વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આર્થરાઈટીસને હવે ઉંમર બાધ રહ્યો નથી

આર્થરાઈટીસને હવે ઉંમર બાધ રહ્યો નથી

આર્થરાઈટીસના ઘણા બધા પ્રકાર છે. લગભગ 20 થી 25 પ્રકાર ધરાવતા આ રોગમાં સૌથી વધારે જોવા મળતો સંધીવા (રૂમેટાઈટ આર્થરાઈટીસ) બીજા કેટલાંક પ્રકારમાં સ્પોન્ડોલાઈટીસ આર્થરાઈટીસ, લ્યુપસ, સોટીયાટીક, ગાઉટ, સ્કલેટોર્ડયા, માથોસાઈટીસ, વાસ્ક્યુલાઈટીસ વગેરેનો સમાવેશ થાય છે. વા થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ અત્યાર સુધીના સંશોધનો પ્રમાણે વા થવાના સંભવિત કારણોમાં એન્વાયરમેન્ટ અને જીનેટીક ફેક્ટર જવાબદાર હોઈ શકે છે. આપણા શરીરમાં રોગો સામે લડવા માટે રોગ પ્રતિકારક તત્વો હોય છે જે આપણા શરીર પર થતા રોગોના કણોને મારવાનું કામ કરે છે. કોઈ ખામીના કારણે આ રોગ પ્રતિકારક તત્વો આપણા શરીરના સારા કોષોને મારવાનું ચાલુ કરે છે જેના પરિણામે વા થાય છે. સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે આપણી રોગ પ્રતિકારક પદ્વતિમાં ખામી થવાના કારણે આ બીમારી થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં આવા રોગોને ઓટો-ઈમ્યુન ડિસીઝ કહેવામાં આવે છે.
સામાન્ય માન્યતા એવી હોય છે કે વા મોટી ઉંમરે થતો હોય છે પણ એવું નથી આ રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે. મોટા ભાગના વા 15 થી 50 વર્ષની ઉંમરમાં જોવા મળતા હોય છે. અમુક પ્રકારના વા પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. અમુક પ્રકારના વા વારસાતગ હોઈ શકે છે પણ એની શક્યતા ઓછી હોય છે.
સામાન્યપણે શરીરના કોઈપણ દુખાવાને લોકો વા ગણતા હોય છે પરંતુ એવું નથી. શરીરમાં દુખાવા થવા માટે અનેક કારણો છે અને તેમાનું એક કારણ વા છે. વા ફક્ત સાંધામાં જ અસર કરે છે તેવું નથી પણ કેટલાંક પ્રકારના વા સાંધા સિવાય પણ શરીરના અન્ય ભાગોને પણ અસર કરતાં હોય છે. 
મોટાભાગના વા ને ખોરાક સાથે કોઈ સંબંધ નથી. આપણી સામાન્ય માન્યતા પ્રમાણે ખાટું ખાવાથી વા થાય છે કે વધે છે પણ વૈજ્ઞાનિક રીતે તે હજુ સુધી માન્ય થયું નથી. એટલે કંઈપણ જમવાથી વા થતો નથી કે વધતો નથી.
વા એ કોઈ ચેપી રોગ નથી, વા ના દર્દી સાથે રહેવાથી, જમવાથી કે સાથે સમય ગાળવાથી એ કોઈ બીજામાં ફેલાતો નથી. સામાન્ય માન્યતા એવી છે કે વા ની કોઈ દવા નથી પણ મોર્ડન સાયન્સ પાસે વા ને અસરકારક રીતે કાબુમાં રાખવા માટે ઘણી સારી દવાઓ ઉપલબ્ધ છે જે યોગ્ય માત્રામાં રૂમેટોલોજીસ્ટ (વા ના નિષ્ણાંત)ની દેખરેખમાં લેવાથી ઘણી ફાયદાકારક નિવડે છે.
વા માં સૌથી સામાન્ય રીતે સંધીવા જોવા મળે છે જે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સ્ત્રી દર્દીઓની સંખ્યા પુરૂષ દર્દીઓની સરખામણીમાં ત્રણ ગણી વઘારે હોય છે.
સંધીવામાં સામાન્યરીતે શરીરના બધા સાંધામાં અસર થાય છે જેમાં હાથના અને પગના સાંધામાં વધારે અસર થાય છે. વહેલું નિદાન અને યોગ્ય દવાઓ સમયસર ચાલુ કરવામાં આવે તો આ બીમારીને આગળ વધતા અટકાવે છે અને નુક્સાન થતું રોકી શકાય છે.
સ્પોન્ડિયો આર્થરાઈટીસ આ વા સ્ત્રીઓની સરખામણીમાં નાની ઉંમરના પૂરૂષોમાં વધારે જોવા મળે છે. આ વા માં સામાન્યપણે કમરના સાંધામાં અસર થાય છે ક્યારેક કમર સાથે શરીરના સોટા સાંધામાં પણ અસર થઈ શકે છે.
ઓટોઈમ્યુન કનેક્ટીવ ટીસ્યુ ડિસીઝ, આ પ્રકારના વા માં સાંધા સિવાય શરીરના અન્ય અવયવોમાં પણ અસર થાય છે. આ રોગોમાં સમયસર નિદાન અને સારવાર જરૂરી છે. આવા રોગોના નિદાન માટે ઘણીવાર ખાસ પ્રકારના લોહીના રિપોર્ટ કરવાની જરૂર પડતી હોય છે. આવી બીમારીની યોગ્ય સારવાર કરવામાં ના આવે તો ક્યારેક જીવલેણ પણ નિવડી શકે છે.
વા માટે મુખ્યત્વે બે પ્રકારની દવાઓ છે જેમાં DMARDS અને Biologics નો સમાવેશ થાય છે. મોટાભાગના દર્દીઓને DMARDSથી સારુ થઈ જતું હોય છે પણ જે દર્દીઓને આ દવાથી સારુ ન થાય તેમને Biologics નામની દવા આપવામાં આવે છે જે ઘણી સારી દવા છે પરંતુ મોંઘી હોવાથી દરેક દર્દીને આપી શકાતી નથી..
વા માં ક્યારેક સ્ટીરોઈડ નામની દવા પણ આપવામાં આવે છે. આ પણ એક પ્રકારની દવા જ છે જે યોગ્ય માત્રામાં યોગ્ય સમય માટે નિષ્ણાંતની દેખરેખ હેઠળ આપવામાં આવે તો દર્દીને ઘણી ફાયદાકારક નિવડે છે.
વા ના દરેક દર્દીઓએ નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ સમયસર દવાઓ લેવી જોઈએ અને નિયમીત કસરત પણ કરવી જોઈએ. આ રોગનું જેટલું વહેલું નિદાન અને સારવાર ચાલુ કરવામાં આવે તેટલું નુક્સાન થતું રોકી શકાય છે.
લેખક  ડો સપન પંડ્યા, રૂમેટોલોજિસ્ટ.
3.07407407407
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top