অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આર્થરાઈટિસના અલગ અલગ 100 જેટલા પ્રકાર

આર્થરાઈટિસના અલગ અલગ 100 જેટલા પ્રકાર છે

આર્થરાઈટીસ ખૂબ સામાન્ય રોગ છે પણ તેની સમજ યોગ્ય રીતે મેળવવામાં આવતી નથી. વાસ્તવમાં, આર્થરાઈટીસ કોઈ એક રોગ નથી, તે સાંધાના દુઃખાવા કે સાંધાના રોગને ઉલ્લેખિત કરવાનો એક સામાન્ય માર્ગ છે. આર્થરાઈટીસ ૧૦૦ અલગ અલગ પ્રકારના હોય છે તમામ વય, જાતિ અને વંશના લોકોને આર્થરાઈટીસ થઈ શકે છે અથવા તો હોઈ શકે છે અને અમેરિકામાં વિકલાંગતા માટેનું મુખ્ય કારણ આર્થરાઈટીસ છે. ૫૦ મિલિયનથી વધુ પુખ્તો અને ૩ લાખ બાળકોને કેટલાક પ્રકારના આર્થરાઈટીસ હોય છે. મહિલાઓમાં તે સામાન્ય છે અને મહદ્અંશે લોકોની વય વધતી જાય તેમ તેઓમાં આ રોગ થવાની શક્યતા વધે છે.

સામાન્ય રીતે આર્થરાઈટીસમાં સાંધા સંબંધિત જે લક્ષણો જોવા મળે છે તેમાં દુઃખાવો, સોજો, અક્કડ થવું અને હલનચલનની માત્રા ઓછી થવી વગેરે સામેલ હોય છે. લક્ષણો આવે છે અને જાય છે.આ લક્ષણોની તીવ્રતા સામાન્ય, મધ્યમ કે ગંભીર હોઈ શકે છે. તેઓ વર્ષોથી એક સમાન હોય શકે છે પણ સમયની સાથે સાથે આગળ વધી શકે છે કે સમય જતા વધુ ગંભીર બની શકે છે. છેલ્લા સ્ટેજ નો આર્થરાઈટીસના પરિણામે સતત પીડા, રોજિંદા કાર્યોમાં તકલીફ અને ચાલવામાં કે સીડી ચઢવામાં મુશ્કેલી થઈ શકે છે. આર્થરાઈટીસના કારણે સાંધામાં કાયમી બદલાવ આવી શકે છે. અને તે નુકસાનનો માત્ર એક્સ-રે દ્વારા ખ્યાલ આવે છે. કેટલાક પ્રકારના આર્થરાઈટીસ હૃદય, આંખ, ફેફસાં, કિડની અને ત્વચા તેમજ સાંધાને પણ અસર કરે છે.

 

વિવિધ પ્રકારના આર્થરાઈટીસઃ

ડિજનરેટિવ આર્થરાઈટીસ

ઓસ્ટિયોઆર્થરાઈટીસ એ આર્થરાઈટીસનો સૌથી સામાન્ય પ્રકાર છે. જ્યારે હાડકાંના છેડે ગાદી જેવી ચિકાશયુક્ત સપાટી જેવો કાર્ટિલેજનો ભાગ ઘસાય જાય ત્યારે હાડકાં એકબીજા સાથે ઘર્ષણ થાય છે, જેના કારણે પીડા થાય છે, સોજો આવે છે.સમય પસાર થતા સાંધા તેની ક્ષમતા ગુમાવે છે અને સતત પીડામાં વધારો થાય છે. આ માટેના જોખમી પરિબળોમાં વધુ પડતુ વજન, પારિવારીક ઈતિહાસ, વય અને અગાઉની કોઈ ઈજા (ઉદાહરણ તરીકે એન્ટેરીયર ક્રુસિએટ લિગામેન્ટ કે ખ્ઘ્ન્, ફાટી જવું વગેરે) સામેલ છે.

જ્યારે ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં સાંધાના લક્ષણોની તીવ્રતા સામાન્ય કે મધ્યમ હોય ત્યારે તેને નીચે મેનેજ કરી શકાય છેઃ

  • આરામની સાથે સંતુલનની પ્રવૃતિ.
  • હોટ અને કોલ્ડ થેરાપીનો ઉપયોગ.
  • નિયમિત શારીરિક પ્રવૃતિ.
  • સ્વાસ્થ્યપ્રદ વજન જાળવવું.
  • વધારાના આધાર માટે સાંધા આસપાસના સ્નાયુને મજબૂત કરવા.
  • સહાયક સાધનોનો ઉપયોગ.
  • ઓવર ધ કાઉન્ટર દુઃખાવા માટેની દવા કે એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવી હિતાવહ નથી.
  • સતત અને વારંવાર થતુ હલનચલન ટાળવુ.

જો સાંધા સંબંધિત લક્ષણો ગંભીર હોય, તેના કારણે હલનચલન મર્યાદિત થતું હોય અને જીવનની ગુણવત્તાને અસર થતી હોય ત્યારે ઉપરમાંની કેટલીક બાબતો ઉપયોગી થઈ શકે છે પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ આવશ્યક બની શકે છે.

ઓસ્ટિયોઆર્થરાઈટીસને સક્રિય રહીને, સ્વસ્થ પ્રમાણમાં વજન જાળવીને અને ઈજાથી દૂર રહીને તેમજ સતત અને વારંવાર હલનચલનથી દૂર રહીને રોકી શકાય છે.

ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસ

સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ સુરક્ષાત્મક છે. તે આંતરિક ઇન્ફ્લેમેશન ઉત્પન્ન કરે છે જેની મદદથી ચેપ અને રોગ દૂર રહી શકે છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિ એવા સમયે હાનિકારક બને છે જ્યારે તે અનૈચ્છિક રીતે કામ કરવા લાગે છે અને નિરંકુશિત ઇન્ફ્લેમેશન સાથે સાંધાઓ પર હુમલો કરે છે, જેના કારણે તેમાં ઘસારો આવે છે અને આંતરિક અંગો, આંખો અને શરીરના અન્ય ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. રુમેટોઈડ આર્થરાઈટીસ અને સોરિયાટીક આર્થરાઈટીસ તેઓ ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસના ઉદાહરણો છે. સંશોધકોનાં મતે જનીનો અને પર્યાવરણીય પરિબળોનુ સમ્મેલન ઓટોઈમ્યુનિટીને સક્રિય કરી દે છે. ઓટોઈમ્યુન અને ઈન્ફ્લેમેટરી પ્રકારના આર્થરાઈટીસ મા વહેલુ નિદાન અને તાતકાલિક સારવાર ખૂબ જરૂરી બની જાય છે. રોગ ના વિકાસને ધીમો પાડવાથી સાંધા ને નુકસાન થતુ ઓછુ અથવા ઘણી વખત સાંધા ને કાયમી હાનિ અટકાવી પણ શકાય છે.

સમસ્યામાં ઘટાડો થાય એ મુખ્ય હેતુ છે અને તે ડિસીસ મોડીફાઈંગ એન્ટીરુમેટીક ડ્રગ્સ  તરીકે જાણીતી એક કે વધુ દવાઓનાં ઉપયોગથી પ્રાપ્ત કરી શકાય છે. સારવારનું લક્ષ્ય પીડા ઘટાડવાનો, કાર્યક્ષમતા વધારવાનો અને સાંધાના નુકસાનને વધતુ અટકાવવાનો છે.

ચેપી આર્થરાઈટીસ

બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ સાંધામાં પ્રવેશી શકે છે અને સોજો આવી શકે છે. સાંધાને ચેપ લગાવતા જીવાણુઓનાં ઉદાહરણોમાં સાલમોનેલા અને શિજેલા(ફૂડ પોઈઝનીંગ અને પ્રદૂષિત ખોરાક), ક્લામાયડીયા અને ગોનોરિયા (જાતીય સંક્રમણ રોગ) અને હિપેટાઈટીસ સી (લોહીથી લોહીનો ચેપ, ઘણીવાર એક જ નીડલના ઉપયોગ કે ટ્રાન્સફ્યુશનના કારણે લાગેછે) સામેલ છે. અનેક કેસોમાં, સમયસરની સારવાર એન્ટિબાયોટિક્સ સાથે કરવામાં આવે તો સાંધાનો ચેપ દૂર થાય છે પણ ઘણીવાર આર્થરીટીસ ક્રોનિક બની રહે છે.

મેટાબોલિક આર્થરાઈટીસ

યુરિક એસિડ શરીરમા મળી આવતો પ્યુરીન નામનો પદાર્થ તૂટવાથી બને છે જે માનવ શરીરના કોષોમાં તથા અન્ય ખાદ્ય પદાર્થોમા પણ જોવા મળતો હોય છે.કેટલાક લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે કેમકે તેમનામાં કુદરતી રીતે આવશ્યકતા કરતાં વધુ ઉત્પાદન થાય છે અથવા તો શરીરમાંથી પૂરતા પ્રમાણમાં અને ઝડપથી યુરિક એસિડનો નિકાલ થતો નથી. કેટલાક લોકોમાં યુરિક એસિડ સાંધામાં સોય જેવા ક્રિસ્ટલ્સ સર્જે છે અને જેના કારણે અચાનક જ સાંધામા અસહ્ય પીડા શરૂ થાય છે અથવા તો ગાઉટ એટેક થાય છે. ગાઉટ સમયાંતરે આવે અને જાય છે પરંતુ જો યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં ન આવે તો તે સતત અને ગંભીર પીડા અને વિકલાંગતા લાવી શકે છે.

આર્થરાઈટીસનુ નિદાન કેવી રીતે થાય

આર્થરાઈટીસ નુ નિદાન ઘણીવાર પ્રાઈમરી કેર ફિઝિશિયન પાસેથી જ ખ્યાલમાં આવી જાય છે, જેઓ શારીરિક તપાસ કરીને અને બ્લડ ટેસ્ટ અને ઈમેજીંગ સ્કેનની મમદદથી આર્થરાઈટીસનો પ્રકાર નક્કી કરી શકે છે. આર્થરાઈટીસ સ્પેશિયાલિસ્ટ કે રુમેટોલોજીસ્ટને પણ ત્યારે સામેલ કરવા પડે છે જ્યારે નિદાન ચોક્કસ ન થયું હોય કે પછી જો આર્થરાઈટીસ ઈન્ફ્લેમેટરી પ્રકારનો હોવાની સંભાવના જણાતી હોય.સામાન્ય રીતે રુમેટોલોજિસ્ટ ખાસ કરીને ઈન્ફ્લેમેટરી આર્થરાઈટીસ, ગાઉટ અને અન્ય જટીલ કેસો માટે ચાલતી સારવાર મા મહત્વનો ભાગ ભજવે છે. ઓર્થોપેડિક સર્જનો જોઈન્ટની સર્જરી કરે છે જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સામેલ હોય છે. જ્યારે આર્થરાઈટીસ શરીરની અન્ય સિસ્ટમ કે ભાગોમાં અસર કરે છે, ત્યારે અન્ય સ્પેશિયાલિસ્ટ્સ જેમકે ઓફ્થેલમોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ કે ડેન્ટીસ્ટને પણ હેલ્થ કેર ટીમમાં સામેલ કરવા પડે છે.

આર્થરાઈટીસ માટે શું કરી શકાય?

સાંધાની કાર્યક્ષમતા, હલનચલન અને જીવનની ગુણવત્તા જાળવી રાખવા માટે અનેક ચીજો થઈ શકે તેમ છે. રોગ અને સારવારના વિકલ્પો વિશે જાણવું, શારીરિક પ્રવૃતિઓ માટે સમય આપવો અને સ્વસ્થ વજન જાળવવું જરૂરી છે. આર્થરાઈટીસ સામાન્ય રીતે અપૂરતી સમજ ધરાવતો રોગ છે. ઘણી બધી વેબસાઈટ પર પણ આ માહિતી મળી શકે છે પરંતુ તેની સાથે ઓર્થોપેડિક સર્જન કે કોઈ જાણકારની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

સ્ત્રોત: ડૉ તેજસ ઠક્કર. ઓર્થોપેડિક સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate