાં પણ રાહત મળે છે.
  4. ઓર્ગનોનોમિકસ :- વજન ઊંચકવાની સાચી પદ્ધતિ (કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી વાંકા વળી વજન ઊંચકવું), સારા ફુટવેર, ફર્નીચરને ધડકો મારવાની સાચી પદ્ધતિ, ઓફિસમાં કામ કરવાના ટેબલની લંબાઈ તથા કોમ્પ્યુટરની પોઝિશન તથા લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું જોવી. વસ્તુ સુધારવામાં આવે તો પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત મળે છે.

પેસીવ સારવાર:

દર્દીઓ પર આ સારવાર બહારથી કરવામાં આવે છે. પરંતુ તેની સાથે સાઈડ ઇફેક્ટ સંકળાયેલી હોય છે.

  1. દુ:ખાવાની દવા: એન્ટિઇન્ફલામેટરી, મસલ્સ રિલેક્સન્ટ દવાઓ
  2. ઇપોડયુરલ ઇન્જેકશન : જેમાં મુખ્ચત્વે ગાદીના મણકા પાસે સ્ટિરોઇડ્સ આપવામાં આવે છે.
  3. લેસર થેરાપી: જે હીલિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે.
  4. અલ્ટાસાઉન્ડ થેરાપી: જે લોહીનું પરિભ્રમણ વધારે છે.
  5. મસાજ થેરાપી: લોહીનું પરિભ્રમણ વધારવા વપરાય છે જેનાથી સ્નાયુની જડતાં ઘટે છે અને એન્ડોર્ફિનનો સ્રાવ થાય છે. જેનાથી દુ:ખાવામાં રાહત થાય છે તથા કમરની મુવમેન્ટમાં વધારો થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate